Published in the Sunday Mumbai Samachar on 28 April, 2024
પ્રવાસ ઉદ્યોગમાં મને છેલ્લા એક દાયકામાં એ ભાન થયું છે કે દરેક પ્રવાસીના મનમાં એક યાદી હોય છે. તે ફક્ત યાદી હોતી નથી, પરંતુ ડિસકવર કરવાની વાટ જોતાં સપનાં અને સ્થળોની કાળજીપૂર્વક તૈયાર કરાયેલી યાદી હોય છે. આ પ્રવાસની બકેટ લિસ્ટ દરેક વ્યક્તિ માટે અજોડ હોઈ પ્રવાસ આપણને ખરા અર્થમાં જીવનની ઉજવણી કરાવે છે તે વાસ્તવિકતાનો દાખલો છે. તો આજે, હું ફક્ત એક સ્થળ વિશે વાત કરવા માગતો નથી. બલકે, તમારી બકેટ લિસ્ટમાં ત્રણ નવાં સ્થળો ઉમેરવા માગું છું!
હું તેમને મેડિટેરેનિયન સમુદ્રના ત્રણ ઝવેરાત કહુંછું, જે દરેકની અજોડ ખૂબીઓ અને સૌંદર્ય છે. અનુભવોના અજોડ સંમિશ્રણ સાથેનાંઆ દરેક રત્નો ફક્ત સ્થળ નથી, પરંતુ નવાં પરિપ્રેક્ષ્યો અને સાહસોનું પ્રવેશદ્વાર છે.
મારી યાદીમાં પ્રથમ સ્થળ માટે ચાલો, નોર્થ આફ્રિકાના હૃદય વસેલા દેશ ટ્યુનિશિયામાં જઈએ. ટ્યુનિશિયા એક સમયે પ્રાચીન કાર્થેજિનિયન સામ્રાજ્યનું હૃદય હતું,જે ૨૬૪થી ૧૪૬ ઈસવી સન પૂર્વે પ્યુનિક યુદ્ધમાં રોમ દ્વારા હરાવવા પૂર્વે મેડિટરેનિયનમાં મુખ્ય સત્તા હતો. અહીં કાર્થેજના અવશેષો આ ઈતિહાસની સતત યાદ અપાવે છે, જે ઈતિહાસનાં સૌથી ઉત્તમ શહેરમાંથી એકની પ્રાચીન ઝાકઝમાળ અને રોચક વારસાની વાર્તા કહે છે, મુલાકાતીઓ બિરસા હિલ, રોમન થિયેટર અને બાથ્સ ઓફ એન્ટોનિનસ સહિત આ પ્રાચીન મહાનગરના અવશેષોની ખોજ કરી શકે છે, જે દરેક ખુદ રોમને એક સમયે હરીફ બનાવનાર માનવસંસ્કૃતિનો દાખલો છે.
આવા ઈતિહાસ સાથે ટ્યુનિશિયા સ્ટાર વોર સિરીઝ સાથે નિકટતાથી સંકળાયેલો છે, જેમાં ટ્યુનિશિયન રણમાં ઘણાં બધાં દ્રશ્યોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.આજે પણ મતમાતા અને તોઝિયર જેવાં વિવિધ સ્થળે આંશિક સંવર્ધિત અને વેરવિખેર સેટ્સ દેશની મુલાકાત લેતા ચાહકોને દોરી લાવે છે. ઈતિહાસ, સંસ્કૃતિ,નૈસર્ગિક સૌંદર્યનો મેળાવડો, ઝળહળતા મેડિટરેનિયન દરિયાકાંઠાથી સહારા રણના વ્યાપક વિસ્તાર સુધી પટ્ટા સાથેનું આ વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્ર છે.
આકારમાં લગભગ ૯૦ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અને મોટા ભાગના નોર્થ આફ્રિકાને આવરી લેતો દુનિયામાં આ સૌથી વિશાળ રેતીનો રણ દેખીતી રીતે જ સહારા રણ છે. અને સહારા રણના ટ્યુનિશિયાના ભાગમાં તમને નિરંતર રેતીના ટેકરા, તારલાથી ઝળહળતું આકાશ અને નોમાડિક જીવનનું સમકાલીન આકર્ષણ જોવા મળે છે. સાહસપ્રેમીઓ સુવર્ણ રેતી પર ઊંટ પર સવારી સાથે ટ્રેક કરી શકે છે, પારંપરિક બર્બર ટેન્ટ્સમાં તારલાઓ હેઠળ રાત વિતાવી શકે છે અથવા સનરાઈઝ હોટ એર બલૂન સવારીમાં રેતીના ટેકરાઓની ઉપર ઊડી શકો છો, જે આ મનોહર નિસર્ગસૌંદર્યનું વિહંગાવલોકન કરાવે છે.
ટ્યુનિશિયાનું અન્ય એક આકર્ષણ સિદિબાઉ સઈદ છે, જે મંત્રમુગ્ધ કરનારું ગામ અજોડ બ્લુ અને વ્હાઈટ સ્થાપત્યો માટે વિખ્યાત છે. તેની કોબીલ્ડ ગલીઓ,હારબંધ આર્ટ ગેલેરીઓ, કેફે અને આર્ટિસન શોપ્સ કલાકારો અને લેખકોનો લાંબા સમયથી પ્રેરિત કરતી નયનરમ્ય પાર્શ્વભૂ પ્રદાન કરે છે,જે તેના મનોહર સૌંદર્ય અને મંત્રમુગ્ધ કરનારા વિસ્તાઝ સાથે મન જીતી લે છે.
તમે ટ્યુનિશિયન જેવા નવા સ્થળે પ્રવાસ કરો ત્યારે અમારા મનમાં એક પ્રશ્ન હંમેશાં ઉદભવે છે- ખાવાનું શું ખાવું? મારા અભિપ્રાયમાં ટ્યુનિશિયન વાનગી શાકાહારી મિજબાની છે. મેડિટરેનિયન ફ્લેવર્સ અને નોર્થ આફ્રિકન લિજ્જતનું સ્વાદિષ્ટ સંમિશ્રણ કોસ્કસ, બ્રિક (ક્રિસ્પી, સ્ટફ કરેલી પેસ્ટ્રી) અને હરિસ્સા (મસાલેદાર મરચાની પેસ્ટ) જેવી પારંપરિક વાનગીઓ અહીં અચૂક ખાવા જેવી છે. તો ટ્યુનિશિયાની આ ખૂબી છે. આ દેશની ખૂબી તેના ઐતિહાસિક અવશેષો કે મનોહર સૌંદર્યમાં નથી,પરંતુ રોજબરોજના જીવનના રેસામાં અને તેના લોકોની ઉષ્મામાં ગૂંથેલી વાર્તાઓમાં સમાયેલી છે.
નોર્થ આફ્રિકાના હૃદય ચાલો મેડિટરેનિયન સમુદ્રના હૃદય ઉડાણ કરીએ, જ્યાં મંત્રમુગ્ધ કરનારા ટાપુઓનો સમૂહ માલ્ટા વસેલો છે, જેનો ઈતિહાસ દરેક ખૂણામાં મઢેલો છે. માલ્ટામાં તમને ઐતિહાસિક સ્થળો, ચકિત કરનારું નિસર્ગસૌંદર્ય અને રોચક સ્થાનિક સંસ્કૃતિ જોવા મળે છે. માલ્ટાની રાજધાની વેલેટ્ટા જીવંત મ્યુઝિયમ છે.ઈતિહાસમાં ડૂબેલું તે કિલ્લાનું શહેર છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ખિતાબ મળ્યો છે. કેરાવેજિયો (ઈટાલિયન પ્રીમિયર) માસ્ટરપીસીસથી શોભતું મનોહર સેન્ટ જોન્સ કો-કેથેડ્રલથી ગ્રાન્ડ માસ્ટર્સ પેલેસની ભવ્યતા સુધી વેલેટ્ટાની ખૂબી કાંઈક અલગ જ છે. અહીં સાંકડી ગલીઓ, હારબંધ બરોક સ્થાપત્ય, સ્વર્ણિમ ચોક અને બગીચાઓ ટાપુનો નયનરમ્ય નજારો પ્રદાન કરે છે.
રાજધાની શહેર સાથે સાઈલન્ટ સિટી: મદીના છે. આ શહેર માલ્ટાના હૃદય ટેકરી પર વસેલું મધ્યયુગીન દીવાલવાળું શહેર છે. તેની સાંકડી, દીપમાળાથી ટમટમતીગલીઓ થકી ચાલીને જાઓ ત્યારે ભૂતકાળમાં સરી પડ્યા હોય તેવું મહેસૂસ થાય છે. આ ભૂતપૂર્વ રાજધાની નોર્મન અને બરોક સ્થાપત્યના સંમિશ્રણથી શોભે છે,જ્યાં મદીના કેથેડ્રલ અને બેશન સ્ક્વેર જેવાં આકર્ષણો ટાપુનો મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે.
મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તેમ માલ્ટા ટાપુઓનો સમૂહ છે. આ સ્વર્ગસમાન સ્થળે કોમિનોના નાના ટાપુ પર બ્લુ લગૂન નૈસર્ગિક અજાયબી છે, જે તેના કાચ જેવા સ્વચ્છ પાણીથી મોહિત કરે છે. સ્વિમિંગ, સ્નોર્કેલગ અને સૂર્યસ્નાન કરવા માટે આદર્શ બ્લુ લગૂન એવું સ્થળ છે જ્યાં ખડકવાળા દરિયાકાંઠાની પાર્શ્વભૂમાં ટર્કોઈસ અને બ્લુના શેડ્સ સાથે જળ ઝગમગાટ કરે છે.
અને એક સૌથી સારી બાબત એ છે કે માલ્ટામાં વર્ષના ૩૦૦ દિવસ સૂર્ય ટમટમે છે, જે તેને આખું વર્ષ ફરવા માટેનું ઉત્તમ સ્થળ બનાવે છે. એકંદરે માલ્ટાનો નાનો આકાર તેને ખોજ કરવાનું આસાન બનાવે છે. અલગ અલગ સ્થળ સાથે તે અલગ જ સમયમાં લઈ જાય છે.
આ સાથે હવે તમારી બકેટ લિસ્ટ માટે ત્રીજું સ્થળ સિસિલીમાં જઈએ. સિસિલી મેડિટરેનિયનમાં સૌથી મોટો ટાપુ છે, જ્યાં ઈતિહાસ, સંસ્કૃતિ અને ખાણીપીણીનું સંમિશ્રણ ઈટાલિયન છતાં અજોડ અનુભવ નિર્માણ કરે છે. પૂર્વીય સિસિલીના નિસર્ગસૌંદર્ય પર માઉન્ટ એટના હાવી છે, જે યુરોપનો સર્વોચ્ચ સક્રિય જ્વાળામુખી હોવા સાથે તેની સૌથી મંત્રમુગ્ધ કરનારી નૈસર્ગિક અજાયબીમાંથી એક છે. મુલાકાતીઓ ચંદ્ર જેવા માર્ગની ખોજ કરી શકે છે, જે દુનિયાભરમાં ઘણી બધી અન્ય પહાડીઓ પર આપણે અનુભવી નહીં શકીએ.
આ સાથે સિસિલીના દક્ષિણીય દરિયાકાંઠા નજીક વેલી ઓફ ધ ટેમ્પલ્સ નામે આર્કેલોજિકલ સાઈટ છે, જે ગ્રીક ભવ્યતા અને સ્થાપત્યનો દાખલો છે.આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દુનિયામાં સૌથી સંવર્ધિત મંદિરમાંથી એક ટેમ્પલ ઓફ કોન્કોર્ડિયા સાથે સાત પ્રાચીન મંદિરોના અવશેષોથી સમૃદ્ધ છે.
સિસિલીનું રાજધાની શહેર પલેરમો ઈતિહાસ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ગલીના જીવનનું સંમિશ્રણ છે. ભવ્ય પલેરમો કેથેડ્રલ અને ઓર્નેટ ટીટ્રો મેસિમોથી બલારો અને વુસિરિયાની ધમધમતી બજાર સુધી પલેરમો અલગ અલગ અનુભવ પ્રદાન કરે છે. એકંદરે સિસિલી સમય, સ્વાદ અને પરંપરા થકી પ્રવાસ પ્રદાન કરે છે, જે ટાપુ પર મુલાકાતીઓ મોહિત થઈને વધુ ને વધુ સમય વિતાવવા માટે લલચાય છે.
તો હા, તમારી બકેટ લિસ્ટમાં ટ્યુનિશિયા, માલ્ટા અને સિસિલીને ઉમેરવા તમને મારું આમંત્રણ છે. આજના માટે આટલું પૂરતું છે.તો આગામી સમય સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.