Published in the Sunday Mumbai Samachar on 16 March 2025
તેના ઊંડાં મૂળિયાં ધરાવતા ઈતિહાસથી લઈને તેના ધમધમતા બજારો અને મોઢામાંથી પાણી લાવી દેનારાં ખાદ્યો સુધી,ઈસ્તંબુલ સંસ્કૃતિઓના અજોડ સંમિશ્રણ સાથે તેના મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરીને રહે છે.
હું ગયા વર્ષે મિત્રનાં લગ્નમાં ઈસ્તંબુલ ગયો હતો અને મને કહેવા દો કે તેના જેવું કશું જ નથી! આ શહેર સંસ્કૃતિ, ઈતિહાસ અને અદભુતખાદ્યોથી ધમધમે છે. તે ટૂંક સમયમાં જ મારાં પાંચ ફેવરીટ સ્થળમાંથી એક બની ગયું છે. તે એટલી હદે કે મેં મારી 2025ની બકેટ લિસ્ટમાંતેને ઉમેરી દીધું છે, કારણ કે આ શહેરની એક વાર મુલાકાત પૂરતી નથી!
ઈસ્તંબુલ શા માટે? તેનાં જૂજ કારણો નીચે મુજબ છેઃ
- ટ્રાન્સકોન્ટિનેન્ટલ શહેરઃ દુનિયામાં આ એકમાત્ર એવું શહેર છે જેના બે ખંડ છે. બોસ્ફોરસ સ્ટ્રેઈટયુરોપ અને એશિયાને વિભાજિત કરે છે.
- ભવ્ય બજારઃ દુનિયાની આ સૌથી જૂની અને વિશાળ કવર્ડ માર્કેટ્સ છે,જે ટેક્સટાઈલ્સ, જ્વેલરી, મસાલાઓ અને સેરામિક્સ વેચતા 4000થી વધુ દુકાનોનું ઘર છે.
- યુરેશિયા ટનલઃ આ ભૂજળ માર્ગ ટનલ ઈસ્તંબુલને યુરોપિયન અને એશિયન બાજુઓથી જોડે છે.
- ઐતિહાસિક નામ ફેરબદલીઃ એક સમયે બાયઝેન્ટિયમ તરીકે ઓળખાતું, જે પછી કોન્સ્ટેન્ટિનોપલ અને આખરે ઈસ્તંબુલ નામકરણ થયું.
આજે હું છેલ્લા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છુંઃ ઈસ્તંબુલ અને કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે શું ફરક છે?
કોન્સ્ટેન્ટિનોપલ વિ. ઈસ્તંબુલ
એક શહેર માટે બે નામ છે, પરંતુ અલગ અલગ ઐતિહાસિક સમયગાળાનાં છે. અજોડતા અલગ અલગ સંસ્કૃતિઓ અને સમયરેખાઓ દ્વારાતેના ઉપયોગમાં રહેલી છે.
કોન્સ્ટેન્ટિનોપલઃ બાયઝેન્ટાઈનનું ઘરેણું
કોન્સ્ટેન્ટિનોપલની સ્થાપના રોમન સામ્રાજ્યની નવી રાજધાની તરીકે રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈન ધ ગે્રટ દ્વારા ઈ.સ. પછી 4થી સદીમાં થઈ હતી. તે પૂર્વીય રોમન (બાયઝેન્ટાઈન) સામ્રાજ્યની રાજધાની બની હતી અને હજારો વર્ષો સુધી સાંસ્કૃતિક, વેપાર અને ધાર્મિક કેન્દ્ર રહી હતી. "કોન્સ્ટેન્ટિનોપલ નામનો અર્થ "સિટી ઓફ કોન્સ્ટેઈન્ટાઈન એવો થાય છે.
આ શહેરના વ્યૂહાત્મક સ્થળે તેને બાયઝેન્ટાઈન વિશ્વનું હાર્દ બનાવી દીધું છે. તે સમ્રાટ થિયોડોસિયસ ॥ દ્વારા નિર્મિત વ્યાપક ત્રિ-સ્તરીય દીવાલો સાથે એકદમ મજબૂત હતી. આ સંરક્ષણે તેને અનેક હુમલાઓમાં પણ અડીખમ રહીને તે સમયનાં સૌથી સુરક્ષિત શહેરમાંથી એક બનાવી દીધું હતું.
કોન્સ્ટેન્ટિનોપલ હાયા સોફિયા સહિત સ્થાપત્ય અજાયબીઓનું પણ ઘર રહ્યું છે, જે મંત્રમુગ્ધ કરનારું ચર્ચ હજારો વર્ષથી દુનિયાનાસૌથી વિશાળ કેથેડ્રલ તરીકે ઊભું છે. અન્ય મહત્ત્વપૂર્ણ સીમાચિહનોમાં હિપ્પોડ્રોમ છે, જે ચેરિયટ રેસ અને રાજકીય ઘટનાઓનું સાક્ષી રહ્યું છેઅને નૈસર્ગિક બંદર ગોલ્ડન હોર્ન વેપાર માટે મહત્ત્વપૂર્ણ છે.
ઓર્થોડોક્સ ક્રિસ્ટિનિયાટીના કેન્દ્ર તરીકે કોન્સ્ટેન્ટિનોપલે ખાસ કરીને 1054ના ગે્રટ સિઝમ દરમિયાન ધાર્મિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે,જેણે ક્રિસ્ટિનિયાટીને ઈસ્ટર્ન ઓર્થોડોક્સ અને રોમન કેથોલિક શાખાઓમાં વહેંચી દીધી હતી. આ શહેરમાં વિશાળ લાઈબે્રરીઓ,શાળાઓ અને કળાત્મક સમુદાય પણ છે, જે બાયઝેન્ટાઈનના શાસન હેઠળ હોઈ અતુલનીય મોઝેક્સ, ધાર્મિક પ્રતિકો અને લિપિઓ નિર્માણ કરે છે.
ઈસ્તંબુલઃ ધ ઓટ્ટોમન મેટ્રોપોલિસ
1453માં કોન્સ્ટેન્ટિનોપલ મેહમદ ધ કોન્કરર તરીકે પણ ઓળખાતા સુલતાન મેહમદ ॥ હેઠળ ઓટ્ટોમન ટર્કસના હાથે આવ્યું હતું. આ સાથે બાયઝેન્ટાઈન સામ્રાજ્યનો અંત આવ્યો અને ઓટ્ટોમન શાસન હેઠળ નવો યુગ શરૂ થયો.
શહેરનું નામ ધીમે ધીમે ઈસ્તંબુલમાં રૂપાંતર થયું, જે ગ્રીક વાક્ય "ઈસ તિન પોલિન (જેનો અર્થ "શહેરને) એવો થાય છે. ઓટ્ટોમન્સ હેઠળ ઈસ્તંબુલ પર્સિયન, આરબ અને બાલ્કન પરંપરાઓના પ્રભાવો સાથે સંસ્કૃતિઓનું કેન્દ્ર બની ગયું. શહેર ઓટ્ટોમન સામ્રાજ્યની રાજધાની તરીકે ફૂલવાફાલવા લાગ્યું, જ્યાં ભવ્ય મસ્જિદો, રજવાડાઓ અને ધમધમતી બજારો જોવા મળે છે.
ઓટ્ટોમન્સે કોન્સ્ટેન્ટિનોપલના ચર્ચોને મોસ્ક્સમાં પરિવર્તિત કરી દીધા, જે હાયા સોફિયા તરીકે અત્યંત પ્રસિદ્ધ છે, જે 1453માં મસ્જિદ બની ગયું હતું. અન્ય સ્થાપત્યના નમૂનાઓમાં બ્લુ મોસ્ક (મસ્જિદ), ધ સુલેમાનિયા મોસ્ક અને ઓટ્ટોમન સુલતાનોનું આલીશાન નિવાસસ્થાન ટોપકાપી પેલેસનો સમાવેશ થાય છે. નવી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને બજારો નિર્માણ થઈ, જેણે ઈસ્તંબુલને ફૂલતાફાલતા આર્થિક અને બૌદ્ધિક કેન્દ્ર બનાવી દીધું.
ઈસ્તંબુલ 20મી સદીના આરંભમાં સામ્રાજ્યના પતન સુધી ઓટ્ટોમનની રાજધાની રહ્યું હતું. 1923માં રિપબ્લિક ઓફ ટર્કીની સ્થાપના પછી અંકારા નવી રાજધાની બની, પરંતુ ઈસ્તંબુલ દેશનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર તરીકે ચાલુ રહ્યું. "ઈસ્તંબુલ નામ ભાષામાં સુધારણાના ભાગરૂપે લેટિન બારાખડી ટર્કી દ્વારા રજૂ કરવામાં આવી ત્યારે 1930માં વિધિસર રીતે અપનાવવામાં આવ્યું હતું.
આમ, કોન્સ્ટેન્ટિનોપલે શહેરના બાયઝેન્ટાઈન યુગનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે ઈસ્તંબુલ તેની આધુનિક ઓળખ છે. નામ ફેરબદલી બાયઝેન્ટાઈનથી ઓટ્ટોમન શાસનમાં તેના રૂપાંતર અને આજે છે તે સ્વર્ણિમ, પચરંગી મહાનગરમાં તેની ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરે છે.
ઈસ્તંબુલમાં શું જોવા જેવું છે
ઈસ્તંબુલ શહેરમાં ઈતિહાસનું મિલન આધુનિકતા સાથે થાય છે અને અહીં જોવા જેવું ઘણું બધું છે. અહીં અમુક અવશ્ય મુલાકાત લેવાનાં આકર્ષણોનીચે મુજબ છેઃ
- હાયા સોફિયા (આયાસોફિયા)ઃ આ અદભુત માળખાએ બાયઝેન્ટાઈન કેથેડ્રલને ઓટ્ટોમન મસ્જિદમાં ફેરવી દીધું,જે તે સમયનું મ્યુઝિયમ હવે ફરી મસ્જિદ છે.
- બ્લુ મોસ્ક (સુલતાન અહમદ મોસ્ક)ઃ તેની આકર્ષક બ્લુ ટાઈલ્સ અને છ મિનારાઓ માટે જાણીતું છે.
- ટોપકાપી પેલેસઃ ઓટ્ટોમન સુલતાનોનું આ મનોહર નિવાસસ્થાન ટોપકાપી ડેગર અને સ્પૂનમેકર્સ ડાયમંડ જેવો ખજાનો ધરાવે છે.
- ગ્રાન્ડ બજારઃ આ અવશ્ય મુલાકાત લેવા જેવા બજારમાં હજારો લોકો જ્વેલરી, ટેક્સટાઈલ્સ, મસાલાઓ અને ઘણું બધું ખરીદી કરે છે.
- મસાલા બજાર (ઈજિપ્શિયન બજાર)ઃ આ ફ્રેગ્રન્ટ બજાર મસાલાઓ, મીઠાઈઓ અને ટર્કિશ પકવાનોથી ધમધમે છે.
- બોસ્ફરસ ક્રુઝઃ આ બોટ ટુર ઈસ્તંબુલની આકાશરેખા, રજવાડાઓ અને પુલોનો અદભુત નજારો પ્રદાન કરે છે.
- ગલાટા ટાવરઃ આ મધ્યયુગીન ટાવર શહેરનો મનોરમ્ય નજારો પૂરો પાડે છે.
- બેસિલિકા સિસ્ટર્નઃ આ ભૂગર્ભ રિઝર્વોયરમાં આકર્ષક સ્થાપત્યો અને પ્રસિદ્ધ મોડુસા હેડ કોલમ્સ છે.
- ડોલ્મેબાહ પેલેસઃ આ આલીશાન રજવાડું યુરોપિયન સ્ટાઈલનું ઈન્ટીરિયર દર્શાવે છે.
- ટર્કિશ બાથ્સ (હમામ)ઃ સેમ્બેરલિટાસ અથવા આયોસોફિયાહુરેમ સુલતાન હમામી જેવા ઐતિહાસિક હમામ ખાતે પારંપરિક ટર્કિશ સ્નાન અનુભવો.
- ઈસ્તિકલ સ્ટ્રીટ અને તકસિમ સ્ક્વેરઃ આ સ્વર્ણિમ વિસ્તારો દુકાનો, રેસ્ટોરાંઓ અને સ્ટ્રીટ પરફોર્મર્સથી ધમધમે છે.
- ચોરા ચર્ચ (કેરિયે મ્યુઝિયમ)ઃ દુનિયાના અમુક સુંદર બાયઝેન્ટાઈન મોઝેક્સ માટે ઘર છે.
ઈતિહાસ, સંસ્કૃતિ અને મંત્રમુગ્ધ કરનાર સ્થાપત્યોનું ઈસ્તંબુલનું ફ્યુઝન પ્રવાસીઓ માટે તેને અચૂક જોવા જેવું સ્થળ બનાવે છે.
ઈસ્તંબુલની ખાણીપીણી
ઈસ્તંબુલ સમૃદ્ધ ખાણીપીણી ધરાવે છે, જે મારી ટ્રિપની વધુ એક હાઈલાઈટ હતી. અહીં અમુક અવશ્ય અજમાવવા જેવી વાનગીઓ નીચે મુજબ છેઃ
- મર્સિમેકકોર્બાસી (લેન્ટિલ સૂપ)ઃ લાલ અથવા લીલા લેન્ટિલ્સ સાથે બનાવવામાં આવતા આ સ્વાદિષ્ટ સૂપમાં મસાલાઓઅને લીંબુંનો રસ નિચોવવામાં આવેલો હોય છે.
- બોરેકઃ આ ફ્લેકી પેસ્ટ્રીમાં ચીઝ અને પાલક ભરીને ઉત્તમ રીતે બેક કરાય છે.
- ઈમામ બાયિલ્દીઃ કાંદા, લસણ, ટમેટા અને મસાલા સાથે સ્ટફ કરેલા એગપ્લાન્ટ્સ એટલા સ્વાદિષ્ટ લાગે છેકે ઈમામ પણ છક થઈ ગયા હતા એવું કહેવાય છે!
- ડોલ્માઃ દ્રાક્ષનાં પાન અથવા બેલ પેપર્સમાં ભાત, હર્બ્સ અને મસાલા ભરવામાં આવે છે અને દહીં અથવા ઓલિવ ઓઈલ સાથે પીરસવામાં આવે છે.
- બકલાવાઃ આ મીઠી, લેયર્ડ પેસ્ટ્રી નટ્સથી ભરેલી હોય છે અને સિરપમાં ડુબાડીને અપાય છે.
- ટર્કિશ ડિલાઈટ (લોકમ)ઃ આ ચગળવાની ક્નફેકશન ખાંડ, નટ્સ અને ફ્રૂટ ફ્લેવર્સ સાથે બનાવવામાં આવે છે.
- સિમિટઃ આ સીસમ ક્રસ્ટેડ બે્રડ રિંગ મોટે ભાગે ચા સાથે માણવામાં આવે છે.
- કે (ટર્કિશ ચા) અને ટર્કિશ કોફીઃ કોઈ પણ મુલાકાતી માટે મહત્ત્વપૂર્ણ બેવરેજીસ, જે મોટે ભાગે સુંદર ડિઝાઈન કરાયેલી કપમાં પીરસવામાં આવે છે.
- કુનેફીઃ આ ક્રિસ્પી ડેઝર્ટ શ્રેડેડ પેસ્ટ્રી, સ્વીટ ચીઝ અને સિરપ સાથે બનાવવામાં આવે છે.
ઈસ્તંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલની આ ખૂબીઓ છે! તમે તેને ગમે તે નામે બોલાવો પરંતુ એક બાબત નિશ્ચિત છે તે દુનિયામાં ઉત્તમ શહેરમાંથી એક છે. તેનો ઊંડાં મૂળિયાં ધરાવતો ઈતિહાસથી તેના ધમધમતા બજારો અને મોઢામાંથી પાણી લાવી દેનારાં ખાદ્યો સુધી ઈસ્તંબુલ સંસ્કૃતિઓના અજોડ સંમિશ્રણ સાથે તેના મુલાકાતીઓને મોહિત કરી દે છે. તમે ઈતિહાસના શોખીન હોય, ખાવાના શોખીન હોય કે સાહસ ખેડવા માગતા હોય, ઈસ્તંબુલ તમારે માટે કાંઈક ને કાંઈક ધરાવે છે. તો ફરી મળીશું. સ્થાનિકો કહે છે તેમ "Ho_a kal!" ("હોસ્કાકલ!) (ગૂડબાય!).
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.