Published in the Sunday Gujarat Samachar on 23 March 2025
દુનિયાભરમાંથી યાદગીરી પાછી લાવવા માટે અજોડ ભેટ
વીણા વર્લ્ડની કોર્પોરેટ ઓફિસમાં દરેક અઠવાડિયે અમે ટુર મેનેજર તાલીમ સત્રનું આયોજન કરીએ છીએ, જેમાં અમે અલગ અલગ સ્થળો, તે મની સંસ્કૃતિઓ અને અજોડ પ્રવાસ અનુભવોમાં ઊંડાણથી ડોકિયું કરાવીએ છીએ. ગયા સપ્તાહના સત્રમાં એક રસપ્રદ પ્રશ્ન સામે આવ્યો હતો - ટ્રિપ પરથી પાછા આવતી વખતે સૌથી શ્રેષ્ઠ સુવેનિયરો કયા લાવી શકાય? અમારા ટુર મેનેજરોએ દુનિયાભરનો પ્રવાસ અસંખ્ય વાર કર્યો હોઈ તેમણે ભેટ વિશેઅમુક અદભુત ઈનસાઈટ્સ આપી, જે સામાન્ય ફ્રિજ મેગ્નેટ્સ અને પોસ્ટકાર્ડસથી પણ પાર જાય છે.
તો અમે આ વિષયમાં વધુ ખોજ કરવાનું અને અમારા બધા ટુર મેનેજરો સાથે અને હવે તમારી સાથે તે આદાનપ્રદાન કરવાનું નક્કી કર્યું! અહીં અર્થપૂર્ણ ભેટ અને કાયમી યાદગીરી બનાવતા દુનિયાભરના વિવિધ ભાગોના અજોડ સુવેનિયરની ચુનંદી યાદી આપી છે.
1. જાપાન - ઓમામોરી (લકી ચાર્મ્સ)
જાપાન એવી ધરતી છે જ્યાં પરંપરા અને આધ્યાત્મિકતા આધુનિક જીવન સાથે સહજ રીતે સંમિશ્રિત થાય છે અને તમે ઘરે લાવી શકો તે સૌથી યાદગાર સુવેનિયરમાંથી એક ઓમામોરી છે, જે નાનું સિલ્ક પાઉચ શિંતો શ્રાઈન અથવા બુદ્ધ મંદિરમાંની પ્રાર્થનાઓ અને આશીર્વાદ ધરાવે છે.
આ સિલ્ક પાઉચ જીવનના ચોક્કસ ક્ષેત્રમાં રક્ષણ અને સદભાગ્ય પ્રદાન કરતું હોવાનું માનવામાં આવે છે, જેમ કે, સ્વાસ્થ્ય, પ્રેમ,સફળતા અને સુરક્ષિત પ્રવાસ. દરેક ઓમામોરી જ્યાંથી ખરીદી કરવામાં આવે તે શ્રાઈન પ્રત્યે અજોડ હોય છે, જેમાં અમુક મંદિરો ચોક્કસ આશીર્વાદ માટે પ્રસિદ્ધ છે. દાખલા તરીકે, ક્યોતોમાં કિયોમિઝુ - ડેરા ટેમ્પલ પ્રેમ અને મેચમેકિંગ ચાર્મ્સ માટે પ્રસિદ્ધ છે, જ્યારે ટોકિયો નજીક નરિતાસનશિંશોજીમંદિર વેપારની સફળતાના ચાર્મ્સ માટે પ્રસિદ્ધ છે.
લાક્ષણિક ગૂડ લક ચાર્મ્સથી વિપરીત ઓમામોરી ક્યારેય ખોલવામાં આવતું નથી, કારણ કે એવું મનાય છે કે જો તેને ખોલવામાં આવે તો આશીર્વાદ બહાર નીકળી જઈ શકે છે. ઘણા બધા જાપાની લોકો પોતાના વોલેટ, પર્સમાં તે રાખે છે અથવા બેકપેક પર લટકાવે છે. જો તમે અર્થપૂર્ણ અને ગાઢ સાંસ્કૃતિક ભેટની ખોજ કરતા હોય તો ઓમામારી તમારા વહાલાજનો સાથે જાપાનનો નાનો આધ્યાત્મિક વારસો આદાનપ્રદાન કરવાની સુંદર રીત છે.
2. મોરોક્કો - હસ્ત રંગેલા તેજિન
મોરોક્કન સૂક થકી વોક કરવું તે વંડરલેન્ડમાં આવી ગયો હોય તેવી અનુભૂતિ કરાવે છે,સ જેમાં રંગબેરંગી વસ્ત્રો, સુગંધી મસાલાઓ અને નાજુક સેરામિક્સ સાંકડી ગલીઓમાં હારબંધ જોવા મળે છે. આ ખજાનામાંથી એક સૌથી પ્રતિકાત્મક સુવેનિયર સુંદર હસ્ત રંગેલું ટેજિન છે.
ટેજિન કોનિકલ ઢાંકણ સાથે પારંપરિક નોર્થ આફ્રિકન માટીનું માટલું છે, જે સમૃદ્ધ, સ્વાદિષ્ટ સ્ટ્યુઝ ધીમેથી પકવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.તેનો અજોડ આકાર બાષ્પને રોકીને ખાદ્યને ધીમેથી પકવા દેવા સાથે તેની નમી અને સુગંધને જાળવી રાખે છે. અમુક પ્રવાસીઓ ટેજિન શોભા માટેખરીદી કરતા હોય છે. ઘણા બધા સંપૂર્ણ કાર્યશીલ હોય છે અને ઘરે અસલ મોરોક્કોન વાનગી પકવવા માટે ઉપયોગ કરી શકાય છે.
ટેજિનની પસંદગી કરતી વખતે તમને અર્થી, રસ્ટિક ક્લે પૉટ્સથી સ્વર્ણિમ, હસ્ત રંગેલા નાજુક ભૂમિતિક શૈલીઓ અને પ્રતિકો સાથે શણગારવામાં આવેલા નંગો સુધી ડિઝાઈનના વિવિધ પ્રકાર જોવા મળશે. જો તમે તેનાથી રાંધવાનું વિચારતા હોય તો શીશામુક્ત અને ગરમી પ્રતિરોધક આવૃત્તિ માટે જરૂર પૂછો, કારણ કે અમુક શોભાવાળા માટલા ફક્ત પ્રદર્શિત કરવા માટે જ હોય છે.
3. પેરૂ - અલ્પાકા વૂલ સ્કાર્વ્સ
પેરૂ ગગનચુંબી એન્ડીસ માઉન્ટન્સથી માછુ પિછુના ચમત્કારી અવશેષો સુધી મંત્રમુગ્ધ કરનારી નિસર્ગસૌંદર્યની ધરતી છે.જોકે તેના નિસર્ગસૌંદર્યની પાર પેરૂ દુનિયાના ઉત્કૃષ્ટ નૈસર્ગિક રેસાઓ- અલ્પાકા વૂલનું પણ ઘર છે.
એન્ડિયન હાઈલેન્ડ્સના વતનીઓ અલ્પાકા ઘેટાના વૂલ કરતાં પણ નરમ, ઊનું અને હલકું વૂલ ઉત્પાદન કરે છે. આ રેસા સદીઓથીસાચવવામાં આવ્યા છે, જે ઈન્કા માનવસંસ્કૃતિમાં મૂળ ધરાવે છે, જ્યાં ફક્ત શાહી લોકો જ સર્વોચ્ચ ગુણવત્તાના અલ્પાકા ગારમેન્ટ્સ પહેરી શકતા.આજે સ્થાનિક કળાકારીગરોએ પેરૂનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરતી નાજુક શૈલીઓનો ઉપયોગ કરીને આ પ્રાચીન પરંપરા,હસ્તવણાટના અદભુત સ્કાર્વ્સ, પોંચોસ અને શાલ બનાવવાનું ચાલુ રાખ્યું છે.
અલ્પાકા વૂલ સ્કાર્ફ પસંદ કરતી વખતે તમે અલગ અલગ પ્રકાર જોવા મળે છે, જેમાં બેબી અલ્પાકા (સૌથી નરમ અને સૌથી લક્ઝુરિયસ),રોયલ અલ્પાકા (બેબી અલ્પાકા કરતાં પણ બારીક) અને અલ્પાકા બ્લેન્ડ્સ (ટકાઉપણા માટે અન્ય રેસાઓ સાથે મિશ્રિત)નો સમાવેશ થાય છે.અસલ અલ્પાકા વૂલ હાયપોએલર્જેનિક અને અતુલનીય રીતે ઈન્સ્યુલેટિંગ છે, જે તેને ઠંડા હવામાન માટે ઉત્તમ બનાવે છે.
4. સાઉથ આફ્રિકા - ઝુલુ બીડવર્ક
સાઉથ આફ્રિકામાં વાર્તાકથન શબ્દોથી નથી થતું, પરંતુ તે રંગો, હસ્તકળા કારીગરી અને સદીઓ જૂની પરંપરા થકી થાય છે. તમે આ વૈવિધ્યપૂર્ણ દેશમાંથી એક સૌથી અર્થપૂર્ણ સુવેનિયર જો કોઈ લાવી શકતા હોય તો તે ઝુલુ બીડવર્ક છે, જે સ્વર્ણિમ કળા સ્વરૂપ ઘેરું સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે.
ઝુલુ લોકો પેઢી દર પેઢી નાજુક બીડવર્ક નિર્માણ કરતા આવ્યા છે, જે દરેક નંગ બિન-શાબ્દિક સંદેશવ્યવહારનું સ્વરૂપ તરીકે કામ કરે છે.બીડ્સમાં વણાટ કરેલા રંગો અને શૈલીઓ વણાટકારોની વાર્તા કહે છે. સફેદ રંગ શુદ્ધતા આલેખિત કરે છે. વાદળી રંગ નિષ્ઠા, લાલ રંગ પ્રેમઅને જોશનું પ્રતિક છે અને લીલો રંગ સંતોષ અને સુખી સાથે સંકળાયેલો છે. ભૂતકાળમાં યુવા મહિલાઓ તેમના સગાસંબંધીઓને સૂક્ષ્મ રીતે સંદેશ મોકલવા માટે પ્રેમપત્ર તરીકે બીડિંગ કરેલા હાર અથવા બે્રસલેટ ઘડતી હતી.
આજે તમને વિવિધ સ્વરૂપોમાં ઝુલુ બીડવર્ક જોવા મળે છે, જેમાં બે્રસલેટ, હાર, એરિંગ અને હોમ ડેકોર નંગોનો પણ સમાવેશ થાય છે.આમાંથી ઘણી બધી ચીજો સ્થાનિક કળાકારીગરોની હસ્તકળા કારીગરી છે, જેથી દરેક અજોડ છે.
5. ટર્કી - એવિલ આઈ તાલિસમાન (તાવીજ)
ટર્કીમાં કોઈ પણ માર્કેટપ્લેસમાં જશો તો તમને સામાન્ય છતાં આકર્ષિત કરનારી એક વસ્તુ જરૂર જોવા મળશે - ઘેરા વાદળી અને સફેદ એવિલ આઈ તાલિસમાન્સ, જેને તાવીજ તરીકે ઓળખવામાં આવે છે. આ તાવીજ નકારાત્મક ઊર્જા અને બદનસીબી સામે રક્ષણ કરતા હોવાનું માનવામાં આવે છેઅને સદીઓથી ટર્કિશ સંસ્કૃતિનો ભાગ છે.
એવિલ આઈ ની સંકલ્પનાના મૂળ પ્રાચીન માનવસંસ્કૃતિમાં છે, જ્યાં લોકો એવું માનતા કે ઈર્ષાવાળી નજર અથવા ખોટા હેતુઓ હાનિ પહોંચાડી શકે છે. આ તાવીજ તે ધારણ કરનારથી નકારાત્મક ઊર્જાને દૂર કરીને તેનું રક્ષણ કરવા માટે તૈયાર કરાયા છે. તમને વિવિધ સ્વરૂપોમાં આ તાવીજ જોવા મળશે, જેમાં હાર, બે્રસલેટ, કીચેઈન, વોલ હેન્ગિંગ્સ અને સેરામિક્સ અથવા હોમ ડેકોરમાં મઢેલા પણ જોવા મળશે.
ટર્કીમાં વ્યાપક રીતે તે ઉપલબ્ધ હોય છે છતાં અસલ તાલીજ ખરીદી કરવાનું સૌથી ઉત્તમ સ્થળ ઈસ્તંબુલની ગ્રાન્ડ બજારમાં આર્ટિસન માર્કેટ છે,જે બોડરમનું દરિયાકાંઠાનું શહેર છે અથવા કેપાડોસિયાનું હેન્ડિક્રાફ્ટ વિલેજ છે.
6. સ્વિત્ઝર્લેન્ડ - કોતરકામ સાથે સ્વીસ આર્મી નાઈફ
સ્વિત્ઝર્લેન્ડ તેની અચૂકતા અને નાવીન્યતા માટે પ્રસિદ્ધ છે અને વિશ્વપ્રસિદ્ધ સ્વીસ આર્મી નાઈફ તેનો સૌથી ઉત્તમ દાખલો છે. મૂળ સ્વીસ લશ્કર માટે 19મી સદીના ઉત્તરાર્ધમાં તૈયાર કરવામાં આવેલું આ બહુ-કાર્યશીલ સાધન તે સમયથી ગુણવત્તા અને વ્યવહારુતાનું વૈશ્વિક પ્રતિક બની ચૂક્યું છે.
સ્વીસ આર્મી નાઈફ વિક્ટોરિનોક્સ એન્ડ વેંજર દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હોઈ વિવિધ મોડેલોમાં મળે છે, જે દરેક બ્લેડ, સ્ક્રુડ્રાઈવર,કાતર અને બોટલ ઓપનર જેવાં અલગ અલગ સાધનો સાથે મળે છે. તમે સાહસિક હોય, કેમ્પર હોય અથવા સુંદર ડિઝાઈનની દીવાના હોય,આ પોકેટ આકારનું ગેજેટ બહુ જ ઉપયોગી છે.
આ સુવેનિયરને સૌથી બહેતર એ બનાવે છે કે તેને પર્સનલાઈઝ કરવાનો પણ વિકલ્પ છે. ઘણા બધા વિક્ટોરિનોક્સ સ્ટોર્સ ત્યાં ને ત્યાંજ કોતરકામ કરી આપે છે, જેથી તમે તેની પર પોતાનું નામ, ટૂંકાક્ષર અથવા વિશેષ સંદેશ પણ કોતરાવડાવી શકો છો. આ ના વસ્તુ અર્થપૂર્ણયાદગીરીમાં નોંધપાત્ર સાધન બની ચૂક્યું છે.
સુવેનિયર સુંદર યાદગીરી હોય છે ત્યારે પ્રવાસનો અસલ ખજાનો આપણે સંગ્રહ કરીએ તે અનુભવો છે. સદીઓ જૂનાં કળા સ્વરૂપોની શોધ હોય,સ્થાનિક પરંપરાઓ વિશે શીખવાનું હોય કે દૂરની ધરતી પર અજાણ્યાઓ સાથે આદાનપ્રદાન કરવાનું હોય, સૌથી અર્થપૂર્ણ સુવેનિયર વાર્તા સાથે આવે છે.
તો આગામી સમયે પ્રવાસ કરો ત્યારે મોટે પાયે ઉત્પાદન કરાતાં ટ્રિનકેટ્સ પાર નજર કરો અને ઈતિહાસ, કળાકારીગરી અને સંસ્કૃતિ ધરાવતા સવેનિયર જ ખરીદી કરો. આ ભેટ અતુલનીય દુનિયા ખોજની વાચ જોઈ રહી છે તેની તમને હંમેશાં યાદ અપાવે છે. ચાલો, બેગ ભરો, નીકળી પડો...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.