Published in the Sunday Gujarat Samachar on 22 September, 2024
આ માર્ગદર્શિકા પેટાગોનિયામાં આઈસ ક્લાઈમ્બિંગ અને પેરુમાં સેન્ડબોર્ડિંગથી લઈને દક્ષિણ આફ્રિકામાં શાર્ક સાથે ડાઈવિંગ અને દુબઈ પર સ્કાયડાઈવિંગ સુધીના રોમાંચક સાહસોને આવરી લે છે, જે દરેક સાહસ પ્રવાસી માટે ઉત્સાહ પ્રદાન કરે છે.
હું એડવેન્ચરનો બહુ મોટો ચાહક છું અને મને લાગે છે કે તમારે પણ હોવું જોઈએ. વિશાળ ખડકોની ધાર પર તમે ઊભા હોય અન ઊંચાઈ પરથી અજ્ઞાતમાં છલાંગ લગાવવાની તૈયારી કરતા હોય ત્યારે હવામાં તમારા વાળ ઊડી રહ્યા છે અથવા તમે પ્રાચીન ગુફાની છેક અંદર પહોંચી ગયા હોય, પૃથ્વીની સપાટીની ભીતર છુપાયેલી અજાયબીઓ જોતા હોય તેવી જરા કલ્પના કરો. એડવેન્ચર ટ્રાવેલ નવાં સ્થળોની મુલાકાત લેવા પૂરતું સીમિત નથી,પરંતુ તમારી સીમાઓ પાર કરાવતી અને અવિસ્મરણીય યાદો નિર્માણ કરવાના અનુભવો કરાવતી બાબત છે.
તો આજે આ લેખ થકી હું તમને દુનિયાની સૌથી રોમાંચક એડવેન્ચર પ્રવૃત્તિઓની ટુર પર લઈ જવા માગું છું,જે પ્રવાસમાં થોડો રોમાંચ ઉમેરવા માગતા નિયમિત પ્રવાસીઓ માટે રોમાંચક છે. તો ચાલો શરૂઆત કરીએ.પેટાગોનિયા, આર્જેન્ટિનામાં આઈસ ક્લાઈમ્બિંગશું તમે જાણો છો કે પેટાગોનિયા એન્ટાર્કટિકાની બહાર અમુક સૌથી વિશાળ અને સૌથી આકર્ષક ગ્લેશિયર્સનું ઘર છે? પેટાગોનિયાનું વિશાળઅને નયનરમ્ય નિસર્ગસૌંદર્ય સાહસિકોનું સ્વર્ગ છે, જ્યાં આઈસ ક્લાઈમ્બિંગ સૌથી મંત્રમુગ્ધ કરનારી પ્રવૃત્તિમાંથી એક છે. પેરિતો મોરેનો ગ્લેશિયર નવાગંતુકો અને અનુભવી ક્લાઈમ્બર્સને પણ આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. તમે બરફની દીવાલો પર ચઢો તેમ આસપાસની પહાડીઓઅને ગ્લેશિયરની અદભુત ભૂરી છાંટોના મંત્રમુગ્ધ કરનારા નજારાથી મોહિત થઈને રહેશો.
હુઆકેચિના, પેરૂમાં સેન્ડબોર્ડિંગ
હુઆકેચિના પેરૂવિયન રણની વચ્ચે નૈસર્ગિક હરિયાળી ભૂમિ આસપાસ નિર્મિત નાનું ગામડું છે, જેને મોટે ભાગે "ઓઆસિસ ઓફ અમેરિકા તરીકે સંબોધવામાં આવે છે. જો તમે રણમાં અજોડ સાહસ ખેડવા માગતા હોય તો હુઆકેચિનાની વિશાળ રેતીમાં સેન્ડબોર્ડિંગ અચૂક કરવા જેવું છે.બોર્ડ પર સવાર થઈ જાઓ અને સોનેરી રેતી પર ગ્લાઈડ કરો, જે રણના નિસર્ગસૌંદર્યની સુંદરતા અને ગતિનો રોમાંચ આપે છે.આખા દિવસના રોમાંચ પછી હરિયાળી ભૂમિમાં આરામ કરો અને સૂર્યાસ્ત રેતીને નારંગી અને ગુલાબી છાંટથી રંગી દે છે તે અદભુત નજારો જરૂર જુઓ.
ક્વીન્સટાઉન, ન્યૂ ઝીલેન્ડમાં બંજી જમ્પિંગ
ક્વીન્સટાઉન "દુનિયાની એડવેન્ચર રાજધાની તરીકે ઓળખાય છે, જે ઘણી બધી દિલધડક પ્રવૃત્તિઓ ઓફર કરે છે. સૌથી રોમાંચક પ્રવૃત્તિ માટે ક્વીન્સટાઉનમાં કાવારાઉ પુલ પરથી બંજી જમ્પિંગનો અનુભવ તમે ક્યારેય ભૂલશો નહીં. આ પ્રતિકાત્મક સ્થળ વ્યાવસાયિક બંજી જમ્પિંગનું જન્મસ્થળ છે અને કાવારાઉ નદી પર ૪૩ મીટરના પુલ પરથી છલાંગ તમારો શ્વાસ અધ્ધર કરીને રહેશે. તમે અનુભવી રોમાંચના ચાહક હોય કે નવાસવા હોય,તમારી બકેટ-લિસ્ટ આ એડવેન્ચર હમતની કસોટી કરીને રહેશે.
ગંસબાઈ, સાઉથ આફ્રિકામાં ગ્રેટ વ્હાઈટ શાર્કસ સાથે ડાઇવિંગ
ગંસબાઈ, મજબૂત શિકારીઓની ઉચ્ચ વસતિને લીધે "દુનિયાની ગ્રેટ વ્હાઈટ શાર્કની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. તો તમારા ડરનો સામનો કરો અને ગંસબાઈના ઊંડા ઘેરા જળમાં ડૂબકીઓ લગાવો, જ્યાં તમે ગ્રેટ વ્હાઈટ શાર્કસ સાથે રૂબરૂ થશો. પાંજરામાં ડાઇવિંગ સુરક્ષા પ્રદાન કરે છે છતાં આ અદભુત જીવોને તેમની નૈસર્ગિક વસાહતમાં જોવાનું અદભુત બનાવે છે. ગ્રેટ વ્હાઈટ શાર્કથી જૂજ ઈંચ દૂર હોવાનો અનુભવ મંત્રમુગ્ધ કરનારો અને રોમાંચક પણ છે, જેથી સાહસના શોખીનો માટે આ અવશ્ય કરવા જેવી પ્રવૃત્તિ છે.
એવરેસ્ટ બેઝ કેમ્પ, નેપાળમાં ટ્રેકિંગ
એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તમને ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફીટ) પર લઈ જાય છે, જે દુનિયાનાં સર્વોચ્ચ શિખરોનો અદભુત નજારો આપે છે.હિમાલયના હાર્દમાં પ્રવાસ કરતાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં ટ્રેકિંગ પર નીકળો. આ પડકારજનક છતાં પુરસ્કૃત ટ્રેક તમને અંતરિયાળ ગામડાં, અધ્ધર લટકતા પુલો અને તીક્ષ્ણ ઢળાણો પર લઈ જાય છે, જે સર્વ પૃથ્વી પરના અમુક સૌથી મંત્રમુગ્ધ કરનારા પહાડી સૌંદર્યથી છલોછલ છે.એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચવું તે એક સિદ્ધિ છે, જે દરેક સાહસિક પ્રવાસીઓએ અચૂક અનુભવવું જોઈએ.
વાયતોમો, ન્યૂ ઝીલેન્ડમાં ગુફામાં સેર
વાયતોમો તેની ગ્લોવર્મ (ચમકીલા કીડા) ગુફાઓ માટે પ્રસિદ્ધ છે, જ્યાં હજારો ઝીણા બાયોલુમિનેસન્ટ જીવો તારલાઓથી ભરચક આકાશની જેમ ગુફાના ભૂગર્ભમાં પ્રજ્જવલિત થાય છે. વાયતોમો ગુફાની ખોજ શબ્દોમાં વર્ણવી નહીં શકાય તેવો અનુભવ છે. તમે સાંકડા પેસેજ અને ભૂગર્ભ નદીઓ થકી પસાર થાઓ તેમ ગુફાની દીવાલો અને છત પર પ્રગટતા ગ્લોવર્મ્સ દ્વારા મંત્રમુગ્ધ બનીને રહો છો. સાહસ અને નૈસર્ગિક સૌંદર્યનું સંયોજન વાયતોમોમાં ફરવાનું અજોડ અને અવિસ્મરણીય અનુભવ બનાવે છે.
કેપાડોસિયા, ટર્કીમાં હોટ એર બલુનીંગ
કેપેડોસિયાનું અજોડ નૈસર્ગિક સૌંદર્ય જ્વાળામુખી ફાટવાથી રચાયું છે, જેના થકી સુંદર ખડકોની રચના અને પ્રાચીન ગુફાનાં રહેઠાણો નિર્માણ થયાં છે. હોટ એર બલૂનમાં ઊડતાં કેપાડોસિયાનો પરીકથા જેવા સૌંદર્ય, ખીણો, ખડકની રચનાઓ અને પ્રાચીન ગુફાનાં શહેરો પરથી પસાર થવાનો રોમાંચ માણો. સૂર્યોદય સમયે આ અદભુત નજારો શબ્દોમાં વર્ણવી નહીં શકાય તેવા માર્ગ પર ચમકતા જીવોના સોનેરી પ્રકાશ સાથે ચમત્કારી ભાસે છે.આ શાંત છતાં મોહિત કરનારું સાહસ દુનિયાના સૌથી અદભુત પ્રદેશમાંથી એકનું અજોડ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.
ઝામ્બેઝી રિવર, ઝામ્બિયા/ઝિમ્બાબ્વે પર વ્હાઈટ-વોટર રાફ્ટિંગ
ખાસ કરીને બાટોકા ગોર્જમાં ઝામ્બેઝી રિવર ખાતે દુનિયાના અમુક સૌથી હસ્ર અને અત્યંત ઝડપી રેપિડ્સ જોવા મળે છે. હૃદયના ધબકારા ચૂકી જવાય તેવા પાણીના સાહસ માટે ઝામ્બેઝી રિવરના સામર્થ્યવાન રેપિડ્સ સાથે પનારો પાડો. પ્રતિકાત્મક વિક્ટોરિયા ફોલ્સના બેઝ નજીક શરૂઆત કરતાં રાફ્ટિંગનો પ્રવાસ તમને તોફાની જળ અને મંત્રમુગ્ધ કરનારા નજારા થકી લઈ જાય છે. રોમાંચક રેપિડ્સ અને અદભુત પાર્શ્વભૂ કોઈ પણ સાહસ પ્રેમીઓ માટે અવિસ્મરણીય અનુભવ બનાવે છે.
ઈન્ટરલેકન, સ્વિટઝર્લેન્ડમાં પેરાગ્લાઈડિંગ
ઈન્ટરલેકન બે અદભુત સરોવરો થુન અને બ્રાયન્ઝ વચ્ચે સ્થિત છે અને તે અદભુત સ્વીસ આલ્પ્સથી ઘેરાયેલા છે. ઈન્ટરલેકનના નયનરમ્ય શહેર પરથી તમે પેરાગ્લાઈડ કરો ત્યારે ઉડાણનો રોમાંચ અનુભવો. સરોવરો અને પહાડીઓ પરથી ઉચ્ચ ઉડાણ તમને નીચે સ્વીસ આલ્પ્સ અને સુંદર ગામડાંઓનો રોમાંચક નજારો આપે છે. તમે અનુભવી પેરાગ્લાઈડર હોય કે નવાસવા હોય, હવામાં તરવાની મજા ખરેખર રોમાંચક બની જાય છે.
પામ જુમાઈરાહ, દુબઈ પર સ્કાયડાઇવિંગ
પામ જુમાઈરાહ કૃત્રિમ દ્વીપસમૂહ છે, જે પામના ઝાડના આકારનું છે અને દુબઈમાં સૌથી પ્રતિકાત્મક સીમાચિહનમાંથી એક છે. અદભુત નજારા સાથે હૃદયના ધબકારા ચૂકી જવાય તેવા રોમાંચને જોડતા સાહસ માટે પામ જુમાઈરાહ પર સ્કાયડાઇવિંગ જેવો રોમાંચ બીજો કોઈ હોઈ નહીં શકે. તમે ૧૩,૦૦૦ ફીટની ઊંચાઈ પરથી નીચે આવો છો ત્યારે દુબઈની આકાશરેખા, અરબી અખાતના ભૂરાં જળ અને અજોડ પામ આકારના ટાપુનું વિહંગાવલોકન કરો છો. આ અનુભવ રોમાંચ અને મંત્રમુગ્ધ કરનારા નજારાનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે.
એકંદરે એડવેન્ચર ટ્રાવેલ એટલે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું અને અજ્ઞાતને અંગીકાર કરવું. પેટાગોનિયામાં આઈસક્લાઈમ્બિંગથી લઈને દુબઈ પરથી સ્કાયડાઇવિંગ સુધી, આ પ્રવૃત્તિઓ એવો રોમાંચક અનુભવ કરાવે છે કે તમને આજીવન યાદ રહી જશે.તો વાટ કોની જુઓ છો? તમારી બકેટ લિસ્ટમાં આ સાહસો ઉમેરો અને તમારો આગામી અવિસ્મરણીય પ્રવાસ હમણાંથી જ નિયોજન કરવાનું શરૂ કરો.તમે સૌપ્રથમ કયું એડવેન્ચર અપનાવશો? હું તે જાણવા ઉત્સુક છું. મને neil@veenaworld.com પર લખોઅને આપણે નિયોજન શરૂ કરી દઈએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.