IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10AM - 7PM

પ્રવાસનું ભવિષ્ય

9 mins. read

Published in the Sunday Mumbai Samachar on 09 March 2025

ઊભરતા પ્રવાહો આપણે પર્યટન કરીએ તે પદ્ધતિઓને આકાર આપી રહ્યા છે

ગયા સપ્તાહમાં આપણે ભારતમાં ટી ટુરીઝમ અને તેના ઈતિહાસ, સંસ્કૃતિ અને નયનરમ્ય સૌંદર્યનું અજોડ સંમિશ્રણ કઈ રીતે પ્રદાન કરે છેતેના વિશે ચર્ચા કરી હતી. તે પરથી લોકો તેમના પ્રવાસનું નિયોજન અને અનુભવ જે રીતે કરી રહ્યા છે પદ્ધતિઓને આકારઆપતી નવી સંકલ્પના સાથે પ્રવાસ કઈ રીતે ઉત્ક્રાંતિ પામી રહ્યો છે તે દર્શાવવા હું પ્રેરિત થયો છું. 

પારંપરિક વેકેશન લોકપ્રિય રહ્યા છે ત્યારે ઘણા બધા પ્રવાસીઓ હવે તેમની જીવનશૈલી સાથે સુમેળ સાધતા રોમાંચક અને સાનુકૂળ અનુભવો ચાહે છે. આજે પ્રવાસનો અર્થ ઊંડું જોડાણ, સ્વ-ખોજ અને અર્થપૂર્ણ યાદો રીતે તારવવામાં આવે છે. લોકો પોતે કઈ રીતે પ્રવાસ કરે છે તેની સાથે તેઓ પ્રવાસ શા માટે કરે છે તેનો પણ પુનઃવિચાર કરવા લાગ્યા છે. શું તે રિલેક્સેશન માટે છે? કૌશલ્ય કેળવવા માટે છે? સ્થાનિકની જેમ અનુભવ કરવા માટે છે?કે પછી નિત્યક્રમમાંથી બસ બે્રક લેવા માટે છે? 

ચાલો, સોલો હનીમૂનથી ડિજિટલ ડિટોક્સીસ અને હુશ ટ્રિપ્સ સુધી ઉદ્યોગની વ્યાખ્યા કરતા અમુક સૌથી રોમાંચક નવા યુગના પ્રવાસના પ્રવાહો વિશે જાણીએ. પ્રવાસનું ભવિષ્ય અગાઉ કરતાં વધુ ગતિશીલ, વૈવિધ્યપૂર્ણ અને નાવીન્યપૂર્ણ છે. 

મીમૂનિંગઃ સોલો હનીમૂન અનુભવ 

હનીમૂન ફક્ત કપલ્સ માટે હોય છે એમ કોણે કહ્યું? `મીમૂનિંગ'ની સંકલ્પના, એટલે કે, સોલો હનીમૂન લોકપ્રિય બની રહ્યું છે. પ્રવાસીઓ લક્ઝરી રિટ્રીટ્સમાં પરોવાઈને, નવાં સ્થળો એકલા ફરીને અને સ્વતંત્ર પ્રવાસ અપનાવીને પોતાની ઉજવણી કરી રહ્યા છે. 

મીમૂનિંગ એટલે ફક્ત લક્ઝરી નથી. તે અંગત વૃદ્ધિ, પ્રતિબિંબ અને રિચાર્જિંગ માટે અવકાશ નિર્માણ કરવાની બાબત છે. માલદીવ્ઝના બીચ પર આરામ કરવાનો હોય, ક્યોટોના સાંસ્કૃતિક ઊંડાણમાં ડૂબકીઓ લગાવવાની હોય કે બાલીમાં વેલનેસ રિટ્રીટ માણવાની હોય, સોલો પ્રવાસ પ્રવાસીઓને તેમની પોતાની ગતિથી જીવનને અનુભવવાની અનુકૂળતા આપે છે. 

રિલેક્સેશનની પાર મીમૂન મોટે ભાઞે પરિવર્તનકારી છે. ઘણા બધા સોલો હનીમૂનર્સ નવી કુશળતાઓ શીખવા- સ્કુબા ડાઈવિંગ, સ્થાનિક શેફ સાથેરસોઈ બનાવવા અથવા માઈન્ડફુલનેસ રિટ્રીટ્સમાં જોડાવાની તકનો ઉપયોગ કરતા હોય છે. પ્રવાસ કંપનીઓ અને લક્ઝરી રિસોર્ટસેઆ પ્રવાહને ઓળખી કાઢ્યો છે અને હવે પર્સનલાઈઝ્ડ આઈટિનરી, સ્પા ટ્રીટમેન્ટ્સ, ગૌર્મે ડાઈનિંગ અને માઈન્ડફુલનેસ માટે તૈયાર કરાયેલી પ્રવૃત્તિઓ સાથે ખાસ તૈયાર કરાયેલાં સોલો પેકેજીસ ઓફર કરે છે. રિસોર્ટસ હવે એવા કમ્યુનિટી અનુભવો લાવ્યા છે,જેમાં સોલો પ્રવાસીઓ સ્વાયત્તતા માણવા સાથોસાથ સમવિચારી નાગરિકોને મળી શકે છે. 

નો-ફોન ગેટઅવેઝઃ ડિસ્કનેક્ટ ટુ રિકનેક્ટ 

સ્ક્રીન્સનું વર્ચસ ધરાવતી દુનિયામાં ઘણા બધા પ્રવાસીઓ નોન-ફોન ગેટઅવેઝ પસંદ કરે છે, એટલે કે, ડિજિટલ વિચલિતતાથી ડિસ્કનેક્ટ થવા માટે તૈયાર કરાયેલી ટ્રિપ અપનાવે છે. વેકેશન અંતરિયાળ પહાડીઓમાં હાઈકિંગ, ઓફફ-ગ્રિડ કેબિન્સમાં મુકામ અથવા ડિજિટલ ડિટોક્સ રિટ્રીટ્સમાં જોડાવા જેવી પ્રવૃત્તિઓ થકી વર્તમાન અવસરોમાં પરોવાઈ જવા માટે પ્રોત્સાહન આપે છે. હોટેલો અને રિસોર્ટસ હવે `લોક-અપ-યોર-ફોન' પેકેજીસ ઓફર કરે છે, જે મહેમાનો રિલેક્સેશન, નિસર્ગ અને માનવી જોડાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી રાખે છે. 

અમારા પોડકાસ્ટ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબે્રટ લાઈફના તાજેતરના એપિસોડમાં સુનિલા અને મેં નો-ફોન હોલીડેઝ અને તેના લાભો વિશે ચર્ચા કરી હતી. અમે ડિજિટલ સ્ક્રીનથી દૂર રહીને માઈન્ડફુલનેસ કઈ રીતે બહેતર બને છે, આંતરઅંગત જોડાણ મજબૂત બને છે અને પ્રવાસીઓ નવી આંખોથી સ્થળોને અનુભવી શકે છે તે અનુભવ્યું. 

ભૂતાન જેવાં સ્થળ, જ્યાં છેક 1999માં ટેલિવિઝન આવ્યું ત્યાં લાંબા સમયથી પર્યાવરણને પ્રમોટ કરવામાં આવે છે, જ્યાં ધીમા પડવાનો અને નિસર્ગમાં ડૂબકીઓ લગાવવાનો નિયમ છે. કોસ્ટા રિકા, સ્વીસ આલ્પ્સ અને ઓસ્ટ્રેલિયન આઉટબેકમાં રિટ્રીટ્સ માઈન્ડફુલનેસ કસરતો, આઉટડોર સાહસોઅને સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે માળખાબદ્ધ નો-ફોન પ્રોગ્રામ ઓફર કરે છે. 

નો-ફોન ગેટઅવેઝ એટલે સ્ક્રીનથી દૂર રહીને નિરંતર વાર્તાલાપની ખુશીની નવેસરથી ખોજ, સૂર્યાસ્ત જોવાનો ચમત્કાર અને પોતાની અંદર રહેવાની પરિપૂર્ણતા છે. 

સ્ટેટસ ફ્લાઈટ્સઃ લોયલ્ટી રિવોર્ડસની પીછો 

વારંવાર પ્રવાસ કરનારને એરલાઈનના લોયલ્ટી પ્રોગ્રામમાં એલિટ સ્થિતિનું મૂલ્ય જાણ હોય છે, જેને લઈ પ્રીમિયમ મેમ્બરશિપ જાળવી રાખવા માટેજ ફ્લાઈટ્સ બુકિંગ, એટલે કે, `સ્ટેટસ ફ્લાઈટ્સ'માં વધારો થયો છે. લાઉન્જ એકસેસ, ફ્રી અપગે્રડ્સ અને અગ્રતાથી બોર્ડિંગ પ્રોગ્રામ્સને આકર્ષક બનાવે છે અને ઘણા બધા પ્રવાસીઓ એલિટ સ્ટેટસ જાળવી રાખવા માટે મૂલ્યવાન એક્સ્ટ્રા માઈલ્સ વિશે વિચારે છે. 

એર ઈન્ડિયા અને ઈન્ડીગો દ્વારા નવેસરથી ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ્સ રજૂ કરાયા છે ત્યારે પ્રવાહ આગળ જતાં વધુ વધવાની અપેક્ષા છે.ઘણા બધા સ્ટેટસ- સતર્ક પ્રવાસીઓ ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ પોઈન્ટ્સ ઓફર કરતા રુટ્સ પસંદ કરીને માઈલેજ રનનું નિયોજન કરે છે.અમુક વિમાન કંપનીઓમાં માઈલ્સ કમાણી કરવા માટે એરલાઈન ભાગીદારીઓનો લાભ લે છે, જેથી ઘણા બધા પ્રોગ્રામ્સમાં એલિટ સ્ટેટસ જાળવી રાખવાની ખાતરી રહે છે. એરલાઈન્સ લોયલ્ટી ઓફરો વધારી રહી છે ત્યારે સ્ટેટસ ફ્લાઈટ્સ ફ્રિક્વન્ટ ટ્રાવેલર્સની વ્યૂહરચનાનો આંતરિક ભાગ બની રહેશે. 

હશ ટ્રિપ્સઃ અંતરિયાળ સ્થળે કામ કરવા સાથે ગોપનીય ગેટઅવે 

રિમોટ વર્ક વધુ સામાન્ય બની રહ્યું છે ત્યારે પ્રોફેશનલો `હશ ટ્રિપ્સ' થકી લીઝર સાથે વેપારનું સંમિશ્રણ કરી રહ્યા છે. આમાં વર્ક ફ્રોમ હોમનો દેખાવ જળવાઈ રહેવા સાથે વેકેશન ડેસ્ટિનેશન્સનો ગોપનીય રીતે પ્રવાસ સંકળાયેલો છે. જરા કલ્પના કરો કે થાઈલેન્ડમાં બીચસાઈડ કેફેમાંથી તમે ઈમેઈલના ઉત્તરો આપી રહ્યા છો અથવા મસ્ત સ્વીસ ચેલેટમાંથી ઝૂમ કોલ્સ પર જોડાયા છો. કામ થઈ રહ્યું છે ત્યાં સુધી સાનુકૂળતાનો મહત્તમ લાભ શા માટે નહીં લેવો જોઈએ? 

હશ ટ્રિપ્સ ઘરમાંથી કામ કરવાની જૂની ઘરેડને તોડે છે, નવા વાતાવરણ થકી ઉત્પાદકતા વધારે છે અને લીવ બેલેન્સ જાળવી રાખીને વિસ્તારિત પ્રવાસની અનુકૂળતા પણ આપે છે. 

સેટ-જેટિંગઃ ફિલ્મો અને ટીવી શોને પગલે ચાલવું 

ફિલ્મો અને ટીવી શો લાંબા સમયથી પ્રવાસને પ્રેરિત કરતાં આવ્યાં છે, પરંતુ `સેટ-જેટિંગ'નો પ્રવાહ, એટલે કે, લોકપ્રિય પ્રોડકશન્સમાંચમકેલાં સ્થળોની મુલાકાત લેવાનું પ્રમાણ હવે બહુ વધી ગયું છું. એમિલી ઈન પેરિસને આભારી પ્રવાસીઓ હવે મોન્ટમાર્ટરમાંમોટી સંખ્યામાં જવા લાગ્યા છે, જ્યારે વ્હાઈટ લોટસને કારણે સિસિલી અને હવાઈમાં લક્ઝરી રિસોર્ટસમાં રુચિ બહુ વધી છે. ફિલ્મો અને ટીવી શો લાંબા સમયથી પ્રવાસને પ્રેરિત કરતાં આવ્યાં છે, પરંતુ `સેટ-જેટિંગ'નો પ્રવાહ, એટલે કે, લોકપ્રિય પ્રોડકશન્સમાંચમકેલાં સ્થળોની મુલાકાત લેવાનું પ્રમાણ હવે બહુ વધી ગયું છું. એમિલી ઈન પેરિસને આભારી પ્રવાસીઓ હવે મોન્ટમાર્ટરમાંમોટી સંખ્યામાં જવા લાગ્યા છે, જ્યારે વ્હાઈટ લોટસને કારણે સિસિલી અને હવાઈમાં લક્ઝરી રિસોર્ટસમાં રુચિ બહુ વધી છે. 

વીણા વર્લ્ડમાં અમે વિખ્યાત ફિલ્મના શૂટિંગ થયેલાં સ્થળો આસપાસ કેન્દ્રિત વિશેષ આઈટિનરી તૈયાર કરી રહ્યા છીએ. ગેમ્સ ઓફ થ્રોન્સના ચાહકો ડુબ્રોવનિક, ક્રોએશિયાની મુલાકાત લે છે, કિંગસ લેન્ડિંગ થકી વોક કરે છે, જ્યારે લોર્ડ ઓફ રિંગ્સના ચાહકોએ ન્યૂ ઝીલેન્ડની રોલિંગ ટેકરીઓઅને નાટકીય નિસર્ગસૌંદર્ય જોવાનું ચાલુ રાખ્યું છે. 

સેટ-જેટિંગ પ્રવાસીઓને જે તે સ્થળો સાથે ઊંડાણથી જોડાઈ રહેવાની અનુકૂળતા આપે છે, જેમ કે, ફિલ્મના શૂટિંગમાં બતાવાયું હોય તે કેફેમાં ભોજન કરવું, તે હોટેલમાં મુકામ અને સ્થાનિકોના માર્ગદર્શનમાં ગાઈડેડ ટુર્સ લેવાનો સમાવેશ થાય છે. ઘણાં બધાં સ્થળો સ્ટુડિયો સેટ્સની મુલાકાત અથવા એક્સ્ટ્રાઝને મળવું જેવા પડદા પાછળના અનુભવો પ્રદાન કરીને તેમની ખ્યાતિ વધારે છે. પ્રોડક્ટ કંપનીઓએ સુંદર અદભુત સ્થળો ખાતે શૂટિંગ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી પ્રવાહ આગળ જતાં ઓર વધવાનો છે. 

એઆઈ ડેસ્કો ડાઈનિંગ ટુરીઝમઃ વર્ક લંચીસ થકી શહેરની ખોજ 

ફૂડ ટુરીઝમ હંમેશા લોકપ્રિય રહ્યું છે, પરંતુ હવે પ્રવાસીઓ તેમની વર્કડે રસોઈકળા સંસ્કૃતિ થકી સ્થળો જોવાનો આગ્રહ રાખે છે. `એઆઈ ડેસ્કો ડાઈનિંગ ટુરીઝમ' શહેરનું ઓફિસ લંચ સીન અનુભવવા પર કેન્દ્રિત છે, એટલે કે, ન્યૂ યોર્કમાં ફૂડ કાર્ટસનું સેમ્પલિંગ, ટોકિયોમાં રામેન લંચ અથવા બાર્સેલોનામાં મેડિટરેનિયન ઓફિસ લંચ. 

પ્રવાહ ફાઈન ડાઈનિંગની પાર શહેરના રસોઈકળાના પરિપ્રેક્ષ્યમાં નવું પાસું પ્રદાન કરે છે. તે સિંગાપોરની ધમધમતી ફૂડ કોર્ટસથી લઈને લંડનના ઝડપી છતાં સ્વાદિષ્ટ સેન્ડવિચના શોપ્સ સુધી શહેરના કાર્યબળને ઈંધણ આપતાં છૂપાં રસોઈકળા રત્નો પરથી પડદો ઊંચકે છે. 

એઆઈ ડેસ્કો ડાઈનિંગ ટુરીઝમ એટલે ફક્ત ફૂડ નથી, પરંતુ તે પરિપૂર્ણ અનુભવ છે, એટલે કે, લોકો કઈ રીતે ઓર્ડર કરે છે, ક્યાં ખાય છે અને તેમના બે્રક આસપાસ વિધિઓ. ટુરીઝમનો પ્રકાર સક્ષમ અને કિફાયતી છે અને ઉચ્ચ કક્ષાની રેસ્ટોરાં સામે અસલ છતાં બજેટ અનુકૂળ વિકલ્પ આપે છે. 

પ્રવાસના ભવિષ્યને અપનાવવું 

પ્રવાહ પ્રવાસીઓ ખોજની નવી વ્યાખ્યા કઈ રીતે કરે છે તે આલેખિત કરે છે. પ્રવાસ ઉદ્યોગ તેને અનુકૂળ થઈ રહ્યો છેત્યારે ઊભરતી સંકલ્પનાઓએ ભવિષ્યને આકાર આપવાનું ચાલુ રાખ્યું છે. 

પ્રવાસ હંમેશાં જે તે સ્થળે પહોંચવાથી પણ વિશેષ રહ્યો છે. તો, તમારું આગામી સાહસ શું રહેશે? શું તે સિક્રેટ હશ ટ્રિપ, વ્હર્લવિંડ મીમૂન કે પછી તમારા ફેવરીટ ફિલ્મ સેટનો પ્રવાસ? તમે જે પણ પસંદ કરો, મને ખાતરી છે કે તમને મળશે આનંદ સેલિબે્રટિંગ લાઈફનો! ફરી આગામી સપ્તાહમાં મળીશું. 

March 07, 2025

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top