Published in the Sunday Gujarat Samachar on 28 July, 2024
જ્યારે જાપાનના ચેરી બ્લોસમ્સ મોસમી અજાયબી છે, ત્યારે દેશ વર્ષભરના આકર્ષણોની સંપત્તિ પ્રદાન કરે છે જે પ્રવાસીઓને તેના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને સાંસ્કૃતિક ખજાનાની શોધ કરવા માટે ઇશારો કરે છે.
જાપાન મારો ફેવરીટ દેશ છે. મારી પત્ની હેતાનો પણ ફેવરીટ છે. અને હવે અમારી પુત્રી રયા અહીં આવી ગઈ છે ત્યારે મને ખાતરી છે કે તે પણ તેની બકેટ લિસ્ટમાં ટિક કરશે તે પ્રથમ દેશમાંથી જાપાન એક હશે! તો ચાલો, આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું: તમે જાપાન વિશે વિચારો ત્યારે તમારા મનમાં શું આવે છે? મારી શરત છે કે તમારા મનમાં ટોકિયો અને ક્યોટોના બગીચાઓ અને ગલીઓમાં સંપૂર્ણ ખીલેલાં અદભુત ગુલાબી ફૂલો તમારી નજર સામે આવીને રહેશે. અને તેમાં કશું ખોટું પણ નથી. જાપાનમાં ચેરી બ્લોસમ્સ, ઊગતા સૂર્યના આ દેશ (એટલે કે, જાપાન)ની મુલાકાત લેવા માટે સૌથી વધુ લોકપ્રિય મોસમમાંથી એક છે.
જાપાનમાં ચેરી બ્લોસમ્સ અથવા "સાકુરા વસંતઋતુનો સુંદર સંકેત છે. તે મુલાયમ ગુલાબી ફૂલમાં ખીલે છે અને તેમના સંક્ષિપ્ત, અદભુત દેખાવ માટે બધાને મોહિત કરે છે. જાપાનમાં લોકોએ સદીઓથી તેની ઉજવણી કરી છે અને ચેરી બ્લોસમ્સ જાપાની સંસ્કૃતિમાં લાંબા સમયથી પ્રતીક રહ્યું છે,જે તેમના ટૂંકા ખીલવાના સમયગાળાને લીધે જીવનનો આકાલ્પનિક પ્રકાર આલેખિત કરે છે. તે એટલી હદે કે આ ચેરી બ્લોસમ્સ આંતરરાષ્ટ્રીયકલ્પનામાં દેશનું વર્ચસ્વ જમાવી દેવાનું પ્રતીક બની ગયું છે.
2016 માં મારી પ્રથમ ટ્રિપ પછી હું દર વર્ષે જાપાનમાં જઈ આવ્યો છે, સિવાય કે પ્રવાસ થંભી ગયો હતો તે વર્ષ 2020-21 માં બે વર્ષ જઈ શક્યો નહોતો.આમ છતાં મારી છ એ છ મુલાકાત ચેરી બ્લોસમ્સના સમયગાળામાં હતી. શા માટે? કારણ કે જાપાન અન્ય ઘણાં બધાં અતુલનીય સ્થળો અને સાહસો ઓફર કરે છે. મારી પાસે મલ્ટી-એન્ટ્રી મલ્ટી-યર વિઝા હોવાથી મને ખાતરી છે કે ભવિષ્યની ટ્રિપ્સમાં પણ હું ઊગતા સૂર્યના આ દેશમાં ફરીથી મુલાકાત લઈશ અને ચેરી બ્લોસમ્સ પર ટિક-ઓફફ કરીશ. તો આજે હું જાપાનને ઉત્તમ બનાવતી ત્રણ અન્ય બાબતો વિશે વાત કરવા માગું છું. વર્ષના અન્ય સમયમાં હું આ ત્રણ અન્ય બાબતોની વધુ ભલામણ કરું છું. તો ચાલો તે વિશે જાણીએ.
સૌપ્રથમ વાત એ છે અને હું માનું છું કે જાપાનની મુલાકાત લેવા માટે વર્ષનો સૌથી વધુ અવગણવામાં આવતો કોઈ સમયગાળો હોય તો તે મધ્ય સપ્ટેમ્બરથી ડિસેમ્બરના આરંભના દિવસો છે. જાપાનમાં પાનખર જોવાનો આ ઉત્તમ સમય હોય છે, જેને જાપાની ભાષામાં "કોયો અને "મોમિજી તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાનમાં પાનખરના રંગો અદભુત નૈસર્ગિક ચમત્કાર હોય છે, જે હોકાયડોના ઉત્તરીય ટાપુમાં શરૂ થઈને ધીમે ધીમે જાપાનની દક્ષિણીય બાજુથી મધ્ય અને દક્ષિણીય ભાગો તરફ જાય છે. આ સમયે વિવિધ વૃક્ષનાં પાન રંગો બદલે છે, લાલ, નારંગી, પીળો અને સુવર્ણનું સ્વર્ણિમ મિશ્રણ નિર્માણ કરે છે. જાપાની મેપલ વૃક્ષ તેનાં ઉત્કૃષ્ટ લાલ પાન સાથે ચોક્કસ પ્રસિદ્ધ છે, પરંતુ જંકગો વૃક્ષ તેમની સુવર્ણ રંગછટા સાથે અને જાપાની બીચ વૃક્ષ તેના મનોહર નારંગી રંગ સાથે આ અદભુત નિસર્ગ સૌંદર્યમાં યોગદાન આપે છે. જાપાનમાં પાનખરના રંગો જોવા માટે અમુક ઉત્તમ સ્થળોમાં ક્યોટોમાં ખાસ કરીને કિયોમિઝુ-ડેરા અને તોફુકુ-જી જેવાં મંદિરો અને બગીચાઓ, ટોકિયોમાં શજુકુ ગાયોન અને રિકુજિયેન જેવા પાર્કસ, જાપાની આલ્પ્સ અને નિક્કો તથા હેકોનનાં નયનરમ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ચેરી બ્લોસમ્સની જેમ જ બદલાતાં પાનખરનાં પાનની સદીઓથી જાપાની સાહિત્ય, કળા અને કવિતામાં ઉજવણી કરવામાં આવે છે. આ સરાહના"મોનો નો અવેરની જાપાની સંકલ્પના પ્રદર્શિત કરે છે, જે બાબતોનું અસ્થાયીપણું અને તેમના વીતી ગયા પછીની નમ્ર ઉદાસીનતા વિશે જાગૃતિ લાવે છે. જાપાનમાં ઘણા બધા વિસ્તારો પાનખરનો પર્ણીય મહોત્સવ ઊજવે છે (મોમિજી માત્સુરી), જેમાં મંદિરો અને પાર્કસ રાત્રે રોશનાઈથી ઝળગળી ઊઠે છે,જે પાનખરના રંગો પર અલગ અલગ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. આ મહોત્સવોમાં ફૂડ સ્ટોલ, સાંસ્કૃતિક પરફોર્મન્સ અને અન્ય ઈવેન્ટ્સનો સમાવેશ હોય છે. જાપાનમાં પાનખરની સુંદરતા પાનના વિવિધ રંગોમાં જ નહીં પણ તે પ્રસિદ્ધ સ્થળો પર નવું પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે અને દેશના નૈસર્ગિક સૌંદર્યની ઊંડી સરાહના પ્રદાન કરવા માટે નિસર્ગ સૌંદર્યમાં તે પરિવર્તન લાવે છે તેમાં પણ રહેલી છે.
આ પછી યાદીમાં વિખ્યાત અલ્પાઈન રુટ આવે છે. તાતેયામા ક્યુરોબ તરીકે વિધિસર રીતે ઓળખાતો અલ્પાઈન રુટ ઉત્તરીય જાપાની આલ્પ્સ થકી લઈ જતો આ અજોડ અને અદભુત પ્રવાસ માર્ગ છે. આ માર્ગ તેની મંત્રમુગ્ધ કરનારી સીનરી અને તેના થકી પ્રવાસ કરવાની વિવિધ પ્રકારની પરિવહન પદ્ધતિઓ માટે ઓળખાય છે. આ માર્ગ હિડા પર્વતમાળા થકી પસાર થાય છે, જેને મોટે ભાગે "જાપાની આલ્પ્સ તરીકે ઓળખવામાં આવે છે. આશરે 90 કિલોમીટરમાં પથરાયેલા આ માર્ગમાં બસ, કેબલ કાર, ટ્રોલ અને રોપવે સહિત વિવિધ પરિવહન માધ્યમોનું સંયોજન સંકળાયેલું છે. અલ્પાઈન રુટ જાપાનની સૌથી અદભુત પહાડીઓની સીનરીનો નજારો પ્રદાન કરે છે. મુખ્ય આકર્ષણોમાં તાતેયામા પર્વતમાળા, ક્યુરોબ ડેમ (જાપાનનું સર્વોચ્ચ આર્ચ ડેમ) અને મુરોદો પ્યેટોનો સમાવેશ થાય છે. વસંતઋતુમાં આ માર્ગ "સ્નો વોલ અથવા "યુકી-નો-ઓટાની માટે પ્રસિદ્ધ છે, જ્યાં રસ્તાઓમાં બરફ 20 મીટર સુધી ઊંડા હોઈ શકે છે. આ માર્ગ લાક્ષણિક રીતે મધ્ય એપ્રિલથી નવેમ્બર સુધી ખૂલે છે.
આખરી ત્રીજી બાબત વિશે જાણીએ. શિયાળામાં કરવા જેવું કાંઈક હોય તો તે હોકાયડો બેલ્ટ છે! હું ૩ વાર જાપાનના મુખ્ય ટાપુઓની આ સૌથી ઉત્તરીય બાજુ પર જઈને આવ્યો છું. હોકાયડો ગાઢ જંગલો, શાંત સરોવરો, સક્રિય જ્વાળામુખીઓ અને વિશાળ નેશનલ પાર્કસ સહિત તેના અદભુત નિસર્ગસૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. મારા માટે અહીં દરેક ટ્રિપ કાંઈક અલગ અનુભવ આપે છે: 1) સ્કીઈંગ, 2) સેપોરો સ્નો ફેસ્ટિવલ્સ, 3) ફૂડ. હોકાયડો તેની ઉત્કૃષ્ટ વોટર સ્પોર્ટસ સ્થિતિઓ માટે પ્રસિદ્ધ છે, જે એશિયામાં અમુક ઉત્તમ સ્કી રિસોર્ટસ ધરાવે છે. હું હોકાયડોના વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટસમાંથી એક નિસેકોમાં સ્કી ટ્રિપ કરી આવ્યો છું. અહીં પાઉડર સ્નો છે અને માઉન્ટ નિસેકો- અન્નુપુરી પર બિગિનરથી એડવાન્સ લેવલ સ્લોપ્સ સાથે સ્કી અને સ્નોબોર્ડ કઈ રીતે કરી શકાય તે શીખવા માટે ઉત્તમ સ્થિતિઓ પ્રદાન કરે છે. તમે નિસેકોમાં હોવ ત્યારે તમને માઉન્ટ યોતેઈ પણ જોવા મળે છે, જેને મોટે ભાગે જાપાનના પ્રસિદ્ધ માઉન્ટ ફુજીના જોડિયા તરીકે ઓળખવામાં આવે છે. હોકાયડોના રાજધાની શહેર સેપોરોમાં યોજાતો ધ સેપોરો સ્નો ફેસ્ટિવલ જાપાનની સૌથી વિશાળ વોટર ઈવેન્ટ્સમાંથી એક છે. તેમાં શહેરભરમાં અદભુત સ્નો અને આઈસ સ્કલ્પચર્સ જોવા મળે છે, જે દર વર્ષે લાખ્ખો મુલાકાતીઓને આકર્ષિત કરે છે.
મારી ત્રીજી હોકાયડોની હોલીડે વાસ્તવમાં સમરમાં હતી અને તે નિમિત્ત ફૂડનું હતું. જો તમે ચીઝ અને દૂધ ઉત્પાદનોના શોખીન હોય તો હોકાયડો તે માટે પ્રસિદ્ધ છે. તમને અસંખ્ય ચીઝ ટાર્ટસ અને વિખ્યાત હોકાયડો ચીઝકેકથી ટ્રીટ કરવામાં આવે છે. સમરમાં ખાસ કરીને ફુરાનો જેવા વિસ્તારોમાં વિશાળ અને સ્વર્ણિમ લવેન્ડર ખેતરો ખીલે છે, જે ફોટોગ્રાફરો અને નિસર્ગ પ્રેમીઓને આકર્ષિત કરે છે. અને જો તમે બિયરના શોખીન હોય તો સેપોરો સ્નો ફેસ્ટિવલ ઉપરાંત હોકાયડો સેપોરો બિયર ફેસ્ટિવલ સહિત અન્ય વિવિધ મહોત્સવો યોજે છે. એકંદરે હોકાયડોનું નૈસર્ગિક સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આનંદપ્રમાદનું સંયોજન તેને અજોડ અને રોમાંચક સ્થળ બનાવે છે, જેની હજુ સુધી ભારતીય પર્યટકો દ્વારા સંપૂર્ણ ખોજ કરાઈ નથી.
તો હા, પ્રસિદ્ધ ચેરી બ્લોસમની મોસમ સાથે તમારે જાપાનની મુલાકાત લેવી જોઈએ તેનાં અન્ય ત્રણ કારણ છે. તો તમે અલ્પાઈન રુટ કે ઓટમ કલર્સ કે હોકાયડો બેલ્ટ કરવા માટે 2024 માં કે 2025 માં જશો? પસંદગી તમારી છે. હું તમને એક બાબતની બાંયધરી આપી શકું છું કે તમે જાપાનમાં નિશ્ચિત જ જીવનની ઉજવણી કરશો! એરિગેટો ગોઝાયમાસુ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.