Published in the Sunday Gujarat Samachar on 28 April, 2024
યુરોપના છુપાયેલા ખજાનાને ઉજાગર કરવા માટેના અભિયાનમાં અમારી સાથે જોડાઓ. લિક્ટેંસ્ટાઇનની આલ્પાઇન સુંદરતાથી માંડીને બ્રુગ્સના મધ્યયુગીન આકર્ષણ સુધી, અમે એવા સ્થળોનું અનાવરણ કરીશું જે પ્રવાસી માર્ગો ઉપરાંત અનન્ય અનુભવોનું વચન આપે છે.
તાજેતરમાં હું વીણા વર્લ્ડના અમુક ટુર મેનેજરો સાથે ચર્ચા કરતો હતો ત્યારે અમે ગેમ રમવાનું વિચાર્યું. ગેમમાં અમને યુરોપમાં અવશ્ય મુલાકાત લેવા જેવાં લાગે તે છૂપાં રત્નોની નોંધ કરવાનું હતું. આ ગેમનો ઉલ્લેખ આવતાં જ હું બહુ રોમાંચિત થઈ ગયો. અને શા માટે નહીં થાઉં? યુરોપ સંસ્કૃતિ, ઈતિહાસ અને નૈસર્ગિક સૌંદર્યના સમૃદ્ધ સંમિશ્રણ સાથે દુનિયાભરના પ્રવાસીઓ માટે આશાનું કિરણ બની રહ્યો છે. પેરિસ, રોમ અને લંડન જેવાં પ્રતિકાત્મક શહેરો દર વર્ષે લાખ્ખો પર્યટકોને આકર્ષિત કરે છે, તેમનાં સમકાલીન સૌંદર્ય, સ્મારકીય સીમાચિહનો અને ઊંડાં મૂળિયાં ધરાવતા વારસા દ્વારા ચકિત કરી દે છે. આ સ્થળોની અદભુતતા અને આકર્ષણ નકારી શકાય તેમ નથી. આમ છતાં આ વખતે અમે મોટે ભાગે મુલાકાત લેવાતાં સ્થળોની પાર યુરોપનાં ખોજ નહીં કરાયાં હોય તેવાં રત્નો ઉજાગર કરવાનું નક્કી કર્યું.
તો આજે અમુક એવાં રસપ્રદ સ્થળોનો પ્રવાસ કરીશું, જે તેમને પ્રસિદ્ધ સમોવડિયાઓ જેટલાં જ સમૃદ્ધ અને આકર્ષક અનુભવ કરાવવાનું વચન આપે છે. આજના લેખ માટે મેં ચાર સ્થળોની નોંધ કરવાનું નક્કી કર્યું છે, જે નિશ્ચિત જ દરેકની બકેટ લિસ્ટમાં હોવાં જોઈએ! તો ચાલો શરૂઆત કરીએ!
લિચટેનસ્ટેઈન: રજવાડા સમાન અલ્પાઈન લિચટેનસ્ટેઈન સ્વિટઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે વસેલું અત્યંત નાનું રાજ્ય છે. તે ૧૬૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. તેના પાડોશી શહેરોથી પ્રવાસીઓ મોટે ભાગે આકર્ષિત થતા હોવાથી લિચટેનસ્ટેઈનની નાના આકારને લીધે અવગણના થતી રહી છે. આમ છતાં તે નૈસર્ગિક સૌંદર્ય, શાહી ઈતિહાસ અને આધુનિક સંસ્કૃતિનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે. અદભુત આલ્પ્સથી ઘેરાયેલું લિચટેનસ્ટેઈન સાહસના શોખીનો માટે અને યુરોપનાં ધમધમતાં શહેરોથી દૂર શાંતિ ચાહનારા માટે સ્વર્ગ સમાન છે. તેની રાજધાની વાડુઝ શહેરમાં ફેલાયેલી આધુનિક કળા, સંગ્રહાલય અને રાજકુમારના રાજમહેલ માટે પ્રસિદ્ધ છે.
તેનાં મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો સૌથી ટોચ પર વાડુઝ કેસલ છે. ટેકરી પર સ્થિત આ રાજમહેલ લિચટેનસ્ટેઈનના રાજકુમારનું નિવાસસ્થાન છે.જનતા માટે ખુલ્લો નહીં હોવા છતાં તેની આકર્ષક હાજરી અને આસપાસના વાઈનયાર્ડસ આ સ્થળને નયનરમ્ય બનાવે છે. લિચટેનસ્ટેઈનમાં નેશનલ મ્યુઝિયમ પણ છે, જ્યાં તમે દેશનો ઈતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક વાતાવરણ માણી શકો છો.
લિચટેઈનસ્ટેઈનની મુલાકાત લેવાનો સૌથી સારો સમય તમારી રુચિ પર આધાર રાખે છે. ઉનાળો (જૂનથી ઓગસ્ટ) આઉટડોર હરવાફરવા માગનારા માટે આદર્શ છે. તેના લાંબા, સૂર્યપ્રકાશના દિવસો સુંદર નૈસર્ગિક સ્થળને ઝગમગાવી દે છે. શિયાળો (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) દેશના બરફાચ્છાદિત વંડરલેન્ડમાં ફેરવી દે છે, જે આલ્પ્સમાં સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ અને અન્ય સાહસિક રમતો માટે ઉત્તમ છે. હાલમાં ભારતીય પ્રવાસીઓએ શિયાળામાં યુરોપની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે અને જો તમે તેમાંથી એક હોય તો લિચટેનસ્ટેઈન તમારી યાદીમાં નિશ્ચિત જ હોવું જોઈએ.
બ્રુગ્સ, બેલ્જિયમ: મધ્યયુગીન અજાયબી બેલ્જિયમના વાયવ્યમાં સ્થિત બ્રુગ્સ કેનાલ, કોબલસ્ટોન સ્ટ્રીટ્સ અને સ્થાપત્યની ખૂબીઓના નેટવર્ક દ્વારા ધમધમતું મધ્યયુગીન શહેર છે, જે તેના પુનરુજ્જીવન બાદ યથાવત રહ્યું છે. અહીં મારું મનગમતું આકર્ષણ બેલ્ફ્રી ઓફ બ્રુગ્સ છે, જેમાં આ પ્રતિકાત્મક ૧૩મી સદીના બેલ ટાવરનાં ૩૬૬ પગથિયાં ચઢવાનું સંકળાયેલું છે. ઉપર સુધી ચઢી શકવાની હિંમત ધરાવનારને નીચે શહેરની લાલ છતો અનેધમધમતા માર્કેટ સ્ક્વેરનો અદભુત નજારો માણવાનો પુરસ્કાર મળે છે.
અહીં વધુ એક માણવા જેવી બાબત એટલે શહેરની બોટ ટુર છે, જે સીધા પાણીમાંથી ઊભરી આવ્યાં હોય તેવું મહેસૂસ કરાવતા જૂના યુગના પુલો અને પેસલ રંગનાં ઘરો ખાતેથી પસાર થઈને બ્રુગ્સના સૌંદર્યનું અજોડ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. બ્રુગ્સ તેના આર્ટિસનલ ચોકલેટિયર્સ માટે પણ પ્રસિદ્ધ છે. વળી,હસ્ત બનાવટની બેલ્જિયમ ચોકલેટ્સના સેમ્પલ્સ અને ચોકલેટ કઈ રીતે બનાવાય છે તે જાણવા માટે ચોકો-સ્ટોરી મ્યુઝિયમ જોયા વિના આ મુલાકાત પૂર્ણ થતી નથી.
કોપનહેગન, ડેન્માર્ક: આધુનિકતા વચ્ચે પરંપરા કોપનહેગન અગાઉ ચર્ચા કરેલાં સ્થળોથી વધુ પ્રસિદ્ધ છે. તે એવાં અજોડ પાસાં ધરાવે છે, જે તેને હજુ પણ યુરોપનાં છૂપાં રત્નમાંથી એક તરીકે અલગ તારવે છે. તેના રંગબેરંગી હાર્બર્સથી લઈને બાઈસિકલ ફ્રેન્ડ્લી સ્ટ્રીટ્સ સુધી કોપનહેગન ઐતિહાસિક ખૂબીઓ અને ભાવિમાં ડોકિયું કરાવતી આધુનિકતાનું આહલાદક સંમિશ્રણ છે. આ શહેર તેના ડિઝાઈન સીન, રસોઈકળાની નાવીન્યતા અને જીવનની ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે.
પ્રતિકાત્મક લિટલ મર્મેઈડ સ્ટેચ્યુ અને એમ્યુઝમેન્ટ પાર્કસની પાર કોપનહેગનનું અંતર તેના સ્વર્ણિમ પાડોશમાં રહેલું છે, જે દરેક કોબલસ્ટોન સ્ટ્રીટ્સ, સદીઓ જૂની ઈમારતો અને જીવનની જૂની ડેનિશ રીત થકી પોતાની વાર્તા કહે છે. આમાંથી એક અલગ તરી આવતો નયનરમ્ય હાર્બર વિસ્તાર નાયહાન છે, જે તેનાં ઘેરા રંગનાં ટાઉનહાઉસીસ, ઐતિહાસિક લાકડાનાં જહાજો અને ધમધમતા બાર અને કેફે માટે પ્રસિદ્ધ છે. તિવોલી ગાર્ડન્સ દુનિયામાં સૌથી જૂના એમ્યુઝમેન્ટ પાર્કમાંથી એક છે, જે રાઈડ્સ, ગેમ્સ, મ્યુઝિક, બેલ અને મુખ્ય કોન્સર્ટસ પ્રદાન કરનાર વધુ એક પ્રસિદ્ધ સ્થળ છે. કોપનહેગનની મુલાકાત લેવાનો સૌથી સારો સમય વસંતઋતુ અને ઉનાળો (મેથી ઓગસ્ટ) છે, જે સમયે હવામાન ગરમ હોય છે અને શહેર આઉટડોર કેફે, ગ્રીન પાર્કસ અને વોટરફ્રન્ટ પ્રવૃત્તિઓથી ધમધમે છે.
ધ ડોલોમાઈટ્સ, ઈટાલી: ખોજ નહીં કરાયેલી પહાડીઓ
ડોલોમાઈટ્સ ઈશાન ઈટાલીમાં સ્થિત અદભુત પર્વતમાળા છે, જે તેના મંત્રમુગ્ધ કરનારા સૌંદર્ય, અજોડ ભૌગોલિક સંમિશ્રણ અને આકાશને સ્પર્શતી હોય તેવો આભાસ કરાવતાં વર્ટિકલ દીવાલો અને શિખરો માટે પ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ અદભુત પર્વતમાળા મનોહર નજારો પૂરો પાડવા સાથે ઘણી બધી બહારી પ્રવૃત્તિઓ પણ અહીં છે, જેથી તે સાહસપ્રેમીઓ, નિસર્ગપ્રેમીઓ અને નૈસર્ગિક દુનિયાના સૌંદર્યમાં શાંતિ ચાહનારા માટે સ્વર્ગ સમાન છે.
ડોલોમાઈટ્સ તેમની અજોડ પહાડીઓ દ્વારા ઓળખાય છે, જ્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પહાડીઓ ખડકોના અજોડ ખનીજ સંમિશ્રણને લીધે ગુલાબી અને નારંગી શેડ્સમાં ચમકી ઊઠે છે. દેખીતી રીતે જ ડોલોમાઈટ્સનું સૌથી પ્રતિકાત્મક ચિહન ટ્રી સાઈમ દી લાવારેડો છે. આ ત્રણ ઊંચાં શિખરો હાઈકિંગ માટે ઉત્તમ છે, જે આસપાસની પહાડીઓનો અદભુત નજારો પૂરો પાડે છે. અહીં લાગો દી બ્રેઈઝ નામે સરોવર પણ છે, જે તેના કાચ જેવા સ્વચ્છ પાણી અને પાર્શ્વભૂમાં પહાડી માટે પ્રસિદ્ધ છે. તે લીઝર વોક અથવા રો-બોટ રાઈડ માટે ઉત્તમ સ્થળ છે.
ડોલોમાઈટ્સ આખા વર્ષમાં ગમે ત્યારે હરવાફરવાનું સ્થળ છે. દરેક મોસમ તેની અજોડ ખૂબીઓ પ્રદાન કરે છે. ઉનાળો (જૂનથી ઓગસ્ટ) હાઈકિંગ,પર્વતારોહણ અને પેરાગ્લાઈડિંગ માટે આદર્શ છે, જ્યારે શિયાળો (ડિસેમ્બરથી માર્ચ) આ નૈસર્ગિક સ્થળને અવ્વલ સ્કીઈંગ સ્થળમાં ફેરવી દે છે.
યુરોપનાં છૂપાં રત્નો થકી આપણા પ્રવાસમાં આપણે બ્રુગ્સના પરીકથાના શહેરની કોબલસ્ટોન સ્ટ્રીટ્સનો પ્રવાસ કર્યો, લિચટેનસ્ટેઈનની રજવાડી ખૂબીઓની ખોજ કરી અને કોપનહેગનની સ્વર્ણિમ સંસ્કૃતિ અને સક્ષમ ભવિષ્યમાં પોતાને ગળાડૂબ કર્યા અને ડોલોમાઈટ્સનાં મનોહર શિખરોથી મોહિત થયાં.યુરોપનાં આ છૂપાં રત્નો પ્રસિદ્ધ શહેરોના વિખ્યાત સીમાચિહનો અથવા ધમધમતી ગલીઓની ભવ્યતામાં હંમેશાં સ્થિત નહીં હોય તે સાહસ અને ખોજની આપણને યાદ અપાવે છે.
અમુક વાર તે મધ્યયુગીન શહેરની શાંત મનોહરતામાં પર્વતમાળાની મનોહર ક્ષિતિજમાં અથવા આપણે જાણીએ તેમ દુનિયાની કોર પર રહેતા સમુદાયોની ઉષ્મા વચ્ચે વસે છે. તો આ પ્રવાસ અહીં પૂરો થતો નથી. આ તો ખોજ કરવાની વાટ જોતાં અગણિત અન્ય રત્નોનું પ્રવેશદ્વાર છે, જે દરેક પાસે કહેવા માટે પોતાની વાર્તા અને ગોપનીયતા છે. જો તમે આવાં સ્થળો વિશે વિચારતા હોય તો મને તે વિશે જાણવાની ખુશી થશે. તો મનેneil@veenaworld.com પર લખો. ફરી મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.