Published in the Sunday Mumbai Samachar on 11 August, 2024
પ્રવાસ મારે માટે હંમેશાં લગની રહી છે, કારણ કે તમને પ્રવાસમાં રોજ કશુંક નવું નવું શીખવા મળે છે. અને તે મારી જ નહીં પણ સર્વ 750+ વીણા વર્લ્ડ કર્મચારીઓ (અમે વીણા વર્લ્ડ ખાતે કર્મચારી શબ્દપ્રયોગ કરતા નથી, પરંતુ પોતાને ટીમ મેમ્બ્ાર્સ તરીકે ઓળખીએ છીએ. વીણા વર્લ્ડ ખાતે અમે સંસ્કૃતિ જે રીતે નિર્માણ કરી છે તેમાંથી આ એક રીત છે). અમારી નસનસમાં ઊંડી લગની સાથે દરેક દિવસે અમારી પાસે કેટલી વાર્તાઓ હોઈ શકે તેની તમે કલ્પના જ કરી શકો છો! અને તેથી જ વીણા વર્લ્ડની ચીફ પ્રોડક્ટ ઓફિસર સુનિલા અને મેં અમારી વિડિયો સિરીઝ, ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટલાઈફ શરૂ કરી છે!
આ પોડકાસ્ટ પર અમે 100થી વધુ એપિસોડ્સમાં દુનિયાભરમાં અમારાં સાહસો અને અનુભવો શેર કર્યાં છે. તમે યુટ્યુબ્ા, સ્પોટિફાઈ, એપ્પલ પોડકાસ્ટ્સ અને જિયોસાવન પર સિરીઝ જોઈ અથવા સાંભળી શકો છો. તમે બ્ાસ ઉપરનો ક્યુઆર કોડ સ્કેન કરો. દરેક એપિસોડ નવી ઈનસાઈટ્સ અને અવિસ્મરણીય યાદો લાવે છે, જેમાં અમારા પ્રવાસનું એક સૌથી મજેદાર પાસું ફૂડ છે.
ધમધમતા બ્ાજારમાં સ્ટ્રીટ ફૂડનો આસ્વાદ કરવાથી લઈને વિશ્વ કક્ષાની રેસ્ટોરાંમાં ભોજન કરવા સુધી, અમારા પ્રવાસના અનુભવના હાર્દમાં હંમેશાં ફૂડ રહ્યું છે. ફૂડ થકી અમે સ્થાનિક પરંપરાઓને જોડી છે, અજોડ ફ્લેવર્સની ઉજવણી કરી છે અને ખરા અર્થમાં દરેક સ્થળનીખૂબ્ાીઓને સમજી છે. અને જો મારા મન પર એક બ્ાાબ્ાત કાયમી અમીટ છાપ છોડતી હોય તો તે ડેઝર્ટસ છે.
ડેઝર્ટસ ભોજન પછી મોઢું મીઠું કરવાથી પણ વિશેષ છે. તે સંસ્કૃતિની ક્રિયાત્મકતા, ઈતિહાસ અને લગનીનું પ્રતિબ્ાિંબ્ા છે. તે પેઢી દર પેઢીચાલી આવતી સમયની કસોટીમાંથી પાર ઊતરેલી રેસિપીઓની વાર્તા કહે છે અને સાદી સામગ્રીઓને ઉત્તમ નમૂનામાં ફેરવતા શેફની ખૂબ્ાી દર્શાવે છે.તો આજે હું દુનિયાભરમાંથી મારા ફેવરીટ ડેઝર્ટસ થકી વિશેષ પ્રવાસ તમારી સાથે શેર કરવા માગું છું. તો ચાલો શરૂઆત કરીએ...
સ્વિટ્ઝર્લેન્ડઃ સ્વીસ ચોકલેટ અને લક્ઝેમ્બ્ાર્ગર્લી સ્વિટઝર્લેન્ડ ઉચ્ચ ગુણવત્તાની ચોકલેટ સાથે પ્રતિકાત્મક છે. સ્વિટઝર્લેન્ડમાં સૌથી પ્રાચીન ચોકલેટ ફેક્ટરી કેઈલરની સ્થાપના 1819માં કરવામાં આવી હતી અને આજે પણ ચાલી રહી છે. સ્વીસ ચોકલેટનું સમૃદ્ધ, ક્રીમી ટેક્સ્ચર બ્ોજોડ છે, જે દુનિયાભરમાં ચોકલેટ પ્રેમીઓ માટે તેને ફેવરીટ બ્ાનાવે છે. જોકે સ્વીસની મીઠી વાર્તા અહીં પૂરી થતી નથી. હવે લક્ઝેમ્બ્ાર્ગર્લીની વાત કરીએ, જે નાજુક, મેકેરોન જેવું ક્નફેકશન તેના ફ્રેન્ચ ક્યુઝિન કરતાં હલકુંઅને હવાદાર છે. આ સ્વાદિષ્ટ ટ્રીટ્સ તેના ક્રિસ્પી બ્ાહારી શેલ અને મોઢામાં ઝટપટ પીગળી જતા ફિલિંગ માટે જાણીતી છે, જે મીઠાશ અને ટેક્સ્ચરનું ઉત્તમ સંતુલન છે, જે નિશ્ચિત જ કોઈ પણ ડેઝર્ટના શોખીનોને મોહિત કરીને રહે છે.
મેક્સિકો-ચુર્રોઝ અને ટ્રેસલેચીસ કેક મેક્સિકોની સ્વર્ણિમ ક્યુલિનરી સંસ્કૃતિ સ્વાદના શોખીનો માટે મિજબ્ાાની છે અને તેના ડેઝર્ટસ પણ તેમાં કોઈ અપવાદ નથી. ચુર્રોઝ તેના ક્રિસ્પી એક્સટીરિયર અને નરમ, ડફી ઈન્ટીરિયર સાથે મોટે ભગે ઘટ્ટ હોટ ચોકલેટમાં બ્ાોળીને માણવામાં આવે છે. અહીં તેની મોજીલી વાસ્તવિકતા છેઃ ચુર્રોઝ મૂળભૂત રીતે સ્પેનિશ શેફર્ડસ માટે બ્રેકફાસ્ટની આઈટમ હતી, જેણે ઓપન ફાયર પર ડફ ફ્રાય કર્યું હતું. તે પછી ટ્રેસલીચીસ કેકની વાત આવે છે,જે મોઈસ્ટ, સ્પોન્જી ખાદ્ય ત્રણ પ્રકારના દૂધમાં બ્ાોળવામાં આવે છે, જે વધુ એક મેક્સિકન ક્લાસિક છે. આ સમૃદ્ધ અને ક્રીમી કેક ફ્લેવર્સઅને ટેક્સ્ચર્સની ઉજવણી છે, જે વિશેષ અવસરો અને દરેક પ્રસંગો માટે તેને વહાલું ડેઝર્ટ બ્ાનાવે છે.
સાઉથ આફ્રિકાઃ માલ્વા પુડિંગ અને કોકસિસ્ટર્સ સાઉથ આફ્રિકા અજોડ ડેઝર્ટ ક્ષિતિજ પ્રદાન કરે છે, જે વૈવિધ્યપૂર્ણ હોવા સાથે સ્વાદિષ્ટ પણ છે. માલ્વા પુડિંગ (માલ્વા નામે મહિલાનું નામ અપાયું છે એવું માનવામાં આવે છે) સિરપમાં બ્ાોળવામાં આવતી મીઠી, સ્પોન્જી વાનગી છે, જે કસ્ટર્ડ અથવા ક્રીમ સાથે મોટે ભાગે ગરમાગરમ પીરસવામાં આવતું કમ્ફર્ટ ફૂડ ક્લાસિક છે. કોકસિસ્ટર્સ સિરપમાં બ્ાોળવામાં આવતું ટિવસ્ટેડ ડોનટ્સ છે, જે મીઠો, ચ્યુવી અનુભવ પૂરો પાડે છે, જે મોઢામાંથી પાણી લાવીને રહે છે. આ પારંપરિક ડેઝર્ટસ સાઉથ આફ્રિકાનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે અને મીઠાશના કોઈ પણ શોખીનો માટે ઉત્તમ છે.
ફ્રાન્સઃ ક્રેમ બ્રુલી અને મેકેરોન્સ ક્યુલિનરી મનોહરતાની દુનિયા ફ્રાન્સ વિશિષ્ટ અને સ્વાદિષ્ટ ડેઝર્ટસ ઓફર કરે છે. ક્રેમ બ્રુલી તેના રેશ્મી કસ્ટર્ડ બ્ોઝ અને કેરેમલાઈઝડ શુગર ટોપ સાથે દરેક બ્ાાઈટમાં ફ્રેન્ચની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. મેકેરોન્સ રંગીન અને સ્વાદિષ્ટ ક્નફેકશન્સ છે, જે મોઢામાં મૂકતાં જ પીગળી જાય છે અને વિવિધ પ્રકારની ફ્લેવર્સમાં આવે છે. આ ડેઝર્ટસ કળાત્મકતા અને સ્વાદનું ઉત્તમ સંમિશ્રણ કરીને ફ્રેન્ચ પેટિસરીનો ઉત્તમ નમૂનો છે.
ઈટાલીઃ તિરામિસુ અને જિલેટો ઈટાલીના ડેઝર્ટનો વારસો તેના ઈતિહાસ જેટલો જ સમૃદ્ધ છે. તિરામિસુ કોફી- સોક્ડ લેડીફિંગર્સ અને મેસ્કેરપોન ચીઝનું લેયર્ડ ડિલાઈટ છે, જે દરેક બ્ાાઈટમાં ઈટાલિયન લગનીનો સ્વાદ આપે છે. જિલેટો ક્રીમી, આર્ટિસનલ આઈસક્રીમ છે, જે તેના સઘન ફ્લેવર્સ અને સ્મૂધ ટેક્સ્ચર્સ માટે જ્ઞાત કોઈ પણ ઈટાલિયન પ્રવાસમાં અવશ્યક માણવી જોઈએ. આ પ્રતિકાત્મક ડેઝર્ટસ ઈટાલિયન ક્યુઝિનનો આંતરિક ભાગ છે અને ઈટાલીની ક્યુલિનરી ઉત્કૃષ્ટતાનો મીઠો સ્વાદ પ્રદાન કરે છે.
સ્પેનઃ ચોકલેટ સાથે ચુર્રોઝ અને ટાર્ટા દ સેન્ટિયાગો સ્પેનનો વૈશ્વિક ડેઝર્ટ પ્રવાહ પર પ્રભાવ બ્ોજોડ છે. ચુર્રોઝ સમૃદ્ધ, ઘટ્ટ હોટ ચોકલેટ સાથે માણવામાં આવે છે, જે સ્પેનમાં વહાલું ટ્રીટ છે.ટાર્ટા દ સેન્ટિયાગો સાકરની ભૂકી ભભરાવવામાં આવેલી આલ્મંડ કેક છે, જે સાદી અને સંતોષકારક છે. આ ડેઝર્ટસ સ્પેનિશ ક્યુઝિનની ખૂબ્ાીનેમઢી લે છે, જે દેશની સ્વર્ણિમ ક્યુલિનરી પરંપરા દર્શાવતી ફ્લેવર્સ સાથે આવે છે.
યુકેઃ સ્ટિકી ટોફી પુડિંગ અને ઈટોન મેસ આ બ્રિટિશ ડેઝર્ટસ ઈતિહાસ અને પરંપરાથી સમૃદ્ધ છે. સ્ટિકી ટોફી પુડિંગ તેની સમૃદ્ધ, કેરેમલ ફ્લેવર સાથે આવે છે, જે માણવાનું દરેક ડેઝર્ટ પ્રેમીનું સપનું હોય છે. તે મોટે ભાગે ક્રીમના ડોલોપ અથવા આઈસક્રીમ સાથે પીરસવામાં આવે છે. ઈટોન મેસ બ્ોરીઝ, મેરિંગ્યુ અને ક્રીમનું મિશ્રણ છે,જે તાજગીપૂર્ણ સ્વાદિષ્ટ અને સમર માટે પરફેક્ટ છે. આ ક્લાસિક ડેઝર્ટસ બ્રિટિશ ક્યુલિનરી વારસાનો મજેદાર હિસ્સો છે, જે સુસ્તીભરી બ્ાપોરે ચા અથવા તહેવારની ઉજવણી દરમિયાન માણવામાં આવે છે.
ટર્કીઃ બ્ાકલાવા અને ટર્કિશ ડિલાઈટ ટર્કીની ડેઝર્ટની પરંપરાઓ તેના ઈતિહાસ જેટલી જ સમૃદ્ધ છે. બ્ાકલાવા તેની ફ્લેકી પેસ્ટ્રી, નટ્સ અને હની સિરપના લેયર્સ સાથે ફ્લેવર્સ અને ટેક્સ્ચર્સની સિમ્ફોની છે. ટર્કિશ ડિલાઈટ તેની ચ્યુવી, સુગંધી મીઠાશ સાથે અજોડ સ્વાદનો અનુભવ પૂરો પાડે છે. આ પારંપરિક ડેઝર્ટસ ટર્કિશ ક્યુઝિનનો આંતરિક ભાગ છે, જે દેશનો સમૃદ્ધ ક્યુલિનરી વારસો પ્રદર્શિત કરે છે અને તેની મીઠી પરંપરાનો સ્વાદિષ્ટ સ્વાદ પ્રદાન કરે છે.
જાપાનઃ મોચી અને દોરાયકી જાપાનનો ડેઝર્ટસ પ્રત્યે નાવીન્યપૂર્ણ અભિગમ અદભુત અને સ્વાદિષ્ટ છે. મોચી નરમ, ચ્યુવી રાઈસ કેક છે, જે વિવિધ ફ્લેવર્સમાં આવે છે અને ઘણા બ્ાધા જાપાની મહોત્સવો દરમિયાન માણવામાં આવતી સ્વાદિષ્ટ ટ્રીટ છે. આ પછી ડોરાયકી આવે છે, જે લોકપ્રિય જાપાની એનિમેશન પાત્ર ડોરાયમોનના ફેવરીટ સ્નેક તરીકે પ્રસિદ્ધ છે. આ પેનકેકમાં મીઠી રેડ બ્ાીન પેસ્ટ ભરવામાં આવે છે, જે મીઠાશ અને ટેક્સ્ચરનું ઉત્તમ સંતુલન પ્રદાન કરે છે. આ અજોડ ડેઝર્ટસ જાપાનની ક્યુલિનરી ક્રિયાત્મકતા દર્શાવે છે અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓમાં મીઠી ઝાંખી પ્રદાન કરે છે.
આ જ રીતે અમારી સિરીઝ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ 100 એપિસોડ્સમાં દુનિયાભરમાંથી જોઈ શકાય છે, જે મને આશા છે કે તમને ચાલો, બ્ોગ ભરો, નીકળી પડો માટે પૂરતું કારણ આપે છે! આજે વાત અહીં પૂરી કરું છું. ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.