કુદરતના અવશેષો, સૂર્યની નીચે અનંત દિવસોથી લઈને કોસ્મિક લાઇટ શો અને આર્ક્ટિક વન્યજીવન સાથેના મેળાપ સુધી. અમે આ મંત્રમુગ્ધ સાહસોનું અન્વેષણ કરીએ ત્યારે મારી સાથે જોડાઓ
Published in the Sunday Gujarat Samachar on 03 March, 2024
અંધારું ક્યારેય થતું નથી તેવા આકાશની નીચે ઊભા રહીને રંગોનું અચંબિત કરનારું નૃત્ય જોવું અથવા આર્કટિકના હાર્દમાં ક્રુઝ પર સવારી કરવા વિશે જરા કલ્પના કરો. આપણી પૃથ્વી અસાધારણ અનુભવોનું સંમિશ્રણ છે, જે દરેક તેની ભૌગોલિક અને હવામાનની સ્થિતિઓ સાથે અજોડ છે. આમાંથી મિડનાઈટ સન, નોર્ધર્ન લાઈટ્સ અને પોલાર બેર એક્સપ્રેસ આર્કટિક ક્રુઝ મારે માટે અનોખાં તરી આવે છે, કારણ કે આ ત્રણ અત્યંત મંત્રમુગ્ધ કરનારાં અને રોમાંચક સાહસોથી ભરચક છે. તમને ચકિત કરનારો ક્યારેય સમાપ્ત નહીં થતો દિવસનો પ્રકાશ હોય, ઉત્તર ધ્રુવીય કિરણોત્સર્ગનું સૌંદર્ય હોય કે ક્રુઝ પરથી હિંસ્ર જીવન જોવાનું હોય, દરેક અનુભવ અસાધારણનું પ્રવેશદ્વાર છે. જોકે આજે હું ખરેખર એ જાણવા માગું છું કે તમને સૌથી વધુ કોણ બોલાવે છે? તો ચાલો, આ અજાયબીઓની ખોજ કરવાના પ્રવાસ પર નીકળીએ અને દેખીતી રીતે જ અંતે તમારી પસંદગી તમને મળી જશે.
આપણે મિડનાઈટ સનથી શરૂઆત કરીએ. આ નૈસર્ગિક ઘટના આર્કટિક સર્કલની ઉત્તરે અથવા એન્ટાર્કટિક સર્કલની દક્ષિણે ઉનાળાના મહિનાઓમાં ઉદભવે છે, જ્યારે સૂર્ય મધરાત્રે દ્રષ્ટિગોચર રહે છે. સમરના પીક દરમિયાન સૂર્ય અનેક સપ્તાહ સુધી અસ્ત થતો નથી. તે દિવસ અને રાત આકાશને સોનેરી, ગુલાબી અને ઘેરા વાદળી રંગોથી રંગે છે. આ ઘટના પૃથ્વીની ધરી નમવાનું પરિણામ છે, જેથી આ તીવ્ર અક્ષાંશોએ એકધાર્યો દિવસનો પ્રકાશ પથરાય રહે છે. મધરાતના સૂર્યની ધરતી તરીકે ઓળખાતું નોર્વે ક્યારેય નહીં સૂતા સૂર્યનો મંત્રમુગ્ધ કરનારો નજારર આપે છે. નોર્થ કેપ અને લોફોટેન ટાપુઓ જેવાં સ્થળો નિરંતર દિવસના પ્રકાશ સામે નાટકીય પાર્શ્ર્વભૂ પૂરી પાડે છે. અહીં આઈસલેન્ડ પણ છે. આખો ટાપુ અસલ મિડનાઈટ સન અનુભવો નહીં હોવા છતાં તમે દીર્ઘ સંધ્યાકાળ માણી શકે છે, જે ખાસ કરીને ઉનાળા આસપાસ, એટલે કે, જૂન મહિના દરમિયાન આહલાદક ક્ષિતિજ નિર્માણ કરે છે. કેનેડામાં ઈનુવિક અથવા યુકોન જેવાં સ્થળે પણ સૂર્ય આકાશમાં ચમકતો રહીને સપ્તાહો સુધી વ્યાપક, હિંસ્ર ક્ષિતિજોને ઝગમગાવી રાખે છે.
આથી જો તમે મને ઉનાળાની આસપાસ મિડનાઈટ સન જોવાનો સૌથી સારો સમય કયો છે એવું પૂછો તો સામાન્ય રીતે સ્થળને આધારે મે મહિનાથી જુલાઈના ઉત્તરાર્ધ સુધી જોઈ શકાય છે. આ સમયગાળામાં તમે ફોટોગ્રાફી માટે અજોડ પ્રકાશની સ્થિતિ પ્રદાન કરતા નિરંતર સુવર્ણ કલાકોનો લાભ લઈ શકો છો. જોકે વહેલું નિયોજન કરીને બુક કરવાનું શાણપણભર્યું રહેશે. આ ઘટનાની લોકપ્રિયતાને લીધે મુકામ અને પ્રવૃત્તિઓ અગાઉથી બુક કરવાનું શાણપણ ભર્યું છે.
ચાલો, હવે નોર્ધર્ન લાઈટ્સ વિશે ચર્ચા કરીએ. નોર્ધર્ન લાઈટ્સ લીલો, જાંબુડી, ગુલાબી અને વાદળી છાંટ સાથે રાત્રિના આકાશમાં નૃત્ય કરતા પ્રકાશનો અદભુત નજારો છે. આ ઘટના સૂર્યમાંથી ચાર્જ થતા કણો પૃથ્વીના હવામાનમાં પ્રવેશ કરે અને ઓક્સિજન તથા નાઈટ્રોજન જેવાં ગેસ સાથે અથડાયત્યારે સર્જાય છે. આ બ્રહ્માંડીય પ્રદર્શન મુખ્યત્વે ધ્રુવીય પ્રદેશોમાં ઉદભવતું હોઈ પેઢી દર પેઢી માનવીને તેનું કુતૂહલ રહ્યું છે.
તો નોર્ધર્ન લાઈટ્સ અને ૨૦૨૪ વિશે એટલું વિશેષ શું છે? આ વર્ષે જાન્યુઆરી અને ઓક્ટોબર ૨૦૨૪ વચ્ચે ૧૧વર્ષના ચક્રમાં સૌર પ્રવૃત્તિઓચરમસીમાએ જોવા મળવાની અપેક્ષા હોવાનું વિજ્ઞાનીઓ કહે છે, જેને ‘સોલાર મેક્ઝિમમ કહેવાય છે. આ તબક્કામાં સૂર્ય પર ટપકાઓમાં વધારા સહિતની સૂર્યની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળે છે, જે કાળા ટપકા અમુક વાર સૂર્યની સપાટી પર દેખાતા હોઈ પૃથ્વી તરફ સૌર પવનના વધુ પ્રવાહો ઉત્સર્જિત કરે છે. કણોની આ વધતી સંખ્યા પૃથ્વીના લોહચુંબકીય ક્ષેત્ર સાથે ખાસ કરીને ધ્રુવો ખાતે પરસ્પર અસર કરે છે, જે વધુ અદભુત ઊજળા કિરણોત્સર્ગ નિર્માણ કરે છે.
નિરીક્ષકો તરીકે આપણા માટે તેનો અર્થ શું છે? સોલાર મેક્ઝિમમ દરમિયાન વધતી સૌર પ્રવૃત્તિનો અર્થ વધુ ચાર્જ થયેલા કણો છે, જે નોર્ધર્ન લાઈટ્સમાં વધુ સાતત્યતા અને સઘનતા લાવે છે, જે નીચા અક્ષાંશથી પણ સંભવિત રીતે દેખાઈ શકે છે. અને આ નજારો શરૂ થઈ ચૂક્યો છે. મારો કઝિન યુએસ વાયા યુરોપ થઈને ભારતમાં પાછો આવ્યો ત્યારે વિમાનની બારીમાંથી રાત્રિના આકાશમાં નોર્ધર્ન લાઈટ્સનો અદભુત નજારો જોઈ શક્યો હતો.
અને હું તમને એક ખાસ ટિપ અહીં આપવા માગું છું કે જો તમે નોર્ધર્ન લાઈટ્સના ઉત્તમ ફોટો મઢી લેવા માગતા હોય તો મેન્યુઅલ સેટિંગ્સની અનુકૂળતા આપતા ટ્રાયપોડ અને કેમેરાનો ઉપયોગ કરો. લાંબી સન્મુખતા નરી આંખે હંમેશાં દ્રષ્ટિગોચર બનતી નથી તેવી પ્રકાશની અદભુત બારીકાઈ મઢી શકે છે. ૨૦૨૫ અને ૨૦૨૫ માં આગામી સોલાર મેક્ઝિમમ દરમિયાન નોર્ધર્ન લાઈટ્સ જોવાનાં ઉત્તમ સ્થળો નોર્વે (ખાસ કરીને લોફોટેન આઈલેડન્ડ્સ, સ્વાલબાર્ડ અને ટ્રોમ્સો જેવા ભાગોમાં), સ્વીડિશ લેપલેન્ડ, આઈસલેન્ડ, રોવેનિમી અને ફિન્નિશ લેપલેન્ડ તથા કેનેડા છે. આ સ્થળો તેમના ઉચ્ચ અક્ષાંશ અને કાળા આકાશને લીધે નોર્ધર્ન લાઈટ્સ જોવાનો ઉત્તમ મોકો આપે છે, જે નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
અને આખરે, આપણી ચર્ચાના ત્રીજા ભાગ, એટલે કે, અજોડ પોલાર બેર એક્સપ્રેસ આર્કટિક ક્રુઝ પર આવું છું. આ અજોડ પ્રવાસ નોર્થની પ્રચુર હિંસ્ર દુનિયા માટે બારી પ્રદાન કરે છે. જૂનમાં પોલાર બેર એક્સપ્રેસ આર્કટિક ક્રુઝ પર નીકળવા પર પોલાર બેર જોવાના રોમાંચ સાથે આર્કટિકની બરફાચ્છાદિત ક્ષિતિજોની મનોહરતાનું સંમિશ્રણ એવું અજોડ અને અવિસ્મરણીય સાહસ પ્રદાન કરે છે. આ અવિસ્મરણીય બની રહેનારો પ્રવાસ વિશેષ રીતે તૈયાર કરાયેલા જહાજ પરથી કરાવાય છે, જે પ્રવાસીઓને આર્કટિકના આહલાદક વાતાવરણ અને તેના વસાહતીઓનો સુંદર નજારો પૂરો પાડે છે.
પોલાર બેર એક્સપ્રેસ આર્કટિક ક્રુઝ અજોડ વાઈલ્ડલાઈફનાં દર્શન કરાવે છે, જે આર્કટિકની જૈવવૈવિધ્યતા દર્શાવે છે. અહીંની મુખ્ય ખૂબી અદભુત પોલાર બેર છે, જે નિ:શંક રીતે શોના સ્ટાર છે. આ બરફાચ્છાદિત હિંસ્ર દુનિયા ઘર કહે છે તેવી વિવિધ અન્ય જાતિઓ જોવાની પ્રવાસીઓને તક મળે છે.તમને સીલ, વ્હેલ અને નરવ્હાલ્સ, પ્રતિકાત્મક લાંબા દંત સાથેના શૃંગાશ્ર્વ પણ જોવા મળે છે. ક્રુઝ દરમિયાન જોવા મળતાં વિવિધ પ્રકારનાં સમુદ્રિ પક્ષીઓ જોઈને પક્ષીના શોખીનો રોમાંચિત થઈને રહેશે. વિશાળ અને મનોહર ગ્લોકસ ગલ્સથી લઈને સ્થિતિસ્થાપક અને લાંબી હિજરતી શૈલીઓ માટે ઓળખાય છે તે ઝડપી આર્કટિક ટર્ન્સ સુધી, આકાશ અને ખડકો એવિયન પ્રવૃત્તિઓ સાથે ધમધમે છે.
આ વાઈલ્ડલાઈફનાં દર્શન આઈસબર્ગ્સ અને ગ્લેશિયર્સની નાટકીય ક્ષિતિજની પાર્શ્ર્વભૂ સાથે નિસર્ગ સાથે મજબૂત જોડાણ નિર્માણ કરે છે. ક્રુઝની આઈટિનરી આર્કટિકનો અનુભવ એકદમ ઉત્તમ બનાવવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવે છે. પ્રવાસીઓ ગાઈડેડ ઝોડિયાક એક્સકર્શન્સનો ભાગ બની શકે છે, જે બરફ અને વાઈલ્ડલાઈફનાં નજીકથી દર્શન કરાવે છે અને વધુ રોમાંચ માટે બરફના તળિયા વચ્ચે કાયાકિંગ આર્કટિકના નિર્મળ સૌંદર્યનું મંત્રમુગ્ધ કરનારું પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. ક્રુઝ પર નિષ્ણાતો માર્ગદર્શન આપે છે અને નિસર્ગવાદીઓ ઊંડાણભરી માહિતી આપતા લેક્ચર્સ આપે છે અને ચર્ચા કરે છે, જેને લીધે આર્કટિકની ઈકોસિસ્ટમ, તેના પડકારો અને તેના સંવર્ધનના મહત્ત્વની ઊંડી સમજ મળે છે.
આમ, આપણે મિડનાઈટ સનના પ્રકાશ થકી પ્રવાસ કર્યો, નોર્ધર્ન લાઈટ્સ હેઠળ નૃત્ય કર્યું અને પોલાર બેર એક્સપ્રેસ ક્રુઝ પરથી ઉત્તરીય હિંસ્ર દુનિયાની સેર કરી છે. આ દરેક અનુભવો નૈસર્ગિક દુનિયા સાથે જોડાણ કરવાની અજોડ પદ્ધતિ પ્રદાન કરીને પ્રવાસીઓની વિવિધ રુચિઓ અને ઈચ્છાઓને પહોંચી વળે છે. આ દરેક અભૂતપૂર્વ ઘટનાઓ અને અનુભવો ધ્રુવીય પ્રદેશોમાં નૈસર્ગિક અજાયબીઓમાં અજોડ ડોકિયું કરાવે છે, જે સાહસપ્રેમીઓ અને નિસર્ગપ્રેમીઓને અવિસ્મરણીય યાદગીરીઓ આપે છે. જોકે તમારે કયું પસંદ કરવું જોઈએ? આનો ઉત્તર તમે કયું સાહસ ખેડવા માગો છો તેની પર આધાર રાખે છે. તે હું તમારી પર છોડી દઉં છું.
મિડનાઈટ સન નિરંતર દિવસો જોવાનું ગમે તેવા લોકો માટે આદર્શ નીવડી શકે છે, જેઓ મધરાત્રે સૂર્યના પ્રકાશ હેઠળ અદભુત ક્ષિતિજોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અને ખોજ કરી શકે છે.નોર્ધર્ન લાઈટ્સ રાત્રિનું આકાશ જોવાના શોખીનો અને ફોટોગ્રાફરો માટે ઉત્તમ છે, જે શાંત, વધુ આહલાદક અનુભવ આપે છે અને તમારા જેવા લોકોને બ્રહ્માંડ સાથે મજબૂત રીતે જોડે છે.
ધ પોલાર બેર ક્રુઝ અંતરિયાળ હિંસ્ર દુનિયા, દેશી સંસ્કૃતિઓની ખોજ કરવા અને વાઈલ્ડલાઈફનાં દર્શનની શક્યતા ચાહતા લોકો માટે ઉત્તમ સાહસ છે.તો પસંદગી તમારી છે. ચાલો, બેગ ભરો, નીકળી પડો!
નો દ અનનોન - અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ
#KnowTheUnknown Podcast by Neil Patil
પરીકથામાં વર્ણન કરેલો દેશ જો પ્રત્યક્ષમાં જોવો હોય તો આપણા પાડોશી ભૂતાનની અવશ્ય મુલાકાત લેવી જોઈએ, કારણ કે હિમાલયના ખભે વસેલો આ નાનો દેશ તેની અનેક વિશિષ્ટતાઓથી ખરેખર ચકિત કરે છે. ભૂતાન દુનિયામાં પ્રથમ દેશ છે જેણે દેશની સમૃદ્ધિ ‘જીડીપી’ એટલે કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સથી નહીં પણ ‘ગ્રોસ નેશનલ હેપ્પીનેસ’થી ગણતરી કરવાનું શરૂ કર્યું.કદાચ આ દેશમાં દુનિયામાં સૌથી મોડું, એટલે કે, ફક્ત ૨૫ વર્ષ પૂર્વે ટેલિવિઝનનો પ્રવેશ થયો, જેથી અહીંના નાગરિકો વધુ આનંદિત હશે!
નિસર્ગ સંપદાથી સમૃદ્ધ આ દેશમાં ૬૦%થી વધુ જમીન વન આચ્છાદિત છે. પ્રદૂષણકારી ઉદ્યોગોને આ દેશમાં બંધી હોવાથી આ દેશ રીતસર કાર્બન નેગેટિવ ઠર્યો છે. ૧૯૭૪ સુધી આ દેશમાં વિદેશી પર્યટકોનો પ્રવેશ નહોતો. હમણાં પણ આવનારા પર્યટકો ‘એન્વાયર્નમેન્ટ ટેક્સ’ ભર્યા વિના ભૂતાનમાં પર્યટન કરી નહીં શકાય. ‘આર્ચરી’ એટલે કે ‘ધનુર્વિદ્યા’ આ દેશની રાષ્ટ્રીય રમત છે.ભૂતાનનું ચલણ ‘ગુલ્ટ્રૂમ’ ભારતીય રૂપિયા સાથે જોડાયેલું હોવાથી તમે ભૂતાનમાં ભારતીય રૂપિયા આપીને મન ધરાઈ જાય ત્યાં સુધી શોપિંગ કરી શકો છો. આપણા મહારાષ્ટ્રના એક દશાંશ આકારનો આ દેશ નદીઓ પર જળ વિદ્યુત પ્રકલ્પ ચલાવે છે અને તૈયાર થનારી વીજ ભારતને વેચે છે. તિબેટી ભાષાઓના કુળમાં આવતી ‘ઝોંગકા’ ભૂતાનની રાષ્ટ્રીય ભાષા છે. આ ભાષા લખવા માટે જેલિપિ વપરાય છે તેને ‘છોકે’ કહેવાય છે. આ લિપિ અભિજાત તિબેટી લિપિ જેવી જ છે. ભૂતાનમાં બૌદ્ધ ધર્મનાં મૂળિયાં છે. ભૂતાન દેશના નાગરિકોને ‘ટ્રિગ્લામ નામઝા’ એટલે કે,‘શિસ્તબદ્ધ વર્તનના નિયમ’નું પાલન કરવું પડે છે. તેમાં નાગરિકોએ કાયમ પારંપરિક પોશાક જ ધારણ કરવો પડે છે. ઉપરાંત ઘરો - ઈમારતો -કાર્યાલયો બાંધતી વખતે પારંપરિક વાસ્તુશૈલીમાં જ તે બાંધવા જોઈએએવા અનેક નિયમો છે.
ભૂતાનમાં હજુ રેલવે માર્ગ નથી. જોકે ભારત સરકારના સહયોગમાં ભારત-ભૂતાન રેલવે માર્ગનું કામ ચાલી રહ્યું છે. ભારતમાંથી ભૂતાનમાં હવાઈ માર્ગે જવું હોય તો ‘ડ્રૂક એર’ આ એકમાત્ર એર કંપનીની સેવા ઉપલબ્ધ છે. આ ભૂતાનની રાષ્ટ્રીય હવાઈ સેવા આપતી કંપની છે. ભૂતાનની સેનામાં નૌકાદળ અને હવાઈ દળ નથી, ફક્ત ભૂદળ છે. ભૂતાનના હવાઈ સંરક્ષણની જવાબદારી ભારતની છે અને ભૂતાની લશ્કરને પ્રશિક્ષણ આપવાનું કામ પણ ભારતીય સેના જ કરે છે. ભૂતાનમાં સંવિધાનિક રોજાશાહીને સંસદીય લોકશાહીની જોડ આપીને દેશનો કારભાર ચલાવવામાં આવે છે.ઈતિહાસકાળથી રાજઘરાણાના અમલ હેઠળ આ દેશની લોકશાહીનો પ્રવાસ ૨૦૦૮ની ચૂંટણીઓને લીધે શરૂ થયો. હિમાલયના નિસર્ગથી પરંપરા અને રિવાજ સુધી બધું જ આત્મીયતાથી જતનકરનારા આપણા આનંદિત પાડોશીની મુલાકાત લેવાની તક ચૂકશો નહીં. વીણા વર્લ્ડ પાસે ભૂતાન સહેલગાહના અનેક વિકલ્પ છે. તેમાંથી જોઈએ તે પસંદ કરો અને આ વર્ષે નીકળી પડો ભૂતાનમાં.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.