Published in the Sunday Mumbai Samachar on 06 October, 2024
વીણા વર્લ્ડ અમારા સૌથી મોટા યુરોપ ટૂર કલેક્શનનું લોન્ચ કરવા માટે ઉત્સાહિત છે, જેની શરૂઆત મોહક પેરિસથી થાય છે. એક અવિસ્મરણીય અનુભવનું વચન આપતા, તેના પ્રતિકાત્મક સ્થળો અને સમૃદ્ધ સંસ્કૃતિને એક્સપ્લોર કરો
આજે મને એ જાહેર કરવામાં રોમાંચ થાય છે કે વીણા વર્લ્ડે આગામી બ્ાાર મહિના માટેની તેની યુરોપ ટુર્સ હાલમાં જ રજૂ કરી છે અને તે અમારું આજ સુધીનું સૌથી મોટું લોન્ચ બ્ાની રહેશે! ટુર્સની સર્વોચ્ચ સંખ્યા, સૌથી વધુ પ્રસ્થાન અને પ્રસ્થાન કરવા માટે શહેરોની અભૂતપૂર્વ શ્રેણી સાથે અમે યુરોપના હાર્દ થકી તમને અવિસ્મરણીય પ્રવાસે લઈ જવા માટે સુસજ્જ છીએ. તમે પ્રતિકાત્મક સીમાચિહનો જોવા માગતા હોય કે છૂપાં રત્નો,અમારી સૂઝબ્ૂાઝપૂર્વક તૈયાર કરવામાં આવેલી આઈટિનરીઓ દરેક પર્યટક માટે કશુંક છે તેની ખાતરી રાખે છે. અને અમારા અનુભવી વીણા વર્લ્ડના ટુર મેનેજરો તમારી પડખે હોવાથી તમે અસાધારણ યુરોપિયન એડવેન્ચર માટે સંપૂર્ણ સુસજ્જબ્ાની શકો છો.
વીણા વર્લ્ડ ખાતે આજ સુધી ઓફર કરાયેલી યુરોપ પ્રોડક્ટોના સૌથી મોટા પોર્ટફોલિયોના આ લોન્ચની ઉજવણીના ભાગરૂપ હું યુરોપનાં સૌથી અદભુત શહેરોને સમર્પિત વિશેષ 20 ભાગની સિરીઝ તમારે માટે લાવવા ભારે રોમાંચિત છું. આગામી પાંચ મહિનામાં તમે સમૃદ્ધ ઈતિહાસ, અકથિત વાર્તાઓ અને આ દરેક શહેરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ તેવી અજોડ ખૂબ્ાીઓની ખોજ કરશો. તો કશું નવું અને રોમાંચક પ્રદાન કરતાં એક સમયે એક અતુલનીય સ્થળ વિશે આપણે જાણવાના હોવાથી દરેક સપ્તાહે વાપસી કરવાની ખાતરી રાખજો. અમારી સાથે યુરોપનો આ પ્રવાસ ચૂકશો નહીં!
આ સપ્તાહમાં આપણે ફ્રાન્સનું ઘરેણું પેરિસ સાથે શરૂઆત કરીશું! સિટી ઓફ લાઈટ્સ તરીકે પ્રસિદ્ધ પેરિસની ઓળખ કરાવવાની કોઈ જરૂર નથી.આમ છતાં તે સતત નવું પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે તેનો ઉલ્લેખ જરૂરી છે. તેના સમૃદ્ધ કળાત્મક ઈતિહાસથી લઈને તેનાં વિશ્વપ્રસિદ્ધ સીમાચિહનો સુધીઅહીં હંમેશાં કશુંક જોવા જેવું હોય છે. તો રોમાન્સ, સંસ્કૃતિ અને ઈતિહાસનું અન્ય ક્યાંય નહીં તે રીતે આંતરગૂંથણ થાય છે તેવા પેરિસનીખૂબ્ાીઓ વિશે જાણવા માટે મારી સાથે જોડાઓ.
ઐતિહાસિક બ્ોકગ્રાઉન્ડ
પેરિસ લુટેશિયા નામે નાની રોમન વસાહત તરીકે શરૂઆત કરતાં 2,000 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. સમયાંતરે તે યુરોપમાં સૌથી પ્રભાવશાળીશહેરમાંથી એક તરીકે ઉત્ક્રાંતિ પામ્યું હોઈ આજે કળા, સંસ્કૃતિ, રાજકારણ અને ક્રાંતિનું કેન્દ્ર બ્ાની ગયું છે. 1789ની ફ્રેન્ચ ક્રાંતિએ પેરિસનોઈતિહાસ સાવ બ્ાદલી નાખ્યો, કારણ કે તે આધુનિક ફ્રાન્સનું હાર્દ બ્ાની ગયું. નેપોલિયનના ઉદયથી લઈને આજે આપણે જાણીએ તે બ્ાોડ બ્ુાલેવર્ડસ ડિઝાઈન કરનારા બ્ોરોન હોસમેન હેઠળ શહેરના પુનઃનિર્માણ સુધી, પેરિસે તેના સમૃદ્ધ ભૂતકાળનું જતન કરવા સાથે પોતાની સતત પુનઃખોજ કરી છે.
આજે લેટિન ક્વાર્ટરની કોબ્ાાલ્ડ ગલીઓથી લઈને પ્લેસ દ લા કોન્કોર્ડની ભવ્યતા સુધી શહેરના દરેક ખૂણામાં આ ઐતિહાસિક ખૂબ્ાીઓમહેસૂસ થઈ શકે છે. પેરિસ ખરેખર જીવંત મ્યુઝિયમ છે, જ્યાં ઈતિહાસ અને આધુનિકતાનું સુસંવાદિત સહ-અસ્તિત્વ છે.
રસપ્રદ વાસ્તવિકતાઓ
પેરિસ સ્ટ્રીટ લાઈટિંગ વહેલી અપનાવવા સાથે જ્ઞાન અને બ્ાૌદ્ધિકતાના કેન્દ્રને કારણે પણ "સિટી ઓફ લાઈટ્સ તરીકે ઓળખાય છે. સ્થાનિકો દ્વારા આરંભમાં જેની ટીકા કરાઈ હતી અને 1889ના વર્લ્ડ ફેર પછી લગભગ છૂટી કરાયેલો આઈફેલ ટાવર સાથે પેરિસ રિવર સીન સાથે 37 પુલોનું ઘર છે,જે દરેકની પોતાની વાર્તા છે અને શહેરોનો અજોડ નજરિયો છે. દુનિયાનું સૌથી વિશાળ આર્ટ મ્યુઝિયમ લુવર મૂળમાં રાજા ફિલિપ ઓગસ્ટે દ્વારા12મી સદીમાં કિલ્લો તરીકે નિર્માણ કરાયું હતું.
વાર્તાઓ અને દંતકથાઓ
પેરિસની એક સૌથી પ્રસિદ્ધ દંતકથા ઓપેરાના ફેન્ટમ આસપાસ વીંટળાયેલી છે. આ વાર્તા અદભુત પેલેસ ગાર્નિયર દ્વારા પ્રેરિત છે, જે દુનિયામાં સૌથી સુંદર ઓપેરા હાઉસમાંથી એક છે. ઓપેરા હાઉસને વળગાડ છે તે રહસ્યમય આકૃતિની દંતકથાએ દાયકાઓ સુધી વાચકો અને થિયેટરપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા છે. ઉપરાંત પોન્ટ દેસ આર્ટસ અથવા "લવ લોક બ્રિજની વધુ આધુનિક વાર્તા પણ છે, જ્યાં યુગલો એકબ્ાીજા પ્રત્યે પવિત્ર પ્રેમ દર્શાવવા માટે રેઈલિંગને પેડલોક લગાવે છે અને ચાવી સીન નદીમાં ફેંકી દે છે. તાળાં પુલના રક્ષણ માટે કાઢવામાં આવ્યાં હોવા છતાં રોમેન્ટિક જોશ હજુ પણ ઝળુંબ્ો છે, જેથી શહેરના સૌથી વધુ ફોટોગ્રાફ્ડ સ્થળમાંથી એક તરીકે તે પ્રસિદ્ધ છે.
ટોચની સાઈટ્સ અને આકર્ષણો
પેરિસ મંત્રમુગ્ધ કરનારાં સીમાચિહનોથી ભરચક છે, જેમાંથી આ પાંચ ખરેખર ચૂકવા જેવાં નથીઃ
1. આઈફેલ ટાવર
પેરિસનું સૌથી પ્રસિદ્ધ પ્રતિક તરીકે આઈફેલ ટાવર તેના ઓબ્ઝર્વેશન ડેસ્ક્સ પરથી શહેરનો સૌથી અદભુત નજારો પ્રદાન કરે છે. તમે સૂર્યોદય સમયે તે જોવાનું નક્કી કરો કે દિવસ દરમિયાન અથવા રાત્રે ટમટમતા તારાઓના પ્રકાશ હેઠળ જોવા માગતા હોય, આઈફેલ ટાવર આકર્ષિત કર્યા વિના ક્યારેય રહેતો નથી.
2. લુવર મ્યુઝિયમ
વિશ્વપ્રસિદ્ધ મોના લિસા અને વિનસ દ મિલો સહિત હજારો કળાકૃતિઓનું ઘર લુવર કળાપ્રેમીઓ માટે સૌથી ઉત્તમ સ્થળ છે. મ્યુઝિયમના વિશાળ કલેકશનમાં ખોવાઈ જવાનું આસાન છે, જે સદીઓનો કળા ઈતિહાસ ધરાવે છે.
3. નોટર-ડેમ કેથેડ્રલ
2019ની આગથી હાનિ છતાં નોટર-ડેમ સ્થિતિસ્થાપકતા અને ગોથિક સ્થાપત્યના સૌંદર્યનું પ્રતિક રહ્યું છે.મુલાકાતીઓ બ્ાહારથી તેની નાજુક બ્ાારીકાઈ સાથે તેના મોજૂદ પુનરુદ્ધારને પણ જોઈ શકે છે.
4. ચેમ્પ્સ-એલિસીઝ અને આર્ક દ ટ્રાયમ્ફ
દુનિયાની સૌથી પ્રસિદ્ધ ક્ષિતિજમાંથી એક ખાતે લટાર મારો અને ફ્રાન્સ લશ્કરની જીતને સલામી આપતા ટાવરિંગ આર્ક દ ટ્રાયમ્ફ ખાતે તમારી વોક પૂરી કરો. અદભુત નજારા માટે આર્કની ટોચ પર પહોંચો.
5. મોન્ટમાર્ટે અને સેકર-કુઅર બ્ોસિલિકા
મોન્ટમાર્ટે બ્ાોહેમિયન પાડોશ છે, જે એક સમયે પિકાસો અને વેન ગોઘ જેવા કલાકારોથી પ્રેરિત છે.ટેકરીની ઉપર અદભુત સેકર-કુઅર બ્ોસિલિકા છે, જે પેરિસનો મનોરમ્ય નજારો આપે છે.
સ્થાનિક અનુભવો અને સંસ્કૃતિ
પેરિસને ખરા અર્થમાં અનુભવવા માટે તેની કેફે સંસ્કૃતિ માણો. પેરિસિયનો કોફી, પેસ્ટ્રી ખાતે સમય વિતાવવા અને મોહક કેફેમાં ગપ્પાં કરવા માટેપ્રસિદ્ધ છે. અહીં ફ્રેશ ક્રોઈસન્ટ્સ, મેકેરોન્સ અને પ્રતિકાત્મક બ્ોગેટ જેવી ફ્રેન્ચ વાનગીઓનો સ્વાદ લેવાનું ચૂકશો નહીં.તમને અહીં માર્શ દ એલીગર જેવી ઘણી બ્ાધી બ્ાજારો પણ મળી આવશે, જ્યાં તમે સ્થાનિક ફ્લેવર્સ અને વાનગીઓ માણી શકો છો.
ટ્રાવેલ ટિપ્સ અને વ્યવહારુ માહિતી
મુલાકાત લેવાનો સૌથી ઉત્તમ સમયઃ પેરિસની મુલાકાત લેવાનો સૌથી ઉત્તમ સમય વસંતઋતુ (એપ્રિલથી જૂન) અથવા પાનખર (સપ્ટેમ્બ્ારથી નવેમ્બ્ાર) હોય છે, જે સમયે હવામાન આહલાદક હોય છે. હરવુંફરવુંઃ વીણા વર્લ્ડ ટુર મેનેજર તમારી પડખે હોવાથી તમારે આ અદભુત શહેરમાં શું શું જોવું છે તેનો અંદાજ લગાવવાની ચિંતા કરવાની તમને કોઈ જરૂર નથી! ભાષાઃ ફ્રેન્ચ વિધિસર ભાષા છે, પરંતુ ટુરિસ્ટ વિસ્તારોમાં અંગ્રેજી વ્યાપક રીતે બ્ાોલવામાંઆવે છે. અમુક મૂળભૂત ફ્રેન્ચ વાક્યો જાણતા હોય તો બ્ાહુ સારી વાત છે.
તો શું તમે પેરિસનો જાદુ અનુભવવા માટે તૈયાર છો? તો ચાલો, વીણા વર્લ્ડના સિટી ઓફ લાઈટ્સના અવિસ્મરણીય પ્રવાસે તમને લઈ જઈએ.અમારા નિષ્ણાત ટુર મેનેજરો માર્ગમાં દરેક પગલે તમને માર્ગદર્શન આપશે, જેથી તમે પેરિસનાં સીમાચિહનથી તેના છૂપા ખજાના સુધીશ્રેષ્ઠતમ રીતે તે જોઈ શકો છો.
મને નિશ્ચિત આશા છે કે તમારા યુરોપિયન એડવેન્ચર પર તમારે નીકળવું જ જોઈએ એ વાત હું તમને સારી રીતે સમજાવી શક્યો છું.જો એવું હોય તો વાટ નહીં જુઓ. નિયોજન શરૂ કરવા માટે ઈમેઈલ થકી અમારો સીધા જ સંપર્ક કરો અથવા તમારા નજીકના વીણા વર્લ્ડના પ્રતિનિધિને મળો (guestconnect@veenaworld.com) જોકે બ્ુાકિંગ વહેલું કરો, જેથી વિઝા પ્રક્રિયા શરૂ કરી શકાય. આ કામ પૂરું થતાં યુરોપમાં પર્યટનઆસાન બ્ાની રહેશે! તમે પહેલી વાર જતા હોય કે તેના ઘેરા લેયરોની ખોજ કરવા પાછા આવ્યા હોય, યુરોપ તેની વધુ મોહિનીઓ ઉજાગર થાય તેનીવાટ જોઈ રહ્યું છે. તમારું યુરોપિયન ડ્રીમ જૂજ પગલાંની દૂરી પર છે!
આગામી સપ્તાહમાં શું છે?
આગામી સપ્તાહમાં આપણે ઝુરિચમાં જઈશું, જ્યાં અલ્પાઈન સૌંદર્યનું આધુનિક સ્વીસ સાથે મિલન થાય છે. આ શહેરનાં સર્વ છૂપાં રત્નોનીખોજ કરવા માટે આગળ વાંચતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.