Published in the Sunday Mumbai Samachar on 4 February 2024
આજે હું તમને ઈશાન્ય ભારતની વાદળોથી ઘરાયેલી ટેકરીઓની ટોચે લઈ જવા માગું છું, જે નિસર્ગની અજાયબી એવા પુલો વિશેની પારંપરિક સમજને બદલી નાખે છે. ઘણા બધા વીણા વર્લ્ડના ટુર મેનેજરો અનુસાર નિસર્ગની આ અજાયબી માનવીઓ અને નિસર્ગ વચ્ચે ચાતુર્ય અને સંવાદિતાનો દાખલો છે. હું જીવિત મૂળિયાંના પુલો તરીકે પ્રસિદ્ધ સેન્દ્રિય માળખાંઓ વિશે વાત કરી રહ્યો છું, જે મેઘાલય રાજ્યમાં જોવા મળે છે.
ખાસી અને જૈંતિયા ટેકરીઓમાં વસેલા મેઘાલયને વરસાદના ભરપૂર આશીર્વાદ છે અને હરિયાળાં, ગાઢ જંગલોને ફૂલવાફાલવા માટે તે પૂરક સ્થિતિ છે. અહીં એકાદ કાલ્પનિક નવકથાના દ્રશ્ય જેવું જ નૈસર્ગિક દ્રશ્ય એવા જીવિત મૂળિયાંના પુલો સદીઓથી જોવા મળે છે, જે ચોમાસામાં પાણી ભરાઈ જતા માર્ગોમાં સ્થાનિક સમુદાયો માટેજીવાદોરીનું કામ કરે છે.
આ પ્રદેશમાં ભરપૂર વરસાદ પડે છે, જે ભારતમાં સર્વોચ્ચ હોવાનું કહેવાય છે. ઉપરાંત અહીંની સમૃદ્ધ, ફળદ્રુપ માટી આ અજોડ પુલો જેમાંથી વૃદ્ધિ પામે છે તે ફિકસ ઈલાસ્ટિકા ઝાડ માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. આમ છતાં આ વનસ્પતિશાસ્ત્રની સિદ્ધિમાં ફક્ત હવામાનની પ્રચુરતા કારણભૂત નથી, પરંતુ તે માટે ખાસી અને જૈંતિયા લોકોની પારંપરિક નિપુણતા પણ કારણભૂત છે, જેમની સંસ્કૃતિ અને ઈતિહાસ આ જીવિત માળખાંઓ સાથે એકબીજામાં ગૂંથાયેલાં છે.
જીવિત મૂળિયાંના પુલોની ઉત્પત્તિઓનું પગેરું સદીઓ પાછળ મળી શકે છે, જે સ્થાનિક ઘરેલુ સમુદાયના વારસામાં ખૂંપેલું છે. ખાસી અને જૈંતિયા જાતિઓ માટે આ પુલો જરૂરત અને જંગલો સાથે તેમની સંવાદિતાની અભિવ્યક્તિ પણ છે. તેમની આરંભની વાર્તા પેઢી દર પેઢી ચાલ્યા આવતા પૂર્વજોના વિવેકવિચારમાં રહેલી છે, જ્યાં તેઓ નદીના પટ અને ઊંડી ખીણમાં ઝાડનાં હવાઈ મૂળિયાંઓને સમયાંતરે વૃદ્ધિ માટે ધીરજપૂર્વક એકબીજામાં ગૂંથે છે અને દોરે છે.
આ પુલો નશ્ર્વર હાથો દ્વારા નહીં, પરંતુ નિસર્ગની સૌથી મહત્ત્વપૂર્ણ હયાતિની યંત્રણા-મૂળિયાંની વૃદ્ધિ અને પુન:નિર્મિતીનાં જીવનચક્રોના ધીરજપૂર્વક અને અચૂક પ્રોત્સાહન દ્વારા ઘડવામાં આવ્યા હતા. ખાસી અને જૈંતિયા લોકોએ પહોંચવા માટે સૌથી મુશ્કેલ અને જ્યાં મજબૂત, વ્યૂહાત્મક રીતે સ્થિત ખડકોની હાજરી હોય અને અન્ય ઝાડો આ મહત્ત્વપૂર્ણ જીવાદોરીના આરંભને પ્રેરિત કરી શકે તેવાં મોટે ભાગે ટેકરીઓના ભાગોમાં વસેલાં સૌથી અનુકૂળ સ્થળો ઓળખી કાઢ્યાં હતાં.
તો, ચાલો હવે આપણે આ પુલો વાસ્તવમાં કઈ રીતે નિર્માણ કરાયા તે વિશે જાણીએ. ફિકસ ઈલાસ્ટિકા અથવા રબરનાં ઝાડ આ જીવિત પુલોના નમ્ર નિર્માણનાં ઘટકો છે. સમય અનુકૂળ હોય, સામાન્ય રીતે ચોમાસાના વરસાદમાં ખાસી અને જૈંતિયા લોકો મૂળિયાંઓનું મિલન થાય અને જાળીઓ રચે તે માટે નમ્રતાથી ગૂંથણ, આંતરજોડાણ અને પ્રેરિત કરવા માટે તેમનું કામ શરૂ કરે છે. આ પ્રક્રિયા બહુ જ મુશ્કેલ છે છતાં નૈસર્ગિક પુલો ધીમે ધીમે પોતાની મેળે સાકાર થાય છે, જે જીવિત રેસા અને પૃથ્વીનું સંયોજન છે. આ પુલો પોતાની જીવંત વૃદ્ધિ પામેલી લવચીકતા ગુમાવ્યા વિના માનવીઓનું વજન ઝીલવા સક્ષમ બને તે પૂર્વે મોટે ભાગે એક દાયકા સુધી સમયની ધીરજ માગી લે છે.
વર્ષોનાં વહાણાં વીતે અને મૂળિયાં એકબીજામાં ગૂંથાય તેમ સમુદાયો દરેક મોસમ સાથે આ પુલોને એકબીજામાં મજબૂત રીતે ગૂંથીને તેની જાળવણી કરે છે. તેઓ નિર્માણ કરે તે પથમાર્ગ મેઘાલયના નૈસર્ગિક દ્રશ્ય તરફ ઈશારો કરતાં ગામડાંઓ અને વસાહતો વચ્ચે અજોડ જોડાણ પૂરું પાડે છે, જે મોટે ભાગે વરસાદથી પાણી ભરાયેલી નદીઓ પાર કરવાનું એકમાત્ર માધ્યમ તરીકે કામ આવે છે.
આ જીવિત મૂળિયાંના પુલોનું નિર્માણ જૈવ- ઈજનેરીનો ઉત્તમ દાખલો છે, જ્યાં દરેક ડિઝાઈનની વિશિષ્ટતાઓ વનસ્પતિની તેજસ્વિતા સાથે ભળી જાય છે. આ ટેક્ધિકને "મૂળિયાંને વશમાં કરવું તરીકે ઓળખવામાં આવે છે, જે સોપારીના થડ, લાકડાની પાલખી અને પથ્થરોનો તાલીમ માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરીને ચોક્કસ દિશામાં મૂળિયાંઓને દોરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બિન-માનવી છેડાઓ સાથેના આ માનવી પુલ કળાકારીગરી અને સંવર્ધનને અજોડ રીતે ગૂંથતી પુલ નિર્માણ ટેક્ધિક છે.
ખાસ કરીને આમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ પુલોની ફિલોસોફીના હાર્દમાં સક્ષમતા રહેલી છે. કોન્ક્રીટ અને સ્ટીલના પુલોથી વિપરીત આ પુલોમાં કાર્બન ઉત્સર્જન નગણ્ય હોય છે અને પર્યાવરણ પ્રણાલી સાથે સંવાદિતા ધરાવે છે. આ હરિત પુલો શ્ર્વાસ લે છે અને ઝાડના શ્ર્વાસોશ્ર્વાસ અને નમ્ર પ્રભાવ સાથે ખેંચાય છે, જે ચોમાસાના વાર્ષિક પ્રકોપ સામે અડીખમ રહેવાની ખાતરી રાખે છે. આ પુલોમાં કામે લાગેલા ઈજનેરી વિવેકવિચાર પારંપરિક, ઘરેલુ જ્ઞાનની શક્તિનો વણબોલ્યો દાખલો છે. તે પર્યાવરણીય પડકારોના યુગમાં માળખાકીય સુવિધાઓ પ્રત્યે વધુ સંવાદિતા અને સક્ષમ અભિગમની તાતી જરૂર હોવાનું પણ દર્શાવે છે.
મેઘાલયના લોકો માટે જીવિત મૂળિયાંના પુલ કાર્યશીલતાથી પણ વિશેષ છે. તે તેમની સંસ્કૃતિ અને ઓળખનું અવિભાજ્ય અંગ છે. તે ગામડાંઓને જોડે છે, પેઢીઓને જોડે છે અને સદીઓથી ટેકરીઓના પર્યાવરણનું જતન કરવાની જીવનની રીતનું પ્રતિક છે. ચોમાસા દરમિયાન અન્ય પુલો ધોવાઈ જાય છે ત્યારે જીવિત મૂળિયાંના પુલો અડીખમ રહીને સમુદાયો અને બહારી દુનિયા વચ્ચે મહત્ત્વપૂર્ણ કડી પૂરી પાડે છે.
મેઘાલયની પ્રચુર લીલોતરી વચ્ચે વસેલા આ પુલો ઉત્સુક પ્રવાસીઓ, સાહસિકો અને નિસર્ગના શોખીનોનું ધ્યાન આકર્ષે છે. તે સક્ષમતાનો જીવંત બોધ છે અને ઘરેલુ લોકોની સંસાધન સમૃદ્ધિની રોચક વાર્તા છે.
મને અંગત રીતે લાગે છે કે મેઘાલયના જીવિત મૂળિયાંના પુલો સક્ષમ ભવિષ્ય કેવું દેખાઈ શકે છે તેની દીર્ઘદ્રષ્ટિ પ્રદાન કરે છે. આધુનિક દુનિયા પર્યાવરણીય સંતુલનના મહત્ત્વ સાથે સંઘર્ષ કરી રહી છે ત્યારે આ માળખાંઓ મૂક માર્ગદર્શક તરીકે ઊભા છે, જે ધીરજ, પોષણ અને તોડ્યા વિના વાળવાના યુગયુગના વિવેકવિચારને અધોરેખિત કરે છે.
ખાસી અને જૈંતિયા ટેકરીના વસાહતીઓ માટે અને દર વર્ષે મુલાકાત લેતા હજારો પ્રવાસીઓ માટે આ જીવિત મૂળિયાંના પુલો આશા અને સાતત્યતાની દીવાદાંડી છે. તેઓ તે યુગનું પ્રતિક છે, જ્યાં નિસર્ગ અને માનવી વચ્ચેનું જોડાણ વિરોધાભાસી નહોતું પરંતુ એકત્રિત હતું. તેઓ આપણને એવા વિચાર કરવા માટે પણ પ્રેરિત કરે છે કે દેખીતી રીતે જ સૌથી ટકાઉ અને સુંદર માળખાકીય સુવિધા માનવી હાથોથી બિલકુલ નિર્માણ થઈ નહોતી.
અંતે હું ફક્ત એ કહેવા માગું છું કે મેઘાલયના જીવંત મૂળિયાંના પુલો ફક્ત વનસ્પતિશાસ્ત્રની ઉત્સુકતા નથી કે પર્યટકોનું આકર્ષણ નથી, પરંતુ તે આ પ્રદેશના સાંસ્કૃતિક અને નૈસર્ગિક રેસાનો આંતરિક ભાગ છે. તે સમુદાયોને બાંધતાં મૂળિયાં છે, તે સ્થાનિક વિવેકવિચારની સ્થિતિસ્થાપકતાનો મજબૂત દાખલો છે અને ભૂતકાળમાં મજબૂત મૂળ ધરાવતા સક્ષમ ભવિષ્યનું વચન છે. આપણા સુંદર અતુલનીય ભારતમાં આપણને જોવા મળતી અગણિત અજાયબીઓમાં આ વધુ એક વિશિષ્ટતા છે.
તો, આપણે 2024ના બીજા મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ચાલો, આ અજાયબીભર્યા પુલો આપણે પર્યાવરણ સાથે સંવાદિતામાં કામ કરીએ ત્યારે શું હાંસલ કરી શકીએ તેનો નમૂનો જોઈએ. તેમને પોષનારા લોકોના વારસાનું આપણે સન્માન કરીએ અને હંમેશની જેમ હું આ પ્રશ્ર્ન સાથે મારી વાત પૂરી કરી છું: શું તમે તમારી પ્રવાસની યાદીમાં જીવિત મૂળિયાંના પુલો પર નિશાન કર્યું છે? જો નહીં કર્યું હોય તો 2024 તમારું તે વર્ષ છે? પસંદગી તમારી છે. હું કહું છું, જાઓ અને જીવનની ઉજવણી કરો!
નોર્ધર્ન લાઈટ્સ કે મિડનાઈટ સન કે ફક્ત આઈસલેન્ડ સ્કેન્ડિનેવિયા
ગયા અઠવાડિયામાં સ્કેન્ડિનેવિયા નોર્ધર્ન લાઈટ્સની ટુર ચાલતી હતી. ટુરના પહેલા જ દિવસે નોર્વેના ટ્રોમસોમાં પર્યટકોને નોર્ધર્ન લાઈટ્સનો ચમત્કાર જોવા મળ્યો અને તેમની ખુશીનો કોઈ પાર નહોતો. ગયા મહિનામાં ડિસેમ્બરમાં પણ નોર્ધર્ન લાઈટ્સની ટુર હતી અને તે સમયે પણ પર્યટકોને આસમાનમાં થતી આ રોશનાઈ જોવા મળી. તેને ‘ઓરોરા બોરીયાલિસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ટુર્સ પર પર્યટકોની સંગાથે રહેલા અમારા ટુર મેનેજર્સ રાહુલ દેસાઈ અને મહેન્દ્ર વાડકરના મતે આ વર્ષે નોર્ધર્ન લાઈટ્સ બહુ જ સારી રીતે દેખાઈ રહી છે. અને તેનું કારણ પણ છે. 2024માં નોર્ધર્ન લાઈટ્સ વધુ બ્રાઈટ દેખાશે. આ વિશે વીણા વર્લ્ડના નીલ પાટીલે લખેલા આર્ટિકલનો ક્યુઆર કોડ અહીં આપ્યો છે. તે સ્કેન કરીને 2024માં નોર્ધર્ન લાઈટ્સ ફિનોમેનાની માહિતી જરૂર વાંચો. નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અમારી પાસે બે પ્રકારની ટુર્સ છે. એક છે સ્કેન્ડિનેવિયા નોર્ધર્ન લાઈટ્સ નવ દિવસની ટુર, જ્યારે બીજી છે ચૌદ દિવસની આઈસલેન્ડ સ્કેન્ડિનેવિયા નોર્ધર્ન લાઈટ્સ ટુર. ફેબ્રુઆરીમાં નીકળતી આ ટુર્સમાં અનુક્રમે બે અને પાંચ સીટ્સ ઉપલબ્ધ હતી તે આ લખતી વખતે. યુ કેન ટ્રાય ઈફ સીટ્સ આર અવેલેબલ. અધરવાઈઝ માર્ચમાં પણ આ બંને ટુર્સ છે અને તેના બુકિંગ ચાલુ છે. નોર્ધર્ન લાઈટ્સ સ્કેન્ડિનેવિયાને મળેલા આશીર્વાદ છે, કારણ કે આ નિસર્ગ ચમત્કાર જોવા નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી દુનિયાભરના પર્યટકો આવતા હોય છે. મે જૂનમાં શાળાની રજાઓ હોય છે, જેથી પર્યટકો બેસ્ટ ઓફ સ્કેન્ડિનેવિયા અથવા સ્કેન્ડિનેવિયા આઈસલેન્ડનું કોમ્બિનેશન લે છે. સમર વેકેશનમાં નોર્ધર્ન યુરોપ અથવા આ નોર્ડિક ટુર્સની બહુ માગણી હોય છે. સ્કેન્ડિનેવિયા અને આઈસલેન્ડને વધુ એક વરદાન મળ્યું છે તે મિડનાઈટ સનનું. મે એન્ડથી જુલાઈ સુધી અહીં ચોવીસ કલાક સૂર્યપ્રકાશ અથવા દિવસ હોય છે, સૂર્ય અસ્ત થતો જ નથી. મધરાત્રે આ સૂર્ય જોવા પર્યટકો દૂર દૂરથી આવે છે. વીણા વર્લ્ડ પાસે સ્કેન્ડિનેવિયા મિડનાઈટ સનની સોળ દિવસની છેલ્લાં અનેક વર્ષથી લોકપ્રિય પ્રવાસ છે, જેના બુકિંગ હાલમાં ચાલી રહ્યા છે. આઈસલેન્ડ સ્કેન્ડિનેવિયા મિડનાઈટ સનની ચૌદ દિવસની કોમ્બિનેશન ટુરપણ છે. આ ટુર્સ પ્રત્યેકી બે જ છે, જેથી શક્ય તેટલું જલદી બુકિંગ કરવાનું હિતમાં રહેશે. બાકી નિશ્ર્ચિંત રહો, વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ અને તેમના સપોર્ટ માટેઆખી ઓફિસ ટીમ છે જ તમારી પડખે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.