Published in the Sunday Gujarat Samachar on 31 March, 2024
જોતમે મારા લેખો વાંચતા હોય કે સ્પોટિફાય કે જિયોસાવન પર અમારા પોડકાસ્ટ સાંભળતા હોય તો તમે જાણો છો કે હું હંમેશાં એક પ્રશ્ન અચૂક પૂછું છું: તમે કેટલા દેશોમાં જઈને આવ્યા? જો તમે ગણતરી નહીં કરી હોય તો આગળ વધો અને નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરો અને તમે જોયેલા દેશની ગણતરી કરો, કારણ કે આજનો વિષય અમુક રીતે તેની સાથે સંબંધિત છે.
તો તમારો સ્કોર શું હતો? તમે કેટલા દેશોમાં જઈ આવ્યા છો? આપણે ઘણા બધા ભારતીયોએ એક દેશ હજુ જોયો નથી અને તે છે: કમ્બોડિયા.તો આજે હું તેની મુલાકાત લેવાનું કારણ જણાવીશ. અને કમ્બોડિયા જોવાનું સૌથી મોટું કારણ તેનું અદભુત અંગકોર વટ જોવાનું છે. તો ચાલો તે વિશે વધુ જાણીએ.
હંમેશની જેમ આપણે સૌપ્રથમ કમ્બોડિયા જોઈએ. મંત્રમુગ્ધ કરનારું સદર્ય ધરાવતો દેશ કમ્બોડિયા સંસ્કૃતિ અને ઈતિહાસથી સમૃદ્ધ છે, જે દક્ષિણપૂર્વ એશિયાના હૃદયમાં વસેલો છે. આ ધરતી પર ભૂતકાળ અને વર્તમાનનું સંમિશ્રણ સર્વ મુલાકાતીઓને અજોડ અને મંત્રમુગ્ધ કરનારો અનુભવ પ્રદાન કરે છે. તેના હરિયાળા નૈસર્ગિક સદર્ય અને નોમ પેન્હની સ્વર્ણિમ ગલીઓથી અંગકોર વટના અદભુત અવશેષો સુધી, કમ્બોડિયા ઘણી બધી અજાયબીઓનું સ્થળ છે. આ રાષ્ટ્રનો ઈતિહાસ પ્રાચીન સામ્રાજ્યોની ભવ્યતા અને માઠી સ્થિતિઓ વચ્ચે તેના લોકોની સ્થિતિ સ્થાપકતા સુધી જીત અને દુર્ઘટનાઓની રોચક વાર્તા ધરાવે છે. આજે કમ્બોડિયા તેના વસાહતીઓના મજબૂત જોશ અને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પુન:નિર્માણ અને સંવર્ધન માટે સમર્પિતતાનો દાખલો છે. સ્થળ તરીકે કમ્બોડિયા તેની આર્કેલોજિકલ અજાયબીઓ સાથે દક્ષિણપૂર્વ એશિયન જીવનના હૃદય અને અંતરમાંરોમાંચક ઝાંખી કરાવે છે.
કમ્બોડિયાના હૃદયમાં અંગકોર વટ ધમધમે છે. દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી શક્તિશાળી માનવસંસ્કૃતિમાંથી એક ખમીર સામ્રાજ્યના ચાતુર્ય અને સમર્પિતતાનો તે દાખલો છે. ખમીરે ૯મીથી ૧૫મી સદી સુધી રાજ કર્યું હતું અને તેનો પ્રભાવ આજે કમ્બોડિયા સુધી વિસ્તરેલો છે. થાઈલેન્ડ, લાઓસ અને વિયેતનામ તેની શિલ્પશાસ્ત્રીય, કૃષિ અને કળાત્મક સિદ્ધિઓ માટે પ્રસિદ્ધ આધુનિક સમાજ દર્શાવે છે. આ સામ્રાજ્યની રાજધાની અંગકોર પ્રતિકાત્મક અંગકોર વટ માટે શક્તિનું કેન્દ્ર અને ઘર હતું, જે કળા, શિલ્પશાસ્ત્ર અને આધ્યાત્મિક ભક્તિના સામ્રાજ્યના શિરોબિંદુનું પ્રતિક છે.
આ શિલ્પશાસ્ત્રીય અજાયબીઓ કમ્બોડિયાના હાર્દ અને અંતરનું પ્રતિક છે. તે એટલી હદે કે અંગકોર વટ કમ્બોડિયાના રાષ્ટ્રધ્વજ પર ચમકે છે,જે કમ્બોડિયન લોકો અને સંસ્કૃતિ માટે તેનું મહત્ત્વ આલેખિત કરે છે. અંગકોર વટ મંદિરોના શહેર' માં રૂપાંતર પામ્યું છે, જે દુનિયામાં સૌથી વિશાળ ધાર્મિક સ્મારક છે. ૧૨મી સદીના પૂર્વાર્ધમાં રાજા સૂર્યવરમ-૨ દ્વારા નિર્મિત આ સ્મારક આરંભમાં હિંદુ ભગવાન વિષ્ણુને સમર્પિત હતું. આ અદભુત મંદિર સંકુલ ૧૬૨ હેક્ટર ક્ષેત્રમાં પથરાયેલું છે, જે ખમીરના શિલ્પશાસ્ત્ર, કળા અને માનવી સંસ્કૃતિનું શિખર દર્શાવે છે.
મૂળમાં અંગત સમાધિ અને રાજ્ય મંદિર તરીકે નિર્મિત અંગકોર વટ ધીમે ધીમે ૧૪ મી અથવા ૧૫મી સદીમાં હિંદુવાદથી બુદ્ધવાદમાં રૂપાંતર પામ્યું.પશ્ચિમમાં તેના સંસ્કરણની દિશા, હિંદુ સંસ્કૃતિમાં મૃત્યુ સાથે લાક્ષણિક રીતે સંકળાયેલું છે, જે સૂચવે છે કે તે અગ્નિસંસ્કારના હેતુથી તૈયાર કરાયું હતું.તે નિર્માણકારોની આધ્યાત્મિક ધારણાઓમાં અજોડ અંતરદ્રષ્ટિ કરાવે છે.
૧૫ મી સદીમાં ખમીર સામ્રાજ્યના પતન બાદ અંગકોર વટ ધીમે ધીમે જંગલથી ઘેરાયું, જેની ૧૯મી સદીમાં ફ્રેન્ચ શોધકે ફરીથી ખોજ કરી હતી.આ પુન:ખોજ બાદ પુન:સ્થાપના અને સંવર્ધનનો પ્રવાસ શરૂ થયો, જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક ખજાના તરીકે આ સ્થળના મહત્ત્વનેઆલેખિત કરે છે.
આપણે અંગકોર વટ વિશે વિચારીએ ત્યારે મને લાગે છે કે શિલ્પશાસ્ત્રના નજરિયાથી તેને જોવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અંગકોર વટની શિલ્પશાસ્ત્રીય રચના હિંદુ બ્રહ્માંડની અતિસૂક્ષ્મ પ્રતિકૃતિ છે. સંકુલ પર અદભુત રીતે ઊભો મધ્યવર્તી ટાવર બ્રહ્માંડનું કેન્દ્ર પર્વત મેરૂનું પ્રતિક છે, જે ચાર નાના ટાવરોથી ઘેરાયેલું છે, જે પર્વતની આસપાસનાં શિખરો આલેખિત કરે છે. મોટો ખાડો અને બહારી દીવાલથી બંધ મંદિર સંકુલ બ્રહ્માંડીય મહાસાગરની સરહદ સાથેનું ધરતીનું વિમાન આલેખિત કરે છે. ઉપરાંત એવું પણ કહેવાય છે કે મંદિરની રચના જ્યોતિષશાસ્ત્ર અનુસાર છે, જેમાં અમુક વિશિષ્ટતાઓ સૌર અને ચંદ્રનાં ચક્રો સાથે અનુરૂપ છે.
મંદિર તેની દીવાલો પર શોભતા તેના વ્યાપક મૂળભૂત ઉભાર અને દેવતાઓ (પાલક આત્માઓ) માટે પ્રસિદ્ધ છે, જે હિંદુ પૌરાણિક કથાનાં દ્રષ્ટાંતરૂપ દ્રશ્યો છે. મંદિરની દીવાલો પથ્થરમાં કોતરવામાં આવેલી લગભગ ૨૦૦૦ અપ્સરા નૃત્યાંગનાઓથી શોભે છે, જે દરેક અજોડ વિશિષ્ટતાઓ અને અંગમુદ્રામાં દેખાય છે. આ કોતરકામની અચૂકતા અને બારીકાઈ કળાકારીગરોની કુશળતા અને ખમીર લોકોની ઊંડી ધાર્મિક શ્રદ્ધા દર્શાવે છે. ઉપરાંત અંગકોર વટમાં શિલાલેખ ૧૦૦૦ લીંટી જેટલું સૌથી લાંબું છે, જે ખમીર સામ્રાજ્યના વહીવટ અને સમાજ વિશે મૂલ્યવાન માહિતી આપે છે. જો આપણે પુરાતત્વના નજરિયાથી તેને જોઈએ તો મંદિર સંકુલ ઘણાં બધાં પુરાતત્વ અધ્યયનોનું કેન્દ્રબિંદુ રહ્યું છે, જેમાં નવી શોધ તેના નિર્માણ, કાર્યશીલતા અને તે નિર્માણ કરનારા લોકો પર પ્રકાશ પાડે છે.
અંગકોર વટ વિશે ઘણી બધી ભ્રમણાઓ અને દંતકથાઓ છે, જે તેના અદભુત ઈતિહાસમાં રહસ્યોનો ઉમેરો કરે છે. એક લોકપ્રિય દંતકથા એક રાતમાં મંદિર તૈયાર કરનારા પવિત્ર શિલ્પશાસ્ત્રીની વાર્તા કહે છે, જ્યારે અન્યો ખોજ કરવાની વાટ જોતા છૂપા ખંડો અને ખજાનાની વાત કરે છે. આ વાર્તાઓ ઐતિહાસિક પુરાવાઓ સાથે સુમેળ ખાતી નથી, પરંતુ અની જે પણ મુલાકાત લે તે બધાને મોહિત કરે અને પૂજ્યભાવ ધરાવે તે પ્રદર્શિત કરે છે.
જો તમે ફિલ્મોના ચાહક હોય તો આ મંદિર સંકુલનું હોલીવૂડ જોડાણ પણ છે. અંગકોર વટ અને તેની આસપાસનાં મંદિરોએ લોકપ્રિય સંસ્કૃતિ સાથે તેમના જોડાણ થકી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે, જેમાં સૌથી નધપાત્ર "ટોમ્બ રાઈડર ફિલ્મ છે. 2001માં રિલીઝ થયેલી "લારા ક્રોફ્ટ: ટોમ્બ રાઈડર ફિલ્મમાં એન્જેલિના જોલી હતી, જેમાં અંગકોર આર્કેલોજિકલ પાર્કમાં મંદિર નજીક તા પ્રોમ અને અન્ય સ્થળો ખાતે અનેક દ્રશ્યોનું ફિલ્માંકન કરાયું હતું. તા પ્રોમમાં અતિવૃદ્ધિ પામેલાં ઝાડ અને મૂળિયાંઓ પ્રાચીન અવશેષોમાં આંતરગૂંથણ પામ્યાં છે, જે પર્યટકોને આકર્ષિત કરે છે અને સાહસ તથા ખોજ સાથે પ્રતિકાત્મક બની ગયાં છે. આ જોડાણને કારણે કમ્બોડિયાના વારસામાં રુચિ વધી રહી છે, જેમાં ઘણા બધા પર્યટકો પ્રતિકાત્મક લારા ક્રોફ્ટના પગલે ચાલવા માટે ઉત્સુક છે.
અંગકોર વટની મુલાકાત એટલે સમયની પાછળ પ્રવાસ છે, જે અભૂતપૂર્વ ક્રિયાત્મકતા અને આધ્યાત્મિક ભક્તિના યુગમાં ઝાંખી કરાવે છે. અંગકોર વટ જોવા માટે દિવસનો સૌથી સારો સમય સૂર્યોદય દરમિયાન છે. વહેલી સવારની અજાયબી જોઈ લીધા પછી હું હજુ પણ મંત્રમુગ્ધ કરનારા નજારાથી મોહિત છું, કારણ કે મંદિર સંકુલ ધીમે ધીમે સવારના સૂર્યોદય દ્વારા ઝળહળી ઊઠે છે. સંકુલનો આકાર જોતાં સ્વાભાવિક રીતે જ તેને અલગ અલગ બાજુથી જોવા માટે આખો દિવસ આપવો પડે છે.
સિયેમ રીપની ટ્રિપ અને અંગકોર વટની ખોજ પછી મને લાગે છે કે આ પ્રાચીન અજાયબી સ્મારકથી પણ વિશેષ છે, જે માનવી સિદ્ધિ, કળાત્મક અભિવ્યક્તિ અને આધ્યાત્મિક ભક્તિનું પ્રતિક છે. તેની દીવાલો ભગવાન અને વીરોની વાર્તા કહે છે, તેનું શિલ્પશાસ્ત્ર પથ્થરોમાં બ્રહ્માંડ દર્શાવે છે અને તેનો વારસો પેઢી દર પેઢી પ્રેરિત, મોહિત કરે છે અને પૂજ્યભાવ જગાવે છે. તમે અંગકોર વટના ઈતિહાસથી, રહસ્યોથી કે તેના સદર્યથી મોહિત થયા હોય પણ આ પ્રાચીન અજાયબી કોઈ પણ અન્ય નહીં પ્રદાન કરે તેવી દુનિયાની બારી પ્રદાન કરે છે! તો તમારી બકેટલિસ્ટમાં તેને ઉમેરી દો, કારણ કે ખરેખર તેના જેવું અદભુત કશું જ નથી.
નો દ અનનોન
અમુક વાર એકાદ વ્યક્તિનું નામ સાંભયા પછી તેના દેખાવ વિશે આપણા મનમાં એક કાલ્પનિક ચિત્ર તૈયાર થાય છે અને વાસ્તવમાં તે વ્યક્તિને મયા પછી તે વિરુદ્ધ ચહેરો દેખાયા પછી સમજાય છે કે આપણે છેતરાયા છીએ. આવો અનુભવ આપનારો દેશ એટલે `આઈસલેન્ડ.' નામ પરથી આ દેશ સફેદ બરફથી આચ્છાદિત લાગે છે, પરંતુ વાસ્તવમાં આ દેશની ભૂમિમાંથી ૧૧% ભાગ જ બરફના ગ્લેશિયર્સથી આચ્છાદિત છે. નોર્થ એટલાન્ટિક અને આર્કટિક ઓશનમાં વસેલો આ દેશ ટાપુઓથી બનેલો છે. યુરોપ અને નોર્થ અમેરિકામાં હોવા છતાં અમેરિકાની મુખ્ય ભૂમિ કરતાં તે યુરોપની વધુ નજીક છે.યુરોપ ખંડમાં ટાપુઓની યાદીમાં આકાર અનુસાર આઈસલેન્ડનો ક્રમ ગ્રેટ બ્રિટન પછી બીજો આવે છે. ભૌગોલિક રીતે આ દેશની ભૂમિ અત્યંત યુવાન છે અને આ ભૂમિના અંતરંગમાં અનેક જ્વાળામુખી ખદબદે છે. તેમાંથી જ `એયા ફૈતલા યોકુત્લ' (Eyjafjallajokull) જ્વાળામુખીના ૨૦૧૦ માં રૌદ્ર સ્વરૂપને લીધે આખા યુરોપનું આકાશ ઢંકાઈ ગયું હતું અને એક મહિના સુધી યુરોપ પરથી થનારી હવાઈ સેવા ઠપ થઈ ગઈ હતી. આઈસલેન્ડનું લેન્ડસ્કેપ આપણા દેશના લડાખની યાદ કરાવે છે. આ દેશમાં સૌથી અનોખું ભૌગોલિક રીતે તેના નૈસર્ગિક `ગિઝર્સ' છે, જે ગરમ પાણીના ફુવારા છે.
આઈસલેન્ડમાં પ્રથમ માનવી વસાહત સામાન્ય રીતે ૧૧૦૦ વર્ષ પૂર્વે જ્યાં થઈ તે `રેકયાવિક' આજે આ દેશનું રાજધાની શહેર છે. અત્યંત લહેરીહવામાન માટે પ્રસિદ્ધ આ શહેર અથવા દેશમાં સૌથી વધુ લોકસંખ્યાવાળાં શહેરો પણ છે. આ જ શહેરથી 180 કિલોમીટર પર અહીંના પર્યટકોની યાદીમાં અગ્રક્રમ ધરાવતું `બ્લેક સેન્ડ બીચ' છે. `રેયનિજફિયારા' તરીકે ઓળખવામાં આવતા આ દરિયાકાંઠાનાં પાણીમાંના ખડકોનાં ઊંચાં શિખર તુરંત ધ્યાન ખેંચે છે. એચ.બી.ઓ. પરની `ગેમ ઓફ થ્રોન્સ' સિરિયલમાં આ સમુદ્રનાં શિખરોનાં દર્શન થાય છે. તેની એક લોકકથા પણ છે. તે અનુસાર ટ્રોલ્સે, એટલે કે, ઠગણા યક્ષોએ એક વાર એક જહાજ ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક સૂર્યોદય થયો અને સૂર્યકિરણોને લીધે ટ્રોલ્સનું રૂપાંતર શિખરોમાં થયું. આ કિનારા પર અમુક વોલ્કેનિક રાખ અને કાળા શિખરને લાધે જ તેને `બ્લેક સેન્ડ બીચ' તરીકે ઓળખ મળી છે. આ કિનારા પરની રેતી કાળી શા માટે છે? હજારો વર્ષ પૂર્વે અહીં જ્વાળામુખીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમાંથી લાવા રસ વહેવા લાગ્યો. આ લાવા રસના અગ્નિજન્ય કાળા ખડક તૈયાર થયા, તે સમુદ્રની લહેરના આઘાતથી ફૂટી ગયા, જેની રેતી બની તે અર્થાત કાળી થઈ. આ દરિયાકાંઠાના નૈસર્ગિક રીતે તૈયાર થયેલા ષટકોણ આકારના બેસોલ્ટ રોકનો સ્તંભ જોઈને ચકિત થઈ જવાશે. તો પછી આવા એકથી એક ચઢિયાતા નજારા અને કિનારા જોવા ચાલો વીણા વર્લ્ડ સંગાથે આઇસલેન્ડ ના પ્રવાસ માં!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.