Published in the Sunday Gujarat Samachar on 21 April, 2024
તોગયા વર્ષે હું યુરોપની ફ્લાઈટમાં હતો અને વિમાને ઉતરાણ કરતાં જ ક્રુએ સામાન્ય મુજબ ઘોષણા કરી: `પ્રવાસીઓ કૃપા કરીને વિમાન સંપૂર્ણ ઊભું નહીં રહે અને `ફાસન સીટ-બેલ્ટનું ચિહન બંધ નહીં થાય' ત્યાં સુધી બેસી રહો. જોકે તે પછી શું થયું તેનો અંદાજ લગાવી શકો છો? મને ખાતરી છે કે તમને તેનો અંદાજ આવી ગયો હશે! વિમાન રનવે પર ઊતર્યું અને હજુ તો દોડતું હતું ત્યાં અમુક પ્રવાસી ઊભા થઈ ગયા અને ઓવરહેડ બિન્સમાં તેમની બેગો ઉતારી અને ફરી પાછા બેસી ગયા. અને વિમાન ગેટ ખાતે ઊભું રહેતાં જ અડધાથી વધુ પ્રવાસીઓએ ઓવરહેડ ટ્રે ટેબલ ખોલી નાખ્યા અને તેમની બેગો બહાર કાઢીને વિમાનમાંથી ઊતરવા માટે વાટ જોવા લાગ્યા. મને ખાતરી છે કે તમે પણ આવું જોયું હશે. ક્રુ વારંવાર વિનંતી કરતા હતા,પરંતુ દુનિયાભરમાં ક્યાંય પણ પ્રવાસીઓ ક્રુને સાંભળતા નથી! આથી વીણા વર્લ્ડમાં અમે (મેં અને અમારા ૩૫૦ ટુર મેનેજર) પરીક્ષા કરવાનું નક્કી કર્યું! અમે પ્રયોગ કરવાનું નક્કી કર્યું કે વિમાન ગેટ પર પહોંચતાં જ ઊભા થઈને ધસારો કરવો અને સૌથી પહેલાં વિમાનમાંથી ઊતરવાની આ ઉતાવળનોકોઈ અર્થ છે?
ગયા વર્ષે મેં કુલ ૪૧ વિમાનમાં અવરજવર કરી. અને જો તમે સર્વ વીણા વર્લ્ડના ટુર મેનેજરોના અવરજવરની વાત કરો તો ભારતનાં અલગ અલગ શહેરમાંથી વર્ષમાં ૨૦૦૦થી વધુ ગ્રુપ ટુર પ્રસ્થાન કરે છે તે જોતાં ૧૦,૦૦૦થી વધુ વિમાનમાંથી અમે અવરજવર કરી છે.
આથી અમે બધાએ શું જોયું અને શું તારણ નીકળ્યું તે તમને કહેવા માગું છું. હું મારા અનુભવ વિશે તમને કહું છું. વર્ષભર મારા વિમાન પ્રવાસમાં મને અલગ અલગ પ્રકારનાં વિમાનમાં પ્રવાસ કરવાની તક મળી હતી. હું બોઈંગ ૭૩૭ જેવા સગલ એઈલ એરક્રાફ્ટ, એરબસ અ૩૨૦, એરબસ અ૩૨૧ અને સામર્થ્યશાળી અ૩૮૦, અ૩૫૦ અને બોઈંગ ૭૮૭ જેવાં વિશાળ એરક્રાફ્ટ્સમાં પ્રવાસ કરી ચૂક્યો છું. મેં ભારતમાં અત્યંત નાના એટીઆર અનેબોમ્બાર્ડિયરમાં પણ પ્રવાસ કર્યો છે. આ દરેક વિમાનમાં મેં વિમાન ઉતરાણ પછી હવાઈપટ્ટી પરથી દોડવાનું શરૂ કરે અને ગેટ પર પહોંચતાં જ ઊભાથઈને બેગ ઉતારવાથી ખરેખર સમય બચે છે કે કેમ તેની અજમાયશ અને પરીક્ષા કરવાનું નક્કી કર્યું.
તો મેં આ પરીક્ષા કઈ રીતે કરી: દરેક ઉતરાણ સમયે હંમેશાં કમસેકમ એક વ્યક્તિ ઊભી થાય છે અને તેની બેગ લઈને ઊતરવા માટે તૈયાર થઈ જાય છે.
તો હું એ અજમાવતો હતો અને જોતો હતો કે આ રીતે વિમાનના આગમન પર મારા જેવા વિમાન સંપૂર્ણ ઊભું નહીં રહી જાય ત્યાં સુધી સીટ પર બેસી રહીને વાટ જોવાનું પસંદ કરે છે તેની તુલનામાં ઉતાવળિયા પ્રવાસીઓ કેટલા ઝડપથી અરાઈવલ્સ થકી નીકળી શકે છે. મેં આવું કર્યું તેનું કારણ છેલ્લે જણાવીશ. તો દરેક વખતે વિમાન ઉતરાણ કરે ત્યારે તેમનો સીટ-બેલ્ટ ખોલવાનું, ક્રુની સૂચનાઓની અવગણના કરવાનું અને તેમની બેગ નીચે ઉતારવાનું પાપ કોણ કરે તે હું જોવાનો પ્રયાસ કરતો હતો. તે વ્યક્તિ પછી મારા સંદર્ભનો મુદ્દો બની જાય છે. અને મેં ઈમિગ્રેશન, બેગેજ ક્લેઈમ,કસ્ટમ્સ અને આખરે અરાઈવલ એક્ઝિટ સુધી તે વ્યક્તિ ખરેખર કેટલો સમય બચાવે છે તેનું નિરીક્ષણ કર્યું.
તેનું પરિણામ શું આવ્યું? હવે હું અમુક ટેસ્ટ કેસ વિશે વાત કરું છું.
તાજેતરમાં ઉદયપુરથી મુંબઈની એ૩૨૦ ફ્લાઈટમાં બધા એક્ઝિટ ડોર તરફ ધસારો કરતા હતા ત્યારે હું આરામથી મારી સીટ પર બેસી રહેતો. હું બધા પ્રવાસીઓ આગળ નીકળી જાય અને મારો વારો આવે પછી જ ઊભો થતો હતો અને દરવાજા તરફ જતો હતો. અને આખરે હું વિમાનમાંથી ઊતર્યો ત્યારે ઉતાવળ કરીને બહાર નીકળેલી વ્યક્તિ મને ક્યાં મળી જાણો છો. વિમાનમાંથી ઊતર્યા પછી ઊભી રહેલી બસ અમને ટર્મિનલ સુધી લઈ જાય છેતેમાં જ તે વ્યક્તિ મને મળી અને મજાની વાત એ છે કે હું છેલ્લે બસમાં ચઢ્યો અનેદરવાજાની નજીક હોવાથી ઊતરતી વખતે હું પહેલો ઊતર્યો.તો હા, ક્રુના નિયમોનું પાલન નહીં કરીને તે વ્યક્તિ પ્રાપ્ત કરવા માગતી હતી તે મૂલ્યવાન પળો ગુમાવી બેઠી હતી એવો વાસ્તવમાં તેનો અર્થ થાય છે.
હવે વધુ એક દાખલો લઈએ. આ વખતે મારું વિમાન એરોબ્રિજ સાથે કનેક્ટેડ હતું. આ સંજોગોમાં બસ નથી હોતી, જેથી મને ખાતરી હતી અને ચિન્તા પણ હતી કે પરીક્ષાનો પ્રયાસ નિષ્ફળ જશે. જોકે ફરી એક વાર સીટ-બેલ્ટ લગાવી રાખવાનું ચિન્હ ચાલુ હતું ત્યારે ઊભી રહીને બહાર નીકળી ગયેલી વ્યક્તિ મને ક્યાં મળી જાણો છો? તે બેગ માટે બેગેજ ક્લેઈમ ખાતે વાટ જોતી હતી. અહીં પણ એવું જ થયું. તેણે મૂલ્યવાન સમય ગુમાવ્યો.
હવે આપણે મોટા વિમાન વિશે વાત કરીએ. તાજેતરમાં હું લંડનથી સામર્થ્યશાળી એ૩૮૦માં દુબઈ જતો હતો, જ્યાં ૪૦૦થી વધુ પ્રવાસીઓ સાથે વિમાન ૩૫,૦૦૦ ફીટની ઊંચાઈ પર ઉડાણ કરતું હતું. અહીં પણ મેં જોયું કે વિમાન હવાઈપટ્ટી પર ઊતરીને ગેટ તરફ જતું હતું ત્યારે ઊભા થઈને બેગ લઈને નીકળી ગયેલી વ્યક્તિ ઈમિગ્રેશન પર મારાથી ફક્ત ૬-૧૦ જણની આગળ હતી.
તો હા, ફરી તે જ પરિણામ! અને મોટા ભાગના વીણા વર્લ્ડના ટુર મેનેજરોએ પણ આવું જ નિરીક્ષણ કર્યું છે! તો આવી આદત ધરાવતા બધાને પૂછવાનું મન થાય છે કે આવું કરીને ખરેખર તમે શું હાંસલ કરવાનો પ્રયાસ કરો છો?
શું તમે બચાવો છો તે ૧૦ સેકંડ વિમાન હજુ દોડતું હોય ત્યારે પોતાની સુરક્ષા અને અન્યોની સુરક્ષા જોખમમાં મૂકો છો તેનાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. આવા લોકો અમુક વાર તમને કહેશે કે જો કેપ્ટન ક્રુ ડિપ્લેનગ માટે તૈયારી કરી શકે એવી ઘોષણા કરે તે પછી ક્રુ જો ઊભા રહી શકે તો આપણે પણ ઊભા રહી શકીએ અને આસપાસ ફરી શકીએ છીએ. આ બિલકુલ ખોટું છે! ક્રુ કલાકોની તાલીમ હેઠળથી પસાર થયેલા હોય છે. તેઓ સુરક્ષિત શું છે અને શું નથી તે સારી રીતે જાણતા હોય છે, પરંતુ તમે તે જાણતા નથી. આથી શું આ રીતે ઉતાવળ કરવાનું યોગ્ય છે?
તો આ સર્વ વિમાન પ્રવાસમાં કમસેકમ મારી ૨૭ ફ્લાઈટમાં હું સંદર્ભિત વ્યક્તિથી બહુ પછીથી ઊતર્યો છતાં તે મારી તરફેણમાં કામ કરી ગયું. બસમાં છેલ્લો ચઢ્યો, પરંતુ ઊતર્યો પ્રથમ. ગમે તે હોય તો પણ બેગ સમય લે છે. આથી ધસારો કરવાનો શું અર્થ છે. આજના માટે આટલું પૂરતું છે. તમને શું લાગે છે? શું વિમાન ઉતરાણ કરતું હોય ત્યારે ધસારો કરવાનું ખરેખર યોગ્ય છે? મને neil@veenaworld.com પર લખીને જરૂર જાણ કરો. તો ફરી મળીશું, ત્યાં સુધી અમે વીણા વર્લ્ડમાં હંમેશાં કહીએ છીએ તેમ, જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.