Published in the Sunday Gujarat Samachar on 28 January, 2024
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સને જાણો અને સાંસ્કૃતિક અને ઐતિહાસિક ખજાનાથી શણગારેલા ટોચના દેશનું અન્વેષણ કરો. અમારા સહિયારા વૈશ્વિક વારસાની અજાયબીઓ દ્વારા આ મોહક પ્રવાસમાં અમારી સાથે જોડાઓ.
કેમ છો બધા! તમારે માટે ૨૦૨૪ ના વર્ષની શરૂઆત કેવી રહી? વીણા વર્લ્ડમાં અમારે માટે આ વર્ષ નિશ્ર્ચિત જ રોમાંચક રહ્યું છે, કારણ કે આખરે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં બધા જ આખા વર્ષ માટે તેમની હોલીડેનું આયોજન શરૂ કરે છે. તેઓ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે અથવા સમર હોલીડે દરમિયાન કે ચોમાસામાં પ્રવાસ કરવા માગતા હોય આ બધું હમણાં જ શરૂ થાય છે. અને આપણે નિશ્ર્ચિત જ તે થતું જોઈ શકીએછીએ. તો, આયોજનમાં તમને સહાય કરવા અમે વીણા વર્લ્ડની વેબસાઈટ પર ફન ગેમ બનાવી છે. તેમાં પુછાય છે, તમે કેટલાં ભારતીય રાજ્યો જોઈ લીધાં? તમે કેટલા દેશોમાં જઈ આવ્યા? તમારો ટ્રાવેલ સ્કોર શું છે? સર્વ ૭૦૦+ ટીમ સભ્યોએ આ ગેમ રમી લીધી છે.વીણા વર્લ્ડના હજારો મહેમાનોએ ગેમ રમી છે અને તેમનો અતુલનીય ભારતના રાજ્યનો સ્કોર અને તેમના પ્રવાસ કરેલા દેશોનો સ્કોર શોધી કાઢ્યો છે. તો આજે આપણે શરૂઆત કરીએ તે પૂર્વે મને લાગે છે કે આ ગેમ તમારે પણ રમવી જોઈએ. તો નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરો અને રમવાનું શરૂ કરો:
તમારો સ્કોર કેટલો હતો? તમે કેટલા દેશોમાં જઈ આવ્યા? તમે કેટલાં રાજ્યોમાં જઈ આવ્યા? તમે ૨૫/૫૦/૭૫/૧૦૦ દેશ ક્યારે પૂર્ણ કરશો? મને તમારા ટ્રાવેલ મિશન વિશે સાંભળવાનું ગમશે, જેથી મને neil@veenaworld.com પર લખો. અને હવે ચાલો, સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ધરાવતો દેશ શોધી કાઢીએ.
જોકે આપણે આનો ઉત્તર શોધીએ તે પૂર્વે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ખરેખર શું છે તે જાણવાનું મહત્ત્વપૂર્ણ છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા મહત્ત્વનાં અન્ય સ્વરૂપો ધરાવતાં યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા માન્ય સીમાચિહનો અથવા વિસ્તારો છે. આ ઉપમા આપવાનું લક્ષ્ય ભાવિ પેઢીઓ માટે આ સાઈટ્સનું સંવર્ધન અને રક્ષણ કરવાનું છે.
જો તમે ભારત તરફ જુઓ તો ભારતમા ૪૨ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ છે. આથી સૌથી વધુ યુનેસ્કો સર્ટિફાઈડ સાઈટ્સ સાથેના દેશનીયાદીમાં ભારત 6ઠ્ઠા ક્રમે આવે છે.
આમાંથી ૩૪ સાઈટ્સ સાંસ્કૃતિક, સાત નૈસર્ગિક અને એક કાઝીરંગા નેશનલ પાર્ક સંમિશ્રિત પ્રકારની છે. ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સના અન્ય નોંધપાત્ર દાખલાનીચે મુજબ છે:
તાજ મહલ: તેનું વિવરણ કરવાની આવશ્યકતા નથી, કારણ કે આપણે બધા જ તે યાદીમાં હોય તેવી અપેક્ષા રાખીએ છીએ!
કાઝીરંગા નેશનલ પાર્ક: આસામ રાજ્યમાં સ્થિત આ પાર્ક એક શિંગડાવાળા ભારતીય ગેંડાની વસતિ માટે વિખ્યાત છે અને તેના સંવર્ધનની મોટી સફળતાની વાર્તા છે.
ઉત્તમ જાગૃત ચોલા મંદિરો: તામિલનાડુમાં સ્થિત આ મંદિરો તેમની આલીશાન આર્કિટેક્ચરલ ભવ્યતા માટે પ્રસિદ્ધ છે, જે ૧૧ મીથી ૧૨ મી સદીની ચોલા રાજવંશની સિદ્ધિ દર્શાવે છે.
જયપુર શહેર, રાજસ્થાન: ગુલાબી શહેર તરીકે પ્રખ્યાત જયપુર, હા જયપુર શહેર કિલ્લાઓ, રજવાડાઓ અને શાહી ઈતિહાસ દર્શાવતાં માળખાંઓના તેના પ્રતિકાત્મક શિલ્પશાસ્ત્રના વારસા માટે યુનેસ્કોની યાદીમાં ઉમેરાયું છે. આ તો જૂજ છે. હવે ચાલો, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ વિશે અમુક મુખ્ય મુદ્દાઓ વિશે જાણીએ.
સાંસ્કૃતિક, નૈસર્ગિક અને મિશ્રિત સાઈટ્સ: આ સાઈટ્સ સાંસ્કૃતિક, નૈસર્ગિક અથવા સંમિશ્રિત તરીકે વર્ગીકૃત છે. સાંસ્કૃતિક સાઈટ્સમાં સ્મારકો, શહેરો અને ઐતિહાસિક, કળાત્મક અથવા આર્કેંયોલોજિકલ મહત્ત્વ સાથેની ઈમારતોનો સમાવેશ થાય છે. નૈસર્ગિક સાઈટ્સમાં નૈસર્ગિક વિશિષ્ટતાઓ, ઈકોસિસ્ટમ્સ અને અનન્ય સાર્વત્રિક મૂલ્ય સાથેની વસાહતોનો સમાવેશ થાય છે. સંમિશ્રિત સાઈટ્સ સાંસ્કૃતિક અને નૈસર્ગિક મહત્ત્વ ધરાવે છે.
વર્લ્ડ હેરિટેજ ક્ધવેન્શન: વૈશ્ર્વિક સ્તરે નોંધપાત્ર સાઈટ્સનું રક્ષણ કરવાનો વિચાર ૧૯૭૨ માં યુનેસ્કો દ્વારા અપનાવવામાં આવેલા વર્લ્ડ હેરિટેજ ક્ધવેન્શન થકી સ્થાપિત કરાયો હતો. આ ક્ધવેન્શન પર સહી કરનારા દેશો તેમની સીમાઓમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ્સનું રક્ષણ કરવાની અને વિશ્ર્વવ્યાપી સાઈટ્સના સંવર્ધનને ટેકો આપવા સંમત થાય છે.
પસંદગીના માપદંડ: વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પસંદગી પામવા માટે જે તે સ્થળે યુનેસ્કો દ્વારા સ્થાપિત દસ માપદંડમાંથી કમસેકમ એકને પહોંચી વળવાનું આવશ્યક છે,જેમાં માનવી ક્રિયાત્મક જીનિયસના માસ્ટરપીસનું પ્રતિનિધિત્વ કરવાનો, શ્રેષ્ઠ નૈસર્ગિક ઘટનાઓનો સમાવેશ ધરાવતાં માનવી મૂલ્યોની મહત્ત્વપૂર્ણ આંતરબદલી પ્રદર્શિત કરવાનો અને પારંપરિક માનવી વસાહતોના અનન્ય દાખલાનો સમાવેશ થાય છે.
વૈશ્ર્વિક પ્રતિનિધિત્વ: છેલ્લા માપદંડની વાત કરીએ તો દુનિયાભરમાં ૧૧૯૯ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ વહેંચાયેલી છે. આ સાઈટ્સ વિકસિત અને વિકસતા દેશોમાં છે અને દુનિયાના બધા પ્રદેશમાંથી સાંસ્કૃતિક અને નૈસર્ગિક હેરિટેજનું સંતુલિત પ્રતિનિધિત્વ કરવાની ખાતરી રાખવાના પ્રયાસ છે. ૧૧૯૯ માંથી ૯૩૩ સાંસ્કૃતિક સાઈટ્સ, ૨૨૭ નૈસર્ગિક અને ૩૯ સંમિશ્રિત સાઈટ્સનો સમાવેશ થાય છે.
સંવર્ધન અને ટેકો: વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન એટલે આંતરરાષ્ટ્રીય આકર્ષણ અને ટેકો, જેને લીધે આ સાઈટ્સનું સંવર્ધન અને રક્ષણ કરવામાં મદદ થાય છે.આ દરજ્જો પર્યટનને વાચા આપી શકે, જે અમુક વાર અતિ-પર્યટન સાથે પડકારો લાવી શકે તે છતાં જાળવણી અને સંવર્ધન માટે વધારાનું ફન્ડિંગ પૂરું પાડી શકે છે.
અને ભારત સાથે જો દુનિયાભરમાંથી અમુક મહત્ત્વના દાખલાનો હું ઉલ્લેખ કરું તો તેમાં ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ, ઈજિપ્તમાં ગિઝાના પિરામિડ્સ, ભારતમાં તાજ મહલ, યુએસએમાં ગ્રાન્ડ કેનિયન અને ક્યોટો જાપાન જેવાં શહેરોનાં ઐતિહાસિક કેન્દ્રોનો સમાવેશ થાય છે.
આ સાથે પાર્શ્ર્વભૂ પૂર્ણ થાય છે. તો ચાલો સૌથી વધુ યુનેસ્કો સાઈટ્સ ધરાવતા દેશ પર આવીએ. આપણે જાણ્યું છે કે આ યાદીમાં ભારત 6ઠ્ઠા સ્થાને છે. ૫૦ સાઈટ્સ સાથે સ્પેન પાંચમા સ્થાને છે.૫૨સાઈટ્સ સાથે જર્મની ચોથા સ્થાને, એટલી જ, એટલે કે, ૫૨ સાઈટ્સ સાથે ફ્રાન્સ ત્રીજા અને 57 સાઈટ્સ સાથે ચીન બીજા સ્થાને આવે છે. અને આખરે ટોચનું સ્થાન કુલ ૫૯ સાઈટ્સ સાથેના દેશે પ્રાપ્ત કર્યું છે.
અને હંમેશની જેમ હું એટલી આસાનીથી ઉત્તર આપવાનો નથી. તો, તમને અમુક ક્લુ આપું છું. આ દેશ લગભગ ૫૭ કિલોમીટરમાં ફેલાયેલી દુનિયાની સૌથી લાંબી અને ઊંડી ટ્રેન ટનલ-ઈટાલીમાં ધ ગોટહાર્ડ બેઝ ટનલનું ઘર છે. તે લિયોનાર્ડો દા વિન્સી અને માઈકલેન્જેલો જેવા પ્રસિદ્ધ કલાકારો આપનારા ૧૪ મી સદીમાં શરૂ થયેલી સાંસ્કૃતિક ચળવળ, રેનેસાંનું જન્મસ્થળ તરીકે ઓળખાય છે. આ દેશ તેની સીમાઓમાં દુનિયાનો સૌથી નાનો દેશ પણ ધરાવે છે. તે છે પિયાનો, જેની શોધ 18મી સદીના પૂર્વાર્ધમાં બાર્ટોલોમિયો ક્રિસ્ટોફોરીએ કરી હતી. પિયાનો ઉપરાંત તે ચશ્માં અને બેટરી સહિત ઘણી બધી અન્ય શોધનું જન્મસ્થળ પણ છે. તે તેની લક્ઝરી કાર બ્રાન્ડ્સ માટે પ્રસિદ્ધ છે, જે તેમની સ્પીડ, ડિઝાઈન અને ગુણવત્તા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેનાં મુખ્ય શહેરમાંથી એકને ફેશન અને ડિઝાઈનની વૈશ્ર્વિક રાજધાની માનવામાં આવે છે. આટલા બધા ક્લુ પછી જો તમે અનુમાન નહીં લગાવી શક્યા હોય તો મને કહેવા દો કે તે ઈટાલી છે! હા બરોબર છે, ઈટાલી સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ સાથેનો દેશ છે. આમાં કોલોશિયમ અને લીનિંગ ટાવર ઓફ પીસા જેવાં પ્રતિકાત્મક સીમાચિહનો, સાન જિમિગ્નાનોનું ઐતિહાસિક કેન્દ્ર અને આલ્બરોબેલોનું ટ્રુલી જેવાં ઓછાં જ્ઞાત રત્નોનો સમાવેશ થાય છે.
ઈટાલીનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અદભુત નૈસર્ગિક લેન્ડસ્કેપ્સે દુનિયાભરના પ્રવાસીઓ માટે ટોચના સ્થળ તરીકે તે હકદાર છે એ નામના પ્રાપ્ત કરી છે. અને ખોજ કરવા માટે આટલી બધી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ સાથે આવું શા માટે છે તે સ્વાભાવિક છે. આ ૫૯ સાઈટ્સમાંથી જો મારે ટોચનાં ૩ સ્થળની પસંદગી કરવાની હોય તો તે નીચે મુજબ છે:
રોમનું ઐતિહાસિક કેન્દ્ર: આ સાઈટમાં દુનિયાના અમુક સૌથી મહત્ત્વપૂર્ણ સ્મારકો અને આર્કેંયોલોજિકલ વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમ કે, કોલોશિયમ, ધ રોમન ફોરમ, પેન્થિયોન અને વેટિકન સિટી, જેમાં સેન્ટ પીટર્સ બેસિલિકા અને સિસ્ટાઈન ચેપલ છે.
વેનિસ અને તેના લગૂન: વેનિસ તેનાં અજોડ શિલ્પો અને શહેરમાંથી નીકળતી કેનાલના નેટવર્ક માટે પ્રસિદ્ધ છે. તે અસાધારણ શિલ્પશાસ્ત્રનો નંગ છે. ધ એમલ્ફી કોસ્ટ: કેમ્પેનિયા પ્રદેશમાં સ્થિત એમલ્ફી કોસ્ટ તેનાં અસાધારણ નૈસર્ગિક સૌંદર્ય અને ખડકો પર વસેલાં નયનરમ્યો શહેરો માટે પ્રખ્યાત છે. તો આજ માટે વાત અહીં પૂરું કરું છું! ફરી પાછા મળીશું. જોકે તે પૂર્વે આ માહિતી થકી શું યુરોપની તમારી હોલીડે બુક કરવા માટે તમને પ્રેરિત કરી શક્યો છું ખરો?તો ચાલો, બેગ ભરો, નીકળી પડો!!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.