Published in the Sunday Gujarat Samachar on 4 February, 2024
ક્વીન્સટાઉન, ન્યુઝીલેન્ડમાં એડ્રેનાલિન-ચાર્જ્ડ પ્રવાસ પર પ્રારંભ કરો - રોમાંચ-શોધનારાઓ માટેનું આશ્રયસ્થાન. સ્કાયડાઇવિંગ હોય કે ક્વોડ-બાઇકિંગ, આ મનોહર સ્વર્ગમાં સાહસ ક્યારેય ઓછું થતું નથી.
જો તમે ન્યૂ ઝીલેન્ડનો નકશો જોશો તો તમને બેસુમાર સૌંદર્યની ધરતી દેખાશે, જે ધરતી ભૌગોલિક રીતે બે અજોડ ભાગમાં વહેંચાયેલી છે - નોર્થ આઈલેન્ડ અને સાઉથ આઈલેન્ડ. આ બંને ટાપુઓ પ્રવાસીઓની વિવિધ માગણીઓને પહોંચી વળતા અજોડ અનુભવો પ્રદાન કરે છે. સાહસખેડુઓથી લઈને ખાવાના શોખીનો સુધી,રોડ ડ્રિપ કરવાનો શોખ ધરાવનારાથી ઈન્સ્ટાગ્રામ ફોટોગ્રાફરો સુધી, ન્યૂ ઝીલેન્ડની વિરોધાભાસી ક્ષિતિજો અને સમૃદ્ધ સંસ્કૃતિ દરેક માટે કશુંક છે એવું વચન આપે છે.તે વિશે વાત કરવા માટે દેખીતી રીતે જ અમે આ લેખમાં આપીએ તેનાથી વધુ માહિતી આપવાની જરૂર છે, જેથી આજે હું ફક્ત સાઉથ આઈલેન્ડમાં ન્યૂ ઝીલેન્ડના મુગટમાં ઘરેણું ખાસ કરીને ક્વીન્સટાઉન અને તે દેશની સાહસિક રાજધાની તરીકે શા માટે ઓળખાય છે એ વિશે વાત કરવા માગું છું.
ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઈલેન્ડનાં શહેરો સાહસ માટે પ્રવેશદ્વાર હોવા સાથે ઈતિહાસ અને સંસ્કૃતિમાં તે સમૃદ્ધ પણ છે. અંગ્રેજી વારસો અને સ્થિતિસ્થાપક જોશ માટે ઓળખાતું ક્રાઈસ્ટચર્ચ ઐતિહાસિક શિલ્પો અને આધુનિક કળાનું સંમિશ્રણ પ્રદાન કરે છે. ડુનેડિન સ્કોટિશ મૂળિયાં, અજોડ વાઈલ્ડલાઈફ અને વિક્ટોરિયન તથા એડવર્ડિયન શિલ્પોથી સમૃદ્ધ છે. વધુ એક રત્ન વાનાકા છે! તેનાં અદભુત સરોવરો અને પહાડી દ્રશ્યો સાથે વાનાકા નિસર્ગરમ્ય હાઈક્સથી લઈને મંત્રમુગ્ધ કરનારી ક્ષિતિજો સુધી શાંત છતાં સાહસિક અનુભવ પ્રદાન કરે છે. જોકે ક્વીન્સટાઉન તેની બેજોડ સ્વર્ણિમતા અને રોમાંચક પ્રવૃત્તિઓ સાથે આકર્ષણનું કેન્દ્ર છે. તેનાં દરેક શહેરની પોતાની ખૂબીઓ છે ત્યારે ક્વીન્સલેન્ડ રોમાંચના સાહસિકો અને નિસર્ગપ્રેમીઓ માટે પણ સ્વર્ગ તરીકે અનોખું તરી આવે છે. તેની ખ્યાતિ ન્યૂ ઝીલેન્ડની સીમાઓની પાર જાય છે, જે વૈશ્ર્વિક સાહસિકોને તેનો ચમત્કાર અનુભવવા માટે આમંત્રિત કરે છે.
સધર્ન આલ્પ્સ અને કાચ જેવા સાફ સરોવર વાકાટીપુની અદભુત પાર્શ્ર્વભૂમાં સ્થિત આ સ્વર્ણિમ શહેર કોઈ પણ અન્ય કરતાં વધુ દિલધડક પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. મેં બે વાર અંગત રીતે ક્વીન્સટાઉનમાં પ્રવાસ કરીને તે માણ્યું છે.
ક્વીન્સલેન્ડમાં સૌથી રોમાંચક અનુભવ માંથી એક સ્કાયડાઈવિંગ છે. શહેરની ખ્યાતિ સ્કાયડાઈવિંગ માટે દુનિયામાં સૌથી ઉત્તમ સ્થળ તરીકે છે તે ખરા અર્થમાં સાર્થક ઠરે છે. આકાશમાંથી મનોહર ક્ષિતિજોનો હવાઈ નજારો અત્યંત આહલાદક લાગે છે. ક્વીન્સટાઉનમાં સ્કાયડાઈવિંગ સાહસ ખેડુઓ માટે સપનું છે, પરંતુ તે હવામાન પર આધાર રાખે છે.મારી બંને ટ્રિપમાં હવામાન ખરાબ હતું, પરંતુ ક્વીન્સટાઉનમાં તે સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે.
સ્કાયડાઈવિંગ નહીં કરી શકાય તો ક્વીન્સટાઉનમાં શોટઓવર રિવર છે, જે રોમાંચક પ્રવૃત્તિ તરીકે ઊભરી આવી છે. અહીં ખાસ કરીને હવામાનની સ્થિતિઓને લીધે સ્કાયડાઈવિંગ શક્ય નહીં બને ત્યારે રિવર રાફટિંગ રોમાંચક અનુભવ પ્રદાન કરે છે. રિવર કેન્યનના નાટકીય નજારાથી ઘેરાયેલા આ સ્થળે નદીનાં ઊછળતાં પાણી રાફ્ટરો માટે રોમાંચક પડકાર પૂરો પાડે છે.
શોટઓવર રિવરની વધુ એક રૂપરેખા છે: ધ શોટઓવર એક્સ્ટ્રીમ જેટ બોડ રાઈડ, જે ગતિ અને નૈસર્ગિક સૌંદર્યનું રોમાંચક સંમિશ્રણ પૂરું પાડે છે. શોટઓવર નદી પરથી જેટ બોટ પસાર થાય છે ત્યારે પ્રવાસીઓના હૃદયના ધબકાર વધારતા વળાંકો અને ઝડપી યુક્તિઓનો અનુભવ થાય છે, જે સર્વ અદભુત, તીક્ષ્ણ દીવાળ સાથેના કેન્યનથી ઘેરાયેલું હોય છે. હાઈ- સ્પીડનું સાહસ એ ફક્ત ગતિનો રોમાંચ નહીં, પરંતુ મંત્રમુગ્ધ કરનારી પ્રદેશની ક્ષિતિજોનો અજોડ અને રોચક અનુભવ પણ પ્રદાન કરે છે. કુશળ પાઈલટો, શક્તિશાળી બોટ અને નદીની નૈસર્ગિક ખૂબીઓનું સંયોજન આ અનુભવને ક્વીન્સટાઉનની મુલાકાત લેતા કોઈ પણ રોમાંચના શોખીનો માટે અવશ્ય અજમાવવા જેવી પ્રવૃત્તિ છે.
ક્વીન્સટાઉનની સાહસિક પ્રવૃત્તિમાં વધુ એક પ્રવૃત્તિ બંજી જમ્પિંગ છે. ક્વીન્સટાઉન બંજી જમ્પિંગનું સ્વર્ગ છે, જ્યાં આ પ્રવૃત્તિ માટે ત્રણ અદભુત સ્થળ છે. કાવારાઉ બ્રિજ વ્યાવસાયિક બંજી જમ્પિંગનું જન્મસ્થળ છે. તે કાવારાઉ નદીમાં પાણીના સ્પર્શના વિકલ્પ સાથે રોમાંચક છલાંગ પ્રદાન કરે છે. નેવિસ બંજી તેની રૂંવાડાં ઊભાં કરતી ઊંચાઈ માટે પ્રસિદ્ધ છે. તે મજબૂત ક્ેન્યનમાં ૧૩૪ મીટર ઊંચાઈથી છલાંગ પૂરી પાડતી ન્યૂ ઝીલેન્ડમાં સર્વોચ્ચ ઊંચાઈ ધરાવે છે. અંતે લેજ જમ્પિંગ છે, જે ક્વીન્સટાઉનની ઉપર સ્થિત હોઈ શહેર અને વાકાટીપુ સરોવરનો ખાસ કરીને રાત્રિના સમયે અદભુત નજારા સાથેની અજોડ અર્બન જમ્પ છે. મારી ન્યૂ ઝીલેન્ડમાં ૨૦૧૮ ની ટ્રિપ દરમિયાન મને કાવારાઉ બ્રિજ પરથી બંજી જમ્પ કરવાની તક મળી હતી. મારી આ સૌપ્રથમ બંજી જમ્પ હતી અને મારા જીવનમાં મેં કરેલી સાહસિક પ્રવૃત્તિઓની યાદીમાં તે ટોચ પર છે.
અને જો તમને રોડ ટ્રિપ કરવાનું અને ઓફફ-રોડિંગ પણ ગમતું હોય તો તમારે માટે ક્વેડ-બાઈકિંગ છે. ક્વીન્સટાઉનમાં ક્વેડ- બાઈકિંગ મજબૂત રસ્તાઓ અને વિસ્તારની મંત્રમુગ્ધ કરનારી ક્ષિતિજો જોવાની રોમાંચક રીત પ્રદાન કરે છે. આ સાહસો નદી પાર કરવાથી ટેકરી પર ચઢવા સુધી રાઈડરોને વિવિધ પ્રકારના ટ્રેક્સ પૂરા પાડે છે. ખાસ કરીને આસપાસની પહાડીઓ અને ખીણોનો મનોહર નજારો પૂરો પાડે છે. સંપૂર્ણ કુશળ લેવલ માટે તૈયાર કરાયેલી આ ક્વેડ બાઈક ટુર ક્વીન્સટાઉનના નૈસર્ગિક સૌંદર્ય સાથે ઓફફ-રોડ સાહસનો રોમાંચ જોડે છે. રોમાંચ અને નિસર્ગની ખોજ કરવાનું તે ઉત્તમ સંમિશ્રણ છે, જે આ નોંધપાત્ર પ્રદેશનું અજોડ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.
મારી ન્યૂ ઝીલેન્ડની બકેટલિસ્ટમાં વધુ એક પ્રવૃત્તિ છે પેરાગ્લાઈડિંગ. પેરાગ્લાઈડિંગ કરતી વખતે અમુક વાર તમે ઉડાણ કરો છો તો અમુક વાર તરતા હોવ છો. આ રોમાંચક, શાંતિપૂર્ણ સાથે થોડું બિહામણું પણ છે. તે લાંબી શીખવાની પ્રક્રિયા થકી પસાર થયા વિના મુક્ત રીતે ઉડાણ કરવાનો રોમાંચ તમને આપે છે. એકની પાછળ એક પેરાગ્લાઈડિંગ માટે કોઈ પણ ઉંમર કે આકારનો બાધ નથી.
આ પ્રવૃત્તિઓ ક્વીન્સટાઉનના વ્યાપક સાહસના વિશાળ કેટલોગમાં ફક્ત જૂજ છે. ક્વીન્સટાઉનની ખૂબીઓ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથોસાથ હવામાન ગમેતેવું હોવા છતાં અવિસ્મરણીય અનુભવો પૂરા પાડવાની તેની ક્ષમતામાં છે. આ શહેર એ વિચારનો દાખલો છે કે સાહસખેડુઓ માટે અહીં ક્યારેય ખરાબ સમય હોતો નથી.આકાશ સાફ હોય કે વાદળછવાયું હોય, ક્વીન્સટાઉન બધું જ અપનાવીને રોમાંચક એવા વિકલ્પો પ્રદાન કરે છે.
સ્કાયડાઈવિંગ જેવી લોકપ્રિય પ્રવૃત્તિઓ હવામાનની સ્થિતિઓને લીધે શક્ય નહીં હોય ત્યારે ક્વીન્સટાઉન નિરાશ કરતું નથી. સાહસો પાણી અથવા પહાડીઓમાં પણ કરી શકાય છે, જેથી દિલધડક પ્રવૃત્તિઓ ક્યારેય અટકતી નથી. ખળખળ વહેતી શોટઓવર નદીમાં રિવર રાફ્ટિંગથી લઈને બંજી જમ્પ સુધી વિકલ્પો બેસુમાર છે.
એક અર્થમાં ક્વીન્સટાઉન ફક્ત સ્થળ નથી, પરંતુ અનુભવ છે. આ સ્થળ સાહસના જોશનું દ્યોતક છે અને તમે શું ખોજ કરી અને માણી શકો તે સીમાઓની પાર જાય છે. તમે પહેલી વારના મુલાકાતી હોય કે પાછા આવેલા સાહસિક હોય, ક્વીન્સટાઉન હંમેશાં કાંઈક નવું અને રોમાંચક આપે છે.
હવે જો તમે તમારી પ્રવાસની બકેટલિસ્ટ બનાવતા હોય તો ક્વીન્સટાઉનનું નામ તેમાં હોય તેની ખાતરી રાખો. તમે બંજી જમ્પનો રોમાંચ ચાહતા હોય કે રિવરરાફ્ટિંગ કરતા હોય કે પહાડીઓમાં સેર કરતા હોય, ક્વીન્સટાઉન આ બધા અનુભવોનો મેળાવડો છે, જે તેને દેખીતી રીતે જ દુનિયાની સાહસની રાજધાની બનાવે છે.મેં મારી ત્રીજી ટ્રિપ ત્યાં કરવાનું નિયોજન કરી દીધું છે. તમારું શું છે? કૃપા કરી મને neil@veenaworld.com પર લખીને તમારા વિચારો જણાવો. ત્યા સુધી અમે હંમેશાં કહીએ તેમ જીવનની ઉજવણી કરતા રહો!
નો દ અનનોન
અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ
#KnowTheUnknown Podcast by Neil Patil
અશિયા ખંડના પૂર્વની ટોચ પર, હજારો ટાપુઓનો અને જ્યાં પ્રાચીન પરંપરા અને આધુનિક જીવનશૈલીનો સંગમ અનુભવવા મળે એવો દેશ એટલે ‘જાપાન.’ જાપાની ‘ઈકેબાના,’ ‘રોક ગાર્ડન્સ,’ ‘બોન્સાય,’ ‘જ્યુડો-કરાટે,’ ‘બુલેટ ટ્રેન,’ ‘માઉન્ટ ફુજી’ જેવાં અનેક આકર્ષણો આ દેશ તરફ ઈશારો કરે છે. જાપાનમાં નિસર્ગની સુંદર બાબતોનાં વખાણ મોટે પાયે કરવાની પદ્ધતિ કેળવાઈ છે. આથી જ જાપાનનું નામ પડતાં જ ‘સાકુરા’ અર્થાત ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યાદ આવે છે. ચેરીનાં ઝાડ પર ખીલેલાં ફૂલોને જાપાની ભાષામાં ‘સાકુરા’ કહેવાય છે. આ ‘સાકુરા’ બાબતની ખુશી વ્યક્ત કરવાની પરંપરા જાપાનમાં પરાપૂર્વથી ચાલી આવી છે. પારંપરિક પદ્ધતિથી તેને ‘હનામિ’ કહેવાય છે. જાપાનના ઈતિહાસમાંનો ‘નારો કાળ’ એટલે સામાન્ય રીતે ૮મી સદીમાં ખીલેલાં ચેરીનાં પુષ્પોના વખાણ કરવાની પ્રથા શરૂ થઈ. ખાસ જાપાનના તરીકે પ્રસિદ્ધ ‘હાયકૂ’ કાવ્યપ્રકારમાંથી ૧૦મી સદીમાં આ ફૂલો માટે ‘સાકુરા’ શબ્દ ઉપયોગ કરવાની શરૂઆત થઈ. આરંભમાં આ પુષ્પોત્સવ ફક્ત શાહી દરબારના અગ્રણીઓ જ ઉજવણી કરતા. તે પછી તેમાં સામુરાઈ યોદ્ધાઓ સામેલ થયા અને ઈડો કાળમાં એટલે કે, ૧૭મી સદીમાં સામાન્ય નાગરિકો પણ આ પુષ્પોત્સવ ઊજવવા લાગ્યા. ૧૮મી સદીમાં તોકુગાવા શોગુનાતેના ‘તોકિગાવા યોશિમુને’એ સાકુરાનો આનંદ બધા લઈ શકે તે માટે મોટે પાયે ચેરીનાં ઝાડ વાવ્યાં. આથી‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ’ વધુ લોકપ્રિય બન્યો. પારંપરિક પદ્ધતિ અનુસાર ચેરીનાં ઝાડ હલકા ગુલાબી રંગનાં ફૂલોથી ખીલે એટલે જાપાની લોકો પોતાના કુટુંબીઓ સાથે, મિત્રો સાથે તે ઝાડ નીચે ભેગા થાય છે, એકત્ર વનભોજન કરે છે, સાકુરાનો આસ્વાદ લે છે અને ખીલેલાં ચેરીની મજા લે છે. જાપાનમાં મોટા ભાગે બધી શાળા અને સરકારી ઈમારતોના સંકુલમાં ચેરીનાં ઝાડ લગાવવામાં આવેલાં હોય છે. જાપાનમાં શાળા વર્ષ એ આર્થિક વર્ષ સાથે જ એપ્રિલમાં શરૂ થતું હોવાથી અનેક શાળાઓમાં શાળાનો પ્રથમ દિવસ જ સાકુરાનો દિવસ નીવડે છે. જાપાની સંસ્કૃતિમાં આ ખીલેલાં પુષ્પોને આધ્યાત્મિક સંદર્ભ પણ છે. આ અત્યંત સુંદર ફૂલો જલદી કરમાય છે, જેને લીધે તેમને નશ્ર્વર માનવી જીવનના પ્રતિક માનવામાં આવે છે. બીજા મહાયુદ્ધના કાળમાં ચેરી બ્લોસમનો ઉપયોગ જાપાની લોકોમાં રાષ્ટ્રીયત્વની ભાવના જાગૃત કરવા માટે કરવામાં આવ્યો હતો. જાપાન સાથે કોરિયા, તાઈવાન, ચાયના જેવા દેશોમાં પણ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ઉજવણી કરવામાં આવે છે. જાપાની લોકોનો નિસર્ગપ્રેમ અને સૌંદર્યદ્રષ્ટિનું મિલન ‘સાકુરા’ અર્થાત ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જાપાનમાં પ્રત્યક્ષ અનુભવી શકાય તે માટે વીણા વર્લ્ડ પાસે કાયમ ખાસ સહેલગાહનું આયોજન કરાયું છે. તમે હજુ પણ ગયા નહીં હોય તો ચાલો જાપાનમાં.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.