IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10am - 6pm

ભારતની બ્ાહાર મારાં મનગમતાં ટોચનાં 3 શહેર!

7 mins. read

Published in the Sunday Mumbai Samachar on 01 September, 2024

મારા માટે પ્રવાસ એટલે યાદોથી ભરચક ખજાનો ખોલવા બ્ારાબ્ાર છે. મારો દરેક પ્રવાસ, હું જઈને આવું તે દરેક શહેર મારા સંગ્રહમાં વધુ એક રત્નનો ઉમેરો કરે છે, જે પોતાની રીતે અમૂલ્ય, અવિસ્મરણીય અને અજોડ હોય છે. હું માણી આવ્યો છું તે ઘણાં બ્ાધાં સાહસોમાં ત્રણ શહેરો મારા મનમાં કાયમ માટે અંકિત થઈ ગયાં છે. મને અન્યોથી વધુ સારાં લાગતાં આ શહેરમાં કોપનહેગન, ટોકિયો અને મેલ્બ્ાર્નનો સમાવેશ થાય છે. તે નકશા પર ફક્ત સ્થળ નથી, પરંતુ તે એવો અનુભવ છે, જે દુનિયા અને તેની અતુલનીય વૈવિધ્યતા પર મારા નજરિયા પર ઊંડો પ્રભાવ ધરાવે છે

મારા સાથી વીણા વર્લ્ડના ટુર મેનેજરોને હું મારો મનગમતો એક પ્રશ્ન અચૂક પૂછું છુંઃ "દુનિયામાં તમારાં ત્રણ મનગમતાં શહેર કયાં છે? ઉત્તરો હંમેશાં ભિન્ન હોય છે, અંગત અનુભવો અને અજોડ વાર્તાઓથી ભરચક હોય છે, પરંતુ આ ત્રણ ઉત્તમ શહેરો પ્રત્યે મારા મોહ જેવા જ ઉત્તરો હોય છે.તો આજે ચાલો આ અનન્ય સ્થળોની સેર કરીએ અને તેમને ખરેખર અવિસ્મરણીય શું બ્ાનાવે છે તે પણ જાણીએ.

કોપનહેગનઃ ડેન્માર્કની રાજધાની કોપનહેગન આધુનિક સ્થાપત્યની બ્ાાજુમાં ઊભેલા મધ્યયુગીન રજવાડાઓ અને રાજમહેલોથી સમૃદ્ધ છે. અહીં કોબ્ાલસ્ટોન સ્ટ્રીટ્સ અને વોટરફ્રન્ટ સાથે રંગબ્ોરંગી ઈમારતો નયનરમ્ય નિસર્ગદ્રશ્ય નિર્માણ કરે છે, જે એકાદ વાર્તાના પુસ્તકમાંથી આવ્યું હોય તેવું મહેસૂસ કરાવે છે. કોપનહેગનનું એક સૌથી આકર્ષક પાસું તેના સમૃદ્ધ વારસાનું સંવર્ધન કરવા સાથે આધુનિક જીવનધોરણ તેણે કઈ રીતે અપનાવ્યું તે છે. ક્રિસ્ટિયનબ્ાોર્ગ પેલેસના ભવ્ય સ્પાયર્સથી નવી શહેરી જગ્યાઓની બ્ોસુમાર મનોહરતા સુધી, શહેરની આકાશરેખા તેનો ભૂતકાળ અને તેના ભવિષ્યની પણ કદર કરતાં સ્થળની વાર્તા કહે છે.

દેખીતી રીતે જ કોપનહેગનની એક સૌથી અજોડ વિશિષ્ટતા સાઈકલો સાથે તેનો પ્રેમ છે. આ શહેરમાં માણસો કરતાં સાઈકલો વધુ દેખાય છે. સાઈકલિંગ અહીં પરિવહનનું માધ્યમ હોવા સાથે જીવનની રીત પણ છે. કોપનહેગનની બ્ાાઈક લેનનું વ્યાપક નેટવર્ક દુનિયામાં તેને સૌથી બ્ાાઈક- ફ્રેન્ડ્લી શહેર બ્ાનાવે છે અને સાઈકલિંગ તેની સંસ્કૃતિમાં ઊંડાણમાં કેળવાયેલી છે.

તિવોરી ગાર્ડન્સઃ દુનિયાના સૌથી પ્રાચીન એમ્યુઝમેન્ટ પાર્કસમાંથી એક તિવોલી ગાર્ડન્સની ટ્રિપ વિના કોપનહેગનની કોઈ પણ મુલાકાત પૂરી નહીં થઈ શકે. 1843માં શરૂ થયેલું તિવોરી રોમાંચક રાઈડ્સ, સુંદર મેનિક્યોર્ડ ગાર્ડન્સ અને મંત્રમુગ્ધ કરનારા પેવિલિયનથી ભરચક છે, જે તમને અલગ જ યુગમાં લઈ જાય છે. રાત્રે તિવોરી ચમત્કારી વંડરલેન્ડમાં ફેરવાઈ જાય છે, જ્યાં ટમટમતો પ્રકાશ અને સ્વર્ણિમ આતશબ્ાાજીથી રાત્રિનું આકાશ ઝળહળી ઊઠે છે, જેથી આબ્ાાલવૃદ્ધ સૌકોઈએ આ સ્થળની અચૂક મુલાકાત લેવા જેવી છે.

ન્યાહાવનઃ વધુ એક પ્રતિકાત્મક આકર્ષણ ન્યાહાવન છે, જે ઐતિહાસિક બ્ાંદર જિલ્લો કોહનહેગનની ખૂબ્ાીમાંથી એક છે. 17મી સદીના રંગબ્ોરંગીટાઉનહાઉસીઝની હારમાળા સાથે ન્યાહાવન વોટરફ્રન્ટ મજેદાર કેફે, ધમધમતા બ્ાાર અને સ્ટ્રીટ પરફોર્મર્સથી સમૃદ્ધ જીવંત કેન્દ્ર છે,જે તહેવાર જેવો માહોલ બ્ાનાવે છે.

ટોકિયોઃ તમે ટોકિયોમાં પગ મૂકતાં જ ઊર્જા અને રોમાંચનું અદભુત ભાન થાય છે. આ શહેર જીવનથી ધમધમે છે, જ્યાં ગગનચુંબ્ાી ટાવરો અને નિયોન લાઈટ્સથી આકાશ દીપી ઊઠે છે. દરેક ખૂણાની આસપાસ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી થાય છે. તેનાં પ્રાચીન મંદિરોથી લઈને સુંદર બ્ાગીચાઓથી ભવિષ્યલક્ષી સ્થાપત્યો અને અત્યાધુનિક ટેકનોલોજી સુધી ટોકિયો શક્ય છે તે દરેક સીમાઓને સતત પાર કરીને તેના સમૃદ્ધ વારસાથી શોભે છે.

ટોકિયો વિશે મારી પ્રથમ છાપ મોહિત અને ચકિત કરનારી છે. આ શહેર વૈવિધ્યપૂર્ણ પાડોશ, જે દરેકની પોતાની ખૂબ્ાીઓ છે તેના ભરપૂર નિસર્ગદ્રશ્યના પ્રસાર સાથે વિશાળ છે. અહીં શિબ્ુાયાની ઝાકઝમાળભરી, નિયો- લિટ સ્ટ્રીટ્સમાં ફેશન, સંગીત અને યુવા સંસ્કૃતિનો મેળાવડો જામે છે. જિંઝાની અત્યાધુનિક મનોહરતા, તેના લક્ઝરી બ્ુાટિક્સ અને ફાઈન ડાઈનિંગ તેમ જ આસાકુસાની શાંત, જૂની દુનિયાની ખૂબ્ાીઓથી મહોરી ઊઠે છે,જ્યાં પારંપરિક જાપાનનું સુંદર રીતે સંવર્ધન કરાયું છે. ટોકિયોની ગતિશીલ ઊર્જા અને વૈવિધ્યતા બ્ોસુમાર છે, જે આ સ્થળના દરેક ખૂણાનવા સાહસનું વચન આપે તેની ખાતરી રાખે છે.

શિબ્ુાયા ક્રોસિંગઃ ટોકિયોના સૌથી પ્રતિકાત્મક અનુભવમાં શિબ્ુાયા ક્રોસિંગનો ધમધમાટ અને લય મોહિત કરે છે. દુનિયામાં તે સૌથી વ્યસ્ત પાદચારી ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોસિંગની કોર પર ઊભા રહીને હું ઘોંઘાટમય અને ઉત્તમ સમયબ્ાદ્ધ રીતે જાણે સમન્વયી નૃત્યની જેમ સર્વ દિશામાંથી ઈન્ટરસેકશનમાં હરતાફરતા હજારો લોકોને જોઈને સ્તબ્ધ થઈ જાઉં છું. આ જન મહાસાગર, ટમટમતી રોશનાઈઓ અને જાહેરાતોનું પ્રસારણ કરતાં વિરાટ સ્ક્રીન આહલાદક દ્રશ્ય નિર્માણ કરે છે.

શિંજુકુ સ્ટેશનઃ ટોકિયોની શહેરી ક્ષિતિજમાં વધુ એક અજાયબ્ાી શિંજુકુ સ્ટેશન છે, જે દુનિયામાં સૌથી વ્યસ્ત ટ્રેન સ્ટેશન છે. રોજ 36 લાખ પ્રવાસીઓની અવરજવર સાથે શિંજુકુ સ્ટેશન પોતાની અંદર એક અનુભવ છે. ઘણા બ્ાધા લેવલ અને નિરંતર કોરિડોર સાથે સ્ટેશનની ભવ્યતા અદભુત છે.લોકોનો એકધાર્યો ધસારો છતાં બ્ાધું જ જાણે ઘડિયાળના કાંટા પર ચાલે છે.

મેલ્બ્ાર્નઃ મેલ્બ્ાર્નને મોટે ભાગે ઓસ્ટ્રેલિયાની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, જે શહેરની દરેક ગલીના ખૂણા વાર્તા કહે છે.મેલ્બ્ાર્નમાં ચાર વર્ષ મુકામ કર્યો હોવાથી મને આ શહેરની અજોડ ખૂબ્ાીઓનો ફર્સ્ટ-હેન્ડ અનુભવ કરવાની અતુલનીય તક મળી છે.

લેનવેઝ અને સ્ટ્રીટ આર્ટઃ મેલ્બ્ાર્નની એક સૌથી ઉત્તમ વિશિષ્ટતા સાંકડી ગલીઓનું તેનું નેટવર્ક છે, જે દુનિયામાં અમુક સૌથી ડાયનેમિક સ્ટ્રીટ આર્ટ માટે કેન્વાસનું કામ કરે છે. હોશિયર લેન જેવાં સ્થળો પ્રતિકાત્મક બ્ાન્યાં છે, જે સતત બ્ાદલાતી ગેલેરી ઓફ ગ્રેફિટી અને મુરાલ્સમાં યોગદાન આપવા સર્વત્રથી કલાકારોને આકર્ષિત કરે છે.

ગેલેરીઓ અને મ્યુઝિયમઃ લેનવેઝની પાર મેલ્બ્ાર્નની કળા પ્રત્યે કટિબ્ાદ્ધતા અનેક ગેલેરીઓ અને મ્યુઝિયમો પરથી સિદ્ધ થાય છે.ધ નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિટા (એનજીવી) દુનિયામાં સૌથી પ્રાચીન અને સૌથી વધુ મુલાકાત લેવાતું આર્ટ મ્યુઝિયમ છે,જેમાં ક્લાસિકથી સમકાલીન કૃતિઓ સુધી આકર્ષક કલેકશન છે, જે દરેક કળાપ્રેમીને કશુંક ઓફર કરે છે.

મેલ્બ્ાર્ન તેની કોફી સંસ્કૃતિ માટે યોગ્ય રીતે જ વિશ્વવિખ્યાત છે. આ શહેર તેની કોફીને બ્ાહુ ગંભીરતાથી લે છે, જેથી જ અહીં અગણિત કેફે સૂઝબ્ૂાઝપૂર્વક તૈયાર કરાયેલી કોફી આપે છે, જે દુનિયામાં શ્રેષ્ઠતમ સાથે સહજ સ્પર્ધા કરી શકે છે. મેલ્બ્ાર્નમાં રસોઈકળા પણ વૈવિધ્યપૂર્ણ અને રોમાંચક છે,જે શહેરના બ્ાહુસંસ્કૃતિ પ્રભાવો પ્રદર્શિત કરે છે. ભારતીય રસાના સુગંધી મસાલાથી લઈને જાપાની સુશીની નાજુક ફ્લેવર સુધી મેલ્બ્ાર્નનું ખાદ્યતેની વૈશ્વિક ઓળખનો દાખલો છે.

જો કોઈને આઉટડોર સાહસ વધુ પસંદ હોય તો ધ ગ્રેટ ઓશન રોડ અવશ્ય જોવું જોઈએ. ઓસ્ટ્રેલિયાના દક્ષિણીય દરિયાકાંઠાથી આ નયનરમ્ય ડ્રાઈવ મજબ્ૂાત ખડકો, નિર્મળ દરિયાકિનારા અને ટ્વેલ્વ એપોસલ્સ જેવાં પ્રતિકાત્મક સીમાચિહનોનો મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરે છે. રસ્તાઓ મનોહર સમુદ્રની બ્ાાજુમાં શહેરો અને હરિયાળાં રેઈનફોરેસ્ટ્સ વચ્ચેથી પસાર થાય છે, જે સાહસ અને ખોજ માટે નિરંતર તક આપે છે.

આ શહેરો નકશા પરના સ્થળથી પણ વિશેષ છે. તેની સ્વર્ણિમ, જીવંત ખૂબ્ાીઓ નવા પરિપ્રેક્ષ્યથી જીવનની શોધ, ખોજ અને અનુભવ કરવા તમને મોહિત કરે છે. આ અનન્ય સ્થળોની દરેક મુલાકાતથી મારું જીવન સમૃદ્ધ છે, જેની સાથે અવિસ્મરણીય યાદો અને અગણિત વાર્તાઓ સંકળાયેલી છે. તેમણે મને આપણી દુનિયાનું સૈૌંદર્ય, ખોજની ખુશી અને દુનિયાની પરિપૂર્ણ ઝાકઝમાળ અનુભવવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બ્ાહાર આવવાનું કેટલું મૂલ્યવાન છે તે શીખવ્યું છે.

તો દુનિયામાં તમારાં મનગમતાં શહેરો કયાં છે? તમારું મન મોહી લેનાર અને તમારાં પોતાનાં સાહસોને પ્રેરિત કરનારાં સ્થળો વિશે સાંભળવાનું મને ગમશે. તમારી પ્રવાસ વાર્તાઓ મને neil@veenaworld.com પર મોકલો. તો ચાલો, એકત્ર હરીએફરીએ, સપનાં જોઈએ અને ખોજ કરવાનું ચાલુ રાખીએ!

August 31, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top