Published in the Sunday Gujarat Samachar on 14 July, 2024
વિશ્વના મનમોહક વન્યજીવન ને એક્સપ્લોર કરોઆફ્રિકાના સવાનાથી ઑસ્ટ્રેલિયાના આઉટબેક અને દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલો. આ અસાધારણ સાહસોની ઉજવણીમાં મારી સાથે જોડાઓ જ્યાં દરેક ક્ષણ તમને પ્રકૃતિના અજાયબીઓની નજીક લાવે છે.
લાંબા સમય સુધી વાઈલ્ડલાઈફ સફારીઓ પસંદ કરતો નહોતો. જોકે સાઉથ આફ્રિકામાં એક ટ્રિપે બધું જ બદલી નાખ્યું. તે ૧૧ દિવસની ટ્રિપે મને શીખવ્યું કે વાઈલ્ડલાઈફમાં અદભુત સિંહ જોવાનો અથવા સવાનામાં હાથીઓનું ઝુંડ જોવા જેવો બીજો કોઈ રોમાંચ હોઈ નહીં શકે. વાઈલ્ડલાઈફ સફારી નિસર્ગ સાથે જોડાવાની અજોડ અને મંત્રમુગ્ધ કરનારી રીત પ્રદાન કરે છે, જે અવિસ્મરણીય દ્રશ્યો કાયમી છાપ છોડી જાય છે. તો આજે ચાલો,દુનિયાભરમાં આવેલાં અમુક સૌથી રોમાચંક સફારી સ્થળોની સેર કરીએ, જે તમારા આગામી એડવેન્ચરનું નિયોજન કરવા મદદરૂપ થવા માટે ઈનસાઈટ્સ અને ટિપ્સ આપે છે.
આફ્રિકન સવાના સફારી
આપણો પ્રથમ સ્ટોપ દેખીતી રીતે જ આફ્રિકાનો ખંડ છે! આફ્રિકન સવાના વાઈલ્ડલાઈફ સફારી સાથે પ્રતિકાત્મક છે, જે પૃથ્વી પરનાં અમુક સૌથી ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ પ્રાણીઓ માટે ઘર છે. અહીં બિગ ફાઈવ- સિંહ, હાથી, ભેંસ, દીપડો અને રાયનોસેરસ વિશાળ જંગલમાં મુક્ત રીતે હરીફરીને રોમાંચક વાઈલ્ડલાઈફ અનુભવ માટે પાર્શ્વભૂ નિર્માણ કરે છે. મસાઈ મારા નેશનલ રિઝર્વ, કેનિયાઆફ્રિકામાં સૌથી પ્રસિદ્ધ સફારી સ્થળમાંથી એક કેનિયામાં મસાઈ મારા નેશનલ રિઝર્વ ગ્રેટ માઈગ્રેશન માટે પ્રસિદ્ધ છે.દર વર્ષે ઝેબ્રા અને ગઝેલ સાથે એક મિલિયનથી વધુ પ્રાણીઓ તાન્ઝાનિયામાં સેરેંગેટીથી મસાઈ મારા સુધી પ્રાણીઓને તાજી ચરવાની જગ્યાનીતલાશનો રોમાંચક પ્રવાસ બનાવે છે. નાટકીય નદીઓના ક્રોસિંગ અને શિકાર- શિકારીઓના રૂબરૂ થવા સાથે આ નૈસર્ગિક નજારો વાઈલ્ડલાઈફફોટોગ્રાફી અને નિરીક્ષણ માટે ઉત્તમ તક આપે છે. ગ્રેટ માઈગ્રેશન માટે મસાઈ મારાની મુલાકાત લેવાનો સૌથી ઉત્તમ સમય જુલાઈઅને ઓક્ટોબર વચ્ચે છે.
સેરેંગેટી નેશનલ પાર્ક, તાન્ઝાનિયા
તાન્ઝામિયામાં સેરેંગેટી નેશનલ પાર્ક તેની નિરંતર જગ્યાઓ અને પ્રચુર વાઈલ્ડલાઈફ માટે પ્રસિદ્ધ છે. સેરેંગેટીની ઈકોસિસ્ટમ સિંહ, ચિત્તા અને હાયનાઝ તેમ જ જિરાફ, હાથીઓ અને એન્ટલોપ્સ જેવાં શાકાહારી પ્રાણીઓ સહિત શિકારીઓની વિશાળ વસતિને આધાર પૂરો પાડે છે. પાર્કની વિપુલતાનો અર્થ મુલાકાતીઓ ગિરદીથી દૂર અસલી વાઈલ્ડલાઈફનું ભાન કરાવે છે.મારું સૂચન છે કે સેરેંગેટીમાં જૂનથી ઓક્ટોબર વચ્ચે સૂકી મોસમમાં જવું, જે વાઈલ્ડલાઈફ જોવા માટે ઉત્તમ તક આપે છે. તમે અહીં આવો ત્યારે માઈગ્રેશન સાથે ફરતા મોબાઈલ કેમ્પમાં મુકામ કરવાનું વિચારી શકો છો, જે તમને એકશનના હાર્દમાં રહેવાનો મોકો આપે છે.
ક્રુગર નેશનલ પાર્ક, સાઉથ આફ્રિકા
ક્રુગર નેશનલ પાર્ક સાઉથ આફ્રિકાનાં સૌથી વિશાળ અને સૌથી વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડલાઈફ રિઝર્વ્સમાંથી એક છે. ૨૦,૦૦૦થી વધુ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો પાર્ક ગાઢ જંગલથી ખુલ્લા સવાના સુધી વિધવિધ ઈકોસિસ્ટમથી સમૃદ્ધ છે. આ વૈવિધ્યતા બિગ ફાઈવ, હિપ્પો, મગરમચ્છ અને ૫૦૦થી વધુ પક્ષીની જાતિઓની આકર્ષક શ્રેણીને ટેકો આપે છે. ક્રુજર અજોડ ગાઈડેડ ટુર્સ અને સેલ્ફ-ડ્રાઈવ સફારી પ્રદાન કરે છે, જે મુલાકાતીઓને તેમની પોતાની ફુરસદથી જોવાની અનુકૂળતા આપે છે.મેથી સપ્ટેમ્બરના સૂકા શિયાળાના મહિના ક્રુગર નેશનલ પાર્કની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય છે, કારણ કે પ્રાણીઓ જળના સ્રોતો આસપાસ ભેગાં થાય છે, જેથી તેમને જોવાનું આસાન બનાવે છે.આફ્રિકન સવાના પૃથ્વી પર અમુક સૌથી મંત્રમુગ્ધ કરનાર અને વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડલાઈફ અનુભવ પ્રદાન કરે છે. તમારે મસાઈ મારામાં ગ્રેટ માઈગ્રેશન જોવું હોય કે સેરેંગેટીમાં ચિત્તા જોવા હોય કે ક્રુગરમાં હાથીઓ જોવા હોય, દરેક સફારી એડવેન્ચર નિસર્ગના સૌથી અદભુત જીવોનો અવિસ્મરણીય નજારો પૂરો પાડે છે.અદભુત આફ્રિકન સવાના પછી હવે ચાલો આપણું ધ્યાન ઓસ્ટ્રેલિયા તરફ ખસેડીએ.
ઓસ્ટ્રેલિયન આઉટબેક અને કોસ્ટલ સફારીઓ
ઓસ્ટ્રેલિયાનું અજોડ વાઈલ્ડલાઈફ અને વૈવિધ્યપૂર્ણ નિસર્ગદ્રશ્ય સુંદર આઉટબેકથી હરિયાળા કોસ્ટલ પ્રદેશો સુધી સુંદર સફારી અનુભવ પૂરા પાડે છે. આ ખંડમાં ઘણી બધી એવી જાતિઓ છે જે પૃથ્વી પર અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી, જેથી ઓસ્ટ્રેલિયન સફારી ખરેખર અજોડ બને છે.
કાકાડુ નેશનલ પાર્ક, નોર્ધર્ન ટેરિટરી
કાકાડુ નેશનલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જે વિશાળ વાઈલ્ડલાઈફ જગ્યા વેટલેન્ડ્સથી પથ્થરોના ઢોળાવ સુધી વિવિધ પ્રકારની અદભુત ઈકોસિસ્ટમ્સ પ્રદાન કરે છે. પાર્ક સોલ્ટવોટર મગરમચ્છ, વોલાબીઝ અને વિધવિધ પ્રકારની પક્ષીઓની જાતિઓ સહિત પ્રચુર વાઈલ્ડલાઈફ માટે ઘર છે. કાકાડુનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેની પ્રાચીન એબોરિજિનલ રોક આર્ટ સાઈટ્સમાં સિદ્ધ છે.કાકાડુની મુલાકાત લેવાનો સૌથી સારો સમય મેથી ઓક્ટોબરની સૂકી મોસમ દરમિયાન હોય છે. વેટલેન્ડ્સ જોવા અને વાઈલ્ડલાઈફ સ્થળદર્શન મહત્તમ બનાવવા માટે ગાઈડેડ બોટ ટુર્સ અપનાવી શકાય છે. પાર્કની રોક આર્ટ સાઈટ્સના સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસમાં ઝાંખી કરવાનું ચૂકશો નહીં.
કાંગારૂ આઈલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા
કાંગારૂ આઈલેન્ડ તેની પ્રચુર અને વૈવિધ્યપૂર્ણ પ્રાણીસૃષ્ટિ માટે પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ સંગ્રહાલય છે. આ ટાપુ કાંગારૂ, કોલા,સી લાયન્સ અને વિવિધ પ્રકારની પક્ષીની જાતિઓનું ઘર છે. તેનું દરિયાકાંઠાનું નિસર્ગદ્રશ્ય, નિર્મળ બીચ અને મજબૂત ખડકો વાઈલ્ડલાઈફ જોવા માટે નયનરમ્ય પાર્શ્વભૂ પ્રદાન કરે છે.કાંગારૂ આઈલેન્ડની સપ્ટેમ્બરથી એપ્રિલમાં મુલાકાત લેવાય તો વાઈલ્ડલાઈફ જોવા અને હવામાનની બાબતમાં પણ ઉત્તમ સમય છે.નિયંત્રિત ક્ષેત્રો જોવા અને જ્ઞાની ગાઈડ્સ પાસેથી જાણકારી પ્રાપ્ત કરવા ગાઈડેડ ટુર્સ લેવી તે ઉત્તમ રીત છે.
ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ, ક્વીન્સલેન્ડ
ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ દુનિયામાાં સૌથી પ્રાચીન રેઈનફોરેસ્ટ્સમાંથી એક છે અને જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. તે વિશાળ પંખરહિત પક્ષી કેસોવેરી અને ટ્રી કાંગારૂ જેવી દુર્લભ જાતિઓ માટે ઘર છે. હરિયાળાં, ગાઢ જંગલ અને તેની કોમ્પ્લેક્સ ઈકોસિસ્ટમ ડેઈનટ્રીને નિસર્ગના શોખીનો માટે અદભુત સ્થળ બનાવે છે. ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ જોવાનો સૌથી સારો સમય મેથી સપ્ટેમ્બર છે, જે સમયે હવામાન ઠંડું અને સૂકું હોય છે. અહીં વધુ એક વિશેષ અનુભવ નિશાચર વાઈલ્ડલાઈફ જોવા માટે ગાઈડેડ નાઈટ વોક વિશેષ અનુભવ છે.
સાઉથ અમેરિકન રેઈનફોરેસ્ટ સફારી
હું હવે સાઉથ અમેરિકાના રેઈનફોરેસ્ટ વિશે વાત કરવા માગું છું, જે ઝાઝું ખોજ કરાયું નથી. વિશાળ એમેઝોન ખાડીથી પેન્ટેનલના વેટલેન્ડ્સ સુધી આ પ્રદેશ સુંદર વાઈલ્ડલાઈફ જોવા માટે ઉત્તમ તકો આપે છે.
એમેઝોન રેઈનફોરેસ્ટ, બ્રાઝિલ
ધ એમેઝોન રેઈનફોરેસ્ટ મોટે ભાગે લંગ્સ ઓફ ધ અર્થ તરીકે સંદર્ભિત કરાય છે, જે દુનિયામાં સૌથી વિશાળ ઉષ્ણકટિબંધીય રેઈનફોરેસ્ટ છે.આ અતુલનીય જૈવવૈવિધ્યતામાં જેગુઆર, સ્લોથ, રિવર ડોલ્ફિન અને અસંખ્ય પક્ષીઓ અને જીવાતોની જાતિઓનો સમાવેશ થાય છે.એમેઝોન રિવરમાં રિવરબોટ સફારી અને તેની ઉપનદીઓ આ વિશાળ ઈકોસિસ્ટમની ખોજ કરવાની અજોડ રીત પૂરી પાડે છે.
ભારતથી લાંબા અંતરે આવેલા એમેઝોનની મુલાકાત લેવા જૂનથી નવેમ્બર સુધીની સૂકી મોસમ ઉત્તમ હોય છે. જોકે તમે મુલાકાત લોત્યારે તમારે માટે મારી ટ્રાવેલ ટિપ છે કે મચ્છરનાશક અને વોટરપ્રૂફ ગિયર જોડે લાવો, કારણ કે રેઈનફોરેસ્ટ ભેજયુક્ત અને અણધાર્યું છે.
પેન્ટેનલ, બ્રાઝિલ
પેન્ટેનલ દુનિયામાં સૌથી વિશાળ ઉષ્ણકટિબંધીય વેટલેન્ડ છે અને તે સાઉથ અમેરિકામાં અમુક ઉત્તમ વાઈલ્ડલાઈફ વ્યુઈંગ તકો આપે છે. જેગુઆરોની ઉચ્ચ એકાગ્રતા માટે પ્રસિદ્ધ પેન્ટેનલમાં કેપીબારાસ, જાયન્ટ ઓટ્ટર્સ અને ભાતભાતની પક્ષીની જાતિઓ પણ જોવા મળે છે. ખુલ્લું નિસર્ગદ્રશ્ય ગાઢ એમેઝોન રેઈનફોરેસ્ટની તુલનામાં વાઈલ્ડલાઈફ જોવાનું તેને આસાન બનાવે છે. જુલાઈથી ઓક્ટોબર સૂકી મોસમ વાઈલ્ડલાઈફ સ્થળદર્શન માટે પેન્ટેનલની મુલાકાત લેવાનો ઉત્તમ સમય હોય છે. બોટ સફારી અને ઘોડેસવારી વેટલેન્ડ્સ જોવાની લોકપ્રિય રીત છે.
મનુ નેશનલ પાર્ક, પેરૂમનુ નેશનલ પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જેમાં એન્ડિયન હાઈલેન્ડ્સથી એમેઝોનિયન લોલેન્ડ્સ સુધી વિવિધ ઈકોસિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ જૈવવૈવિધ્યતા હોટસ્પોટ જેગુઆર, જાયન્ટ ઓટ્ટર્સ, રંગબેરંગી મકાઉ અને સુંદર હાર્પી ઈગલ્સ સહિત લગભગ ૧,૦૦૦થી વધુ પક્ષીઓની જાતિનું ઘર છે. મનુ નેશનલ પાર્ક મુલાકાત લેવાનો ઉત્તમ સમય મેથી સપ્ટેમ્બરની સૂકી મોસમ છે.એકંદરે સાઉથ અમેરિકાના રેઈનફોરેસ્ટ્સ અને વેટલેન્ડ્સ દુનિયામાં અમુક સૌથી જૈવવૈવિધ્યતા અને રોમાંચક સફારી અનુભવ પ્રદાન કરે છે.વિશાળ એમેઝોનની ખોજ, પેન્ટેનલમાં જેગુઆર નિહાળવા અથવા મનુ નેશનલ પાર્કમાં પક્ષીઓ જોવા સુધી દરેક સ્થળ પૃથ્વીની સૌથી સ્વર્ણિમ ઈકોસિસ્ટમ્સમાં અજોડ અને અવિસ્મરણીય એડવેન્ચરનું વચન આપે છે.એકંદરે દુનિયા અસાધારણ વાઈલ્ડલાઈફ સફારી સ્થળથી ભરચક છે, જે દરેક નિસર્ગના સૌથી અદભુત જીવો સાથે અજોડ અને અવિસ્મરણીય રીતે રૂબરૂ કરાવે છે. આ અનુભવ કાયમી છાપ છોડે છે, જેથી તમે તમારું આગામી એડવેન્ચર નિયોજન કરો ત્યારે તમને સૌથી વધુ રોમાંચિત કરતું વાઈલ્ડલાઈફ સ્થળ છે. આફ્રિકામાં ગ્રેટ માઈગ્રેશન, એમેઝોન રેઈનફોરેસ્ટનું રહસ્ય અથવા ઓસ્ટ્રેલિયાની અજોડ પ્રાણીસૃષ્ટિ સુધી તમે જે પણ સ્થળ પસંદ કરો તે યાદો કાયમ તમારી સાથે રહે તેની ખાતરી રહેવી જોઈએ. તો આજે વાત અહીં પૂરી કરું છું. ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.