Published in the Sunday Mumbai Samachar on 20 October, 2024
પરસેવો પાડ્યા વિના દુનિયાની મનોહર પહાડીઓની ખોજ કરો
દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનાં સાધનો વિના અથવા બ્ારફ સાથે સુસવાટાભેર વહેતા પવનનો સામનો કર્યા વિના ચઢવા વિશે અથવા નિરંતર બ્ારફાચ્છાદિત શિખરોથી ઘેરાયેલા સ્વીસ આલ્પ્સની નિસર્ગરમ્ય ટ્રેન સવારી માણતા હોય તેવી જરા કલ્પના કરો. આ મનોહર પહાડીઓ પર ચઢવાનું આપણા ઘણા બ્ાધા લોકો માટે અશક્ય જણાઈ શકે છે, પરંતુ તેમનું સૌંદર્ય માણવું તે હવે ફક્ત સાહસિક પર્વતારોહકો પૂરતું સીમિત રહ્યું નથી. આધુનિક પરિવહનને આભારી દુનિયાની અમુક સૌથી પ્રસિદ્ધ પહાડીઓ હવે બ્ાધા માટે પહોંચક્ષમ છે.
ફ્લાઈટ ટુરથી કેબ્ાલ કાર સુધી હાઈકિંગ બ્ૂાટ પહેર્યા વિના આ અતુલનીય શિખરો અનુભવવાની અસંખ્ય રીત છે. જો તમે આરામથી મંત્રમુગ્ધ કરનારાં શિખરો અને ઊંચાઈઓ માણવાનો રોમાંચ ચાહતા હોય તો ચાલો, દુનિયાની સૌથી પ્રતિકાત્મક પહાડી જોવાના પ્રવાસે, અર્થાત, પર્વત ચઢ્યા વિના!
ફ્લાઈટમાંથી એવરેસ્ટઃ હિમાલય પર્વતમાળા વિશે નિઃશંક રીતે કશુંક ચમત્કારિક છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢવું તો હજુ પણ પડકારજનક છે, જે સર કરવા દર વર્ષે જૂજ સાહસિકો પ્રયાસ કરે છે તે છતાં તમે રોપ્સ, ક્રેમ્પોન્સ અથવા સપ્તાહો સુધી મહેનત કરાવતા પ્રયાસો વિના પૃથ્વી પરની આ સૌથી ઊંચી પહાડીનું મંત્રમુગ્ધ કરનારું સૌંદર્ય અનુભવી શકો છો.
તમે નાના એરક્રાફ્ટમાં ચઢો ત્યારે સાથી પ્રવાસીઓમાં ઉત્સુકતા વધેલી જોવા મળે છે. વિમાન ઝડપથી ઉડાણ કરે છે. જોતજોતાંમાં કાઠમંડુ ખીણ પસાર થઈ જાય છે, જે પછી કઠોર ભૂપ્રદેશ અને ચમકતાં શિખરોનું વિહંગમ દ્રશ્ય જોવા મળે છે. વિમાન વધુ આગળ ઉડાણ કરે તેમ પાઈલટ મુખ્ય સીમાચિહનો અને શિખરો તરફ ઈશારો કરે છે, જે દરેક પોતાની વાર્તા અને મહત્ત્વ કહે છે.
ટૂંક સમયમાં જ માઉન્ટ એવરેસ્ટની નિર્વિવાદ સુંદરતા નજરે ચઢે છે, જે 29,032 ફીટ (8,848 મીટર) ઊંચું છે. વિમાનમાંથી તમે એવરેસ્ટનો પ્રતિકાત્મક પિરામિડ આકાર જોઈ શકો છો, તેનું શિખર મોટે ભાગે સુસવાટાભર્યા વહેતા પવનથી ઘેરાયેલા બ્ારફથી લપેટાયેલું હોય છે. વિમાનમાંથી એવરેસ્ટનો મજબ્ૂાત દક્ષિણનો ચહેરો સુંદર ખુંબ્ુા આઈફોલ અને પાડોશી પર્વતો લોટ્સે, નુપ્ટસે અને મકાલુનો વિહંગમ નજારો જોવા મળે છે.
ટ્રેન દ્વારા સ્વીસ આલ્પ્સ
ગ્લેશિયર એક્સપ્રેસ દુનિયાની સંભવિત રીતે સૌથી ધીમી એક્સપ્રેસ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રવાસીઓને પરસેવો પાડ્યા વિના યુરોપના અમુક અત્યંત મંત્રમુગ્ધ કરનારા નિસર્ગસૌંદર્યના નજારા સાથે સ્વીસ આલ્પ્સ થકી લઈ જાય છે. ગ્લેશિયર એક્સપ્રેસ સ્વિટઝર્લેન્ડના બ્ો સૌથી પ્રસિદ્ધ અલ્પાઈન શહેર ઝર્મેટ અને સેન્ટ મોરિટ્ઝ વચ્ચે ચાલે છે, જે પ્રવાસીઓને 291 કિમી (આશરે 180 માઈલ)ના અદભુત પ્રદેશની સાડાસાત કલાકની સાહસિક સફર કરાવે છે.
ટ્રેન આલ્પ્સ થકી આગળ વધે છે ત્યારે તે 291 પુલો પાર કરે છે, 91 ટનલ થકી પસાર થાય છે અને ઓબ્ોરાલ્ફ પાસ પર ચઢાણ કરીને 2,033 મીટર (6,670 ફીટ)ની ઊંચાઈએ પહોંચે છે. આ પ્રવાસની એક ખૂબ્ાી ઝર્મેટમાં મેટરહોર્ન, રાઈન ગોર્જ, જેને મોટે ભાગે "સ્વીસ ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે અને ટાવરિંગ લેન્ડવોસર વાયાડક્ટનો અદભુત નજારો છે, જે સ્થાપત્યની અજાયબ્ાી ઊંડી કોતરમાં જાય તેમ ગુરુત્વાકર્ષણને શિકસ્ત આપે છે તેવો આભાસ કરાવે છે. ઓનબ્ાોર્ડ આ અનુભવ આહલાદક બ્ાની રહે છે. ગ્લેશિયર એક્સપ્રેસમાં આરામદાયક બ્ોઠક છે, વિશાળ પેનોરમિક વિંડો છે અને ડાઈનિંગ કાર છે, જ્યાં પ્રવાસીઓ નજારો જોતાં જોતાં ત્રણ વારનું ભોજન માણી શકે છે.
ધ કેનેડિયન રોકીઝ
બ્ોન્ફ ગોંડોલાઃ કેનેડિયન રોકીઝ તેના સૌંદર્ય, ગ્લેશિયરથી ઘડાયેલી લેન્ડસ્કેપ્સ અને અદભુત હિંસ્રપણા માટે પ્રસિદ્ધ વિશાળ પર્વતમાળા છે.આ પ્રતિકાત્મક પ્રદેશ નોર્થ અમેરિકામાં અમુક અદભુત સૌંદર્યનું ઘર છે, જેમાં ઊંચાં શિખરો, કાચ જેવાં સાફ જળાશયો અને વ્યાપક જંગલોનો સમાવેશ થાય છે. બ્ોન્ફ નેશનલ પાર્કમાં સ્થિત બ્ોન્ફ ગોંડોલા ઉપરથી કેનેડિયન રોકીઝનું સૌંદર્ય અનુભવવાની અદભુત રીત છે.
પ્રવાસ સલ્ફર માઉન્ટનના બ્ોઝથી શરૂ થાય છે, જે બ્ોન્ફના શહેરથી ટૂંકી ડ્રાઈવ પર છે. અહીંથી આધુનિક, સંપૂર્ણ બ્ાંધ ગોંડોલા કેબ્ાિન મુલાકાતીઓને સમિટ રિજ પર લઈ જાય છે, જે ફક્ત આઠ મિનિટમાં 698 મીટર (2,292 ફીટ) ઉપર ચઢાણ કરે છે. ગોંડોલા ઊંચે જાય તેમ નજારો વધુ ને વધુ મંત્રમુગ્ધ કરનારો બ્ાને છે. ઉત્તરમાં બ્ોન્ફનું શહેર અને વાઈન્ડિંગ બ્ાો રિવર ખીણની સપાટીના સાંનિધ્યમાં વસેલાં છે, જ્યાં સર્વત્ર આકાશની સામે વિશાળ શિખરો ઊભાં છે. ટોચ પર પહોંચતાં જ મુલાકાતીઓનું છ પર્વતમાળા, બ્ાો ખીણ અને નજીકના લેક મિનેવાંકાના અદભુત 360 ડિગ્રી નજારા દ્વારાસ્વાગત થાય છે.
મનોહર માઉન્ટ ફુજીઃ માઉન્ટ ફુજી અથવા જાપાનમાં વહાલથી તેને "ફુજી-સાન તરીકે ઓળખવામાં આવે છે તે ફક્ત પહાડી નથી, પરંતુ પ્રતિક છે. 3,776 મીટર (12,389 ફીટ) ઊંચાઈ સાથે તે જાપાનમાં સૌથી ઊંચી પહાડી છે. શિખર પરથી સૂર્યોદય જોવા માટે માઉન્ટ ફુજી પર ચઢાણ ઘણા બ્ાધા લોકોની બ્ાકેટ-લિસ્ટમાં હોય છે, પરંતુ બ્ાધા જ આ પડકારજનક ચઢાણ સર કરવા સુસજ્જ અથવા તૈયાર હોતા નથી. સદનસીબ્ો ઊંચાઈ પર પ્રત્યક્ષ ચઢ્યા વિના પણ માઉન્ટ ફુજીની ભવ્યતા જોવાની અનેક રીત છે, જેમાં એક સૌથી લોકપ્રિય રીત ફિફ્થ સ્ટેશનની મુલાકાત છે.
પહાડી પર અડધે સ્થિત માઉન્ટ ફુજીનું ફિફ્થ સ્ટેશન ટોકિયો જેવાં મુખ્ય શહેરમાંથી બ્ાસ દ્વારા આસાનીથી પહોંચી શકાય છે અને તે બ્ાંને શિકર અને આસપાસની લેન્ડસ્પેક્સનો સુંદર નજારો આપે છે. વાહનથી પહોંચક્ષમ સૌથી ઊંચા પોઈન્ટ તરીકે ફિફ્થ સ્ટેશન આશરે 2,305 મીટર (7,546 ફીટ) ઊંચું છે, જે શિખરનો નજીકથી નજારો પૂરો પાડે છે અને સાફ દિવસમાં નજીકની ખીણો પરથી ટોકિયો અને પેસિફિક ઓશનનું વિહંગમ દ્રશ્ય પ્રદાન કરે છે. વધુ ખોજ કરવા માગતા હોય તેમને માટે ફિફ્થ સ્ટેશન પર અનેક ટૂંકી ટ્રેઈલ્સ પણ છે, જે સંપૂર્ણ શિખર ચઢવાની ઘનતા વિના સીનિક વોક્સ પ્રદાન કરે છે.
કેબ્ાલ કારથી ટેબ્ાલ માઉન્ટન
ટેબ્ાલ માઉન્ટન તેના સપાટ ટોચના શિખર અને સાઉથ આફ્રિકામાં કેપટાઉનની ઉપર ઊંચી હાજરી સાથે દુનિયામ્ાાં સૌથી પ્રસિદ્ધ સીમાચિહનમાંથી એક છે. ઘણા બ્ાધા ટોચ પર જવા માટે વિવિધ ટ્રેઈલ્સ પર હાઈકિંગ કરે છે ત્યારે ટેબ્ાલ માઉન્ટનની ભવ્યતા અનુભવવા માટે સૌથી આસાન અને પુરસ્કૃત રીત ટેબ્ાલ માઉન્ટ એરિયલ કેબ્ાલવે છે.
ટોચ પર પ્રવાસ આશરે પાંચ મિનિટ લે છે, પરંતુ તે અત્યંત રોમાંચક હોય છે. કેબ્ાલ કાર ઉપર જાય તેમ પ્રવાસીઓને 360 ડિગ્રી ફરતો નજારો જોવા મળે છે, જે ઓનબ્ાોર્ડ દરેકને કેપટાઉન, એટલાન્ટિક ઓશન અને આસપાસની પર્વતમાળાનું સંપૂર્ણ વિહંગમ દ્રશ્ય પૂરું પાડે છે.
સમુદ્રની સપાટીથી 1,085 મીટર (3,560 ફીટ) ઉપર વસેલા શિખર પર મુલાકાતીઓનું નજર પહોંચી શકે ત્યાં સુધી ફેલાયેલા અદભુત વિસ્તા સ્વાગત કરે છે. સાફ દિવસોમાં તમે ઉત્તરમાં રોબ્ાન આઈલેન્ડ, દક્ષિણમાં કેપ ઓફ ગૂડ હોપ અને નીચે કેપટાઉનનું વિશાળ શહેર જોઈ શકો છો. ટેબ્ાલ માઉન્ટનની અજોડ સપાટ ટોચ વાદળાંના "ટેબ્ાલક્લોથથી ઢંકાયેલી હોય છે, જે પહેલા જ આ નાટકીય દ્રશ્યમાં ચમત્કારી તત્ત્વનો ઉમેરો કરે છે.
ધ ગ્રેટ ડોલોમાઈટીસ રોડ
ડોલોમાઈટીસ ઈશાન ઈટાલીમાં મંત્રમુગ્ધ કરનારી પર્વતમાળા છે, જે તેમના નાટકીય લાઈમસ્ટોન ખડકો, ઊંડી ખીણો અને હરિયાળા અલ્પાઈન મીડોઝ માટે પ્રસિદ્ધ છે. પર્વતારોહણ કર્યા વિના ડોલોમાઈટીસની ભવ્યતા અનુભવવા માગનારા માટે ધ ગ્રેટ ડોલોમાઈટીસ રોડ ઉત્તમ વિકલ્પ પ્રદાન કરે છે.
ધ ગ્રેટ ડોલોમાઈટીસ રોડ અથવા "ગ્રાન્ડ સ્ટ્રેડેલ ડોલોમિટી યુરોપમાં સૌથી સુંદર ડ્રાઈવમાંથી એક છે. બ્ાોલ્ઝાનોથી કોર્ટિના દ એમ્પેઝો સુધી 100 કિલોમીટર (આશરે 62 માઈલ) સુધી આ પ્રતિકાત્મક માર્ગ ડોલોમાઈટીસમાં અમુક અદભુત લેન્ડસ્કેપ્સ થકી પસાર થાય છે,જે પ્રવાસીઓને તેમની કારમાં આરામથી બ્ોઠાં બ્ોઠાં પ્રદેશનું સૌંદર્ય અનુભવવાની તક આપે છે.
તમે ડ્રાઈવ કરો તેમ સુંદર ગામડાં, ગાઢ જંગલો અને હિંસ્ર ફૂલોથી સજેલા વિશાળ મીડો જોવા મળે છે. ગ્રેટ ડોલોમાઈટીસ રોડની એક સૌથી મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા પોરડોઈ પાસ છે, જે 2,239 મીટર (7,346 ફીટ)ની ઊંચાઈ પર વસેલું છે અને ડોલોમાઈટીસમાં સર્વોચ્ચ શિખર માર્મોલાદા સહિત આસપાસના પહાડીઓનો વિહંગમ નજારો પ્રદાન કરે છે. આ પાસ બ્ોક માટે લોકપ્રિય સ્થળ છેસ, જ્યાં કેબ્ાલ કાર મુલાકાતીઓને ડોલોમાઈટીસ અને તેની પાર 360 ડિગ્રી નજારો પૂરા પાડતું શિખર સાસ પોરડોઈ સુધી લઈ જાય છે.
તો આ અતુલનીય અનુભવમાંથી તમે તમારી ટ્રાવેલ બ્ાકેટ લિસ્ટમાં કઈ ઉમેરવા માગો છો? તમારો પ્રવાસ તમને ભલે ગમે ત્યાં લઈ જાય, દુનિયા ખોજ કરવાની વાટ જોતી પહોંચક્ષમ અજાયબ્ાીઓથી ભરચક છે તે યાદ રાખો. આ સપ્તાહમાં વાત અહીં પૂરી કરું છું, આગામી સપ્તાહ સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.