Published in the Sunday Mumbai Samachar on 14 April, 2024
ભારતીય પાસપોર્ટ ધરાવવાના લાભો શું છે? મારી શરત છે કે અગાઉ તમે આવી ચર્ચામાં ક્યારેય ભાગ નહીં લીધો હોય. બીજી બાજુ મને ખાતરી છે કે તમે દુનિયામાં સૌથી શક્તિશાળી પાસપોર્ટસ વિશે ઘણા બધા લેખો વાંચ્યા હશે. જોકે ભારતીય પાસપોર્ટ તે યાદીમાં બહુ નીચે આવે છે. તો ચાલો,મને આ વિષય કઈ રીતે સૂઝ્યો તે પરથી શરૂઆત કરીએ.
થોડા મહિના પૂર્વે હું વર્ષાંત સમયે અબુ ધાબી ખાતે અબુ ધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં ગયો હતો. જો તમે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં દુબઈ, અબુ ધાબી અથવા શારજાહમાં નિયમિત જતા પ્રવાસી હોય તો ઈમિગ્રેશન માટે નિયમિત પ્રક્રિયા વિશે સારી રીતે વાકેફ હશો. આમાંથી કોઈ પણ શહેરમાં તમારું વિમાન ઉતરાણ કરે તે પછી તમને ઈમિગ્રેશન થકી પસાર થવું પડે છે, જ્યાં અમુક વાર લાંબી લાઈન હોય છે. આ પછી બેગેજ ક્લેઈમ ખાતે જવું પડે છે અને ત્યાર પછી કસ્ટમ્સની વિધિ થકી પસાર થવાનું હોય છે, જે પછી જ તમે બહાર નીકળી શકો છો. જોકે આ વખતે મારી પત્ની અને હું અબુ ધાબીમાં ગયાં ત્યારે અમને સુખદ આશ્ચર્ય અનુભવવા મળ્યું.
વિમાનમાંથી ઊતરીને અમે અબુ ધાબીના નવીનતમ મિડફિલ્ડ ટર્મિનલ ખાતે ઈમિગ્રેશન થકી પસાર થવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોય તો તમે (૧) ઓટોમેટેડ ઈમિગ્રેશન ઈ-ગેટ્સ જુઓ છો, (૨) તે ગેટ્સમાંથી આસાનીથી નીકળી જતા અન્ય દેશના દરેક અન્ય પ્રવાસી(એવું જણાય છે)ને જોઈને ઈર્ષા કરો છો, (૩) બીજી બાજુ તમે પોતે લાંબી લાઈન તરફ જવાનું શરૂ કરો છો, અને (૪) તમે બહાર નીકળો ત્યાં સુધી રીતસર થાકી જાઓ છો. જોકે હું મારા નિર્ધારિત સ્થળે પહોંચવા માટે આગળ વધતો હતો ત્યારે એક મહિલા અધિકારી મારી પાસે આવી અને પૂછ્યું કે મેં અગાઉ અબુ ધાબીની મુલાકાત લીધી છે કે નહીં, જે મેં લીધી હતી. આ પછી અધિકારીએ મને કહ્યું કે હું ખોટી દિશામાં જઈ રહ્યો છું અને મારે ઈ-ગેટ્સનો ઉપયોગ કરવો જોઈએ! મને ખાતરી હતી કે તે કોઈક ભૂલ કરે છે અને તેથી મેં તેને કહ્યું કે મારી પાસે ભારતીય પાસપોર્ટ છે અને મને બે વાર ખાતરી કરી લેવાની હતી કે હું આ અત્યંત ઝડપી ઈમિગ્રેશન ગેટ્સ થકી હકીકતમાં પસાર થઈ શકું કે કેમ! અમને મોટો આંચકો લાગ્યો હતો! અને તે છતાં અધિકારી જે બોલી રહી હતી તે માનવામાં આવતું નહોતું છતાં તેને ખોટી ઠરાવવા અમે ઈ-ગેટ્સ તરફ આગળ વધ્યાં.
પગલું ૧: તમારો પાસપોર્ટ સ્કેન કરો. પગલું ૨: કેમેરામાં જુઓ અને સહજ રીતે ગેટ મારી સામે ખૂલી ગયા. અહો આશ્ચર્યમ! હું બહાર નીકળી ગયો! કોઈ લાંબી લાઈન નહીં, વાટ જોવાની નહીં અને અબુ ધાબીના સી-વર્લ્ડ, ફેરારી વર્લ્ડ અથવા વોર્નર બ્રોસ વર્લ્ડ તરફ તમે આગળ નીકળી શકો છો. તે બહુ આસાન હતું!અમે અબુ ધાબીના મિડફિલ્ડ ટર્મિનલમાંથી પ્રસ્થાન કરતાં હતાં ત્યારે પણ આવો જ અનુભવ થયો. લાઈનમાં ઊભાં રહેવાની જરૂર નહીં! પાસપોર્ટ સ્કેન કરો, કેમેરામાં જુઓ અને રુઆબમાં આગળ નીકળી પડો! તમારા અને મારા જેવા ભારતીય પાસપોર્ટ ધારકો માટે પ્રક્રિયામાં આ નાના પણ અત્યંત કાર્યક્ષમ ફેરફારે અમને પહેલી વાર ગૌરવનું ભાન કરાવ્યું! આ ડિજીયાત્રાનો ઉપયોગ કરવા જેવું હતું (ફેસ રેકગ્નિશન ટેકનોલોજી, જેમાં ભારતમાં ડોમેસ્ટિક ઉડાણ માટે બોર્ડિંગ પાસ અને આઈડીની જરૂર નથી), પરંતુ વિદેશમાં!
આ પછીની મારી ટ્રિપ સગાપોરની હતી, જે દેશ તેના અત્યંત કઠોર નિયમો માટે ઓળખાય છે! જોકે હું ઇમિગ્રેશન અધિકારીઓ તરફ જતો હતો ત્યારે ત્યાં ઈ-ગેટ્સ જોયા! તમારે ફક્ત એસજી અરાઈવલ કાર્ડ અચૂક ભરવાનું રહે છે અને તમે ૧ મિનિટથી પણ ઓછા સમયમાં ઈમિગ્રેશન વિધિ પૂર્ણ કરી શકો છો! છે ને ખરેખર અદભુત?
આખરે મને સૌથી વધુ રોમાંચિત કરનારી એક બાબત આ વર્ષે ત્રીજી વાર હું ગયા સપ્તાહમાં થાઈલેન્ડમાં પ્રવેશ્યો તે છે. જો તમે થાઈલેન્ડમાં જઈ આવ્યા હોય તો તમે વાકેફ હશો કે ભારતીય પાસપોર્ટ ધારકોએ થાઈલેન્ડમાં પ્રવેશ કરવા વિઝાની જરૂર પડે છે. આ વિઝા મેળવવા માટે તમારે ટ્રિપ પૂર્વે વિઝા માટે અરજી કરવાની હોય છે અથવા ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે બેન્ગકોક, ફુકેત અથવા કોઈ પણ અન્ય થાઈ સિટીમાં આગમન પર વિઝા મેળવી શકો છો. અહીંની પ્રક્રિયા એકદમ સીધીસટ હતી: ઉતરાણ કરો, 'વિઝા ઓન અરાઈવલ' ચિહનની દિશામાં આગળ વધો, ફોર્મ ભરો, તમારો પાસપોર્ટ આકારનો ફોટો જોડો, વિઝા અધિકારી તમારું વિઝા ફોર્મ તપાસ કરે છે, ટિકિટ પાછી આપે છે અને તમને વિઝા સ્ટેમ્પિંગ કાઉન્ટર તરફ દોરે છે. વિઝા પર સ્ટેમ્પ લાગે છે અને તમને ઈમિગ્રેશન કાઉન્ટર તરફ દોરવામાં આવે છે અને તમે બેગેજ લેવા જઈ શકો છો. આ પ્રક્રિયા સામાન્ય રીતે સીધીસટ હતી, જેમાં સારો એવો સમય જતો હતો! જો તમે તાજેતરમાં પ્રવાસ અંગેના સમાચાર વાંચ્યા હોય તો તમે સાંભળ્યું હશે કે નવેમ્બરના આરંભથી થાઈ સરકારે બધા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી કરી દીધા છે. મારી પત્ની અને હું તેનાથી સારી રીતે વાકેફ હતાં. વિઝા ફ્રી છે છતાં તે આવશ્યક છે એવું હું ધારતો હતો. આથી અમે ફુકેત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિઝા ઓન અરાઈવલ ડેસ્ક તરફ આગળ જવાની તૈયારી કરતાં હતાં અને ફરી એક વાર સુખદ આંચકો લાગ્યો. બે મહિનાથી ઓછા સમયમાં ત્રીજી વાર આવો અનુભવ થયો. તેથી હા, વિઝા ફ્રી છે. આટલું જ નહીં, ફ્રી વિઝા સાથે તમારે વિઝા ઓન અરાઈવલ થકી પણ પસાર થવાની બિલકુલ જરૂર નથી. સીધા જ ઈમિગ્રેશન તરફ જાઓ, તમારા પાસપોર્ટ પર સ્ટેમ્પ મરાવો અને કામ થઈ ગયું. તમે બેગેજ ક્લેમ ખાતે પહોંચી જાઓ છો. તો અત્યંત ઝડપી ઈમિગ્રેશન પ્રક્રિયા માટે યુએઈ અને સિંગાપોરની યાદીમાં થાઈલેન્ડને પણ ઉમેરી દો.
આ બધા કિસ્સાએ મને વિચારતો અને સંશોધન કરવા પ્રેરિત કર્યો! હું ભારતીય પાસપોર્ટ ધરાવવાના બધા લાભોની યાદી બનાવવા માગતો હતો. અને મનેબહુ જ ગૌરવ સાથે કહેવા દો કે આવા ઘણા બધા વધુ પ્રવાસના લાભો છે, પરંતુ અહીં મને જેનો પરિચય થયો તે સૌથી ટોચના લાભોમાં છે: થાઈલેન્ડના પગલે ચાલતાં ઘણા બધા દેશોએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી કરી દીધા છે. આનો અર્થ એ કે આપણે આ વિઝા પર થનારો ખર્ચ આ સર્વ સ્થળો ખાતે અનુભવો માણવા પર કરી શકીએ!
જો તમે તમારા પાસપોર્ટ ઈન્ડેક્સની તાકાત જોવા માગતા હોય તો ભારતીય પાસપોર્ટ આજે ઉચ્ચ ૭૦ અથવા ૮૦થી નીચે ક્રમે આવે છે. જોકે અબુ ધાબી, સિંગાપોર અને થાઈલેન્ડમાં મારી છેલ્લી ત્રણ ટ્રિપોએ મને એવો અનુભવ કરાવ્યો છે કે ભારતીય પાસપોર્ટ આ ઈન્ડેક્સમાં ઝડપથી ઉપર જઈ રહ્યો છે અને આપણો પાસપોર્ટ ટૂંક સમયમાં જ ટોચના ૬૦ અથવા ટોચના ૫૦માં સ્થાન મેળવે એ સમય દૂર નથી ! આમાં કોઈ બેમત નથી... તો તમારું આગામી સપ્તાહ શુભ નીવડો એવી શુભકામના અને અમે વીણા વર્લ્ડમાં હંમેશાં કહીએ છીએ તેમ, જીવનની ઉજવણી કરતા રહો ! આવજો...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.