Published in the Sunday Gujarat Samachar on 23 June, 2024
આજે, ચાલો કોઈપણ સફર માટે બે નિર્ણાયક વસ્તુઓ વિશે વાત કરીએ: તમારા પગરખાં અને સૂટકેસ. યોગ્ય પસંદગી કરવાથી તમારા પ્રવાસના અનુભવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ચાલો, શરુ કરીએ!
તમે બધા કેમ છો? ટૂંકા બ્રેક પછી ફરી લખવાનું શરૂ કરવાનું સારું લાગી રહ્યું છે. મારી પત્ની હેતા અને મેં એપ્રિલના અંતમાં અમારા પરિવારમાં વહાલી નાની પરીને આવકારી અને છેલ્લા થોડા સપ્તાહ અમારા ત્રણ માટે નવી ટ્રાવેલ બકેટ-લિસ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત રહ્યો. અને આપણે અહીં એક આખા મહિના પછી મળી રહ્યા હોવાથી તમે ભારતનાં વધુ રાજ્યો અને દુનિયાના વધુ દેશો પર તમારી બકેટ લિસ્ટમાં ટિક કર્યું હશે એવી આશા છે. તો તમારો પ્રવાસનો સ્કોર હવે કેટલો છે? તમે કેટલા દેશોમાં જઈ આવ્યા? તમે ભારતનાં કેટલાં રાજ્યોમાં જઈ આવ્યા?તમે ઘણા બધા લોકો વિચારતા હશો કે હું આ પ્રશ્ન વારંવાર કેમ પૂછ્યા કરું છું. મને લાગે છે કે મને આગળનું જોવાનું ગમે છે તે વાસ્તવિકતા તેની પાછળ કારણભૂત છે. આપણે દરરોજ સોશિયલ મિડિયા પર ઘણા બધા સારા સારા પ્રવાસના ફોટો જોતા હોઈએ છીએ, જે જોઈને આ વર્ષે હું વધુ સ્થળોનો પ્રવાસ કરવા માગું છું એવું મોટે ભાગે પોતાને કહીએ એ બહુ સ્વાભાવિક છે. જોકે મોટે ભાગે આ યોજના હવામાં અલોપ થઈ જાય છે અને તેમાંથી કશું ઊપજતું નથી. જોકે પ્રવાસનો સ્કોર તમારી નજરો સામે હોય ત્યારે તમે હવે પછી ક્યાં જવા માગો છો તેનું ચોક્કસ નિયોજન શરૂ કરી શકો છો. દાખલા તરીકે, મારાં આગામી ટોપ ત્રણ સ્થળ છે: ભારત: લેહમાં પેનગોંગ લેક અને નુબ્રા વેલી, હમ્પીમાં પ્રાચીન અવશેષો અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશ્વ: ન્યૂ ઝીલેન્ડમાં સાહસિક પ્રવૃત્તિઓ, જાપાનમાં ઓટમ કલર્સ અને યુરોપમાં ક્રિસમસ માર્કેટ્સમને તમારી પ્રવાસ યાદી વિશે સાંભળવાનું ગમશે, જેથી મને અહીં લખો neil@veenaworld.com. દરમિયાન આજે હું આપણી દરેકેદરેક ટુરને સફળ કઈ રીતે બનાવવી તે વિશે વાત કરવા માગું છું. હું ભારપૂર્વક માનું છું કે પ્રવાસ આપણા જીવનને સમૃદ્ધ બનાવતાં અને આપણા પરિપ્રેક્ષ્યોને વ્યાપક બનાવતા અનુભવો, સ્થળો અને સંસ્કૃતિઓનું વિશ્વ ખોલી નાખે છે. જોકે કોઈ પણ ટ્રિપની સફળતા ખાસ કરીને આપણે પસંદ કરીએ તે પ્રવાસના એસેન્શિયલ્સની બારીકાઈથી પર મોટે ભાગે આધાર રાખે છે.આમાંથી મારે માટે બે ચીજ અલગ તરી આવે છે: આપણા શૂઝ અને આપણી સૂટકેસ: ટ્રિપ માટે યોગ્ય શૂઝની પસંદગી સ્ટાઈલની બાબતથી પણવિશેષ છે. તેની સાથે કમ્ફર્ટ અને ફંકશનાલિટી પણ સંકળાયેલાં છે. અને આજે મારું લક્ષ્ય એ છે કે આ ચર્ચાને અંતે તમે સુજબુજ પૂર્વક ચીજો પસંદ કરો અને પ્રવાસ બહેતર બનાવો તે માટે વ્યવહારુ ટિપ્સથી સુસજ્જ બની જાઓ.પ્રવાસ માટે યોગ્ય શૂઝની પસંદગીઘણા બધા પ્રવાસીઓ (દેખીતી રીતે મારા સહિત) માટે એક સામાન્ય રોમાંચ ખાસ કરીને ફૂટવેરની વાત આવે ત્યારે આગામી સાહસો માટે નવા શૂઝ ખરીદી કરવાનો હોય છે. તમારાં નિયોજિત આઉટફિટ્સ સાથે ઉત્તમ રીતે સુમેળ સાધતાં ચમકદાર નવા શૂઝ ખરીદી કરવાનું લોભામણું છે, પરંતુ તેમાં ગફલત થઈ શકે છે. નવાં શૂઝ સ્ટાઈલિશ હોવા છતાં તમારા પગના સ્વરૂપ માટે ઘડાયેલાં હોતાં નથી અને તેથી અણધારી અસ્વસ્થતા પેદા કરી શકે છે. આ સમયગાળો બહુ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે શૂઝ જો બરોબર પહેરવામાં નહીં આવે તો શૂ-બાઈટ, ફોલ્લી, સોજો અને સાધારણ અસ્વસ્થતા પેદા કરી શકે છે, જે આપણા પ્રવાસના અનુભવને ખરાબ રીતે અસર કરી શકે છે.આથી નવાં શૂઝની લાલચમાં આવ્યા વિના તમારી અજમાવેલી જોડી પહેરવાનું વધુ સલાહભર્યું છે. તમે પહેરેલાં શૂઝ તમારા પગ સાથે બંધબેસી ગયેલાં હોય છે અને તે દર્દ પેદા કરવાની ઓછી શક્યતા હોય છે, જેથી તમે લાંબું અંતર ચાલી શકો અને વધુ આરામથી સ્થળો જોઈ શકો છો. જો તમને એવું લાગે કે તમારી ટ્રિપ માટે તમારે નવાં શૂઝ ખરીદવાં જ પડે એમ છે તો પ્રવાસની બહુ અગાઉથી ખરીદી કરવાની ખાતરી રાખો. તમે પ્રસ્થાન કરો તેના અમુક સપ્તાહ તે નિયમિત પહેરો, જેથી તે તમારા પગમાં બરોબર બંધબેસી જાય. આ તૈયારીથી શૂઝ તમારા પગના અજોડ આકાર સાથે અનુકૂળ બને છે અને નવાનક્કોર શૂઝથી ઊભી થનારી અસ્વસ્થતાથી બચી શકાય છે.જો તમને તમારા વર્તમાન શૂઝના કમ્ફર્ટ વિશે શંકા હોય અને નવી જોડી પહેરીને પગ સાથે બંધબેસાડવાનો સમય નહીં હોય તો ઈનસોલ્સ અથવા ઈન્સર્ટસનો ઉપયોગ કરવાનું વિચારો. તેનાથી વધારાનું કુશનગ અને સપોર્ટ મળીને તમારા મોજૂદ શૂઝનું કમ્ફર્ટ વધી શકે, જેથી લાંબું અંતર ચાલવું અથવા ઊભા રહેવાનું હોય ત્યારે તમારે માટે તે વધુ અનુકૂળ બનાવે છે.તમે પસંદ કરો તે શૂઝના પ્રકાર ગમે તે હોય તો પણ પ્રવાસ સમયે તમારા પગની સારી સંભાળ લેવાનું મહત્ત્વપૂર્ણ છે. તમારા પગને સૂકા રાખવા અને ફોલ્લીઓનું જોખમ ઓછું કરવા માટે નમી ચૂસી લેતાં મોજાં પહેરો. ઉપરાંત ખાસ કરીને સ્થળદર્શનના લાંબા દિવસ દરમિયાન આરામ કરવા અને તમારા પગ સ્ટ્રેચ કરવા નિયમિત બ્રેક્સ લો. આ સરળ પગની સંભાળની આદત તમારા પગને સ્વચ્છ અને સૂકા રાખે છે અને પ્રવાસ સાથે સંકળાયેલી પગની સામાન્ય સમસ્યાઓ નિવારી શકાય છે.યોગ્ય સૂટકેસની પસંદગીઆરામદાયક શૂઝ પસંદ કરવા જેટલું જ યોગ્ય સૂટકેસ પસંદ કરવાનું પણ મહત્ત્વપૂર્ણ છે. તમે પસંદ કરો તે સૂટકેસનો પ્રકાર તમારી મોબિલિટી, પ્રવાસની આસાની અને એકંદર અનુભવ પર પ્રભાવ પાડી શકે છે. અહીં નીચે અમે સૂટકેસના બે સૌથી સામાન્ય પ્રકાર આપ્યા છે: ટુ-વ્હીલ (રોલર્સ)અને ફોર-વ્હીલ (સ્પિનર્સ), જે દરેકના અજોડ ફાયદા અને સંભાવ્ય ગેરફાયદા છે.ટુ-વ્હીલ સૂટકેસ (રોલર્સ)ફાયદા: ટકાઉપણું: ટુ-વ્હીલ સૂટકેસ મોટે ભાગે રિસેસ્ડ વ્હીલ્સ ધરાવે છે, જે ઓછા સન્મુખ થાય છે અને તેને લીધે હાનિ થવાની ઓછી સંભાવના હોય છે. આથી ખાસ કરીને એરપોર્ટસ ખાતે રફ હેન્ડલગ દરમિયાન તે વધુ ટકાઉ હોય છે. રસ્તા સાથે અનુકૂળતા: મોટાં વ્હીલ્સ સાથે રોલર્સ ખરાબ સપાટીઓ, જેમ કે, કોબલસ્ટોન સ્ટ્રીટ અથવા અસમતલ રસ્તાઓ માટે ઉત્તમ અનુકૂળ હોય છે. આ ડિઝાઈન અત્યંત સહજતાથી તેને ખેંચવાનું આસાન બનાવે છે. સ્થિરતા: આ સૂટકેસ તમારી પાછળ ખેંચાય તે રીતે નિર્માણ કરાયેલી હોય છે, જેથી તે વધુ સ્થિરતા પૂરી પાડે છે, કારણ કે તે મોશનમાં હોય ત્યારે ઊથલાય જવાની શક્યતા ઓછી હોય છે.ગેરફાયદા: ઊભા રહેવાની ક્ષમતા: રોલર્સને એકલી છોડી દેવાય તો ટટ્ટાર ઊભી નહીં રહી શકે, જેથી બસ કે ટ્રેનનાં સ્ટેશન જેવાં અમુક સ્થળે તે અસુવિધાજનક બની શકે છે. મર્યાદિત મોબિલિટી: તેને ઝુકાવીને અને ખેંચવાની જરૂર રહેતી હોવાથી ગિરદી અથવા તંગ જગ્યામાં તે લઈ જવાનું સ્પિનર્સની તુલનામાં વધુ પડકારજનક બની શકે છે.ફોર-વ્હીલ સૂટકેસ (સ્પિનર્સ)ફાયદા: હલનચલનમાં આસાની: સ્પિનર્સ ચાર મલ્ટી- ડાયરેક્શનલ વ્હીલ્સથી સુસજ્જ હોય છે, જે ૩૬૦- ડિગ્રી મુવમેન્ટની અનુકૂળતા તેને આપે છે. આ વિશિષ્ટતા તેને એરપોર્ટસ અને હોટેલ્સ જેવી ગિરદીવાળી જગ્યાઓમાં લઈ જવાનું અત્યંત આસાન બનાવે છે. બહુમુખી: તે ધકેલી શકાય, ખેંચી શકાય, તમારી બાજુમાં રોલ કરી શકાય અથવા આસપાસ સ્પિન કરી શકાય છે, જેથી સર્વ ખૂણાથી ફેરવવાનુંઆસાન છે.ગેરફાયદા: વ્હીલની નિર્બળતા: સ્પિનર્સ પર વ્હીલ મોટે ભાગે બહારથી ગોઠવાયેલા હોય છે અને તેથી હાનિની વધુ શક્યતા હોય છે. ખાસ કરીને સૂટકેસ ચેકઈન કરાય ત્યારે સમસ્યા બને છે. સ્થિરતાની સમસ્યા: તે સપાટ સપાટી પર ઉત્તમ રીતે લઈ જઈ શકાય છે પરંતુ ઢળાણ હોય ત્યારે તેની સ્થિરતા ડગમગી જાય છે, કારણ કે જો તેને યોગ્ય રીતે સંરક્ષિત નહીં કરાય તો રોલ થઈ શકે છે.તો આમાંથી કઈ સૂટકેસ લેવી જોઈએ? આ માટે અનેક પરિબળોને ધ્યાનમાં લેવાનું જરૂરી છે: પ્રવાસની સપાટી: જો તમારો પ્રવાસ મોટે ભાગે અસમતલ અથવા રફ સપાટી પરથી હોય તો ટુ-વ્હીલ સૂટકેસ વધુ યોગ્ય રહેશે. તેનાં મોટાં વ્હીલ આવી સ્થિતિઓને સારી રીતે ઝીલી શકે છે. સુવિધા: ખાસ કરીને ગિરદી અથવા તંગ જગ્યાઓમાં આસાનીથી લઈ જઈ શકાય તેને અગ્રતા આપતા હોય તેમને માટે ફોર-વ્હીલ સ્પિનર વધુ નોંધપાત્ર લાભ આપે છે. પ્રવાસની સાતત્યતા: વારંવાર પ્રવાસ કરનારા, ખાસ કરીને લગેજ ચેક-ઈન કરતા હોય તેઓ રફ હેન્ડલગ ઝીલવા માટે ટુ-વ્હીલ સૂટકેસના ટકાઉપણાને અગ્રતા આપી શકે છે.અંતે, તમારી અંગત પ્રવાસની શૈલી અને જરૂરતો પર પસંદગી આધાર રાખે છે. અમુક પ્રવાસીઓ રોલર્સના નિયંત્રણ અને સ્થિરતા પર ભાર આપે છે, જ્યારે અન્યો સ્પિનર્સની સહજ હેરફેરને અગ્રતા આપે છે. યોગ્ય સૂટકેસ પસંદ કરવી તે યોગ્ય શૂઝ પસંદ કરવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. તે તમારા પ્રવાસના કમ્ફર્ટ અને સુવિધા પર બહુ પ્રભાવ પાડી શકે છે.આગળનું નિયોજન કરીને અને આજે મેં આપેલી ઈનસાઈટ્સ ધ્યાનમાં લઈને તમે પ્રવાસમાં આવતી સામાન્ય મુશ્કેલી ટાળી શકો છો અને તમારો એકંદર પ્રવાસ બહેતર બનાવી શકો છો. શું તમે પ્રવાસના પડકારો ઝીલી શકતાં શૂઝની ચોક્કસ બ્રાન્ડ શોધી કાઢી છે? શું તમને ક્યારેય નિરાશ નહીં કરે તેવી સૂટકેસ શોધી કાઢી છે? તમારી વાર્તા અને ટિપ્સ મને neil@veenaworld.com પર જરૂર મોકલો. તમારું યોગદાન અમારા સમુદાયને સમૃદ્ધ બનાવવા સાથે સાથી પ્રવાસીઓને પણ માહિતગાર નિર્ણય લેવામાં મદદરૂપ થશે.તો આગામી સમયે મળી ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.