Published in the Sunday Gujarat Samachar on 17 March, 2024
જો તમે ગયા સપ્તાહમાં મારો લેખ વાંચ્યો હોય તો તે દુનિયામાં આઈફેલ ટાવરની સંખ્યા વિશેનો હતો! કોણે વિચાર્યું હશે કે ફક્ત એક નહીં પરંતુ દુનિયાભરમાં વધુ આઈફેલ ટાવરો છે? નવાઈની વાત છે ને. મારા લેખો થકી મેં આવી જ નવાઈ પમાડનારી માહિતી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે થકી તમને મોજીલી અને ઊંડાણમાં ડોકિયું કરાવતી પ્રવાસની વાર્તાઓ, પ્રવાસની ટિપ્સ અને આપણી આ સુંદર દુનિયા વિશે ઘણી બધી જાણકારી આપું છું. આ ધ્યાનમાં લેતાં ચાલો આજે નવી વાત જાણીએ.
આજે હું પેરિસની પૂર્વ બાજુ અને આશરે ૯૦૦૦ કિમી અંતરે આવેલા ઈતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્યથી સમૃદ્ધ દેશ વિયેતનામમાં તમને લઈ જવા માગું છું. જો તમે નિરીક્ષણ કરતા હોય તો વિયેતનામ છેલ્લાં 4 વર્ષમાં દરેક પ્રવાસીના મનમાં ટોચનું સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. અને શા માટે નહીં, આ દેશ સાહસ અને ખોજથી ભરપૂર છે. હનોઈની ધમધમતી ગલીઓથી લઈને શાંત રાઈસ ટેરેસીસ ઓફ સપા સુધી, વિયેતનામ ભૂતકાળને વર્તમાન સાથે જોડતા અનુભવોનું સંમિશ્રણ પ્રદાન કરે છે. તેની વાનગી શાકાહારીઓ માટે સ્વાદિષ્ટ મિજબાની બની રહે છે. પોત અને સ્વાદથી ભરચક તે તેના પ્રદેશ અને પરંપરાની વાર્તા કહે છે. આ વૈવિધ્યપૂર્ણ પાર્શ્ર્વભૂ સાથે વિયેતનામના સૌંદર્યની ખૂબીઓને મઢી લેતી નૈસર્ગિક અજાયબી હેલોંગ બે છે. હેલોંગ બે વિશે આજે તમને કહેવા માગું છું. ખરેખર બધા લોકો તે વિશે વાત કરે છે, પરંતુ કેટલા ભારતીયો હેલોંગ બે વિશે જાણે છે? તે આટલું પ્રસિદ્ધ શા માટે છે? તે આટલું અજોડ શા માટે છે? ચાલો, આપણે જાણીએ.
વિયેતનામના ઉત્તર-પૂર્વીય ભાગમાં ધમધમતું હેલોંગ બે નૈસર્ગિક અજાયબી અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો દાખલો છે, જે તેને વિયેતનામનાં પર્યટનનાં આકર્ષણોના તાજનું ઘરેણું બનાવે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા પામેલો આ બે તેના મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક સૌંદર્ય, ચમત્કારી લીજેન્ડ અને સાહસોના વચન સાથે પ્રવાસીઓના મન જીતીને રહે છે. તેનું સૌંદર્ય ૧૬૦૦ લાઈમસ્ટોન ટાપુઓ અને તેના નિર્મળ જળમાંથી મનોહર રીતે ઊભરતા નાના ટાપુઓ સાથે લીજેન્ડથી સમૃદ્ધ છે. બેનો ભૂગોળ આંખો આંજી દેનારો હોવા સાથે લાખ્ખો વર્ષના ભૌગોલિક ફેરફારોનો દાખલો છે, જે તેને વિજ્ઞાનીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ માટે અદભુત અભ્યાસ સ્થળ બનાવે છે.
આ ક્ષેત્ર તેની અજોડ પર્યાવરણ પ્રણાલીમાં જીવતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની અનેક જાતિઓનું ઘર છે. લાઈમસ્ટોન આઈલેન્ડમાં અમુક 100 મીટર ઊંચા છે, જે હરિયાળાં વરસાદી જંગલોથી શોભે છે અને જૈવવૈવિધ્યતા માટે સ્વર્ગ પ્રદાન કરે છે. આ કાર્સ્ટસ, છૂપા લગૂન અને ઊંડી ગુફાઓ ખોજની વાટ જુએ છે, જે સદીઓથી રચાયેલા સ્ટેલેક્ટાઈટીસ અને સ્ટેલેગ્મઈટીસ ઉજાગર કરે છે. સૂર્યાસ્ત થતો હોય ત્યારે બે સૂર્યની સુવર્ણ રંગછટા હેઠળ પરિવર્તિત થઈને શાંત ચિત્ર નિર્માણ કરે છે, જે દરેક વીતતા કલાક સાથે બદલાય છે. હેલોંગ બેનું સૌંદર્ય સ્થિર નથી, પરંતુ જીવંત છે, જે મોસમ, હવામાન અને દિવસના સમય સાથે બદલાઈને દરેક મુલાકાતમાં અજોડ અનુભવ પ્રદાન કરે છે.
હવે આપણે ભૌગોલિક નજરિયાથી તેને જોયા પછી હું આ ચર્ચામાં હેલોંગ બેના સાંસ્કૃતિક મહત્ત્વને પણ લાવવા માગું છું. "હેલોંગ નામનો અર્થ "ઢળતો ડ્રેગન છે જે વિશે અનેક ભ્રમણાો અને દંતકથાઓ છે. સ્થાનિક લોકો અનુસાર ઘૂસણખોરોને ભગાવવા માટે વિયેતનામીઓને સહાય કરવા ભગવાને મોકલેલા ડ્રેગન દ્વારા થૂકવામાં આવેલા ઘરેણાંમાંથી આ બે રચાયો હતો. આ ઘરેણાં ટાપુ અને નાના ટાપુઓમાં ફેરવાયા, જે આજે બેમાં જોવા મળે છે, જે ઘૂસણખોર દુશ્મનોને રોકવા માટે નૈસર્ગિક કિલ્લાબંધી નિર્માણ કરે છે. આ રોચક વાર્તા બે સાથે સંકળાયેલી ઘણી બધી વાતમાંથી એક છે, જે તેને કવિઓ, કલાકારો અને વાર્તાકારો માટે સદીઓથી પ્રેરણાસ્રોત બનાવે છે.
તેના ચમત્કારી ઉદભવની પાર હેલોંગ બે બ્રિટિશની ઘૂસણખોરી થકી પ્રાચીન માનવસંસ્કૃતિથી લઈને ઉત્તમ રાષ્ટ્રીય ખજાનો તરીકે તેના વર્તમાન દરજ્જા સુધી વિયેતનામના સમૃદ્ધ ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. બેની આસપાસની જગ્યા પ્રાચીન માછીમારી સમુદાયોનું ઘર છે, જેમાંથી અમુકે હજુ પણ તરતાં ગામડાં પર જીવનની તેમની પારંપરિક પદ્ધતિને જાળવી રાખી છે. આ સમુદાયો વિયેતનામના રોચક સાંસ્કૃતિક વારસામાં ઝાંખી કરાવે છે.
ઉપરાંત હેલોંગ બે ફક્ત સૌંદર્ય અને સાંસ્કૃતિક મનોહરતા માટે નહીં પરંતુ મુલાકાતીઓને પ્રદાન કરાતી તેની અદભુત પ્રવૃત્તિઓમાં મોજ રહેલી છે. બે સાહસિકો તેમ જ નિસર્ગ પ્રેમીઓ માટે રમતનું મેદાન છે. હેલોંગ બેને પ્રવાસીઓમાં ચર્ચાનો મુદ્દા બનાવતા અમુક અનુભવોનીચે મુજબ છે:
બોટ ટુર્સ અને ક્રુઝ: આ મજેદાર હેંલોગ બેનો અનુભવ છે. બોટ ટુર બેના પ્રતિકાત્મક લાઈમસ્ટોનના પિલરો, સુંદર બીચ અને છૂપી ગુફાઓનો મનોહર નજારો પ્રદાન કરે છે. લક્ઝરી ક્રુઝ રાત્રિના મુકામ સાથે વધુ આરામથી ખોજ કરવાની તક આપે છે, જ્યારે પારંપરિક જંક બોટ્સ બેનાં જળમાં વધુ અસલ પ્રવાસ પ્રદાન કરે છે.
કાયાકિંગ અને વોટરસ્પોર્ટસ: વધુ સાહસિકો માટે બેનાં નિર્મળ જળમાં કાયાકિંગ તેના નૈસર્ગિક સૌંદર્યનો નિકટતાથી પરિચય કરાવે છે.છૂપા લગૂન, વ્યાપક કાર્સ્ટસ અને તરતાં ગામડાં થકી પેડલિંગ અવિસ્મરણીય અનુભવ કરાવે છે.
ગુફાની ખોજ: હેલોંગ બેની ગુફાઓ નૈસર્ગિક અજાયબીઓ છે, જે દરેકની પોતાની વાર્તા છે. ધ સંગ સોટ (સરપ્રાઈઝ) ગુફા અને દાઉ ગો (વૂડન સ્ટેક્સ) ગુફા નાજુક સ્ટેલેક્ટાઈટ અને સ્ટેલેગ્માઈટ ધરાવતા વ્યાપક ચેમ્બર્સ સાથે સૌથી વિખ્યાતમાંથી એક છે. આ સાથે તમે કુઆ વાન અને વુંગ વિયેંગ જેવાં તરતાં ગામડાંની પણ મુલાકાત લઈ શકો છો, જે સ્થાનિક સમુદાયોની પારંપરિક જીવનશૈલીમાં ડોકિયું કરાવે છે. સ્થાનિક સાથે સહભાગ અજોડ સાંસ્કૃતિક આદાનપ્રદાન પૂરું પાડે છે, જે પ્રવાસનો અનુભવ વધુ સમૃદ્ધ બનાવે છે. આ પ્રવૃત્તિઓ મનોરંજન અને સાહસ સાથે હેલોંગ બેની નૈસર્ગિક અને સાંસ્કૃતિક ખૂબીઓ સાથે ઊંડું જોડાણ પણ પૂરું પાડે છે.
આપણે મોટા ભાગના વીણા વર્લ્ડના પ્રવાસીઓની બાબતમાં જોયું છે તેમ હેલોંગ બેનો અસલી જાદુ આ જળને વાસ્તવમાં અનુભવ્યું હોય તે આંખો થકી ઉત્તમ મઢી લેવાય છે. અમુક હેલોંગ બે ખાતે અનેક જાતિઓ સહિત છોડવાં, પક્ષીઓ અને પ્રાણીઓ સાથેની અજોડ પર્યાવરણ પ્રણાલીઓના અતુલનીય પ્રકારને ટેકો આપે છે, જ્યારે અન્યો તરતાં ગામડાં અને સરપ્રાઈઝ કેવ (સંગ સોટ કેવ) અને દાઉ ગો કેવ જેવાં ઘણાં બધાં આકર્ષણોથી મોહિત છે.
એકંદરે હેલોંગ બે તેના નૈસર્ગિક સૌંદર્ય અને સમૃદ્ધ જૈવવૈવિધ્યતા માટે બેસુમાર અજાયબીઓનો સ્રોત રહ્યો છે ત્યારે તેની વાર્તા, તેનાં સાહસો અને શાંત અવસરો તેનાં જળમાંથી પ્રવાસ કરનાર માટે ભેટરૂપ છે. હેલોંગ બે વિયેતનામના નૈસર્ગિક વારસાના તાજમાં ઘરેણું છે, જે સ્થળે દરેક મુલાકાત નિશ્ર્ચિત રીતે જીવનની ઉજવણીરૂપ છે. તો આજે વાત અહીં સમાપ્ત કરું છું. ફરી આગામી સપ્તાહમાં મળીશું. ત્યાં સુધી અમે વીણા વર્લ્ડમાં હંમેશાં કહીએ છીએ તેમ, જીવનની ઉજવણી કરતા રહો!
નો દ અનનોન
અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ
#KnowTheUnknown Podcast by Neil Patil
પૃથ્વીનો ખંડ માનવીએ તેમની રાજકીય સગવડ માટે ભૌગોલિક સીમારેખાનો ઉપયોગ કરીને કરેલું વિભાજન છે. જોકે અનેક વાર નિસર્ગનું વિભાજન એકદમ ચોક્કસ હોતું નથી અને તેથી જ પછી બે ખંડમાં ફેલાયેલો દેશ પૃથ્વી પર જોવા મળે છે. આવો જ એક દેશ અઝરબૈજાન છે. પૂર્વ યુરોપ અને પશ્ર્ચિમ એશિયાની સીમા પર આ દેશ વસેલો છે. આથી તે આ બંને ખંડમાં થોડો થોડો વિભાજિત થયો છે. એક બાજુ કાસ્પિયન સમુદ્ર અને બીજી બાજુ કોકેશસ પર્વત વચ્ચે આ નાનો, એટલે કે, આપણા વેસ્ટ બેંગાલ કરતાં પણ આકારમાં નાનો દેશ વસેલો છે. આ દેશની રાજધાની બાકુ દુનિયામાં સમુદ્ર સપાટીની નીચે સૌથી લોએસ્ટ સ્થાન પરની રાજધાની છે. બાકુ શહેર સમુદ્ર સપાટીની નીચે 92 મીટર જેટલો ઓછી ઊંચાઈ પર છે. અત્યંત ઝડપથી વહેતા પવનને લીધે બાકુ શહેરને ’સિટી ઓફ વિંડ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજધાનીના શહેરમાં ‘ફ્લેમ ટાવર્સ’ તેમની વિશિષ્ટ રચનાઓને લીધે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર ઠર્યા છે. ઓલ્ડ સિટી સેન્ટરમાં એક ટેકરી પર ઊભા કરવામાં આવેલા આ ટાવર્સમાંથી કાસ્પિયન સાગરનો સુંદર નજારો દેખાય છે. આ ત્રણ ટાવર્સને ફ્લેમ ટાવર્સ નામ આપવા પાછળ આ દેશના નામમાં ‘અઝરબૈજાન’ શબ્દનો સંદર્ભ છે. ઈસવી સન પૂર્વે 4થી સદીમાં આ ભૂમિ પર ‘એટ્રોપેટ્સ’ શાસક હતો. ‘એટ્રોપેટ્સ’ શબ્દનો અર્થ ‘લેન્ડ ઓફ હોલી ફાયર’ એવો થાય છે.આ દેશના ’યાનાર દાઘ’ ભાગમાં નૈસર્ગિક વાયુને લીધે પ્રજ્જવલિત થયેલો અને કાયમ બળતો રહેતો અગ્નિ જોવા મળે છે. તે પરથી અગ્નિની ભૂમિ એવું નામ આવ્યું હોઈ શકે. આ એટ્રોપસ પરથી આ દેશનું નામ અઝરબૈજાન પડ્યું હોવાનું માનવામાં આવે છે. આથી ’ફ્લેમ ટાવર્સ’ નામ આ દેશનો ઈતિહાસ સાથે સંબંધ કહે છે. આ ત્રણ ટાવર્સમાં સૌથી ઊંચો 39 માળનો ટાવર દક્ષિણમાં છે. આ નિવાસી ટાવરમાં 130 લક્ઝરી એપાર્ટમેન્ટ્સ છે. ઉત્તરના ખૂણામાં 36 માળના ટાવરમાં 318 રૂમ્સની ‘ફેરમોન્ટ હોટેલ’ છે. પશ્ર્ચિમ બાજુના મિનારામાં કોર્પોરેટ આફિસીસ છે.આ ટાવર્સ ઊભો કરવાની શરૂઆત ૨૦૦૭ માં કરવામાં આવી હતી અને 2012માં તેનું બાંધકામ પૂર્ણ થયું. આ ટાવર્સનું મૂલ્ય ૩૫૦ મિલિયન અમેરિકન ડોલર્સ જેટલું છે. નામ પ્રમાણે આ મિનારાને અગ્નિની જ્વાળાનો આકાર આપ્યો છે અને તેનો પૃષ્ઠભાગ એલઈડી સ્ક્રીન્સથી બનાવવામાં આવ્યો છે અને આ સ્ક્રીન્સ પર અગ્નિની જ્વાળાઓનું દ્રશ્ય દેખાય છે, જે શહેરમાં ક્યાંયથી પણ નજરે પડી શકે છે. આ સાથેઆ સ્ક્રીન્સ પર અઝરબૈજાનના રાષ્ટ્રધ્વજનો રંગ, રાષ્ટ્રધ્વજ લહેરાવનારી એક વ્યક્તિ અને પાણીનું જળાશય આ દ્રશ્યો પણ જોવા મળે છે. દરેક બે મિનિટે દ્રશ્ય બદલાતું હોવાથી આ નજારો જોવા પર્યટકો ગિરદી કરે છે. માર્ચ અને એપ્રિલમાં વીણા વર્લ્ડની ખાસ અઝરબૈજાન ટુર્સ છે, જેમાં સહભાગી થાઓ અને આ ફ્લેમ ટાવર્સના બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટાગ્રામેબલ ફોટો લો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.