Published in the Sunday Mumbai Samachar on 28 July, 2024
વીણા વર્લ્ડ ખાતે પ્રોડકશન ટીમે હાલમાં બ્ો અતુલનીય નવી ટુર રજૂ કરીઃ આઈસલેન્ડ નોર્ધર્ન લાઈટ્સ (9 દિવસ) સર્વ સમાવિષ્ટ (હવાઈભાડાં સહિત)રૂ. 4,50,000 વત્તા ટેક્સ (પ્રસ્થાન 5 અને 15 ઓક્ટોબ્ાર) તથા દુબ્ાઈ અબ્ુા ધાબ્ાી સર્વ સમાવિષ્ટ (હવાઈભાડાં સહિત) રૂ. 75,000થી શરૂ વત્તા ટેક્સ (ઓગસ્ટ, સપ્ટેમ્બ્ાર અને ઓક્ટોબ્ારમાં 14 પ્રસ્થાન). અમે આ ટુર રજૂ કરી તે પૂર્વે તેમાં ભરપૂર સંશોધન કર્યું છે અને તે સમયે અમે એક બ્ાાબ્ાતનોખાસ વિચાર કરીએ છીએ અને તે છે, ફૂડ. શું આ સ્થળો ખાતે અમને સારું ફૂડ મળશે? અને મને ખાતરી છે કે આ વાંચનારા ઘણા બ્ાધા લોકોમારી જેમ જ વિચાર કરતા હશે.
તો આજે, હું ફૂડ વિશે વાત કરવા માગું છું. અને હું તમને સૌપ્રથમ ચેતવી દઉં છું કે આ લેખ તમને યાદી જેવો વધુ લાગશે, પરંતુ તેનું કારણ મારી પત્ની હેતા અને મારા દુનિયાભરના ફેવરીટ ફૂડ્સ વિશે હું લખવાનો પ્રયાસ કરી રહ્યો છું.
યુરોપ - આઈસલેન્ડ-સ્કાયર, રાઈ બ્રેડ અને રૂટ વેજિટેબ્ાલ સ્ટ્યુ ઃ આઈસલેન્ડ તેના નિસર્ગ સૌંદર્યથી ભરચક સ્થળ અને વાઈકિંગના ઈતિહાસ માટે ઓળખાતું હોઈ શકે છે, પરંતુ તેના ક્યુઝિન સુધ્ધાં આનંદિત સરપ્રાઈઝ આપે છે. સ્કાયર દુગ્ધ પેદાશ જેવું ઘટ્ટ અને ક્રીમી દહીં છે, જે આઈસલેન્ડના ક્યુઝિનમાં સ્ટેપલ છે. તે મીઠ્ઠી બ્ોરીઓ સાથે ખાવાની મજા જ કાંઈક ઓર હોય છે. પારંપરિક આઈસલેન્ડના રાઈ બ્રેડ જિયોથર્મલ સ્ટીમ પર ધીમેથી બ્ોક કરાય છે. તે બ્ાટર અથવા સ્થાનિક ચીઝ સાથે ખાવાની મજા આવે છે.
ઈટાલીઃ કેપ્રીસ સલાડ, પેન્ઝેનેલા અને રિસોટો ઈટાલીની વાત આવે ત્યારે દેખીતી રીતે જ બ્ાધા જ પિઝા અને પાસ્તા વિશે વાત કરતા હતા. જોકે આજે હું તમને તેની થોડું પાર લઈ જવા માગું છું. આ રહી અમારી યાદી. કેપ્રીસ સલાડ પાકા ટમેટા, તાજું મોઝરેલા અને બ્ાસિલનું સાદું છતાં મનોહર સંમિશ્રણ સાથે આવે છે. પેન્ઝેનેલા ટમેટા, કાકડી અને કાંદા સાથેનું તુસ્કન બ્રેડ સલાડ છે, જે ઉત્તમ બ્રેડ સલાડ છે. રિસોટો ક્રીમી રાઈસ ડિશ છે, જે મશરૂમ, એસ્પરેગસ અથવા સેફરોન જેવી વિવિધ શાકભાજીઓ સાથે કસ્ટમાઈઝ્ડ કરી શકાય છે. કોઈ પણ ખાદ્યપ્રેમી દ્વારા તે અવશ્ય અજમાવી જોવું જોઈએ. મને અંગત રીતે ટ્રફલ ઓઈલની છાંટ સાથે પણ બ્ાહુ ભાવે છે!
સ્પેનઃ ગેઝપેચો, પતાતાસબ્ાાવાસ ઃ ગઝપેચો કાકડી, મરી અને આદું સાથેનું ઠંડું ટમેટાનું સૂપ છે, જે તાજગીપૂર્ણ અને સ્વાસ્થ્યવર્ધક છે. પતાતાસબ્ાાવાસ મસાલેદાર ટમેટાના સોસ સાથેના ક્રિસ્પી ફ્રાઈડ બ્ાટેટા છે. આ લોકપ્રિય તાપા ખાવાની મજા આવે છે. વધુ એક અવશ્ય અજમાવવા જેવી ડિશ પિસ્તો છે. આ પારંપરિક સ્પેનિશ રેટેટુઈલ ટમેટા, મરી, ઝુકિની અને કાંદા જેવી શાકભાજીઓ સાંતળીને બ્ાનાવવામાં આવે છે, જેની પર મોટે ભાગે લસણ અને ઓલિવ ઓઈલથી સીઝન્ડ કરાય છે. પિસ્તો સમૃદ્ધતાના વધારાના સ્પર્શ માટે ક્રસ્ટી બ્રેડ સાથે એકલા પણ માણી શકાય છે.
એશિયા - જાપાનઃ વેજિટેરિયન સુશી, ટેમ્પુરા અને ઓકોનોમિયાકી ઃ વેજિટેરિયન સુશી એવોકેડો, કાકડી અને પિકલ્ડ રેડિશ જેવી તાજી શાકભાજીઓ સાથે બ્ાનાવવામાં આવે છે, જે દેખાવમાં સુંદર હોવા સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. ટેમ્પુરા તળેલી શાકભાજીઓ સાથે હલકા બ્ોટર્ડ કરાય છે. તે દરેક બ્ાટકામાં સંતોષકારક ક્રન્ચ આપે છે. ઓકોનોમિયાકીઃ આ સ્વાદિષ્ટ પેનકેક મોટે ભાગે જાપાનીઝ પિઝા તરીકે સંદર્ભિત કરાય છે. તે લોટના કણક, ગ્રેટેડ યામ અને પાણીથી બ્ાનાવવામાં આવે છે. તેમાં શ્રેડેડ કોબ્ાી અને અન્ય શાકભાજીઓ મિક્સ કરવામાં આવે છે. તે ગ્રિડલ પર પકવવામાં આવે છે અને લાક્ષણિક રીતે તેની પર ઓકોનોમિયાકી સોસ અને માયોનીઝભભરાવવામાં આવે છે.
થાઈલેન્ડઃ ગ્રીન પપૈયા સલાડ, પેડ થાઈ અને ટોમ યમ સૂપ ઃ ગ્રીન પપૈયા સલાડ શ્રેડેડ કાચું પપૈયું, ટમેટા અને શીંગનું તાજગીપૂર્ણ મિશ્રણ છે, જે ઉત્તમ સ્ટાર્ટર છે. પેડ થાઈ લોકપ્રિય સ્ટિયર-ફ્રાઈડ નૂડલ ડિશ છે, જે તોફી અને વિવિધ પ્રકારની શાકભાજીઓથી બ્ાનાવવામાં આવતું હોઈ મારી અંગત રીતે ફેવરીટ ડિશ છે. અને આપણે ટોમ યમ સૂપને પણ ચૂકી નહીં શકીએ. તે મશરૂમ, લેમનગ્રાસ અને લાઈમનાં પાનથી બ્ાનાવવામાં આવતું આ ગરમ અને ખાટું સૂપ અત્યંત સ્વાદિષ્ટ છે.
મિડલ ઈસ્ટ - દુબ્ાઈ અને અબ્ુા ધાબ્ાીઃ ફાલાફેલ, હુમસ અને શકશુકા ઃ ફાલાફેલ ડીપ-ફ્રાઈડ ચિકપી બ્ાોલ્સ છે, જે બ્ાહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. હુમસ ચિકપી, ચાહિની, લીંબ્ુાં અને આદુંનું ક્રીમી સંમિશ્રણ છે,જે તાજા પિટા બ્રેડમાં ડુબ્ાાડીને ખાવા માટે ઉત્તમ છે. શકશુકા મસાલેદાર ટમેટા સોસમાં પોચ્ડ કરેલાં ઈંડાની સ્વાદિષ્ટ ડિશ છે, જે મિડલ ઈસ્ટમાં માણવામાં આવતી સ્વાદિષ્ટ અને સંતોષકારક ડિશ છે.
લેબ્ોનોનઃ ટેબ્ુાલેહ, બાબા ગનોશ અને માનાકિશ
તેબ્ુાલેહ પાર્સલે, ટમેટા અને બ્ાલ્ગર વ્હીટથી બ્ાનાવવામાં આવતું સલાડ છે, જે હલકું અને તાજગીપૂર્ણ હોય છે. બાબા ગનુશ સ્મોકી એગપ્લાન્ટ ડિપ છે, જે સમૃદ્ધ અને ક્રીમી હોય છે. માનાકિશ ઝાતાર અને ઓલાઈવ ઓઇલ સાથે ટોપ્ડ ફ્લેટ બ્ોડ છે, જે મિંટ ટી સાથે ઉત્તમ જોડી જમાવતી લોકપ્રિય બ્ોકફાસ્ટ આઈટમ છે.
ધ અમેરિકાઝ - મેક્સિકોઃ ચિલીસ રેલિનોસ, ગુઆકામોલ અને ઈલોટ ઃ ચિલીસ રેલિનોસ ચીઝ અથવા બ્ાીન્સથી ભરેલા સ્ટફ્ડ પેપર્સ છે, જે સ્મોકી અને સ્પાઈસનું ઉત્તમ સંમિશ્રણ છે. ગુઆકામોલ પાકેલા એવોકેડો,લાઈમ અને સિલાન્ત્રોથી બ્ાનાવાય છે, જે ટોર્ટિલા ટિપ્સ સાથે મજેદાર ડિપ બ્ાની જાય છે. ઈલોટ માયોનીઝ, ચીઝ અને મરચાની ભૂકી સાથે સ્લેથર્ડકોબ્ા પર ગ્રિલ કરેલા કોર્ન છે, જે સ્ટ્રીટ ફૂડ ફેવરીટ છે.
પેરૂઃ ક્વિનોઆ સલાડ, કોસા અને રોકોટોરેલિનો ક્વિનોઆ સલાડ તેની નટી ફ્લેવર અને ઉચ્ચ પ્રોટીનના માત્રા સાથે પોષક અને સ્વાદિષ્ટ પણ છે. કોસા છૂંદેલા બ્ાટેટા અને એવોકેડો તથા શાકભાજીઓ જેવી વિવિધ ભરણી સાથે બ્ાનાવવામાં આવતી લેયર્ડ ડિશ છે, જે અજોડ અને સંતોષકારક ભોજન છે. રોકોટોરેલિનો મસાલેદાર સ્ટફ્ડ પેપર્સ છે, જે સાહસિક ખાવાના શોખીનોને ભાવે છે તે આગઝરતી કિક આપે છે.
આફ્રિકા - મોરોક્કોઃ વેજિટેબ્ાલ ટેજિન, કોસકોસ અને હરીરા ઃ વેજિટેબ્ાલ ટેજિન વિવિધ પ્રકારની શાકભાજીઓ અને મસાલા સાથે ધીમેથી પકવવામાં આવતું સ્ટ્યુ છે, જે મોરોકકન પરિવારોમાં સ્ટેપલ છે.કોસકોસ સ્ટીમ કરેલું સેમોલિના ગ્રેન્સ છે, જે મોટે ભાગે શાકભાજીઓ અને સ્વાદિષ્ટ બ્ાોથ સાથે પીરસવામાં આવે છે. હરીરા લેન્ટિલ્સ,ચિકપી અને ટમેટા સાથે બ્ાનાવવામાં આવતું સ્વાદિષ્ટ સૂપ છે, જે પારંપરિક રીતે મોરોક્કોમાં રમઝાન દરમિયાન માણવામાં આવે છે.
ઈથિયોપિયાઃ ઈન્જેરા, મિસિર વોટ, શિરો અને ગોમેન ઃ ઈથિયોપિયન ક્યુઝિન અજોડ અને સામુદાયિક ભોજનનો અનુભવ પ્રદાન કરે છે. ઈન્જેરા સ્પોન્જી સાર ડફ ફ્લેટ બ્રેડ છે, જે વિવિધ સ્ટુઝઅને સલાડનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મિસિર વોટ સ્પાઈસી લેન્ટિલ સ્ટ્યુ છે, જે સમૃદ્ધ અને સ્વાદિષ્ટ છે. શિરો ચિકપી ફ્લોર સ્ટ્યુ છે, જે સ્મૂધ અને કમ્ફર્ટિંગ છે. ગોમેન સોટીડ કોલર્ડ ગ્રીન્સ છે, જે ભોજનમાં પોષક અને સ્વાદનું તત્ત્વ ઉમેરે છે.
ઓશનિયા - ઓસ્ટ્રેલિયાઃ એવોકેડો ટોસ્ટ, ટોસ્ટ પર વેજિમાઈટ અને બ્ાીટરૂટ સલાડ ઃ ઓસ્ટ્રેલિયન ક્યુઝિન ફૂડ પ્રત્યે તાજગીપૂર્ણ અભિગમ છે. ટમેટા અથવા ફેટા સાથે વિવિધ ટોપિંગ્સમાં એવોકેડો ટોસ્ટ બ્ોકફાસ્ટ ફેવરીટ છે.સોલ્ટી યિસ્ટ અર્કનું સ્પ્રેડ ટોસ્ટ પર વેજિમાઈટ પ્રતિકાત્મક ઓસ્ટ્રેલિયન નાસ્તો છે. બ્ાીટરૂટ સલાડ મોટે ભાગે ગોટ ચીઝ અને અખરોટ સાથે ખવાય છે,જે સ્વર્ણિમ અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે.
ન્યૂ ઝીલેન્ડઃ કુમારા (સ્વીટ પોટેટો) સલાડ, પંપકિન સૂપ અને વેજિટેરિયન પાઈસ ઃ ન્યૂ ઝીલેન્ડના ક્યુઝીન તેના નૈસર્ગિક ખજાના દ્વારા પ્રભાવિત છે. કુમારા સલાડ રોસ્ટેડ સ્વીટ પોટેટોથી તૈયાર કરવામાં આવે છે, જે મીઠા અને સ્વાદિષ્ટ પણ હોય છે. પંપકિન સૂપ સમૃદ્ધ અને ક્રીમી હોય છે, જે વર્ષભર માણવામાં આવતું સૂપ છે. વેજિટેરિયન પાઈઝ મશરૂમ, પાલક અથવા ચીઝથીભરવામાં આવે છે, જે બ્ોકરી અને કેફેમાં લોકપ્રિય પસંદગી છે.
એકંદરે દુનિયાભરમાંથી ક્યુઝિનની ખોજ મજેદાર પ્રવાસ છે, જે દરેક દેશના ફૂડની ક્રિયાત્મકતા અને વૈવિધ્યતા દર્શાવે છે. તમે નવાં સ્થળે પર્યટન કરતા હોય કે તમારા પોતાના કિચનમાં અજમાવતા હોય આ ફૂડ અલગ અલગ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સ્વાદ આપે છે.
તો હવે પછી તમે શું કરશો? હું તે જાણવા ઉત્સુક છું. તો મને ક્ષયશહઽદયયક્ષફૂજ્ઞહિમ.ભજ્ઞળ પર જરૂર લખો. ત્યાં સુધી વીણા વર્લ્ડમાં હંમેશાં અમે કહીએ છીએ તેમ, જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.