Published in the Sunday Gujarat Samachar on 06 October, 2024
કુદરતના કેટલાક સૌથી દુર્લભ અને મનમોહક દ્રશ્યો એક્સપ્લોર કરો, જેમ કે મોહક નોર્થર્ન લાઇટ્સથી લઈને ગ્રેટ માઈગ્રેશન સુધી. જાણો કે આ દુર્લભ ઘટનાને જોવાનું શું જરૂરી છે, જ્યાં ધીરજ, આયોજન અને થોડું નસીબ મળીને અવિસ્મરણીય અનુભવ સર્જે છે.
નિસર્ગની સૌથી રોમાંચક અજાયબીઓ પલકવારમાં અલોપ થઈ શકે છે એવું ધારીને તેનો પીછો કરવામાં ચમત્કારી તત્ત્વ સમાયેલું છે. વીણા વર્લ્ડના ટુર મેનેજર મહેન્દ્ર વાડકરે આર્કટિક સર્કલમાં સાઈલન્ટ નાઈટ, એટલે કે, નોર્ધર્ન લાઈટ્સ સાથે તે પ્રથમ રૂબરૂ થયો ત્યારે અસાધારણ સ્પષ્ટ તારલાઓ અને કડકડતી ઠંડી વિશે મને અનુભવ કહી સંભળાવ્યો તે હું ક્યારેય ભૂલી શકું એમ નથી. કલાકો વીતી ગયા હતા અને સર્વત્ર અંધકાર સિવાય કશું જ નહોતું દેખાતું. ટુરના ગ્રુપે આશા ગુમાવવાનું શરૂ કર્યું હતું ત્યારે જ અચાનક આકાશ જીવંત બની ગયું. લીલી, જાંબુડી અને વાદળી રંગની ચકમકતી રિબન જાણે આકાશને વીંટલાયેલી હતી, જે કોઈક બ્રહ્માંડીય ચિત્રકાર રાત્રિમાં આકાશમાં રંગ ભરતો હોય તેવું ભાસતું હતું.
નિસર્ગની સૌથી અભૂતપૂર્વ ઘટનાઓ માણવા માટે ધીરજ, નિયોજન અને મોટે ભાગે ભાગ્યની પણ આવશ્યકતા રહે છે. આ નજારો વર્ણવી શકાય નહીં તેવો, રોમાંચક અને દુર્લભ હતો, પરંતુ આ જ દુર્લભતા તેનો પીછો કરવાનું મંત્રમુગ્ધ કરનારું બનાવી દે છે. આથી આવા દુર્લભ અવસરો જોવા માટે ખરેખર શું કરવું જોઈએ? અને જો તમે જાતે તે અનુભવવા માગતા હોય તો તમારે ક્યાં જવું જોઈએ? તો ચાલો, આજે તે વિશે જાણીએ.
નોર્ધર્ન લાઈટસની તલાશ
અમુક નૈસર્ગિક ઘટનાઓ મંત્રમુગ્ધ કરનારી અથવા રોમાંચક હોય છે, જેમ કે, નોર્ધર્ન લાઈટ્સ. વૈજ્ઞાનિક રીતે ઓરોરા બોરિયાલિસ તરીકે ઓળખાતું આ અદભુત રોશની નું પ્રદર્શન પૃથ્વીના વાતાવરણમાં વાયુઓ સાથે સૂર્યના કણો અથડાય ત્યારે ઉદભવે છે, જેમાંથી રંગોની સિમ્ફોની નિર્માણ થઈને રાત્રિના આકાશમાં નૃત્ય કરે છે. આને કારણે લીલા, વાદળી, જાંબુડી અને ગુલાબીના શેડ્સમાં પ્રકાશના ચકમકતા અંતરપટ, સર્પાકાર અને કિરણોનું મંત્રમુગ્ધ કરનારું પ્રદર્શન પરિણમે છે.નોર્ધર્ન લાઈટ્સ બહુ જ સુંદર છે, પરંતુ તે પોતાને આસાનીથી ઉજાગર કરતું નથી. તે માટે અંધકારમય, સાફ આકાશ જેવા વાતાવરણનું ઉત્તમ સંમિશ્રણ આવશ્યક હોય છે, જે સ્થળ આર્કટિક સર્કલમાં વસેલું છે અને તે યોગ્ય માત્રામાં સૌર પ્રવૃત્તિ ધરાવે છે. આથી ઘણા બધા પર્યટકોને અંતરિયાળ, ઠંડા સ્થળે મોટ ભાગે દિવસો સુધી વાટ જોવી પડે છે અને ક્યારેય રોશની નું આ નૃત્ય જોવા જ નહીં મળે એવું પણ બની શકે છે.
વીણા વર્લ્ડ ખાતે અમારા સંશોધન અનુસાર નોર્ધર્ન લાઈટ્સ મોટે ભાગે નોર્વેમાં ટ્રોમસો, અલાસ્કામાં ફેરબેન્ક્સ અને સંપૂર્ણ આઈસલેન્ડ જેવાં સ્થળ સહિત દુનિયાના સૌથી ઉત્તરીય ભાગોમાં સામાન્ય રીતે જોવા મળે છે. નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે સમય સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેનો ઉત્તમ નજારો સપ્ટેમ્બરના અંત ભાગમાં અને એપ્રિલના આરંભ વચ્ચે પોલાર પ્રદેશોમાં લાંબી ઠંડી રાત્રિ દરમિયાન જોવ મળી શકે છે.
સૂર્યગ્રહણનાં દર્શન
બ્રહ્માંડ અને તેની ભીતર આપણા સ્થળની ભવ્યતા વિશે આપણને યાદ અપાવતી વધુ એક અદભુત ઘટના સૂર્યગ્રહણ છે. ચંદ્ર સીધો પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થઈને દિવસને રાત્રિમાં ફેરવે છે કે ટૂંકો પણ અદભુત અનુભવ તમારાં રૂવાડાં ઊભાં કરી શકે છે. તે જૂજ મિનિટો તમને જે પણ મહેસૂસ થાય છે તેનું વર્ણન કરવા માટે શબ્દો ખૂટી પડી શકે છે. તાપમાન નીચે આવે છે, પક્ષીઓ શાંત થઈ જાય છે અને આકાશ સંધ્યાકાળમાં ફેરવાઈને સૂર્યના પ્રભામંડળને સુંદર તાજ પહેરાવવામાં આવ્યો હોય તેવું ભાસે છે.
સૂર્યગ્રહણ ભાંખી શકાય તેવી નૈસર્ગિક ઘટના છે. જ્યોતિષીઓ અગાઉથી વર્ષમાં તે ક્યારે ઉદભવશે એ ભાંખી શકે છે. આંશિક ગ્રહણ વધુ વારંવાર ઉદભવે છે અને વ્યાપક જગ્યાઓમાંથી જોઈ શકાય છે ત્યારે સંપૂર્ણ ગ્રહણ બહુ ભાગ્યે જ દેખાય છે અને દુનિયાભરના પ્રવાસીઓ તે જોવા માટે ચોક્કસ સ્થળે આવી પહોંચે છે.
સૂર્યગ્રહણનો સમય અચૂક હોય છે, જે પલકવારનો હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ માટે ચંદ્રએ સૂર્યને સંપૂર્ણ ઢાંકવો પડે છે, જે લાક્ષણિક રીતે મોટે ભાગે જૂજ મિનિટોની પ્રવૃત્તિ હોય છે. સંપૂર્ણતાનો માર્ગ મોટે ભાગે સાંકડો હોય છે અને તે માર્ગમાં પણ ગ્રહણની મુદત તમારા સ્થળને આધારે ભિન્ન હોય છે. આથી જ ગ્રહણનો પીછો કરનારા અગાઉથી જ તેમના પ્રવાસનું નિયોજન કરીને સંપૂર્ણ ગ્રહણ લાંબો સમય રહે તેવાં ચોક્કસ સ્થળે પહોંચી જાય છે.
બાયોલુમિનેસન્ટ બેઝ
ઊની, ચંદ્રરહિત રાત્રિના દરિયાકાંઠે તમે ચાલતા હોય અને અચાનક દરેક પગલે તમારા પગલાંની નીચે પાણી ચકમકવા લાગે છે એ વિશે જરા કલ્પના કરો. દરેક લહેર સાથે પ્રકાશના આછા ચમકારાના ઝીણા વિસ્ફોટો થાય છે ત્યારે તારાઓ પોતે સમુદ્રમાં પડ્યા હોય તેવો આભાસ થાય છે. આ ઘટનાને બાયોલુમિનેસન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રકાશ ઉત્સર્જિત કરતા ઝીણા સેન્દ્રિય પદાર્થોમાં અવરોધથી પેદા થાય છે. આ અદભુત,ચમત્કારી અનુભવ બની રહે છે, જે સપનાની દુનિયામાં પહોંચી ગયા હોઈએ તેવું મહેસૂસ કરાવે છે.
બાયોલુમિનેસન્ટ બેઝ અથવા "બાયો બેઝ દુર્લભ હોય છે અને દુનિયામાં ફક્ત જૂજ સ્થળ આ નૈસર્ગિક રોશનાઈનું પ્રદર્શન જોવા માટે ઉત્તમ સ્થિતિ પ્રદાન કરે છે. આમાંથી એક સૌથી વિખ્યાત સ્થળ વિયેક્સ, પુએર્ટો રિકોના ટાપુ પર મોસ્ક્યુટો બે છે. આ બાયો બે દુનિયામાં સૌથી ઊજળો માનવામાં આવે છે, જ્યાં ચમક એટલી સઘન હોય છે કે પાણીમાં તમને પેડલ મારો અથવા તરો ત્યારે તમારા હલનચલનને પ્રકાશમય બનાવે છે. વધુ એક લોકપ્રિય સ્થળ ફરાર્દો, પુએર્ટો રિકોમાં લગુના ગ્રાન્ડ છે, જ્યાં કાયાક ટુર્સ મુલાકાતીઓને ચમકતા જળ જોવા માટે મેન્ગ્રોવ ચેનલો થકી લઈ જાય છે.
અન્ય નોંધપાત્ર બાયો બેઝમાં માલદીવના વાધુ ટાપુના મોહક પાણીનો સમાવેશ થાય છે, જ્યાં બાયોલુમિનેસન્ટ ફાયટોપ્લેન્કટન ભારતીય મહાસાગર અને જાપાનમાં તોયામા બેના દરિયાકાંઠે પ્રકાશમાન થાય છે, જ્યાં ચમક સેન્દ્રિય પદાર્થથી નહીં પણ વસંતઋતુમાં દરિયાકાંઠા નજીક ભેગી થતી ફાયરફ્લાય સ્કિવડથી નિર્માણ થાય છે. માલદીવ્ઝમાં ખાસ કરીને અંધકારમય, નિર્જન દરિયાકાંઠા પર સમુદ્ર વર્ષના અમુક સમય દરમિયાન ચમકતા પ્રકાશથી જીવંત બને છે, જે દ્રશ્ય સુંદર અને મોહિત કરનારું હોય છે.
ધ ગ્રેટ વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન
દર વર્ષે ઈસ્ટ આફ્રિકાની વાદીઓમાં અત્યંત સુંદર નૈસર્ગિક અજાયબી ઉજાગર થાય છે: ધ ગ્રેટ વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન. 1.5 મિલિયનથી વધુ વાઇલ્ડબિસ્ટ સાથે હજારો ઝેબ્રા અને ગેજેલ્સ નવી ચરવાની જમીનની તલાશમાં તેમનો વાર્ષિક પ્રવાસ કરે છે. આ માઈગ્રેશન તાન્ઝાનિયાના સેરેંગીટી નેશનલ પાર્કથી કેનિયાના મસાઈ મારાનું એકધાર્યું લૂપ હોય છે, જેમાં નદીમાં ફરતા ભૂખ્યા મગરમચ્છ અને સહો અને ચિત્તાઓનો વસવાટ ધરાવતી વાદીઓમાંથી તેમને પસાર થવાનું હોય છે. આ માઈગ્રેશન એટલા મોટા પાયા પર થાય છે કે તેનો અવાજ, તે દ્રશ્ય અને તે નાટક પૃથ્વી પર સૌથી ઉત્તમ વાઈલ્ડલાઈફ અનુભવમાંથી એક બનાવે છે.
આ માઈગ્રેશન વિશાળ જગ્યામાં થતું હોય છે, પરંતુ સૌથી પ્રસિદ્ધ અને નાટકીય ઘટના ખાસ કરીને મસાઈ મારામાં મારા નદી અને સેરેંગેટીમાં ગ્રેમેતી નદી પાર કરતી વખતે ઉદભવે છે. આ નદીઓ પાર કરતી વખતે નિસર્ગની ઘાતકી વાસ્તવિકતા ખૂલીને દેખાય છે, જેમાં હજારો વાઈલ્ડબીસ્ટ અન્ય બાજુ પર પહોંચવા માટે મગરમચ્છથી ભરચક જળમાંથી ભય સાથે પસાર થાય છે. નદીના પટ પરથી તમે જુઓ ત્યારે આ ઝુંડ સમૂહમાં કઈ રીતે જાય છે તે જોવા મળવા ઉપરાંત શિકાર વિ. શિકારીનો તણાવ પણ જોવા મળે છે.
સેરેંગેટી અને મસાઈ મારા માઈગ્રેશન જોવા માટે આદર્શ સ્થળ છે, જ્યાં લોજીસ અને શિબિરો માઈગ્રેશનના માર્ગમાં જ સ્થિત છે. તમારી મુલાકાતનો સમય તમે માઈગ્રેશનનો કયો ભાગ જોવા માગો છો તે નક્કી કરે છે, પછી તે તાન્ઝાનિયા માં બચ્ચાને જન્મ આપવાની મોસમ હોય અથવા કેનિયામાં નદી પાર કરવાનું હોય.
માઈગ્રેશન આખું વર્ષ ચાલતી ઘટના છે, જેમાં અલગ અલગ મહિનામાં અલગ અલગ તબક્કા જોવા મળે છે. જાન્યુઆરીથી માર્ચ વાઈલ્ડબીસ્ટ બચ્ચાને જન્મ આપવા માટે સધર્ન સેરેંગેટીમાં ભેગા થાય છે, જ્યાં રોજ હજારો બચ્ચા પેદા થાય છે. જૂન સુધી ઝુંડ ઉત્તર તરફ નીકળીને જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન મારા નદી પર પહોંચે છે. આ નદી પર વાઈલ્ડબીસ્ટ અને ઝેબ્રા અન્ય બાજુ પર પહોંચવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને આગળ વધે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી ઝુંડ મસાઈ મારામાં પહોંચી છે, જે પછી નવેમ્બરમાં તેઓ પાછા ધીમે ધીમે સેરેંગેટીમાં જાય છે.
ટ્રિપનું નિયોજન માઈગ્રેશનના મુખ્ય અવસરો સાથે યોગાનુયોગ સાધે છે. ખાસ કરીને નદી પાર કરવા માટે લવચીકતાની આવશ્યકતા રહે છે. માઈગ્રેશન વરસાદ અને ચરવાની સ્થિતિઓ પર આધાર રાખે છે, જેથી વર્ષ દર વર્ષ સમય થોડો અલગ હોઈ શકે છે. જોકે એકશન જોવાની ખાતરી રાખવા માટે સૌથી ઉત્તમ રીત ઝુંડને કઈ રીતે ટ્રેક કરવું અને પોતાને ઉત્તમ જોવાના સ્થળે ક્યાં રાખવું તેના જાણકાર અનુભવી સફારી ઓપરેટરને બુક કરવાની છે.આ સપ્તાહમાં મારી આ મજેદાર ટિપ છે. તો ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો !
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.