Published in the Sunday Mumbai Samachar on 23 March 2025
પશ્ચિમ તેના મોહક, અદભુત બીચ અને હરિયાળા નિસર્ગસૌંદર્ય માટેપ્રસિદ્ધ છે તો પૂર્વમાં આધ્યાત્મિક ઊંડાણ, સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક ભવ્યતા છે
તમે `ઈસ્ટ કસ્ટ વિ. વેસ્ટ કોસ્ટ' વાક્ય સાંભળો છો ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સનો પ્રવાસ એવું તમારા મનમાં તુરંત આવી શકે છે,જ્યાં બે કોસ્ટ્સ વચ્ચે ભિન્નતા નિરંતર વાટાઘાટ છેડે છે. લોસ એન્જલસની ઝાકઝમાળથી ન્યૂ યોર્કની ઐતિહાસિક મોહિની સુધી,યુ.એસ. કોસ્ટ્સ અજોડ પ્રવાસ અનુભવો પ્રદાન કરે છે.
જોકે ભારતનું શું? તે જ કોસ્ટલ પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઉપખંડ વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. ભારત પણ બે નાટકીય રીતે ભિન્ન દરિયાકાંઠા ધરાવે છે, જેમાં વેસ્ટ કોસ્ટ અરબી સમુદ્રની સરહદે આવેલું છે, જ્યારે ઈસ્ટ કોસ્ટ બંગાળની ખાડીને મળે છે. આ બંનેના પોતાના ગુણ,લય અને પ્રવાસના ખજાનાઓનો સંચ છે.
તો ચાલો, ભારતના આ બે ઉત્કૃષ્ટ દરિયાકાંઠા વચ્ચેની આકર્ષક ભિન્નતા વિશે જાણીએ, જે અજોડ અનુભવો, સાંસ્કૃતિક રત્નો અને છૂપી અજાયબીઓ આલેખિત કરે છે અને તેને આધારે દરેક કોસ્ટ પોતાની અનોખી દુનિયા બનાવે છે.
ભૌગોલિક અને સાંસ્કૃતિક વિભાજન
અરબી સમુદ્ર પશ્ચિમી દરિયાકાંઠાને ભેટે છે, જ્યાં રોલિંગ ટેકરીઓ, નારિયેળીઓ અને ખડકો દરિયાકાંઠાના ગુણોમાં ઉમેરો કરે છે. બંગાળની ખાડીને સન્મુખ પૂર્વીય દરિયાકાંઠો ઊંડાં મૂળની પરંપરાઓ, પ્રાચીન મંદિરનાં શહેરો અને અંગે્રજોના પ્રભાવો ધરાવતો પ્રદેશ છે. પશ્ચિમ કરતાં સપાટ અહીં નિરંતર રેતીવાળા પટ્ટા અને સુંદરબન્સ મેન્ગ્રોવ જંગલો જેવી અજોડ ઈકોસિસ્ટમ છે.
વેસ્ટ કોસ્ટ ભારે ચોમાસા સાથે ઉષ્ણકટિબંધીય, ભેજયુક્ત હવામાન માણે છે, જે તેની હરિયાળીને પોષે છે. ઈસ્ટ કોસ્ટ બંગાળની ખાડીને સન્મુખ હોઈ મોટે ભાગે ચક્રવાતોનો સામનો કરે છે, જે તેના દરિયાકાંઠાના ભૂગોળને આકાર આપે છે. પશ્ચિમી બાજુમાં બીચ સાથે ધુમ્મસિયા હિલ સ્ટેશનો છે,જ્યારે પૂર્વીય દરિયાકાંઠો વિશાળ સમતલ જમીનોનું ઘર છે, જે મહાસાગરમાં સહજ રીતે વિસ્તરે છે.
બીચ શહેરો
વેસ્ટ કોસ્ટના બીચ ભારતના બીચ હોલીડે સ્થળમાં વર્ચસ ધરાવે છે. ગોવાની સુવર્ણ રેતીઓ, ગોકર્ણના પામના ઝાડ સાથેના દરિયાકાંઠાઅને કેરળનું નિર્મળ વરકલા લીઝર અને રિલેક્સેશનની વ્યાખ્યા કરે છે. આ સામાજિક કેન્દ્રો શૅક્સ, સીફૂડ સ્ટોલ અને ક્ષારયુક્ત હવામાં રેલાતા સંગીત સાથે ધમધમે છે.
ઈસ્ટ કોસ્ટ વધુ આત્મનિરીક્ષણીય મોહિની પ્રદાન કરે છે, જ્યાંના બીચ ઈતિહાસ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. પુડુચેરીના પ્રોમેનેડ બીચ, ફ્રેન્ચ વસાહતીઓના અવશેષો સાથે હરોળબંધ હોઈ ગોવાના જીવંત વાતાવરણથી તીક્ષ્ણ રીતે વિરોધાભાસ ધરાવે છે. પુરીનું ગોલ્ડન બીચ જગન્નાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે પવિત્ર છે. તામિલનાડુનું મહાબલિપુરમ સમુદ્રના સૌંદર્ય સાથે ઈતિહાસને વિલીન કરતાં પ્રાચીન ખડકમાંથી બનેલાં મંદિરો માટે પ્રસિદ્ધ છે.
ઈતિહાસ અને વારસો
ઈસ્ટ કોસ્ટ ભારતના સૌથી ઉત્તમ ઐતિહાસિક ખજાનાઓથી ધમધમે છે, જેમ કે, મહાબલિપુરમનાં મંદિરો અને કોનાર્કનું સૂર્યમંદિર.વેસ્ટ કોસ્ટ જોકે યુદ્ધ, સમુદ્રિ વેપાર અને સામાજ્ય નિર્મિતીનો તેટલો જ સમૃદ્ધ વારસો ધરાવે છે.
એકલા મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજમાં 350થી વધુ કિલ્લા નિર્માણ કરાયા હતા, જે તેમની લશ્કરી બુદ્ધિનો દાખલો આપે છે. આમાંથી સિંધુદુર્ગ અને મુરુડ-જંજિરા નિસર્ગ સાથે ઈતિહાસને સંમિશ્રિત કરતાં અરબી સમુદ્રનો મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરે છે.
વેસ્ટ કોસ્ટની લાંબા સમયથી વેપાર અને ખોજ માટે વ્યાખ્યા કરાય છે. કેરળનાં મસાલા બંદરો એક સમયે યુરોપ અને મધ્ય પૂર્વમાંથીવેપારીઓથી ધમધમતા હતા. ગોવાનાં પોર્ટુગીઝ યુગના ચર્ચ અને કિલ્લાઓ તેની પરંપરાઓ અને મહોત્સવોના પ્રભાવ સાથે અંગે્રજીનીરોચક યાદગીરીઓ તરીકે ઊભા છે.
ઈસ્ટ કોસ્ટનો ઈતિહાસ શક્તિશાળી સામ્રાજ્યો સાથે જોડાયેલો છે, જે સ્થાપત્યની અજાયબીઓ છોડી ગયાં છે. તામિલનાડુનાં બૃહદીશ્વર મંદિર સહિતચોલા મંદિરો આધુનિક ઈજનેરી અને કળાત્મક ભવ્યતા દર્શાવે છે. આ ગગનચુંબી ગોપુરમો તમિળનો વારસો અને કૌશલ્યના પ્રતિક છે.
આ પછી ઉત્તરમાં કોલકતાના વસાહતીઓનો ભૂતકાળ વિક્ટોરિયા મેમોરિયલ અને ફોર્ટ વિલિયમ જેવાં સીમાચિહનોમાં સિદ્ધ છે. કોનાર્કની પાક ઓડિશા ઉદયાગિરિ અને ખંદાગિરિ ગુફાઓ, પ્રાચીન ખડકમાંથી બનેલા આશ્રયસ્થાનોનું ઘર છે, જે ભારતની આધ્યાત્મિક અને કળાત્મક ક્રાંતિ પ્રદર્શિત કરે છે.
એકંદરે આ સીમાચિહન ઈસ્ટ કોસ્ટને ઈતિહાસ પ્રેમીઓ માટે ખજાનો બનાવે છે, જે સદીઓની કળા, સ્થાપત્યો અને જીત માટે દાખલારૂપ છે.
ખાદ્ય
બંને દરિયાકાંઠા સમૃદ્ધ સીફૂડ પ્રદાન કરે છે, પરંતુ તેની તૈયારી અને પ્રભાવો વ્યાપક રીતે ભિન્ન છે.
મહારાષ્ટ્રનાં માલવણી ખાદ્યોમાં નારિયેળ, કોકમ અને તીખા મસાલાથી બનાવવામાં આવતી બાંગડા ફ્રાય અને સુરમા કરી જેવી વાનગીઓ પ્રસિદ્ધ છે. ગોવાની વાનગીઓ પોર્ટુગીઝ અને ભારતીય ફ્લેવરનું સંમિશ્રણ હોય છે. અહીં પ્રૉન બલચાઉ, ગોઅન ચોરિઝો અને બેબિંકા ડેઝર્ટ પ્રસિદ્ધ છે.
કર્ણાટકના દરિયાકાંઠાની વાનગીઓમાં મેન્ગલોરિયન ફિશ કરી અને નરમ, નાજુક નીરડોસાનો સમાવેશ થાય છે,જ્યારે કેરળમાં મીનમોઈલી (નારિયેળની ગે્રવીમાં માછલી) અને દંતકથા સમાન કેરાલા સદ્યા નામે શાકાહારી ખાદ્ય કેળાના પાન પર પીરસવામાં આવે છે.
ઈસ્ટ કોસ્ટ પણ સીફૂડ પ્રેમીઓ માટે પ્રસિદ્ધ છે, જેની પર તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને બંગાળનો પ્રભાવ છે.તામિલનાડુની ચેટ્ટિનાડ વાનગી તેના નાજુક મસાલા સંમિશ્રણ, ખાસ કરીને ચેટ્ટિનાડ ક્રેબ મસાલા જેવી વાનગીઓ માટે પ્રસિદ્ધ છે.
આંધ્ર પ્રદેશમાં મસાલેદાર રોય્યાલાલગુરુ (પ્રૉન કરી) અને દંતકથા સમાન હૈદરાબાદી બિરયાની પ્રસિદ્ધ છે. બંગાળમાં રાઈ માટે ઘેરો પ્રેમ જોવા મળે છે.અહીં શોરશેલિશ (મસ્ટર્ડ ગે્રવીમાં હિલ્સા) અને સ્વાદિષ્ટ માછેર ઝોલ (ફિશ કરી) જેવી વાનગીઓ પ્રસિદ્ધ છે. ઓડિશા તેના ટેમ્પલ ક્યુઝીન માટેવિખ્યાત છે, જેમાં જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ કાંદા અથવા લસણ વિના બનાવવામાં આવે છે છતાં અત્યંત સ્વાદિષ્ટ હોય છે.
સાહસ અને નિસર્ગ
વેસ્ટ કોસ્ટ ખુલ્લો સમુદ્ર અને નિસર્ગસૌંદર્ય માણવા માગતા સાહસપ્રેમીઓ માટે સ્વર્ગસમાન છે. ગોવાના બીચ ઉચ્ચ ઊર્જાવાળા વોટરસ્પોર્ટસ સાથે પ્રતિકાત્મક છે, જેમ કે, અરબી સમુદ્ર પરથી પેરાસેઈલિંગ, બાગા બીચ ખાતે જેટ સ્કીઈંગ અથવા પાલોલેમમાં વિંડસર્ફિંગ.
ભૂજળના શોધકો માટે કર્ણાટકમાં નેત્રાની આઈલેન્ડ ખાતે સ્કુબા ડાઈવિંગ છે, જેમાં અદભુત સમુદ્રિ જૈવવિવિધ્યતા જોવા મળી શકે છે.ડાઈવરોની આસપાસથી રીફ શાર્કસ, મંતા રેઝ અને સ્વર્ણિમ કોરલ ફિશ જેવી માછલીઓ પસાર થાય ત્યારે રોમાંચક અનુભવ થાય છે.
દરિયાકાંઠાની સમાંતર આવતા પશ્ચિમી ઘાટ ટ્રેકરો માટે સ્વર્ગ છે. ચોમાસુ આ પટ્ટાને પાણીના ધોધ, ધુમ્મસિયા ટેકરીઓ અને ઘન જંગલોની ચમત્કારી ધરતીમાં ફેરવી નાખે છે. કેરળનું મીસાપુલિમાલા ટ્રેક ચાના બાગ થકી પસાર થાય છે, જે સુંદર સૂર્યોદય સાથે હાઈકરો માટે પુરસ્કૃત નજારો બની જાય છે.
વાઈલ્ડલાઈફનો શોખીનો માટે કર્ણાટકના કાબિની અને બંદીપુર રિઝર્વ રોમાંચક ટાઈગર સફારી પ્રદાન કરે છે. કેરળનું પેરિયાર વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુઅરી અજોડ બોટ સફારી અનુભવ પૂરો પાડે છે, જ્યાં મુલાકાતીઓ ખળખળ વહેતા પાણી થકી પસાર થાય ત્યારે હાથીઓ અને વિદેશી પક્ષીઓ જોઈ શકે છે.
આથી વિપરીત ઈસ્ટ કોસ્ટ સાહસિકો માટે સ્વર્ગ છે. બંગાળની ખાડીનાં મોજાંએ મહાબલિપુરમને ભારતની સર્ફિંગ રાજધાની બનાવી દીધી છે,જે સર્વ સ્તરના સર્ફરોને આકર્ષિત કરે છે. આ જ રીતે આંધ્ર પ્રદેશમાં રુશીકોંડા બીચ વેવ રાઈડરો માટે ઝડપથી હોટસ્પોટ બની રહ્યું છે.
પૂર્વનું અસલ ઘરેણું સુંદરબન્સમાં છે, જે દુનિયાનું સૌથી વિશાળ મેન્ગ્રોવનું જંગલ છે અને અહીં શાહી બંગાળ ટાઈગરનાં દર્શન થાય છે. પારંપરિક સફારીઓથી વિપરીત મુલાકાતીઓને બોટ દ્વારા જળમાર્ગે લઈ જવાય છે, જ્યાંથી પસાર થતી વખતે મગરમચ્છ પર તીક્ષ્ણ નજર રાખવાની હોય છે. બોટમાંથી વાઘનાં પણ દર્શન થઈ શકે છે.
ટ્રેકરો માટે પૂર્વીય ઘાટ છે, જ્યાં હજુ ઝાઝા લોકો આવતા નથી. હરિયાળા પશ્ચિમી ઘાટથી વિપરીત પૂર્વીય ઘાટમાં વિશાળ ભૂપ્રદેશ અને નાટકીય ખડકો છે. આંધ્ર પ્રદેશમાં અરાકુ વેલી કોફીના બાગ અને પાણીના ધોધથી ઘેરાયેલી છે, જે ટ્રેકરો માટે રોમાંચક જગ્યા છે. ઓડિશાનું સર્વોચ્ચ શિખર દેવમાલી હિલ રોલિંગ ટેકરીઓ અને સુંદર જંગલોનો અદભુત નજારો પ્રદાન કરે છે.
એશિયાનું સૌથી વિશાળ બે્રકિશ વોટર લગૂન ચિલિકા લેક સાહસના અલગ અલગ પ્રકાર પૂરા પાડે છે. મુલાકાતીઓ પ્રાચીન મંદિરોનું ઘર કાલીજાઈ આઈલેન્ડ ખાતે બોટ સવારીથી જઈ શકે અથવા સાઈબેરિયામાંથી આવતાં હજારો હિજરતી પક્ષીઓ જોઈ શકે છે. આ લેક દુલ્લભ ઈર્રાવાડ્ડીડોલ્ફિનોનું ઘર પણ છે, જે નિસર્ગપ્રેમીઓ માટે સ્વર્ગ છે.
તારણ
ભારતના દરિયાકાંઠા સમાન સ્વર્ણિમ વાર્તાની બે બાજુ છે. પશ્ચિમ તેના મોહક, અદભુત બીચ અને હરિયાળા નિસર્ગસૌંદર્ય માટે પ્રસિદ્ધ છે તો પૂર્વમાં આધ્યાત્મિક ઊંડાણ, સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક ભવ્યતા છે. તેમની વચ્ચે પસંદગી કરવી એટલે ફક્ત સ્થળ ચૂંટવાનું નથી,પરંતુ તમે શું અનુભવવા માગો છો તેને આધારે પસંદગી કરી શકો છો. તો બધું જ કેમ નહીં કરવું જોઈએ, એક સમયે એક વીકએન્ડમાં તે કરી શકાય.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.