Published in the Sunday Mumbai Samachar on 21 April, 2024
ઈજિપ્તના કાઈરોની સીમા પર પિરામિડ્સ ઓફ ગિઝા આજે મનોહર રીતે ઊભા છે. તે દરેકની પ્રવાસની બકેટ લિસ્ટમાં અચૂક હોય છે અને આપણે નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી પર આ પિરામિડ્સ વિશે અસંખ્ય ડોક્યુમેન્ટરીઓ જોતાં જોતાં મોટા થયા છીએ. આ સ્મારકીય માળખાં સાડાચાર સદીથી વધુ સમય પૂર્વે નિર્માણ પામ્યાં છે, જે દુનિયાભરના મુલાકાતીઓને આજે પણ મોહિત અને ચકિત કરે છે.
ગ્રેટ પિરામિડ ઓફ ખુફુ, પિરામિડ ઓફ ખફરે અને પિરામિડ ઓફ મેન્કોરનો સમાવેશ ધરાવતા પિરામિડ્સ ઓફ ગિઝા સાથે ભેદી સ્ફિંક્સ પ્રાચીન ઈજિપ્શિયન સ્થાપત્યની સિદ્ધિની પરાકાષ્ઠા હોવા સાથે પ્રાચીન દુનિયાની સાત અજાયબીઓનાં છેલ્લાં હયાત સ્મારકો પણ છે. તો ચાલો, આજે ઈજિપ્તના રોચક વારસાના હૃદયમાં પ્રવાસ કરીએ અને આ પ્રાચીન માળખાંઓએ સદીઓથી માનવીઓને મોહિત અને ચકિત કેમ કર્યા છે તેમાં ઊંડાણથી ડોકિયું કરીએ. સૌપ્રથમ,તે કઈ રીતે નિર્માણ થયાં હશે એે વિશે જાણીએ, કારણ કે પિરામિડ્સ ઓફ ગિઝા અસંખ્ય અધ્યયનો, ખોજ અને વાદવિવાદોનો વિષય રહ્યા છે.આમ છતાં તેમાં એવાં રહસ્યો સમાયેલાં છે, જેની હજુ પણ ખોજ કરવાની બાકી છે.
તો ચાલો, તે કોણે અને ક્યારે નિર્માણ કર્યા ત્યાંથી શરૂઆત કરીએ. પિરમિડ્સ ઓફ ગિઝા ઈજિપ્તના ચોથા રાજવંશના જૂના સામ્રાજ્ય દરમિયાન નિર્માણ કરાયા હતા, જે સમયગાળામાં સમૃદ્ધિ અને કળાકારી ફૂલીફાલી રહી હતી. સમયરેખા તેમનું નિર્માણ ઈસવી સન ૨૫૮૦ અને ૨૫૧૦ પૂર્વે વચ્ચે થયું હોવાનો અંદાજ લગાવે છે. આમાંથી સૌથી પ્રાચીન અને સૌથી વિશાળ ગ્રેટ પિરામિડ ઓફ ખુફુ ઈસવી સન ૨૫૬૦ પૂર્વે પૂર્ણ કરાયું હોવાનું માનવામાં આવે છે. પિરામિડ ઓફ ખફરે તે પછી અને પિરામિડ ઓફ મેન્કોર તે પછી નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે, જે દરેક જેમનાં નામ અપાયાં છે તે સંબંધિત ફારાઓ માટે ચિરનિદ્રાનું સ્થળ છે.
સદીઓથી પિરામિડ્સ ઓફ ગિઝાના નિર્માણે ઈતિહાસવિદો સાથે એન્જિનિયરોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. પ્રાચીન ઈજિપ્શિયનોએ આ અભૂતપૂર્વ માળખાંના નિર્માણ માટે ઉપયોગ કરાયેલી પદ્ધતિઓની કોઈ વિગતોની નોંધ રાખી નથી, જેને લીધે અનેક થિયરીઓ વહેતી થઈ છે. મોટે ભાગે વ્યાપક સ્વીકાર્ય એક થિયરી સૂચવે છે કે પિરામિડ્સ વિશાળ ચૂનાના પથ્થરો પરિવહન કરવા માટે રેમ્પની પ્રણાલીનો ઉપયોગ કરીને નિર્માણ કરાયા હતા. આ અલગ અલગ થિયરીઓ રેમ્પ્સના અલગ અલગ પ્રકાર વિશે જણાવે છે. ક્વોરીથી નિર્માણ સ્થળ સુધી સીધા રેમ્પ્સથી લઈને વાંકાચૂંકા અથવા વર્તુળાકાર રેમ્પ્સ નિર્માણ કરાયા હતા, જેથી શ્રમિકો ઓછા પ્રયાસથી પથ્થરો ઉપરની બાજુ લઈ જઈ શક્યા હતા. તાજેતરની ખોજ, જેમ કે, શ્રમિકોના ગામના અવશેષ અને જળમાર્ગોની પ્રણાલી સૂચવે છે કે કુશળ શ્રમિકોથી સ્રોત કરાયેલા ઉચ્ચ સંગઠિત શ્રમિક બળનો ઉપયોગ કરાયો હતો અને અગાઉ વિચારાતું હતું તેમ ગુલામોનો ઉપયોગ કરાયો નહોતો.
ધ ગ્રેટ પિરામિડ ઓફ ખુફુ ગિઝામાં સૌથી વિશાળ છે, જે મૂળ ૧૪૬.૬ મીટર (૪૮૧ ફીટ) ઊંચું હતું, પરંતુ તેના બહારી કેસગ પથ્થરોને નુકસાનથવાને લીધે તે હવે સહેજ ટૂંકો થયો છે. તે અંદાજે ૨.૩ મિલિયન ચૂનાના પથ્થરોથી નિર્માણ કરાયો હતો, જે દરેકનું વજન આશરે ૨.૫થી ૧૫ ટન હતું.આ પથ્થરો જે અચૂકતાથી કાપવામાં અને ગોઠવવામાં આવ્યા તે પિરામિડનાં સૌથી મૂંઝવણમાં મૂકી દેનારાં પાસાં છે. તેમાં પથ્થરો વચ્ચેના સાંધાબિલકુલ દેખાતા નથી એ પણ મોટું આશ્ચર્ય છે.
પિરામિડ ઓફ ખફરે ખુફુ કરતાં સહેજ નાનો હોવા છતાં ઉચ્ચ પ્રદેશ પર ઉચ્ચ ઊંચાઈને લીધે અમુક ખૂણાથી તે ઊંચો દેખાય છે. તેના શિખર પર બાકી કેસગ પથ્થરો દ્વારા તે પ્રસિદ્ધ છે, જે મૂળ પિરામિડો તેમની મુલાયમ, ચકમકતી સપાટીઓ સાથે કેવા દેખાતા હશે તેની ઝાંખી આપે છે. સંકુલમાં ગ્રેટ સ્ફિંક્સનો પણ સમાવેશ છે, જે સહનું શરીર અને ફારાઓ ખફરેના માથા સાથે પ્રચંડ પ્રતિમા પિરામિડનું રક્ષણ કરે છે અને શાહી સત્તાના પ્રતિક તરીકે કામ કરે છે.
ત્રણમાંથી સૌથી નાનો પિરામિડ ઓફ મેન્કોર આકારમાં ભલે નાનો હોય, પરંતુ તેનાથી તેનું મહત્ત્વ બિલકુલ ઓછું થતું નથી. તેમાં ત્રણ નાના ક્વીન્સપિરામિડ્સ અને વધુ જટિલ શબઘર પ્રાર્થનાસ્થળ છે, જે ઉત્ક્રાંતિ પામતી સ્થાપત્ય શૈલીઓ અને ધાર્મિક વ્યવહારોનો સંકેત આપે છે.
ત્રણ પિરામિડ્સ સાથે સ્પિંક્સ ઈજિપ્તમાં સૌથી પ્રાચીન જ્ઞાત સ્મારકીય શિલ્પ છે. ચૂનાના એક પથ્થરમાંથી કંડારવામાં આવેલું સ્પિંક્સ ફારાઓ ખફરેનો ચહેરો આલેખિત કરે છે એવું માનવામાં આવે છે, જે ઉચ્ચ પ્રદેશના પાલક અને શાહી સત્તાના પ્રતિક તરીકે કામ કરે છે.
આ પિરામિડ્સ વિશે વાત કરીએ તો એ નોંધવાનું અતુલનીય છે કે પિરામિડ્સનો લેઆઉટ સૂઝબૂઝપૂર્વક નિયોજિત કરાયો હતો. દરેક પિરામિડનું મૂળ અચૂક ચોકઠામાં ગોઠવવામાં આવ્યું હતું, જેની દરેક બાજુ મુખ્ય બદુઓ તરફ સન્મુખ છે. અચૂકતાની આ સપાટી માટે ભૂમિતિની આધુનિક સમજ અન અચૂક સુમેળ હાંસલ કરવા માટે મર્કટ (પ્રાચીન ઈજિપ્શિયન સમય જાળવણીનું સાધન) અને બે (જોવાના સાધનનો પ્રકાર) જેવાં સાધનોનો ઉપયોગ આવશ્યક છે.હવે આપણે તે કઈ રીતે નિર્માણ કરાયા હતા એ વિશે વાત કરી છે તો ચાલો તે શા માટે નિર્માણ કરાયાં હતાં તેનાં અમુક કારણો જાણીએ.
શાહી દફનભૂમિ: પિરામિડ્સનો મુખ્ય હેતુ ફારાઓનાં મૃત્યુ પછી તેમના પાર્થિવ દેહને તેમાં દફનાવવાનો હતો. ફારાઓ ઈશ્વર પ્રેરિત શાસકો માનવામાં આવતા હતા અને તેમની કબરો જીવન પશ્ચાત તેમના સંરક્ષિત પ્રવાસની ખાતરી રાખવા માટે નિર્માણ કરવામાં આવી હતી. પિરામિડ્સમાં દફનનો ખંડ અને ફારાઓને જીવન પશ્ચાત જરૂર પડી શકે તે વિવિધ ચીજો અને ખજાનાનો સમાવેશ થતો હતો.
આધ્યામિક અને ધાર્મિક મહત્ત્વ: પિરામિડ્સનું નિર્માણ પ્રાચીન ઈજિપ્તની ધાર્મિક માન્યતાઓ અને સૃષ્ટિરચનામાં ઊંડાણથી મૂળિયાં ધરાવે છે.પિરામિડ્સ ફારાઓનું સ્વર્ગમાં સિધાવવું અને મૃત્યુ પછી ઈશ્વર જેવી આકૃતિમાં તેમના પરિવર્તનનું પ્રતિક હતું. પિરામિડનો આકાર સૂર્યનાં કિરણોઆલેખિત કરે છે અને ફારાઓનો આત્મા તેના રોજના પ્રવાસમાં સૂર્યદેવને અનુસરે છે એવું માનવામાં આવતું હતું.
રાજકીય અને સાંસ્કૃતિક પ્રતિક: પિરામિડ્સ કાર્યશીલ માળખાં ઉપરાંત ફારાઓની સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠાનું પણ પ્રતિક હતાં. તેમનું નિર્માણ સંસાધનો,શ્રમ અને એન્જિનિયરિંગની નિપુણતા એકત્ર કરવાની શાસકોની ક્ષમતા દર્શાવે છે. તે શાસકોનો દૈવી દરજ્જો અને પ્રશાસનનું સ્થાયી આલેખન હતું.
સામાજિક અને આર્થિક ભૂમિકા: પિરામિડ્સના નિર્માણ માટે કુશળ આર્કિટેક્ટો, એન્જિનિયરો અને શ્રમિકો સહિત વિશાળ શ્રમ બળ આવશ્યક હતું.આ દર્શાવે છે કે તેને કારણે રોજગારીની તકો ઊભી થઈ હતી અને વેપાર અને કૃષિ ફૂલીફાલીને અર્થવ્યવસ્થા સક્ષમ કરવામાં મદદ થઈ હતી.
ફારાઓનું સ્મારક: પિરામિડ્સ ફારાઓની યાદગીરીઓનાં કાયમી સ્મારક હતાં અને મરણોત્તર જીવન માટે તેમની યાદો સંગ્રહવામાં આવતી હતી.પિરામિડ્સની અંદર શિલાલેખો ફારાઓની સિદ્ધિઓ અને વંશપરંપરા વિશે માહિતી પૂરી પાડે છે.
એકંદરે નિર્માણ પ્રક્રિયા ધાર્મિક વિધિઓ અને સમારંભોથી ઘેરાયેલી હતી અને પિરામિડનાં સંકુલોમાં મંદિરો, કોઝવે અને અન્ય માળખાંઓ મૃત ફારાઓનાઅંતિમસંસ્કાર અને અન્ય વિધિઓ માટે ઉપયોગ કરાતો હતો. એકંદરે ઈજિપ્શિયન પિરામિડ્સ બહુમુખી માળખાં છે, જેણે પ્રાચીન ઈજિપ્શિયન સંસ્કૃતિ,ધર્મ અને સમાજમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આજે પણ તે દુનિયાભરના લોકોને મોહિત અને આકર્ષિત કરે છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.