Published in the Sunday Mumbai Samachar on 13 October, 2024
સ્વિટઝર્લેન્ડ, મંત્રમુગ્ધ કરનારાં લેન્ડસ્કેપ્સ, સુંદર શહેરો અને અસાધારણ અનુભવોની ધરતી છે. આ અલ્પાઈનના સ્વર્ગની સેર કરવા માગતા તમારા અને મારા જેવા પ્રવાસીઓ માટે ઝુરિચ ઉત્તમ પ્રવેશદ્વાર છે. આધુનિક ખૂબ્ાીઓ, ઐતિહાસિક મોહિની અને નૈસર્ગિક અજાયબ્ાીઓના સાંનિધ્યના સંમિશ્રણ માટે પ્રસિદ્ધ ઝુરિચ કોઈ પણ સ્વીસ સાહસનું હાર્દ છે. વીણા વર્લ્ડ સાથે મહેમાનો બ્ારફાચ્છાદિત શિખરોથી આહલાદક સરોવરોની પડખેવસેલાં શહેરો સુધી સ્વિટઝર્લેન્ડનાં સૌથી મંત્રમુગ્ધ કરનારાં સ્થળોને ગૂંથતા કાળજીપૂર્વક ઘડવામાં આવેલા પ્રવાસને માણી શકે છે. તો આજે હું એક અત્યંત નોંધપાત્ર સ્થળ સ્વિટઝર્લેન્ડનું શ્રેષ્ઠ તમારી સામે રજૂ કરવા માગું છું.
ઝુરિચઃ સ્વીસ સૌંદર્યનું પચરંગી પ્રવેશદ્વારઃ ઝુરિચ સ્વિટઝર્લેન્ડનું સૌથી વિશાળ શહેર છે. તેને મોટે ભાગે બ્ોન્કિંગ અને ફાઈનાન્સ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે જોવામાં આવે છે, પરંતુ આ સ્વર્ણિમ મહાનગર વિશે તે ઉપરાંત ઘણું બ્ાધું છે. લેક ઝુરિચના દરિયાકાંઠા પર વસેલું અને દૂર પહાડીઓની પાર્શ્વભૂ સાથે ઝુરિચ અજોડ મોહિની પાથરે છે,જ્યાં જૂની દુનિયાના ઈતિહાસનું આધુનિક મનોહરતા સાથે મિલન થાય છે. સરોવરો ખાતે લટાર મારો, અદભુત કુન્સ્થાઉસ ઝુરિચ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લો અથવા મજેદાર કેફે ખાતે સ્વીસ ચોકલેટ માણો.
ઝુરિચ બ્ાાકી સ્વિટઝર્લેન્ડ જોવા માટે આદર્શ બ્ોઝ છે, જે તેની ઉત્કૃષ્ટ પરિવહન લિંક અને મધ્યવર્તી સ્થળને આભારી છે. તમે આલ્પ્સના સૌંદર્યને માણવા માગતા હોય કે તેની આસપાસનાં શહેરોની ઐતિહાસિક ગલીઓમાં સાહસ ખેડવા માગતા હોય, ઝુરિચ દેશના સૌથી પ્રતિકાત્મક અનુભવો માટે પચરંગી પ્રવેશદ્વાર છે.
એગલબ્ાર્ગ અને માઉન્ટ ટિટલિસ ઃ ઝુરિચની પાર સ્વિટઝર્લેન્ડ ઊંચાં શિખરોના સાંનિધ્યમાં વસેલા એન્જલબ્ાર્ગના નયનરમ્ય ગામડામાં તેની અલ્પાઈનની ભવ્યતા ઉજાગર કરે છે.આ આદર્શ સ્થળ રોમાંચક સ્વીસ પહાડીઓનો અનુભવ પ્રદાન કરે છે, જ્યાં મુલાકાતીઓ મધ્યવર્તી સ્વિટઝર્લેન્ડનાં સર્વોચ્ચ શિખરમાંથીએક માઉન્ટ ટિટલિસની મનોહરતા માણી શકે છે.
દુનિયાની પ્રથમ ફરતી કેબ્ાલ કાર ટિટલિસ રોટેરમાંથી શિખર પર ચઢતા હોય ત્યારે આસપાસની બ્ારફાચ્છાદિત પહાડીઓ અને ગ્લેશિયરનો મંત્રમુગ્ધ કરનારો 360 ડિગ્રી નજારો જોવા મળે છે. ટોચ પર પણ રોમાંચ ચાલુ રહે છે, જ્યાં તમે અદભુત આઈસ ગ્રોટ્ટો જોઈ શકો, આઈસ ફ્લાયર પર ક્રેવાસીસમાં ગ્લાઈડ કરી શકો અથવા યુરોપના સર્વોચ્ચ સસ્પેન્શન બ્ાિજ ક્લિફફ વોક પર તમારી હિંમતની કસોટી કરી શકો છો. માઉન્ટ ટિટલિસના શિખર પરથી સ્વીસ આલ્પ્સનું નિર્ભેળ સૌંદર્ય સર્વ દિશામાં પ્રસરેલું છે, જે મુલાકાતીઓને સ્વિટઝર્લેન્ડની નૈસર્ગિક અજાયબ્ાીઓની અવિસ્મરણીય યાદો આપે છે.
લુસર્નઃ લેકસાઈડ ફેરીટેલઃ એન્જલબ્ાર્ગથી પ્રવાસ લુસર્ન તરફ આગળ વધે છે, જે સ્વિટઝર્લેન્ડનાં સૌથી નયનરમ્ય અને વહાલાં શહેરમાંથી એક છે. અદભુત સરોવર અને ઊંચી પહાડીઓના સાંનિધ્યમાં વસેલું લુસર્ન સમૃદ્ધ મધ્યયુગીન વારસો ધરાવે છે, જ્યાં ઉત્તમ સંવર્ધન કરેલાં સ્થાપત્યો અને મોહક જૂનું શહેર જોતાં પરીકથાની દુનિયામાં આવી ગયા હોય તેવું મહેસૂસ થયા વિના રહેતું નથી. શહેરનું સૌથી પ્રતિકાત્મક સીમાચિહન કેપલબ્ુાક (ચેપલ બ્ાિજ) છે, જે દુનિયામાં સૌથી જૂનો કવર્ડ વૂડન બ્ાિજ છે, જે સદીઓ જૂનાં પેઈન્ટિંગ્સથી શોભે છે.
વધુ એક અચૂક જોવાનું સ્થળ પોઈગ્નન્ટ લાયન મોન્યુમેન્ટ છે, જે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન પ્રાણ આપનારા સ્વીસ રક્ષકોને શ્રદ્ધાંજલી છે. લુસર્નની સ્વર્ણિમ ગલીઓમાંથી વોક કરો ત્યારે ઈતિહાસ અને આધુનિક સ્વીસ સંસ્કૃતિનું સંમિશ્રણ જોવા મળે છે, જ્યાં ધમધમતા કેફે અને બ્ુાટિક શોપ મુલાકાતીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે.
જુંગફ્રાઉજોકઃ ધ ટોપ ઓફ યુરોપ ઃ જુંગફ્રાઉજોકની મુલાકાત વિના કોઈ પણ સ્વિટઝર્લેન્ડની ટ્રિપ પૂરી થતી નથી. તેને `ટોપ ઓફ યુરોપ' તરીકે ઓળખવામાં આવે છે. આ અસાધારણ સ્થળ યુરોપના સર્વોચ્ચ રેલવે સ્ટેશનનું ઘર છે, જે સમુદ્રની સપાટીથી 3,454 મીટર (11,332 ફીટ) પર વસેલું છે.
આધુનિક આઈગર એક્સપ્રેસ ગોંડોલામાં ગ્રિંડલવોલ્ડ અને કોગવ્હીલ ટ્રેનમાં નયનરમ્ય પ્રવાસ પછી પ્રવાસીઓ પોતાને બ્ારફાચ્છાદિત શિખરો અને નિરંતર ગ્લેશિયર્સના મંત્રમુગ્ધ કરનારા વિસ્તારથી ઘેરાયેલા હોય તેવું મહેસૂસ કરે છે. જુંગફ્રાઉજોકની એક ખૂબ્ાી મંત્રમુગ્ધ કરનારું આઈસ પેલેસ છે, જ્યાં નાજુક ઘડવામાં આવેલા બ્ારફના શિલ્પો પ્રકાશમાં ઝળહળે છે અને સ્ફિંક્સ ઓબ્ઝર્વેટરી આલ્પ્સમાં સૌથી લાંબ્ાા ગ્લેશિયર અદભુત એલેશ્ચ ગ્લેશિયરનો મનોહર નજારો પ્રદાન કરે છે.
ઈન્ટરલેકનઃ ધ એડવેન્ચર કેપિટલઃ લેક થુન અને લેક બ્ાાયન્ઝના સાંનિધ્યમાં ઈન્ટરલેકનનું મનોરમ્ય શહેર નૈસર્ગિક સૈૌંદર્ય અને બ્ાહારી સાહસોનું મંત્રમુગ્ધ કરનારું સંમિશ્રણ પ્રદાન કરે છે. સ્વિટઝર્લેન્ડની સાહસિક રાજધાની તરીકે પ્રસિદ્ધ ઈન્ટરલેકન પેરાગ્લાઈડિંગ, સ્કાયડાઈવિંગ જેવી પ્રવૃત્તિઓ માણવા અથવા જુંગફ્રાઉ પર્વતમાળાનો સુંદર નજારો જોવા માટે ઉત્તમ સ્થળ છે.
બ્ાર્નઃ વિશ્વનું હેરિટેજ રત્નઃ સ્વિટઝર્લેન્ડનું રાજધાની શહેર બ્ાર્ન ઈતિહાસ અને આધુનિકતાનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે. તેનું મધ્યયુગીન જૂનું શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ સેન્ડસ્ટોન ઈમારતો, આર્કેડ્સ અને નયનરમ્ય ગલીઓથી ધમધમે છે, જે ખળખળ વહેતી આરે નદી દ્વારા ઘેરાયેલાં છે.
શહેરનું એક સૌથી પ્રસિદ્ધ સીમાચિહન ઝાઈટગ્લોગ છે, જે ખગોળશાસ્ત્રીય ઘડિયાળ સદીઓથી સમયની નોંધ કરે છે. બ્ાર્ન્સના પશુનું ઘર ધ બ્ોર પિટ્સ વધુ એક અજોડ આકર્ષણ છે, જે શહેરનાં મધ્યયુગીન મૂળમાં પાછળ લઈ જાય છે.
બ્ાોકઃ સ્વીસ ચોકલેટનું મીઠું આકર્ષણઃ સ્વિટઝર્લેન્ડ વિશ્વ કક્ષાની ચોકલેટ માટે પ્રસિદ્ધ છે અને બ્ાોકનું ગામડું તેની સૌથી પ્રસિદ્ધ ચોકલેટિયર્સમાંથી એક મેસનકેઈલરનું ઘર છે. પ્રતિકાત્મક ચોકલેટ ફેક્ટરીની મુલાકાત રોમાંચક અનુભવ પ્રદાન કરે છે, જ્યાં મુલાકાતીઓ સ્વીસ ચોકલેટનો ઈતિહાસ જોઈ શકે, તેનું ઉત્પાદન જોઈ શકે અને દેખીતી રીતે જ સ્વિટઝર્લેન્ડની ખૂબ્ાી અમુક ઉત્કૃષ્ટ ચોકલેટનો સ્વાદ પણ લઈ શકે છે.
મોન્ત્રો અને સ્વીસ રિવિયેરાઃ લેક જીનિવાના દરિયાકાંઠા સ્વીસ રિવિયેરા નયનરમ્ય શહેરો, વાઈનયાર્ડસ અને ઐતિહાસિક સીમાચિહનોનો અદભુત પટ્ટો છે. મોન્ટ્રિક્સ શહેર તેના સુંદર લેકસાઈડ પ્રોમેનેડ માટે પ્રસિદ્ધ છે, જ્યારે નજીકનો અદભુત ટાપુ કિલ્લો ચેટ્યુ દ ચિલ્લો સ્વિટઝર્લેન્ડના મધ્યયુગીન ભૂતકાળની ઝાંખી કરાવે છે.
વેવેમાં મુલાકાતીઓ ચેપ્લિનની દુનિયા જોઈ શકે છે, જે મ્યુઝિયમ દંતકથા સમાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનને સમર્પિત છે, જેણે આ મનોહર શહેરને પોતાનું ઘર બ્ાનાવ્યું હતું. અહીંના વાઈનયાર્ડસ લેક જીનિવાના અદભુત દરિયાકાંઠા સાથે વાઈનનો સ્વાદ લેવા માટે ઉત્તમ તક પણ પ્રદાન કરે છે.
ઝર્મેટ અને મેટરહોર્નઃ સ્વીસ સૌંદર્યના પ્રતિક સ્વિટઝર્લેન્ડના સૌથી પ્રતિકાત્મક સ્થળમાંથી એક ઝર્મેટનું માઉન્ટન રિસોર્ટ છે, જે વિખ્યાત મેટરહોર્નના બ્ોઝ ખાતે સ્થિત છે. અજોડ પિરામિડ આકાર માટે પ્રસિદ્ધ મેટરહોર્ન દુનિયામાં સૌથી પ્રસિદ્ધ પહાડીમાંથી એક છે.
મુલાકાતીઓ ઝર્મેટની કાર મુક્ત ગલીઓ જોવા અથવા આસપાસના શિખરોનો મંત્રમુગ્ધ કરનારો નજારો માણવા માટે કેબ્ાલ કાર રાઈડ પણ લઈ શકે છે,જે અલ્પાઈનની રોમાંચક મનોહરતા દર્શાવે છે. અહીંની અદભુત લેન્ડસ્કેપ્સ સ્વીસ આલ્પ્સના વણસ્પર્શી સૌંદર્યની ઝાંખી કરાવે છે,જે ઝર્મેટને નિસર્ગપ્રેમીઓ તેમ જ સાહસિકો માટે પણ અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ બ્ાનાવે છે.
એકંદરે ઝુરિચની પચરંગી મનોહરતાથી લઈને જુંગફ્રાઉજોકના મંત્રમુગ્ધ કરનારાં શિખરો અને લેક જીનિવાના નિર્મળ દરિયાકાંઠા સુધી સ્વિટઝર્લેન્ડ કોઈ પણ અન્યથી અનોખો પ્રવાસ અનુભવ કરાવે છે. તો તમે આ અદભુત દેશનું શ્રેષ્ઠતમ અનુભવવા તૈયાર છો? સ્વિટઝર્લેન્ડની મંત્રમુગ્ધ કરનારી લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના હાર્દ થકી પ્રવાસ પર વીણા વર્લ્ડ અને અમારા ટુર મેનેજરને તમારા ગાઈડ બ્ાનાવો.તમારું સ્વીસ સાહસ વાટ જોઈ રહ્યું છે! ચાલો, જીવનની ઉજવણી કરીએ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.