Published in the Sunday Mumbai Samachar on 03 March, 2024
જો તમે મારા લેખ વાંચતા હોય તો તમને ખ્યાલ આવશે કે મને ખરેખર ઓસ્ટ્રેલિયા વિશે વાત કરવાનું બહુ ગમે છે. આનું એક કારણ એ વાસ્તવિકતા છે કે હું 2008 અને 2013 વચ્ચે લગભગ પાંચ વર્ષ ત્યાં રહ્યો છું. વધુ એક કારણ એ છે કે હું ક્રિકેટનો કટ્ટર ચાહક છું અને તે સમયે ભારતમાં ટીવી પર પ્રસારણ થતી ટેસ્ટ સિરીઝ જોવા માટે અત્યંત વહેલી સવારે ઊઠી જવાની મજા જ કાંઈક અલગ હતી. જો તમે વધુ એક કારણ જાણવા માગતા હોય તો મને કૂકિંગ ગમે છે અને માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાએ છેલ્લા એક દાયકાથી મને જકડી રાખ્યો છે.
તો આ પાર્શ્ર્વભૂ સાથે હું આજે ફરી એક વાર તે ધરતી પર જવા માગું છું. આ વખતે હું મારું ધ્યાન ઓસ્ટ્રેલિયાના ઈસ્ટર્ન કોસ્ટ પર કેન્દ્રિત કરવા માગું છું અને સ્વર્ણિમ ભૂજળ સ્વર્ગ, એટલે કે, ગ્રેટ બેરિયર રીફ વિશે વાત કરવા માગું છું. તો ચાલો, તેના મંત્રમુગ્ધ કરનારા રીફ્સથી લઈને અતુલનીય વિશાળ સંખ્યામાં તે પ્રદાન કરે એ પ્રવૃત્તિઓ અને દુનિયાભરના પ્રવાસીઓની યાદીમાં તે મોખરાનું સ્થળ શા માટે છે તે વિશે જાણીએ.
સૌપ્રથમ આપણે તેની તરફ ભૌગોલિક નજરથી જોઈએ. કોરલ સીમાં ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના દરિયાકાંઠાના સાંનિધ્યમાં ગ્રેટ બેરિયર રીફ દુનિયાની સૌથી વિશાળ કોરલ રીફ પ્રણાલી છે. તે 2,300 કિલોમીટર સુધી પથરાયેલી છે અને તે ફક્ત એક રીફ નથી, પરંતુ લગભગ 2,900 વ્યક્તિગત રીફ્સ અને 900 ટાપુઓનો ભંડાર છે, જે સમુદ્રિ જીવનની બેજોડ વૈવિધ્યતા માટે વસાહત છે. નૈસર્ગિક કળાકારીગરી સંપૂર્ણ ખીલી ઊઠે તેવું આ સ્થળ છે, જે તેને ઘણા બધા પ્રવાસીઓની યાદીમાં અગ્રક્રમે રાખે છે. રીફ્સની સ્વર્ણિમ ભૂજળ દુનિયા અને મંત્રમુગ્ધ કરનારી ક્ષિતિજો સાહસ અને અદભુતતાનું અજોડ સંમિશ્રણ છે, જે તેને નિસર્ગના શોખીનો, ડાઈવરો અને પૃથ્વી પરની એક સૌથી અદભુત નૈસર્ગિક અજાયબી જોવા માગનારા દરેક માટે અત્યંત આકર્ષક સ્થળ બનાવે છે.
હું આગળ વધવા પૂર્વે દુનિયાભરમાં મળી આવતા રીફ્સના અલગ અલગ પ્રકાર વિશે ચર્ચા કરવા માટે થોડો સમય લઉં છું. આ દરેક તેના પોતાનાં અજોડ ગુણલક્ષણો અને પર્યાવરણીય મહત્ત્વ ધરાવે છે. મુખ્યત્વે રીફ્સ ત્રણ મુખ્ય પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે: ફ્રિન્જિંગ રીફ્સ, બેરિયર રીફ્સ અને એટોલ્સ, જે દરેક કોરલ વિકાસના અલગ અલગ તબક્કા દર્શાવે છે.
ફ્રિન્જિંગ રીફ્સ કોરલ રીફનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે સીધો દરિયાકાંઠો અથવા તેની સીમાના ટાપુ સાથે જોડાયેલા છે, જે ફ્રિન્જ રચે છે. આ રીફ્સ ખાસ કરીને મુલાકાતીઓના પહોંચમાં આવતા હોઈ બીચથી થોડું તરીને જવા પર સ્વર્ણિમ સ્નોર્કેંલિંગ અને ડાઈવિંગ સ્થળ પ્રદાન કરે છે.
નામ સૂચવે છે તે પ્રમાણે બેરિયર રીફસ દરિયાકાંઠાની સમાંતર છે, પરંતુ ઊંડા, પહોળા લગૂન્સથી અલગ પડેલા છે. ગ્રેટ બેરિયર રીફ ખુદ આ પ્રકારનો સૌથી મોટો દાખલો છે, જે સમુદ્રિ લહેરો અને વાવાઝોડા સામે સુરક્ષાત્મક અવરોધ પૂરા પાડીને જળને શાંત કરે છે, જે સમૃદ્ધ જૈવવૈવિધ્યતાને પોષે છે.
એટોલ્સ વર્તુળાકાર અથવા અંડાકાર રીફ્સ છે, જે લગૂનને ઢાંકે છે, પરંતુ ટાપુને ઘેરતા નથી. ગ્રેટ બેરિયર રીફમાં તે ઓછા સામાન્ય છે ત્યારે તે રીફના વિકાસનો પછીનો તબક્કો આલેખિત કરે છે, જે વિશિષ્ટ સમુદ્રિ જાતિઓ માટે અજોડ વાતાવરણ પ્રદાન કરે છે.
હવે આપણે આ વિશે ચર્ચા કરી છે ત્યારે હું વારંવાર જેનો સામનો કરું છું તે મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્ન વિશે જાણીએ. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફ વિશે એટલું અજોડ શું છે? ગ્રેટ બેરિયર રીફને અન્ય નૈસર્ગિક અજાયબીઓથી અલગ તારવતી હોય તો તે તેની મંત્રમુગ્ધ કરનારી જૈવવૈવિધ્યતા છે. તે 1500થી વધુ જાતિની માછલીઓ, 400 પ્રકારના કોરલ,વ્હેલ્સ અને ડોલ્ફિન્સની ડઝનબંધ જાતિઓ, સેંકડો પક્ષીઓની જાતિઓ અને અપૃષ્ઠવંશીય પ્રાણીઓ અને સમુદ્રિ કાચબાઓના ઉત્તમ સંમિશ્રણ માટે સંગ્રહાલય છે. આ સમૃદ્ધ વૈવિધ્યતા બેરિયર રીફને વિજ્ઞાનીઓ માટે જીવિત પ્રયોગશાળા બનાવે છે અને મુલાકાતીઓ માટે અદભુત ભૂજળ ચશ્માં બનાવે છે.
તેના પર્યાવરણીય મૂલ્યની પાર ગ્રેટ બેરિયર રીફ ઘરેલુ ઓસ્ટ્રેલિયન સમૂહો માટે મજબૂત સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. હજારો વર્ષથી આ સમુદાયો આ સમુદ્રિ પર્યાવરણ માટે ઊંડું આધ્યાત્મિક જોડાણ છે, જે તેમની આજીવિકા માટે તેનાં સંસાધનો પર આધાર રાખે છે અને તેનાં તત્ત્વોને પોતાની વાર્તાઓ, વિધિઓ અને કળામાં સમાવે છે.
હવે આપણે આ વાત જાણી છે ત્યારે ચાલો આપણું ધ્યાન તેની વિવિધ પ્રવૃત્તિઓ, મુલાકાત લેવાનો ઉત્તમ સમય અને અન્ય રીફ્સની તુલનામાં તેના વૈશ્ર્વિક મહત્ત્વ વિશે જાણીએ. તમે સાહસપ્રેમી હોય કે નિસર્ગપ્રેમી, આ સ્થળ ઘણી બધી પ્રવૃત્તિઓ ધરાવે છે, જે મુલાકાતીઓને તેના સૌંદર્ય અને તેની જૈવવૈવિધ્યતા ડૂબકીઓ લગાવવા આકર્ષિત કરે છે.
સ્નોર્કેંલિંગ અને ડાઈવિંગ નિ:શંક રીતે અત્યંત લોકપ્રિય પ્રવૃત્તિમાંથી એક છે, જે રીફ્સના સ્વર્ણિમ સમુદ્રિ જીવનના નજીકથી દર્શન કરાવે છે. કાચ જેવાં સાફ પાણી તળિયા સુધી દ્રષ્ટિગોચરતા પ્રદાન કરે છે, જેમાં પ્રચુર કોરલ જાતિઓ, રંગબેરંગી માછલીઓ અને મંત્રમુગ્ધ કરનારા સમુદ્રિ જીવો જોવા મળે છે. વધુ સાહસિકો માટે રીફમાં ઊંડાણમાં ડાઈવ કરવાથી પ્રાચીન જહાજના અવશેષોથી લઈને જીવન સાથે ધમધમતા અલાયદા કોરલ બગીચાઓ સુધીઉજાગર કરે છે.
બોટ ટુર્સ એક દિવસની ક્રુઝથી લઈને ઘણા બધા દિવસો જહાજ પરથી જીવંત સાહસો (જ્યાં તમે યોટ અથવા સેર કરતી બોટ પર મુકામ કરી શકો છો) સુધીના વિકલ્પો સાથે ગ્રેટ બેરિયર રીફ અનુભવવાની વધુ આરામદાયક રીત છે. કાચના તળિયાવાળી બોટ ભીના નહીં થવા માગનારા માટે ભૂજળની દુનિયામાં ડોકિયું કરાવે છે, જ્યારે બોટ સવારી રીફ્સની પ્રચુરતા, સુંદર ટાપુઓ અને એકાંત બીચ જોવાની ઉત્તમ રીત પૂરી પાડે છે.
રીફમાં ટાપુની મુલાકાત સમુદ્રિ ખોજ અને પૃથ્વીનાં સાહસોનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે. હેમિલ્ટન, વ્હિટસન્ડે અને ફિટ્ઝરોય જેવા ટાપુઓ રીફમાં દાગીના છે, જે નિર્મળ બીચ, લક્ઝરી રિસોર્ટસ અને બર્ડ- વોચિંગ, હાયકિંગ અને સી કાયાકિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. આ ટાપુઓ આસપાસના રીફની ખોજ કરવા માટે ઉત્તમ આધાર આપવા સાથે પ્રદેશની હરિયાળી ક્ષિતિજો અને વૈવિધ્યપૂર્ણ ઈકોસિસ્ટમ્સની ઝાંખી પણ કરાવે છે.
અને આ વાત સૌથી મહત્ત્વપૂર્ણ છે. ગ્રેટ બેરિયર રીફની મુલાકાત ઉત્તમ સમયે લેવાથી તમારો અનુભવ વધુ સારો બની શકે છે, કારણ કે પ્રદેશનું હવામાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રીફ ઉષ્ણકટિબંધીય હવામાન માણે છે, જેમાં વર્ષ બે મુખ્ય કારણોસર વહેંચાઈ જાય છે: એક, નવેમ્બરથી માર્ચની ભીની મોસમ અને એપ્રિલથી ઓક્ટોબરની સૂકી મોસમ.
સૂકી મોસમ મોટે ભાગે રીફની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે, જે સૂર્યપ્રકાશના દિવસો, ઓછી ભેજ અને સ્નોર્કેંલિંગ તથા ડાઈવિંગ માટે ઉત્તમ પાણીની સ્થિતિઓ પ્રદાન કરે છે. આ મહિનાઓમાં દ્રષ્ટિગોચરતા તેની ચરમસીમાએ હોય છે, જે ભૂજળ ફોટોગ્રાફી અને ખોજ માટે તેને આદર્શ સમય બનાવે છે. ઉપરાંત પાણીનું ઠંડું ઉષ્ણતામાન હિજરત કરતી વ્હેલ્સથી લઈને માળો બાંધતા સમુદ્રિ કાચબાઓ સુધી વિવિધ પ્રકારના સમુદ્રિ જીવનને આકર્ષે છે.
હવે આપણે વાત પૂરી કરીએ તે પૂર્વે હું તમને એ પણ જણાવી દેવા માગું છું કે ગ્રેટ બેરિયર રીફ સૌથી વિશાળ અને સૌથી વિખ્યાત કોરલ રીફ સિસ્ટમ તરીકે પણ વિશેષ સ્થાન ધરાવે છે, જે દુનિયામાં ઘણા બધા અદભુત રીફ્સમાંથી એક છે. દરેક રીફ તેનાં પોતાનાં અજોડ ગુણલક્ષણો ધરાવે છે, જે તેમને ઘણી રીતે અતુલનીય બનાવે છે.
દાખલા તરીકે, બેલિઝ બેરિયર રીફ દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ રીફ પ્રણાલી છે અને દુર્લભ વેસ્ટ ઈન્ડિયન મનાતી સહિત સમુદ્રિ જીવોની આકર્ષક શ્રેણીથી સમૃદ્ધ છે. જોકે ગ્રેટ બેરિયર રીફને તેનો આકાર અને અંતરિયાળ ટાપુથી વિશ્ર્વ કક્ષાનાં ડાઈવિંગ સ્થળો સુધી તેના વિવિધ પ્રકારના અનુભવો તેને અનોખું તારવે છે.
મિડલ ઈસ્ટમાં રેડ સી કોરલ રીફ તેના કાચ જેવા સાફ પાણી, ઐતિહાસિક અવશેષો અને સ્વર્ણિમ સમુદ્રિ જીવન માટે પ્રસિદ્ધ છે. તે ડાઈવિંગની ઉત્તમ તક આપવા સાથે ગ્રેટ બેરિયર રીફની પહોંચક્ષમતા અને સાહસપ્રેમીઓના સર્વ સ્તર માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ અને સંવર્ધનના પ્રયાસો તેને પોતાની આગવી જગ્યામાં મૂકે છે.
તો હા, ગ્રેટ બેરિયર રીફ સ્થળથી પણ વિશેષ છે. તે સ્વર્ણિમ છે, આપણી નૈસર્ગિક અને કોમ્પ્લેક્સ દુનિયાનો સ્વર્ણિમ, જીવિત દાખલો છે. યુનેસ્કો હેરિટેજ સાઈટ છે અને મોટે ભાગે દુનિયાની સાત નૈસર્ગિક અજાયબીમાંથી એક માનવામાં આવે છે. તો તમે આ અતુલનીય અજાયબી જોવાનું નિયોજન ક્યારે કરો છો? હું તમને એક વાત કહી શકું છું કે તમે જ્યારે પણ તેની મુલાકાત લેશો ત્યારે તમે નિશ્ર્ચિત જ જીવનની ઉજવણી કરશો!
માય હઝબન્ડ ઈઝ નોટ માય ટુર મેનેજર
અરે ઊઠી જા, ચાલ પટાપટ, આપણો ડ્રાઈવર બહાર આવ્યો હશે... હેલ્લો હેલ્લો, આય એમ આશિષ, હેડ બુક્ડ અ કાર બટ આય એમ નોટ ફાઈન્ડિંગ ઈટ હિયર... વ્હેર ટુ ઈટ ટુડે? યેસ્ટરડેઝ રેસ્ટોરાં વોઝ નોટ ગૂડ... હેલ્લો... હેલ્લો... નો બડી ઈઝ લિસનિંગ, અવર ફ્લાઈટ હોલ્ટ કેન્સલ્ડ, વી આર સ્ટક હિયર, હેલ્લો, હેલ્લો... આ છે હનીમૂન ટુર પરના અમુક ડાયલોગ્ઝ, જ્યાં ખુદ દસ્તુરખુદ નવરોજી ટુર મેનેજરની ભૂમિકા ભજવતા હોય છે. તેમના મગજમાં ગમે તે કહો તો પણ આ ચિંતા હોય છે. એરપોર્ટ પર તે માણસ આપણને લેવા માટે ચોક્કસ આવશે ને? આવતીકાલે અગિયાર વાગ્યાની આઈફેલ ટાવરની એપોઈન્ટમેન્ટ છે, આપણી કાર સમયસર આવશે ને ત્યાં લઈ જવા માટે? મારું આગળનું હોટેલનું રિઝર્વેશન નકારવામાં આવ્યું તો શું કરું? સમયસર પહોંચીશું ને એરપોર્ટ પર? ફ્લાઈટ કેન્સલ થઈ તો?એક યા બીજી કાળજીઓ.
કમઓન! હનીમૂન છે યાર, બી સ્ટ્રેસ ફ્રી, વીણા વર્લ્ડ હૈ ના! વીણા વર્લ્ડ પાસે છે બે પ્રકાર. એક, હનીમૂન ટુર્સ અને બીજી કસ્ટમાઈઝ્ડ હનીમૂન હોલીડે. કસ્ટમાઈઝ્ડ હનીમૂન પ્રકારમાં બે ભાગ છે. એક, રેડીમેડ પેકેજ અને બીજું ટેલરમેડ, એટલે, તમને જોઈએ તેવી મન મુજબની એનિવેર અરાઉન્ડ ધ વર્લ્ડ હોલીડે. હનીમૂન ટુર્સ પ્રકાર જોકે સાંભળતાં જ અનેકના ચહેરા પર પ્રશ્ર્નચિહન ઊભું કરે છે.હનીમૂન અને ગ્રુપ ટુર સાથે? અરે, હનીમૂન ઈઝ સપોઝ ટુ બી અ પ્રાઈવેટ અફેર, હાઉ કેન ઈટ બી વિથ અ ગ્રુપ ટુર? આ પ્રશ્ર્ન એકદમ વાજબી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લાં દસ વર્ષ અમે આ હનીમૂન ટુર્સ એકદમ સારી રીતે યોજી રહ્યાં છીએ, હજારો હનીમૂનર્સેવીણા વર્લ્ડ હનીમૂન ટુર્સની મજા અનુભવી છે એન્ડ ધે આર હેપ્પી અબાઉટ ઈટ ! એક તો એવું બને છે કે આજકાલ હનીમૂનર્સ એટલે બહુ બિઝી બિઝી. સમય ક્યાં છે પ્લાનિંગ બાનિંગ કરવા માટે. આથી વીણા વર્લ્ડનું ટ્રાવેલ પ્લાનર જુઓ, હનીમૂન ટુરનું ડેસ્ટિનેશન નક્કી કરવાનું, બુકિંગ કરવાનું અને નિશ્ર્ચિંત બની જવાનું. લગ્નનાં કામોમાં એક કામ ઓછું એટલે માથા પરનો થોડો બોજ હલકો થવા જેવું છે.આ ટુર્સનો બીજો ફાયદો એ છે કે હનીમૂન ટુર્સ હોવાથી તેની કિંમત રીઝનેબલ હોય છે. વિમાન પ્રવાસ, હોટેલ મુકામ, સાઈટસીઈંગ, બ્રેકફાસ્ટ, લંચ ડિનર, ઈન્ટરનેશનલ ટુર હોય તો વિઝા વગેરે વગેરે સર્વ સમાવિષ્ટ હોય છે. અને તેનાથી મહત્ત્વની બે બાબત હનીમૂન ટુર્સમાં હોય છે. પ્રથમ બાબત એટલે અનેક હનીમૂનર્સની કંપની તમને મળે છે. તમને જ્યારે મિત્ર- મૈત્રિણી સાથે વાત કરવાનું મન થાય ત્યારે તમારી સંગાથે હોય છે તમારા જેવા જ, તમારી ઉંમરના, ભવિષ્ય તરફ કુતૂહલતાથી જોતા હનીમૂનર્સ. આથી સહેલગાહનો માહોલ જ બદલાઈ જાય છે. હસીમજાક, ક્યારેક ડાન્સ નાઈટ તો ક્યારેક કેન્ડલ લાઈટ ડિનર, ક્યારેક ગેમ નાઈટ, તો ક્યારેક દે ધમ્માલ આઉટડોર એક્ટિવિટીઝ. બીજી મહત્ત્વની બાબત એટલે હનીમૂનર્સની સંગાથે હોય છે વીણા વર્લ્ડનો ટુર મેનેજર. આજકાલ દુનિયા બહુ અનપ્રેડ્કિટેબલ બની ગઈ છે. આથી આપણે બહાર ફરતાં હોઈએ ત્યારે હકથી આપણી કોઈક કાળજી લેનારું હોવું જોઈએ, તે કામ અમે કરીએ છીએ. તમે બિન્ધાસ્ત ધમ્માલ કરો અને તમારાં બંને બાજુનાં માતા- પિતાને નિશ્ર્ચિંત રહેવા દો અને તેમને કાળજી નહીં થશે, કારણ કે તમે વીણા વર્લ્ડ હનીમૂન ટુર્સ પર છો. સો, ચાલો, બેગ ભરો, નીકળી પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.