Published in the Sunday Mumbai Samachar on 29 September, 2024
હું ગયા વર્ષે ટર્કીમાં હતો અને મારે માટે ટર્કી એટલે પૂર્વનું પશ્ચિમ સાથે મિલન છે, જે ધરતી સાહસિકો, ઈતિહાસના શોખીનો અને સંસ્કૃતિ પ્રેમીઓને પણ આમંત્રિત કરે છે. ઈસ્તંબ્ુાલની ધમધમતી ગલીઓથી લઈને કેપાડોસિયાનાં સુંદર નિસર્ગસૌંદર્ય સુધી, ટર્કી સમૃદ્ધ અનુભવો પ્રદાન કરે છે. તો આજે ટર્કી તમારી બ્ાકેટ લિસ્ટમાં ટોચ પર શા માટે હોવું જોઈએ તે વિશે હું તમને કહેવા માગું છું.
વીણા વર્લ્ડમાં અમે પોપ્યુલર હાઈલાઈટ્સ ઓફ ટર્કી ટુર ઉપરાંત તાજેતરમાં ટર્કીની બ્ો નવી ટુર લોન્ચ કરી છેઃ વુમન્સ સ્પેશિયલ ટર્કી અને ઓલ ઓફ ટર્કી, જે ટુર આ વર્ષે પ્રસ્થાન કરી રહી છે અને આગામી વર્ષે ટર્કીમાં જીવનની ઉજવણી કરવા માટે તમને વધુ નિમિત્ત પ્રદાન કરે છે. જોકે તમે પૂછશો,ટર્કી શા માટે? તો ચાલો, તેનાં કારણ જાણીએ!
ટર્કી શા માટે?ઃ ટર્કીની મોહિની તેની વૈવિધ્યતામાં રહેલી છે. તમે પ્રાચીન અવશેષો જોતા હોય કે હોટ એર બ્ાલૂનમાં સાહસ ખેડતા હોય કે ફરતી આધ્યાત્મિક આભા અનુભવતા હોય, આ દેશનો દરેક ખૂણો કશુંક અસાધારણ ધરાવે છે. આ સ્થળે તમે એક દિવસ રોમન સમ્રાટના અવશેષો થકી વોક કરી શકો છો અને બ્ાીજા દિવસે ઓટ્ટોમન ગ્રાન્ડિયરથી મંત્રમુગ્ધ બ્ાની શકો છો. ઐતિહાસિક સીમાચિહનોથી નૈસર્ગિક અજાયબ્ાીઓ સુધી ટર્કી સદીઓની સંસ્કૃતિમાં પોતાને તલ્લીન કરવાનું ઉત્તમ સ્થળ છે, જે સાથે ઉષ્માભરી મહેમાનગતી અને ટર્કીશ વાનગીઓની અવિસ્મરણીય ફ્લેવર્સ માણી શકો છો.
ટર્કીની ઐતિહાસિક અજાયબ્ાીઓ ઃ ઈતિહાસ ટર્કીની ઓળખમાં ઊંડાણથી ડૂબ્ોલો છે. અહીં માનવસંસ્કૃતિ જીવી, સમ્રાટોનો ચઢાવઉતાર થયો અને તેની સ્થાપત્ય અજાયબ્ાીઓઆજે પણ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરીને રહે છે.
ટ્રોજન હોર્સ સ્ટેચ્યુ (ટ્રોય)ઃ ટર્કીના વાયવ્યમાં ડારડેનેલીસ નજીક ટ્રોયનું પ્રાચીન શહેર વસેલું છે, જેને હોમર્સ ઈલિયાદ દ્વારા પ્રસિદ્ધ બ્ાનાવવામાં આવ્યું હતું. પ્રવેશદ્વાર પરટ્રોજન હાઉસ સ્ટેચ્યુ સર્વકાલીન સૌથી પ્રસિદ્ધ લીજેન્ડ્સમાંથી એકની યાદગીરીનું કામ કરે છે. આ સ્થળ પુરાતત્વીય સ્તરોનો ખુદ ખજાનો છે,જ્યાં તમે 4000 વર્ષ જૂની પ્રાચીન માનવસંસ્કૃતિઓના અવશેષો જોઈ શકો છો.
ઓગસ્ટસ અને રોમનું મંદિર (અંકારા)ઃ અંકારાના હાર્દ સ્થિત ઓગસ્ટસ અને રોમનું મંદિર રોમન યુગની બ્ાારી છે. પ્રથમ રોમન સમ્રાટના માનમાં નિર્માણ કરાયેલું ઓગસ્ટસ ઉત્તમ રીતે સંવર્ધન કરાયેલું સ્મારક છે, જે પ્રાચીન દુનિયા અને એનાટોલિયામાં રોમનના પ્રભાવના પ્રસારમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. તેની દીવાલો પર કોતરકામને રેસ ગેસ્ટી ડિવિઓગસ્ટી તરીકે ઓળખવામાં આવે છે, જે સમ્રાટનાં કરતૂતોની વાર્તા કહે છે અને ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ અવસરોનું નિશાન છે.
એફેસસ (યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ)ઃ એફેસસનું પ્રાચીન શહેર, જે વધુ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ હોઈ દુનિયામાં સૌથી અદભુત પૌરાણિક સ્થળમાંથી એક છે. એક સમયે વેપારઅને સંસ્કૃતિથી ધમધમતું કેન્દ્ર એફેસસ પ્રાચીન દુનિયાની સાત અજાયબ્ાીમાંથી એક આર્ટીમિસના પ્રસિદ્ધ મંદિરનું ઘર છે. સેલ્સસની લાઈબ્ોરીઅને ગ્રેટ થિયેટર સહિત તેના અવશેષો થકી પસાર થાઓ ત્યારે ઈતિહાસમાં પાછળ જવા જેવું છે.
અવિસ્મરણીય સાંસ્કૃતિક અનુભવોઃ ટર્કી તેના ઈતિહાસ પૂરતું સીમિત નથી, પરંતુ આ દેશ સંસ્કૃતિ અને પરંપરાઓમાં ગળાડૂબ્ા છે, જે અજોડ અને અવિસ્મરણીય રીતે અનુભવી શકો છો.
વ્હર્લિંગ ડર્વિશ શોઃ ટર્કીમાં સૌથી મંત્રમુગ્ધ કરનારા આધ્યાત્મિક પરફોર્મન્સમાંથી એક વ્હર્લિંગ ડર્વિશ સમારંભ છે. સુફી ગૂઢવિદ્યામાં મૂળ ધરાવતી આ પ્રાચીન રસમમાં ડાન્સરો વર્તુળોમાં ચકરાવો મારે છે, જે પવિત્ર પ્રેમ અને જ્ઞાન તરફ આધ્યાત્મિક પ્રવાસનું પ્રતિક છે. તેનો પરફોર્મન્સ સાધારણથી પાર છે અને મુલાકાતીઓને ટર્કીના આધ્યાત્મિક વારસાની ઊંડી સમજ પ્રદાન કરે છે.
શો સાથે ટર્કિશ ડિનરઃ ટર્કીમાં મનોરંજક સાંસ્કૃતિક શો માણવા સાથે પારંપરિક ટર્કિશ ડિનર માણીને દિવસની પૂર્ણાહુતિ કરવા જેવી બ્ાહેતર કોઈ રીત નહીં હોઈ શકે.તો ટર્કિસ રસમ અને ઉજવણીઓમાં મજેદાર બ્ાારી પ્રદાન કરતાં લોકનૃત્ય અને જીવંત સંગીત સહિતના પરફોર્મન્સ જોતાં જોતાં લેમ્બ્ા કબ્ાાબ્ા, મેઝીસ અને બ્ાકલાવા જેવી વાનગીઓની સ્વાદિષ્ટ ફ્લેવર્સ માણો.
નૈસર્ગિક અજાયબ્ાીઓ અને નયનરમ્ય નિસર્ગસૌંદર્યઃ ટર્કીનું વૈવિધ્યપૂર્ણ નિસર્ગસૌંદર્ય વાસ્તવિકથી પણ પર અતિવાસ્તવિક દેખાતાં અમુક નૈસર્ગિક સ્થળો સાથે તેના ઈતિહાસ જેવું જ મંત્રમુગ્ધ કરનારું છે.
કેપાડોસિયાની હોટ એર બ્ાલૂન ટુર ઃ કેપાડોસિયા જેવું પૃથ્વી પર બ્ાીજું કોઈ સ્થળ નહીં હોઈ શકે, જે તેની પરીકથા જેવી ચિમનીઓ, પ્રાચીન ગુફાની વસાહતો અને અજોડ ખડકોનીરચનાઓથી સમૃદ્ધ છે. જોકે તેનું વિહંગાવલોકન પ્રવાસીઓ માટે ખરેખર મોહિત કરી દે છે. કેપાડોસિયાની સૂર્યાસ્ત સમયે હોટ એર બ્ાલૂન સવારી બ્ાકેટ-લિસ્ટ અનુભવ છે, જે નીચે નિસર્ગરમ્ય સૌંદર્યનો અદભુત નજારો પ્રદાન કરે છે. ખીણો અને પ્રાચીન શહેરો પરથી શાંતિથી ઊડતી વખતે તમને ચમત્કારી દુનિયામાં પહોંચી ગયા હોય તેવું મહેસૂસ થાય છે.
પામુક્કેલ (કોટન કેસલ)ઃ કોટન કેસલ અથવા પામુક્કેલ અન્ય ગ્રહનું હોય તેવું મહેસૂસ કરાવતી નૈસર્ગિક અજાયબ્ાી છે. ખનીજ સમૃદ્ધ હોટ સ્પ્રિંગ્સ દ્વારા રચિત ઉત્કૃષ્ટ વ્હાઈટ ટ્રેવરટાઈન અગાશીઓ નવી પેઢી માટે સ્પા ડેસ્ટિનેશન છે. મુલાકાતીઓ અગાશીઓ પરથી વોક કરી શકે, ઊના, હીલિંગ પાણીમાં સ્નાન કરી શકે અને આ યુનેસ્કો સાઈટના પાવન સૌંદર્યથી મોહિત થઈ શકે છે.
ઈસ્તંબ્ુાલનાં પૌરાણિક રત્નો અને વૈભવઃ ટર્કીનું પ્રતિકાત્મક સ્થાપત્ય પ્રાચીન મહેલોથી ભવ્ય રજવાડા સુધી તેના નિસર્ગસૌંદર્ય જેટલું વૈવિધ્યપૂર્ણ છે.
ટોપકાપી પેલેસ (ઈસ્તંબ્ુાલ)ઃ ઈસ્તંબ્ુાલમાં ઓટ્ટોમન સમ્રાટનું એક સમયે હાર્દ ટોપકાપી પેલેસ શાહી સ્થાપત્યનો આલીશાન દાખલો છે. તેનો સમૃદ્ધ ખજાનો સુલતાનનીઓર્નેટ ચેમ્બ્ાર્સથી વિખ્યાત હારેમ સુધી સદીઓની શક્તિ અને સંપત્તિ વિશે વાત કરે છે. મુલાકાતીઓ સુલતાનો અને તેમની ભવ્ય જીવનશૈલી વિશે જાણવા સાથે આ ઐતિહાસિક રજવાડાની મનોહરતામાં તલ્લીન થઈ શકે છે.
સુલતાન અહમત કામી (બ્લુ મોસ્ક)ઃ ઈસ્તંબ્ુાલમાં વધુ એક જોવા જેવું સ્થળ બ્લુ મોસ્ક 20,000 બ્લુ ઈઝનિક ટાઈલ્સ સાથે રેખામાં તેના મંત્રમુગ્ધ ઈન્ટીરિયર માટે પ્રસિદ્ધ છે. આ ભવ્ય મોસ્ક સ્થાપત્યનો ઉત્તમ નંગ હોવા સાથે કાર્યશીલ પ્રાર્થનાસ્થળ પણ છે, જે આધ્યાત્મિક અને કળાત્મક મહત્ત્વને સંમિશ્રિત કરે છે.
બ્ાોડરમ કેસલ (બ્ાોડરમ)ઃ ટર્કીના દરિયાકાંઠાની ખોજ કરવા માગનારા માટે બ્ાોર્ડરમ કેસલ ઈતિહાસ અને અદભુત સમુદ્રિ નજારાનું મનોહર સંમિશ્રણ પ્રદાન કરે છે. આ મધ્યયુગીન કિલ્લો નાઈટ્સ હોસ્પિટોલર દ્વારા નિર્માણ કરાયો હતો, જેમાં હવે મ્યુઝિયમ ઓફ અંડરવોટર આર્કેલોજી છે, જે મુલાકાતીઓને ટર્કીના ભૂતકાળના સમુદ્રિ ઈતિહાસમાં ડોકિયું કરવાની તક આપે છે.
બ્ાોસ્ફોરસ સ્ટ્રેઈટ અને પ્રિન્સેસ આઈલેન્ડ્સઃ આખરે બ્ાોસ્ફોરસ સ્ટ્રેઈટ પર ક્રુઝ સેર વિના ઈસ્તંબ્ુાલની મુલાકાત પૂર્ણ થતી નથી. આ જળમાર્ગ યુરોપ અને એશિયાને વિભાજિત કરે છે, જે રજવાડાઓ, મોસ્ક્સ અને પુલો સહિત ઈસ્તંબ્ુાલની આકાશરેખાનો અદભુત નજારો પ્રદાન કરે છે. વધુ આહલાદક અનુભવ માટે પ્રિન્સેસ આઈલેન્ડ્સની ફેરી સવારી કરો, જ્યાં સમય જાણે ધીમો પડી જાય છે. આ કાર મુક્ત ટાપુ બ્ાાઈકિંગ, વોકિંગ અને મનોહર વાતાવરણમાં તલ્લીન થવા માટે ઉત્તમ સ્થળ છે.
એકંદરે, ટર્કીનું ઈતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્ય અને સ્થાપત્ય સૌંદર્યનું ઉત્તમ સંમિશ્રણ સર્વ હિતના પ્રવાસીઓ માટે તેને અગ્રતાનું સ્થળ બ્ાનાવે છે. તમે તેના પ્રાચીન અવશેષોથી આકર્ષિત થયા હોય, ગૂઢ પરંપરાઓ અથવા અદભુત નિસર્ગસૌંદર્યથી દોરવાયા હોય, ટર્કી કોઈ પણ અન્ય કરતાં વિશેષ સાહસનું વચન આપે છે. ઘણાં બ્ાધાં આકર્ષણો સાથે ટર્કી પ્રવાસ પૂરો થયા પછી પણ કાયમ માટે મનમાં વસી રહે તેમાં કોઈ નવાઈ નથી.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.