Published in the Sunday Gujarat Samachar on 09 March 2025
મુસાફરી એ વિરોધાભાસની સફર છેરણ, વન્યજીવન અને સમુદ્રદરેક અનન્ય અને અવિસ્મરણીય અનુભવ આપે છે.
પ્રવાસ એટલે ભિન્નતા, એટલે કે, સાહસનો રોમાંચ, એકાંતની શાંતિ, નિસર્ગની અજાયબીઓ અને ખોજની ખુશી. અને ખરા અર્થમાં મૂર્ત સ્વરૂપ આપતું એક સંયોજન જો કોઈ હોય તો તે સમુદ્ર, વાઈલ્ડલાઈફ અને રણની ત્રિપુટી છે, જે દરેક પોતાની અજોડ દુનિયા પ્રદાન કરે છે.
લાંબા સમય પૂર્વે વીણા વર્લ્ડમાં અમે આ સર્વ ત્રણને સંમિશ્રિત કરતી અસાધારણ ટુર તૈયાર કરી હતી-દુબઈ, અબુ ધાબી-કેનિયા-મોરિશિયસ. આ પ્રવાસીઓનું સપનું હતું, જે રણની વિપુલતા, હસ્ર દુનિયાનું સૌંદર્ય અને સમુદ્રની નિર્મળ ખૂબીને સહજ રીતે એકત્ર લાવે છે.
જોકે મને એ વાતનો વધુ ગર્વ છે કે વીણા વર્લ્ડમાં ઈનોવેશનનો જોશ હજુ પણ અકબંધ છે. અમારી પ્રોડક્ટ અને ટુર ડિઝાઈનિંગ ટીમ સતતસીમાઓ પાર કરે છે, વેકેશનમાં વિશેષ અનુભવો ઘડે છે, જે રોમાંચક વાર્તાઓ જીવવાની વાટ જુએ છે. તેમની સમર્પિતતા થકી અમે એવી પ્રવાસ સંકલ્પના લાવ્યા છીએ, જેણે વુમન્સ સ્પેશિયલ ટુર્સ અને સિનિયર્સ સ્પેશિયલ ટુર્સથી હનીમૂન સ્પેશિયલ ટુર્સ અને અમારી નવી રજૂ કરાયેલીરિલેક્સ્ડ લક્ઝરી ટુર્સ સુધી દુનિયા ફરવાની લોકોની રીત બદલી નાખી છે.
તો આજે ચાલો, સમુદ્ર, વાઈલ્ડલાઈફ અને રણના ચમત્કારની નવેસરથી મુલાકાત લઈએ. ચાલો, આ દરેક તત્ત્વો પ્રવાસનો અનુભવ અવિસ્મરણીયભાગ કઈ રીતે બનાવે છે તેમાં ઊંડાણથી ડોકિયું કરીએ.
રણ
રણની બાબતમાં કાંઈક મંત્રમુગ્ધ કરનારું છે. આંખો જોઈ શકે ત્યાં સુધી વિશાળ સોનેરી રેતીનો અવિરત પટ્ટો પવન અને સમય દ્વારાઆકારબદ્ધ પામ્યો છે. આ તીવ્રતાની ધરતી છે, જ્યાંં કાળઝાળ ગરમીના દિવસો તારલાઓથી ભરચક રાતને માર્ગ આપે છેઅને જ્યાં શાંતિ શબ્દોથી પણ વધુ ઊંચા અવાજે બોલે છે.
દુબઈ અને અબુ ધાબીમાં રણ નિસર્ગસૌંદર્યથી પણ વિશેષ છે. તે ઉજાગર કરવાની વાટ જોતું સાહસ છે. તમે ફરતી રેતીની ટેકરીઓ પર પગ મૂકતાંજ રોમાંચ મહેસૂસ થાય છે. રેતીમાં રોમાંચ ચરમસીમાએ લઈ જતી સવારી હોય, ઊંટ સવારીની સમકાલીન મનોહરતા હોય કે ટાવરિંગક્રેસ્ટ પરથી નીચે આવતા સેન્ડબોર્ડિંગની નિર્ભેળ ખુશી હોય. સાહસની પાર અરબી રણનો ઘેરો સાંસ્કૃતિક વારસો પણ છે. જીવનની બેડુઈન રીત, ફાલ્ક્નરી અને પારંપરિક અમીરાતી મહેમાનગતી સ્થળાંતર થતી રેતીઓ વચ્ચે સદીઓથી ધમધમતી દુનિયાની ઝાંખી કરાવે છે.
રણ સાથે સૂર્યાસ્ત પણ આવે છે, જે અફલાતૂન અનુભવ હોય છે. સુવર્ણ છાંટ આગઝરતા નારંગી અને ઘેરા જાંબુડી રંગમાં ફેરવાય છેત્યારે તમને ભાન થાય છે કે રણ એ ફક્ત નિર્જન જમીન નથી, પરંતુ તે જીવંત છે, તે મંત્રમુગ્ધ કરનાર છે અને વાર્તાઓથી ભરચક છે.
વાઈલ્ડલાઈફ
રણની શાંતિ પછી આપણે હવે જીવનની ધમધમતી દુનિયા, એટલે કે, કેનિયાની વાઈલ્ડલાઈફમાં જઈએ.આફ્રિકન સવાનાના હાર્દમાં હોવા જેવો બીજો વધુ રોમાંચ કોઈ નહીં હોઈ શકે, જ્યાં નિસર્ગનો ડ્રામા તેના શુદ્ધતમ સ્વરૂપમાં ઉજાગર થાય છે.
કેનિયાનું માસાઈ મારા અને એંબોસેલી નેશનલ પાર્ક લીજેન્ડરી બિગ ફાઈવ માટે ઘર છે, જેમાં સિંહ, હાથી, દીપડો, ગેંડો અને ભેંસનો સમાવેશ થાય છે. અહીં ગેમ ડ્રાઈવ તમારાં સર્વ ઈન્દ્રિયોને જાગૃત કરનારો અનુભવ કરાવે છે. તમને એકેસિયાના ઝાડ હેઠળ સિંહોનું ઝુંડ વિરામ કરતું જોવા મળશે,હાથીઓનું ઝુંડ એકત્ર કૂચ કરે છે અને સિંહની દૂરથી ગર્જના જંગલની શાંતિને ચીરે છે. આ હસ્ર દુનિયામાં દરેક પળ અણધારી હોય છેઅને તે જ તેને ચમત્કારી બનાવે છે.
નિસર્ગની એક ઉત્તમ અજાયબી ધ ગ્રેટ માઈગ્રેશન છે, જે અહીં જ સર્જાય છે. લાખ્ખો વાઈલ્ડબીસ્ટ અને ઝેબ્રા તાજી ચરવાની જગ્યાઓની તલાશમાં હિજરત કરે છે. તેમને મગરમચ્છથી ભરચક નદીમાંથી પસાર થવું પડતું હોવાથી તેમનો આ પ્રવાસ અત્યંત ખતરારૂપ હોય છે.આ અદભુત નજારો જોતાં નિસર્ગની શક્તિ અને સૌંદર્યનું તમને ભાન થાય છે.
વાઈલ્ડલાઈફની પાર કશુંક ઘેરું છે- નિસર્ગમાં બધું જ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલું છે અને તેનું સંતુલન કેટલું નાજુક છે. કેનિયા ફક્ત પ્રાણીઓ જોવાનું સ્થળ નહીં, પરંતુ તમે દુનિયા જુઓ છો તે રીત બદલી નાખવાનું સ્થળ છે.
સમુદ્ર
રણનું સાહસ અને વાઈલ્ડલાઈફના રોમાંચ પછી સમુદ્ર ઉત્તમ વિરોધાભાસ પ્રદાન કરે છે-હવાફેર કરવા, પ્રતિબબિત કરવાઅને લહેરોના લયમાં પોતાને ગુમાવી દેવાનું આ સ્થળ છે. અને જૂજ સ્થળો મોરિશિયસ જેવા શાંત સમુદ્રના સૌંદર્યને મઢી લે છે.
અહીંના બીચ પૃથ્વી પરનું સ્વર્ગ છે, સફેદ રેતી, કાચ જેવું સાફ પાણી અને નિરંતર આકાશી રંગની ક્ષિતિજ. તમે દરિયાકાંઠે રિલેક્સ કરવા માગતા હોય કે વાઈબ્રન્ટ કોરલ રીફ્સ થકી સ્નોર્કેલગ કરવા માગતા હોય કે ભારતીય સમુદ્રમાં ડૂબકીઓ લગાવવા માગતા હોય, મોરિશિયસ બીચ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. આ ટાપુ કાયાકિંગ અને પેડલ બોર્ડિંગથી ઊંડા સમુદ્રમાં માછીમારી અને ગ્લાસ- બોટમ બોટ રાઈડ્સ સુધી તેના વોટર સ્પોર્ટસ માટે પણ પ્રસિદ્ધ છે,જ્યાં તમે ભીના થયા વિના સમુદ્રિ દુનિયાને માણી શકો છો.
જોકે મોરિશિયસ બીચથી પણ વિશેષ છે. આ ટાપુ સમૃદ્ધ ક્રેયોલ સંસ્કૃતિ ધરાવે છે. અહીંના લોકો ઉષ્માભર્યા અને આવકાર્ય છે. તેઓ ભારત,આફ્રિકા અને યુરોપના પ્રભાવોનું સંમિશ્રણ છે. બીચ ખાતે સમુદ્રની ઠંડી ઠંડી હવાની લહેર વચ્ચે મોરિશિયન કરીની પ્લેટ અનોખો અનુભવ બની રહે છે,જે તમારા પ્રવાસને વધુ વિશેષ બનાવે છે.
સમુદ્ર ધીમા પડતા જીવનની રીત છે, જે તમને નાના અવસરોની સરાહના કરવા માટે પ્રેરિત કરે છે. લહેરો દરિયાકાંઠાને નમ્રતાથી ચુંબન કરે ત્યારે સૂર્યાસ્ત જોવો તે વિશાળ રણથી શરૂઆત કરીને અને વાઈલ્ડ સવાના થકી પસાર થયા પછી પ્રવાસની પૂર્ણાહુતિ કરવાની ઉત્તમ રીત છે.
અણધાર્યું
સમુદ્ર, વાઈલ્ડલાઈફ અને રણ એકબીજાને પોતાના અજોડ અનુભવો પ્રદાન કરે છે ત્યારે આ તત્ત્વો અણધારી રીતે એકબીજામાંએવા આંતરગૂંથણ પામ્યા છે કે પ્રવાસ ખરેખર અદભુત બનાવે છે. તમે એક પાછળ છોડી દીધું છે એવું તમે હજુ તો વિચારોત્યાં તે અલગ સ્વરૂપમાં ફરી દેખાય છે, જે સિદ્ધ કરે છે કે નિસર્ગ સીમાઓને ઝાંખી પાડવાની અને દરેક વળાંકે આશ્ચર્યો આપવાની પોતાની રીત ધરાવે છે.
રણમાં સમુદ્ર
દુબઈ અને અબુ ધાબી તેના વિશાળ રણ માટે પ્રસિદ્ધ છે ત્યારે તે પર્શિયન ગલ્ફમાં અદભુત બીચીસ પણ ધરાવે છે. તમે રણમાં સવારી રેતીમાંસફર કરી શકો અથવા બપોરે જુમાઈરાહ બીચ અથવા સાદિયાત આઈલેન્ડ ખાતે સૂર્યસ્નાન કરી શકો- જે રેતી અને સમુદ્રનું ઉત્તમ સંમિશ્રણ છે.
સમુદ્રમાં રણ
ઉષ્ણકટિબંધીય મોરિશિયસના હાર્દમાં રણ જેવી અજાયબી વસેલી છે-ચેમેરલની સાત રંગી પૃથ્વી. આ રેતીની ટેકરીઓ જ્વાલામુખીનાં ખનીજોથી રચાઈ હોઈ આપણને યાદ અપાવે છે કે સ્થળોની હરિતતા વચ્ચે પણ રણ પોતાનું અસ્તિત્વ શોધી કાઢે છે.
સમુદ્રમાં વાઈલ્ડલાઈફ
સમુદ્રિ જીવન સફારીની સમૃદ્ધિ આવૃત્તિ પ્રદાન કરે છે. મોરિશિયસમાં સ્નોર્કેલગ હોય કે યુએઈના દરિયાકાંઠે ડ્રાઇવિંગ કરવાનું હોય, સમુદ્રિ કાચબાઓ, રેઈઝ, ડોલ્ફિન અને વ્હેલ શાર્કસ માટે પણ ઘર છે-જે દરેક નજારો વાઈલ્ડ દુનિયામાં બિગ ફાઈવ જોવાનો રોમાંચ પૂરો પાડે છે.
વાઈલ્ડલાઈફમાં સમુદ્ર
કેનિયાના સવાનાથી ટૂંકી ફ્લાઈટના પ્રવાસ પર ઝંઝીબારનાં ટર્કોઈસ જળ મજબૂત વાઈલ્ડલાઈફ માટે ઉત્તમ વિરોધાભાસ પૂરો પાડે છે. ગેમ ડ્રાઈવ્સ, નિર્મળ બીચમાં હવાફેર, ડોલ્ફિન સાથે તર્યા પછી અથવા સ્વાહિલી સંસ્કૃતિમાં ગળાડૂબ થયા પછી વાઈલ્ડ અને વેવ્ઝનું શ્રેષ્ઠતમ વિલીન થતું હોય તેવું મહેસૂસ થાય છે.
એકંદરે પ્રવાસ એ ફક્ત સમુદ્ર, વાઈલ્ડલાઈફ અથવા રણ વચ્ચે પસંદગી કરવા પૂરુતં મર્યાદિત નથી, પરંતુ તે અણધારી રીતે તે સર્વનો અનુભવ લેવાની વાત છે. નિરંતર શક્યતાઓ અને સતત ઉત્ક્રાંતિ પામતી આઈટિનરીઓ સાથે સાહસ ખરેખર ક્યારેય સમાપ્ત થતું નથી! ફરી મળીશું!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.