IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10am - 6pm

શું જાપાનમા શાકાહારી ભોજન મળે છે?

8 mins. read

Published in the Sunday Mumbai Samachar on 25 February, 2024

જાપાન વિશે વિચારો ત્યારે તમારા મનમાં શું આવે છે? હું શરત લગાવું છું કે તે ટોક્યો અને ક્યોટોના બગીચાઓ અને બાયલેન્સમાં સંપૂર્ણ ખીલેલા અદભૂત ગુલાબી ફૂલો હશે. અને તેમાં હું તમને દોષ આપવા માગતો નથી. જાપાનમાં ચેરી બ્લોસમ ઊગતા સૂર્યની ધરતી (એટલે કે, જાપાન)ની મુલાકાત લેવા માટે સૌથી વધુ લોકપ્રિય મોસમમાંથી એક છે. આજે વધુ ને વધુ ભારતીય પ્રવાસીઓએ યુરોપ અને યુએસએને બદલે પર્યટન સ્થળ તરીકે જાપાનની પસંદગી કરવાનું શરૂ કર્યું છે. મેં જાપાનની ટ્રિપ માટે અમારા પ્રવાસીઓના બુકિંગ પર નજર ફેરવતાં એવું જોવા મળ્યું કે તેમાંથી 50 ટકા બુકિંગ બારમાંથી બે મહિના- માર્ચ અને એપ્રિલમાં થયા છે, જે જાપાનની ચેરી બ્લોસમની મોસમનો સમયગાળો હોય છે. અન્ય 50 ટકા પ્રવાસીઓ અત્યંત લોકપ્રિય અલ્પાઈન રુટ સીઝન અથવા ઓટમ કલર્સ દરમિયાન જાપાનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે.

જોકે શું તમે જાણો છો કે હું જાપાન વિશે વિચારું ત્યારે બીજી પણ એક બાબત મનમાં તરી આવે છે? આ મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્ન છે: શું તમને જાપાનમાં શાકાહારી ભોજન મળે છે? જો તમે મારા લેખ વાંચતા હોય અથવા મારા પોડકાસ્ટ્સ (ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફઅને 5 મિનિટ ટ્રાવેલ ટિપ્સ) સાંભળતા હોય તો તમારા ધ્યાનમાં આવશે કે મને જાપાન ગમે છે. અતુલનીય ભારતની બહાર તે મારા મનગમતાં પ્રવાસ સ્થળમાંથી એક છે. 2016માં મારી પ્રથમ મુલાકાત પછી 2020-21માં પ્રવાસ થંભી ગયો હતો તે બે વર્ષ સિવાય હું દર વર્ષે ત્યાં જઈ આવ્યો છું. જાપાનમાં ઘણાં બધાં અતુલનીય સ્થળ અને સાહસો છે. મારી પાસે મલ્ટી- એન્ટ્રી મલ્ટી-યર વિઝા હોવાથી મને ખાતરી છે કે હું આ ઊગતા સૂર્યની ધરતીની ફરીથી મુલાકાત લઈશ અને ભવિષ્યની ટ્રિપમાં પણ ફરી ચેરી બ્લોસમ જોઈશ. તો આજે હું શું જાપાનમાં શાકાહારી ભોજન મળે છે? એ પ્રશ્ર્ન વિશે જ વાત કરવા માગું છું, જેથી આ મુદ્દા પર આવું છું.

આ પ્રશ્ર્નનો ઉત્તર ભારપૂર્વક ’હા’ છે. જોકે આ હા ઉત્તરની પાછળ ઘણું બધું છે. જાપાનનો પ્રવાસ એટલે મંત્રમુગ્ધ કરનારી વાર્તાની પુસ્તિકાનાં પાનાં ફેરવવા જેવું છે. દરેક શહેર સંસ્કૃતિ, પરંપરા અને રસોઈકળાની ગોપનીયતામાં સમૃદ્ધ અધ્યાય ધરાવે છે.જાપાન શાકાહારીઓ માટે નકામું છે એવી ખોટી માન્યતા એ ખોજ કરવા પર ભાંગી પડે છે કે શાકાહારી અને વેગન વાનગીઓનો પ્રવાહ અહીં વધી રહ્યો છે. ‘શાકાહારી’ વાનગીની વિનંતી કરવા પર વિચિત્ર નજરોથી જોવામાં આવે છે એવી માન્યતાથી વિપરીત ‘શોજિનરાયોરી’ની મુખ્ય માન્યતા દ્વારા પ્રભાવિત રસોઈકળાની ક્રિયાત્મકતા વિશ્ર્વના પ્રવેશદ્વાર ખોલી નાખે છે, જે સાદગી, એકરૂપતા અને સંતુલન પર ભાર આપતી બુદ્ધવાદની શાકાહારી રસોઈનું સ્વરૂપ છે.

તો ચાલો, શાકાહારીઓ માટે ઉત્તમ જાપાનની અમુક સ્વાદિષ્ટ વાનગીઓ વિશે વાત કરીએ. સૌપ્રથમ તોફુ સાથે શરૂઆત કરીએ, જે ઘણી બધી શાકાહારી વાનગીઓની બેસ્ટ ફ્રેન્ડ છે. અગેદાશી તોફુ હૂંફાળા આલિંગન જેવું છે. નરમ તોફુ ક્રિસ્પી કોટિંગના આવરણમાં હોય છે, જેને કથ્થઈ થાય ત્યાં સુધી તળવામાં આવે છે અને સ્વાદિષ્ટ સોસ સાથે પીરસવામાં આવે છે. હિયાયાક્કો ઠંડો વિકલ્પ છે. તે આદું, સ્પ્રિંગ અનિયન અને સોયા સોસ સાથેના ઠંડા તોફુ છે. અને જો તમને સાહસિક લાગણી થતી હોય તો યુડોફુ હોટ પોટ અજમાવો, જેમાં તોફુ યમ્મી બ્રોથમાં મશરૂમ્સ અને કોમ્બુ સાથે પકવવામાં આવે છે.

હવે સુશી પર આવીએ! સામાન્ય રીતે સુશી માછલી છે, પરંતુ તેમાં પણ શાહાકારી વિકલ્પ છે. માછલીને બદલે તમે એવોકેડો, કાકડી અને પિકલ્ડ ડાયકોન અપનાવી શકો છો. સ્વાદિષ્ટ ટ્રીટ માટે ભાત અને વસાબી સાથે તેને મિક્સ કરીને ખાઈ શકાય છે.

આ પછી રામેન આવે છે! આ નૂડલ સૂપ સામાન્ય રીતે મીટ બ્રોથનું બનેલું હોય છે, પરંતુ તેમાં શાકાહારી વિકલ્પ પણ છે. શેફ ઉપરથી ઘણી બધી શાકભાજીઓ સાથે સ્વાદિષ્ટ મિસો અથવા શોયુ બ્રોથ્સ બનાવે છે.

જાપાનમાં તમને સર્વત્ર શાકાહારી ખાદ્યો મળી શકે છે, પરંતુ ફેન્સી રેસ્ટોરાંમાં નહીં મળી શકે. ક્રિસ્પી ટેમ્પુરાથી સોબા અને સોમેન જેવા સાદા નૂડલ્સ સુધી દરેક માટે કશુંક છે.

ટેમ્પુરા ખાદ્યકળા જેવી છે. શેફ કણકમાં શાકભાજીઓને કોટ કરે છે અને સ્વાદ અને ટેક્સ્ચર યોગ્ય રાખીને પરફેક્શન સુધી તેને તળે છે.

નૂડલ્સ જાપાનમાં અત્યંત લોકપ્રિય છે અને તમને સાધારણ હોટેલોમાં સોબા અને સોમેન જેવા શાકાહારી વિકલ્પો મળી શકે છે.તેઓ ડિપિંગ સોસ અથવા બ્રોથમાં પીરસે છે અને તે બહુ જ સ્વાદિષ્ટ હોય છે.

જાપાનમાં શાકાહારી ખાદ્ય શોધવું એટલે તે ફક્ત ખાવું એવો અર્થ થતો નથી, પરંતુ તે ખાવા સાથે સંસ્કૃતિની ખોજ કરવા જેવું છે.તમને પિકલ્ડ વેજીસ અથવા તાજા બેન્ટો પાન સાથે લાઈવ્લી સ્પોટ પીરસતી રેસ્ટોરાં જેવાં છૂપાં રત્નો મળી શકે છે.

આખરે આ બધી સ્વાદિષ્ટ વાનગીઓ અજમાવતી વખતે તમે જોશો કે જાપાનમાં શાકાહારી ખાદ્યો ફક્ત અલગ નથી, પરંતુ તે અસલ છે. તો તમારી ચોપસ્ટિક લઈને જાપાનનાં ખાદ્યો માણવા માટે તૈયાર થઈ જાઓ. હા, તમને ત્યાં શાકાહારી ખાદ્યો મળી શકે છે અને મારો વિશ્ર્વાસ કરો તો તે અદભુત હોય છે! મારી પત્ની હેતા શાકાહારી છે અને તેને જાપાની ખાદ્યો બહુ ભાવે છે. અને હું તમને ખાતરી આપું છું કે તમને પણ તે એટલું ભાવશે કે તમે જીવનની ઉજવણી કરશો!


ટુર એન્ડ હોલીડે

આપણા મગજમાં અનેક બાબતોની ગૂંચ હોય છે. તેમાંથી પર્યટન સાથે સંલગ્ન ગૂંચ એટલે કોને શું કહેવાનું અથવા તેમાં ચોક્કસ ફરક શું છે? પિકનિક, હેંગી, આઉટિંગ, ટ્રિપ, ટુર, હોલીડે, એક્સકર્શન, વ્હેકે, છુટ્ટી, રજા, એક્સપીડિશન, ગેટઅવે, જર્ની, ટ્રાવેલ, વોયેજ... અમે ટાઈમપાસ તરીકે આ બધા શબ્દોનો ચોક્કસ અર્થ અને તેમાંના ફરક પર ચર્ચા કરતાં હતાં. સુનિલાની દીકરી સારા ત્યાં હતી અને તેણે કહ્યું, ‘જે ઈના (વીણા) કરે તે ટુર અને જે મમા (સુનિલા) કરે તે હોલીડે. "અરે વાહ! આટલું આસાન હતું તે. વીણા વર્લ્ડમાં હવે સુનિલા પાટીલ ગ્રુપ ટુર્સ, ઈન્ડિવિજ્યુઅલ હોલીડેઝ, માઈસ કોર્પોરેટ ટુર્સ, ઈનબાઉન્ડ એટલે એનઆરઆઈ ફોરેનર્સ માટેની ઈન્ડિયા ટુર્સ આ બધી બાબતો પર કામ કરતી હોવા છતાં અગાઉ અથવા હજુ પણ અમુક પ્રમાણમાં ગ્રુપ ટુર્સ પર હું કામ કરતી હતી ં અને બાકી બધી બાબતો સુનિલાના અખત્યારમાં હતી. આથી જ સારાનું કહેવાનું એકદમ બરોબર હતું. હું વધુ વિચાર કરવા લાગી તો એક્ચ્યુઅલી અમારા બંનેના વ્યક્તિત્વમાં પણ ફરક છે. જીવનભર મારું પર્યટન ગ્રુપ ટુર્સ જેવું જ થઈ ગયું છે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ જોવાનું. સવારે આઠથી રાત્રે આઠ, આંખો થાકે ત્યાં સુધી જોવાનું અને પગ થાકે સુધી સુધી ફરતાં રહેવાનું. અને તે મારી ગ્રુપ ટુર્સનો માઈન્ડસેટ હતો અથવા છે. ફરી ફરી થોડું થોડું આવવું છે અને આવ્યા તો આટલી મહેનતના પૈસા ભરીને તે વધુમાં વધુ જોઈ લેવું એ વિચાર. સુનિલા મોટે ભાગે ક્યાંક જાય તો વધુ દિવસ એકાદ ઠેકાણે રહે છે. આરામથી એક-એક કરીને બધું જોશે. મન મૂકીને તેનો આસ્વાદ લે છે. આજકાલ અમારી બધી ફેમિલી હોલીડેઝ સુનિલા જ પ્લાન કરી રહી છે. ટુર્સ અને હોલીડે પર્યટનના બે પ્રકાર હોવા છતાં તે બે અલગ અલગ માઈન્ડસેટ છે મારા જેવા અને સુનિલા જેવા. દરેક પ્રવાસે આપણે કયા પ્રકારમાંના પર્યટક છીએ તેની તપાસ કરવી જોઈએ. જો ગ્રુપ ટુરવાળો પર્યટક કસ્ટમાઈઝ્ડ હોલીડે પર જાય અને કસ્ટમાઈઝ્ડ હોલીડેઝનો પર્યટક ગ્રુપ ટુરમાં આવે તો ટુર કે હોલીડેની મજા તો ભૂલી જ જાઓ પણ સંતાપ અને કંટાળાને આમંત્રણ.સો બી કેરફુલ એન્ડ બી અવેર અબાઉટ યોરસેલ્ફ. અમને કાયમ પૂછવામાં આવતો પ્રશ્ર્ન છે, ‘અમને ફકત અમારી ફેમિલી સાથે એકલાને જવું છે તો તમે બધી વ્યવસ્થા કરી આપશો ને?’ વ્હાટ નોટ? આ બધું કામ સો ટકા સફળ કરનારો અમારો ઈન્ડિવિજ્યુઅલી જનારા પર્યટકો માટે ડિવિઝન છે, તે છે, ‘વીણા વર્લ્ડ કસ્ટમાઈઝ્ડ હોલીડેઝ ડિવિઝન.’ અહીં એક વ્યક્તિથી ફેમિલી ફ્રેન્ડ્સનું તમારું ગમે તેટલું મોટું ગ્રુપ હોય તે માટે તમને જોઈએ તેવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. તમારી મનગમતી એરલાઈન્સ, તમને જોઈએ તે વિમાનનો ક્લાસ, કોઈ પણ પ્રકારની તે ભાગમાં ઉપલબ્ધ કાર અથવા વેન અથવા બસ, તમારી પસંદગીની હોટેલ્સ, તમને જોઈએ તેટલા દિવસ મુકામ, ચાર્ટર્ડ ફ્લાઈટ, પ્રાઈવેટ જેટ જોઈએ તો તે બધી વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારનો લક્ઝરી એક્સપીરિયન્સ તમે લઈ શકો છો. ‘યુ નેમ ઈટ એન્ડ વી વિલ મેક ઈટ પોસિબલ’ એવો આ મામલો છે. આથી તમને દુનિયામાં ગમે ત્યાં ક્યારેય પણ કોઈ પણ રીતે જવાનું ગમતું હોય તો વીણા વર્લ્ડ કસ્ટમાઈઝ્ડ હોલીડે ડિવિઝન છે તમારી સંગાથે, એનિટાઈમ એનિવેર અરાઉન્ડ ધ વર્લ્ડ!

February 24, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top