Published in the Sunday Gujarat Samachar on 14 January, 2024
જયપુરના મોહક પિંક સિટીની એક ઝલક, જ્યાં ઈતિહાસ વિવિધ રંગોથી મળે છે. જાણો શા માટે જયપુરે પિંક સિટી તરીકે તેનું મોનીકર મેળવ્યું, તેની પ્રતિષ્ઠિત ગુલાબી ઇમારતોના ઉષ્માભર્યા સ્વાગત સાથે શાહી પરંપરાઓનું મિશ્રણ કર્યું, એક વાર્તા જે તેની ગતિશીલ શેરીઓમાં દરેક પગલા સાથે પ્રગટ થાય છે.
વીણા વર્લ્ડમાં અમારા પોતાના વીણા વર્લ્ડ ટુર મેનેજરો સાથે પ્રવાસગાહે જતા અમારા મહેમાનો હંમેશાં જીવનની ઉજવણી કરે તે અમારું લક્ષ્ય હોય છે. અને જો તમેઅમારી વેબસાઈટ પર ટુરનું સ્ટેટસ પેજ ક્યારેય જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે દરરોજ વીણા વર્લ્ડના સહેલાણીઓ તે જ કરે છે. જો તમે વીણા વર્લ્ડ ટુર સ્ટેટસપેજ વિશે ક્યારેય સાંભળ્યું નહીં હોય તો નીચેનો QR કોડ સ્કેન કરો અને જાતે તપાસી જુઓ.
તો હવે અમે આ ટુર સ્ટેટસ પેજ શા માટે નિર્માણ કર્યું તે વિશે સૌપ્રથમ વાત કરું છું. મેં અગાઉ કહ્યું તેમ અતુલનીય ભારત હોય કે વિશ્ર્વમાં અન્યત્ર પ્રવાસગાહ હોય, અમારું લક્ષ્ય વીણા વર્લ્ડના ટુર મેેનેજર સાથે પ્રવાસગાહ પર અમારા મહેમાનો હંમેશાં જીવનની ઉજવણી કરે તે હોય છે. જોકે આ સાથે અમારું લક્ષ્ય અમારા મહેમાનો સાથે પ્રવાસ નહીં કરતા હોય, પરંતુ તેઓ ક્યાં છે તે વિશે ઘરે રહેલા તેમના વહાલાજનો વાકેફ રહે અને સુમાહિતગાર રહે તે પણ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વહાલાજનો પ્રવાસે હોય ત્યારે આપણે હંમેશાં તેઓ તેમના સ્થળે સુરક્ષિત પહોંચ્યા કે નહીં અને ત્યાં મોજ કરી રહ્યા છે કે નહીં તે જાણવા માટે તેમને કોલ કરતા રહીએ છીએ. આથી અમારા મહેમાનો માટે આ સરળ બનાવવા અમે ટુર સ્ટેટસ પેજ નિર્માણ કરવાનું નક્કી કર્યું, જેથી દિવસ કે રાતના કોઈ પણ સમયે તમે ટુર સ્ટેટસ પેજ પર જઈ શકો અને ડેસ્ટિનેશન અથવા ટુરનું નામ એન્ટર કરો અને ટુર ક્યાં છે, ટુર મેનેજર કોણ છે, તે દિવસ માટે કયો કાર્યક્રમ છે અને તેમની સહેલગાહ વિશે તમને જાણવું જરૂરી અન્ય બધું જ જાણી શકો છો. તો હા, ટુર સ્ટેટસ પેજ આ જ એક મુખ્ય કારણસર નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આજે આપણા લેખ માટે પાર્શ્ર્વભૂ બનાવવા તેનો ઉપયોગ કરીએ. તો જો તમે આજે ટુર સ્ટેટસપેજ પર ભારતનો નકશો જોશો તો તમને અતુલનીય ભારતનાં અલગ અલગ રાજ્યો થકી ઘણી બધી વીણા વર્લ્ડ ટુર્સ છે તે ધ્યાનમાં આવશે. અહીં નીચે ઈમેજ આપી છે:
હવે જો તમે વેબસાઈટ જોતા હોય અને રાજસ્થાન પર ક્લિક કરો તો તમને ધ્યાનમાં આવશે કે રાજસ્થાન વર્ષના આ સમયે નિશ્ર્ચિત જ લોકપ્રિય સ્થળ છે. અને કેમ નહીં,તે ભારતનાં સૌથી લોકપ્રિય રાજ્યમાંથી એક છે અને આ રાજ્યમાં એક સહેલગાહ પૂરતી નથી. તો ચાલો, આજે રાજસ્થાન વિશે વાત કરીએ અને મુદ્દા પર આવવા માટે ચાલો, રાજસ્થાનના સૌથી વિશાળ રાજધાની શહેર-જયપુર વિશે વાત કરીએ.
જો તમે ક્યારેય જયપુરમાં જઈ આવ્યા હોય તો જયપુરના સર્વ ગાઈડ્સ અને સર્વ સ્થાનિકો દ્વારા મોટે ભાગે ઉપયોગ કરાતા વાક્યથી પરિચિત હશો: રાજસ્થાનના ગુલાબીશહેરમાં આપનું સ્વાગત છે. બીજા શબ્દોમાં કહીએ તો જયપુર રાજસ્થાનનું ગુલાબી શહેર તરીકે ઓળખાય છે, પરંતુ તે ગુલાબી શહેર તરીકે શા માટે ઓળખાય છે તે વિશેક્યારેય વિચાર્યું છે? તેમાં એવી કઈ ખૂબી છે જેથી તેને ગુલાબી શહેર કહેવાય છે? તો ચાલો, આજે આ વિશે જાણીએ.
તેના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો કચ્છવાહા રાજપૂત વંશના શાસક મહારાજા સવાઈ જય સિંહ-૨ એ ૧૭૨૭ માં જયપુરની સ્થાપના કરી હતી. મહારાજાએ શહેરની સ્થાપના કરી હોવાથી તેને તેમનું નામ પણ અપાયું હતું. આધુનિક ભારતનાં સૌથી પહેલાં નિયોજિત શહેરમાંથી તે એક છે. તેની ડિઝાઈન વિદ્યાધર ભટ્ટાચાર્યએ કરી હતી.
તો જયપુરને "ગુલાબી શહેર નામ મળ્યું તેનું એક મુખ્ય કારણ શહેરના જૂના, દીવાલવાળા ભાગમાં વસેલી અજોડ ગુલાબી રંગની ઈમારતો છે. જો તમે જયપુર માટે ગૂગલ પરસર્ચ કરશો તો તમને જોવા મળનારી અમુક પ્રથમ છબિઓ આ અજોડ ગુલાબી રંગની ઈમારતો હશે, જેમાં સૌથી લોકપ્રિય પ્રતીકાત્મક હવા મહલ છે.
ગુલાબી શહેરને રંગવાની પરંપરા ૧૮૭૬ માં પ્રિન્સ ઓફ વેલ્સ (પછીથી કિંગ એડવર્ડ-૭) અને રાણી વિક્ટોરિયા ભારતની ટુરના ભાગરૂપ જયપુરમાં આવવાનાં હતાં ત્યારે શરૂ થઈ હતી. જયપુરના મહારાજા સવાઈ રામ સિંહ-૨ સારી છાપ છોડવા માગતા હતા અને તેથી શાહી મહેમાનોના સન્માનમાં શહેરને ગુલાબી રંગથી રંગવાનો તેમણે આદેશ આપ્યો હતો. આ પરંપરા તે સમયથી ચાલતી આવી છે અને જૂનું શહેર ચોમાસું પૂરું થયા પછી દર વર્ષે હજુ પણ ગુલાબી રંગથી રંગવામાં આવે છે.
ગુલાબી રંગ પસંદ કરવાનું કારણ તે મહેમાનગતી અને ઉષ્માનું પ્રતીક છે અને તે શહેરની ઘણી બધી ઈમારતોમાં ઉપયોગ કરાતા રેતીના પથ્થરોના રંગો પ્રદર્શિત કરતો હોવાનું પણ કહેવાય છે. ઈમારતોને ગુલાબી રંગથી રંગવાથી શહેરને સમાન અને આવકાર્ય દેખાવ પ્રાપ્ત થયો. અને મારો વિશ્ર્વાસ કરો, હું ઘણી વાર જયપુરમાં જઈ આવ્યો છું અને શહેરમાં પ્રથમ પગલું મૂકતાં જ લોકોની પ્રતિક્રિયા જોવાનું મને ખરેખર બહુ ગમે છે. ગુલાબી રંગ દેખીતી રીતે જ લોકોને ચકિત કરે છે. ઉપરાંત રાજસ્થાન ઉનાળામાં બહુ ગરમ થઈ જાય છે તે પણ તમે જાણતા હશો. આથી ઈમારતોને ગુલાબી રંગથી રંગવાનું વધુ એક કારણ એવું કહેવાય છે કે આ રંગ ગરમીમાં ઈમારતોને ઠંડી રાખવામાં મદદ કરે છે.
આજે આ શહેર જૂની દીવાલોની પાર વિસ્તર્યું છે, પરંતુ ઈમારતોને ગુલાબી રંગથી રંગવાની પરંપરા હજુ પણ ચાલુ છે અને કાયદેસર પસાર કરાયેલો નિયમ છે કે દીવાલવાળા શહેરની ઈમારતોને ગુલાબી રંગથી જ રંગવું. અને શા માટે નહીં, ગુલાબી રંગ નિશ્ર્ચિત જ જયપુરની અજોડ વિશિષ્ટતા છે, જે અન્ય શહેરથી તેને અલગ તારવે છે.
તમે જયપુરની મુલાકાત લો ત્યારે જૂના શહેરમાં પગપાળા ચાલીને સુંદર ગુલાબી રંગની ઈમારતો, મંદિરો, રજવાડાઓ અને હવેલીઓ જોઈ શકો છો, જે તમને શહેરના સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિ અને અવિસ્મરણીય અનુભવનું ભાન કરાવે છે. આ લેખ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે જયપુરમાં મારા અંગત અનુભવો વિશે જણાવીને વાત પૂરું કરીશ.આ માટે તમે જયપુરની મુલાકાતે જાઓ ત્યારે તમારી યાદીમાં નિશ્ર્ચિત હોવા જોઈએ એવી ત્રણ બાબતો વિશે જણાવું છું:
લસ્સી: જયપુરની લસ્સી અત્યંત વિખ્યાત છે. થોડાં વર્ષ પૂર્વે મેં ભારતની બહારના અમુક વીણા વર્લ્ડના મહેમાનો સાથે જયપુરની મુલાકાત લીધી હતી. તેઓ લસ્સી પીવા માગતા હતા. આથી હું તેમને મારા મનગમતા સ્થળ એમઆઈ રોડ પર લસ્સીવાળા પાસે લઈ ગયો અને તમે ધાર્યું તે રીતે જ તેઓ ખુશ થઈ ગયા. અને હંમેશની જેમ લસ્સી અદભુત હતી!
રાવત કી કચોરી: પ્યાઝ કી કચોરી અને મીઠા ઘેવર આ બે ખાદ્ય એવાં છે જે દિવસ કે રાત કોઈ પણ સમયે તમે ખાઈ શકો છો. તો જયપુરમાં હોઉં ત્યારે હું પ્રસિદ્ધ રાવત મિષ્ટાન્ન ભંડારમાં જાઉં છું. અને જો તમને વધુ ખાવુંં હોય તો જલેબી પણ છે. મારી પત્ની હેતાને તે બહુ ભાવે છે!
અંબર ફોર્ટ: અંબર ફોર્ટ કે આમેર ફોર્ટ નામે પણ ઓળખાતું આ સ્થળ જયપુરનાં સૌથી પ્રતીકાત્મક આકર્ષણમાંથી એક છે. મુખ્ય શહેરથી ૧૧ કિમી અંતરે સ્થિત આ અદભુત કિલ્લો ઘણી બધી બોલીવૂડની ફિલ્મો (ભૂલ ભુલૈયા, જોધા અકબર, પહેલી, બાજીરાવ મસ્તાની વગેરે)માં ચમક્યો છે. તે વિશાળ કિલ્લાબંધી, શ્રેણીબદ્ધ દરવાજાઓ અને પથ્થરની કેડીઓ સાથે તેનાં કળાત્મક શૈલીનાં તત્ત્વો માટે પ્રખ્યાત છે. દરેક વીણા વર્લ્ડના મહેમાનો જયપુરની મુલાકાતે આવે ત્યારે આ અનુભવ લઈને રહે છે.
તો હવે તમે સમજી ગયા હશો કે જયપુર અતુલનીય ભારતનું સુંદર ગુલાબી શહેર છે. તો તમે ક્યારે જશો? મને અહીં લખીને જરૂર જણ neil@veenaworld.com
તમારું આ સપ્તાહ મજેદાર જાય એવી શુભેચ્છા, ફરી આગામી સપ્તાહમાં મળીશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.