Published in the Sunday Mumbai Samachar on 14 January, 2024
ઈસ્તાંબુલના ઉત્ક્રાંતિની મનમોહક વાર્તાનો અભ્યાસ કરો, તેની ઐતિહાસિક ઓળખ - કોન્સ્ટેન્ટિનોપલ અને ઈસ્તાંબુલ વચ્ચે નેવિગેટ કરો. તેના ટ્રાન્સકોન્ટિનેન્ટલ આકર્ષણની સફરમાં અમારી સાથે જોડા
મને મિત્રનાં લગ્ન માટે તાજેતરમાં ઈસ્તંબુલમાં જવાની તક મળી અને હું કહ્યા વિના રહી શકતો નથી કે તે બહુ સુંદર શહેર છે! આ શહેર સંસ્કૃતિ, ઈતિહાસ, ખાદ્યથી એટલું સમૃદ્ધ છે કે મેં તુરંત મારાં ટોચનાં ૫ મનગમતાં શહેરની યાદી કાઢી! તેમાં આ શહેર ઉમેર્યું અને ૨૦૨૪ માટે મારી પ્રવાસની યાદીમાં પણ તેને ઉમેરી દીધું. હા, હું ફરી ત્યાં જવા માગું છું અને શા માટે નહીં? મારી પાસે નિશ્ર્ચિત જ તેનાં કારણો છે. અને તે નીચે મુજબ છે:
ટ્રાન્સકોન્ટિનેન્ટલ શહેર: ઈસ્તંબુલ દુનિયામાં એકમાત્ર એવું શહેર છે, જેમાં યુરોપ અને એશિયા એમ બે ખંડ છે. શહેર થકી પસાર થતી બોસ્ફોરસ સ્ટ્રેઈટ બે ખંડ વચ્ચે નૈસર્ગિક સીમાનું કામ કરે છે.
ગ્રાન્ડ બઝારનો ધમધમાટ: ઈસ્તંબુલમાં ગ્રાન્ડ બઝાર ટેક્સટાઈલ્સથી જ્વેલરીથી મસાલાઓ અને સિરામિક્સ સુધી માલોની વ્યાપક શ્રેણી વેચતી 4000થી વધુ દુકાનો સાથે દુનિયામાં સૌથી પ્રાચીન અને સૌથી વિશાળ કવર્ડ માર્કેંટમાંથી એક છે.
યુરેશિયા ટનલ: ઈસ્તંબુલમાં શહેરની યુરોપિયન અને એશિયન બાજુઓને જોડતી ભૂજળ રોડ ટનલ યુરેશિયા છે, જે બે ખંડ વચ્ચે પ્રવાસને આસાન બનાવે છે.
તદુપરાંત ઐતિહાસિક નામમાં ફેરફાર: ઈસ્તંબુલને તેના ઈતિહાસમાં ઘણાં બધાં નામ મળ્યાં છે. તે પ્રાચીન સમયમાં બાયઝેન્ટિયમ તરીકે ઓળખાતું, તે પછી બાયઝેન્ટાઈનના સામ્રાજ્યમાં કોન્સ્ટેન્ટિનોપલ તરીકે અને આખરે ઓટ્ટોમન સામ્રાજ્યમાં ઈસ્તંબુલ તરીકે ઓળખાયું. અને મારો આજનો લેખ આ જ મુદ્દા પર છે! તમે ઈસ્તંબુલમાં ફરતા હોય ત્યારે તમને કોન્સ્ટેન્ટિનોપલ નામ માટે ઘણા બધા સંદર્ભો સાંભળવા મળશે.
તો ઈસ્તંબુલ અને કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે શું ફરક છે. એક શહેર માટે આ બે નામ છે, પરંતુ તે અલગ અલગ ઐતિહાસિક સમયગાળો અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યનો સંદર્ભ આપે છે. આ બે વચ્ચે મુખ્ય ફરક તેમનો અલગ અલગ સમયગાળામાં અને અલગ અલગ સંસ્કૃતિઓ દ્વારા ઉપયોગ છે:
૧.કોન્સ્ટેન્ટિનોપલ: કોન્સ્ટેન્ટિનોપલ ઈ.સ. પછી ૪ થી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈન ધ ગ્રેટ દ્વારા સ્થાપવામાં આવેલા શહેરનું અસલી નામ હતું. તેની સ્થાપના રોમન સામ્રાજ્યની નવી રાજધાની તરીકે કરાઈ હતી અને તે બાયઝેન્ટાઈન સામ્રાજ્ય તરીકે સામાન્ય રીતે ઓળખાતા પૂર્વીય રોમન સામ્રાજ્યની રાજધાની રહી હતી. "કોન્સ્ટેન્ટિનોપલ નામ ગ્રીક મૂળનું છે અને તેનો અર્થ "સિટી ઓફ કોન્સ્ટેન્ટાઈન અથવા "સિટી ઓફ કોન્સ્ટેન્ટિનસ એવો થાય છે, જે તેની સ્થાપના કરનાર સમ્રાટના માનમાં નામ અપાયું હતું. કોન્સ્ટેન્ટિનોપલે હજારો વર્ષ સુધી સંસ્કૃતિ, વેપાર અને ખ્રિસ્તીવાદ કેન્દ્ર તરીકે કામ કરતાં રોમન અથવા બાયઝેન્ટાઈન સામ્રાજ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તે વ્યાપક શહેરી દીવાલો અને હેજિયા સોફિયા સહિત અનેક શિલ્પશાસ્ત્રની અજાયબીઓ માટે વિખ્યાત હતું.
૨. ઈસ્તંબુલ: "ઈસ્તંબુલ નામ મહંમદ ધ કોન્કરરની આગેવાનીમાં ૧૪૫૩ માં ઓટ્ટોમન તુર્કસ દ્વારા શહેરને જીતવામાં આવ્યું તે પછી પડ્યું હતું. તે કબજામાં લીધા પછી શહેરનું નામ ધીમે ધીમે ઈસ્તંબુલ તરીકે બદલાયું, જે ગ્રીક વાક્ય "એઈસ ટિન પોલિન પરથી પડ્યું છે, જેનો અર્થ "શહેરના કેન્દ્રમાં એવો થાય છે. બાયઝેન્ટાઈન સામ્રાજ્ય પછી ઈસ્તંબુલ ઓટ્ટોમન સામ્રાજ્યની રાજધાની બન્યું. ઓટ્ટોમનના શાસનમાં શહેર અનેક સદીઓ સુધી સંસ્કૃતિ, વેપાર અને રાજકારણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું. "ઈસ્તંબુલ નામ અગાઉ ઉપયોગ કરાતી અરબી લિપિની જગ્યાએ ૧૯૨૮ માં લેટિન મૂળાક્ષરો દેશે અપનાવ્યા ત્યારે ટર્કીમાં શહેરનું નામ વિધિસર બન્યું. આ બદલાવનું લક્ષ્ય વધુ આધુનિક અને સરળ મૂળાક્ષરોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનું હતું અને ટર્કીમાં વ્યાપક ભાષા સુધારણાનો તે ભાગ હતો.
તો એકંદરે, કોન્સ્ટેન્ટિનોપલ બાયઝેન્ટાઈન યુગ દરમિયાન શહેરનું અસલ નામ હતું, જ્યારે ઈસ્તંબુલ શહેરનું આધુનિક અને વર્તમાન નામ છે, જે ૧૪૫૩ માં ઓટ્ટોમનની જીતથઈ ત્યારથી ચાલુ રહ્યું છે. નામમાં ફેરફાર બાયઝેન્ટાઈનથી ઓટ્ટોમન શાસનમાં શહેર પરિવર્તિત થયું અને આજે સ્વર્ણિમ અને પચરંગી શહેરમાં તેની ઉત્ક્રાંતિ થઈ તે દર્શાવે છે.હવે આપણે આ વિશે જાણી લીધું છે ત્યારે ઈસ્તંબુલમાં ખરેખર જોવા જેવું શું છે તે જાણીએ?
મારી યાદી આ રહી: ૧. હેજિયા સોફિયા (આયાસોફિયા): મૂળ બાયઝેન્ટાઈન કેથેડ્રલ અને તે પછી ઓટ્ટોમનની મસ્જિદ અને તે પછી હેજિયા સોફિયા સંગ્રહાલય અને હવે ફરી મસ્જિદ છે. હેજિયા સોફિયા ઈસ્તંબુલનું ખરા અર્થમાં મુખ્ય આકર્ષણ છે. તેના અદભુત શિલ્પશાસ્ત્ર, વ્યાપક ડોમ અને નાજુક મોઝેક્સ માટે તે પ્રસિદ્ધ છે.
૨.બ્લુ મોસ્ક (સુલતાન અહમદ મોસ્ક): આ પ્રતીકાત્મક મસ્જિદ તેની અજોડ બ્લુ ટાઈલ્સ, કાસ્કેડિંગ ડોમ અને છ મિનારા માટે પ્રસિદ્ધ છે. મુલાકાતીઓ તેનું ભવ્ય ઈન્ટીરિયર અને શાંતિપૂર્ણ કોર્ટયાર્ડ જોઈ શકે છે.
૩. ટોપકાપી પેલેસ: એક સમયે ઓટ્ટોમન સુલતાનનું મુખ્ય ઘર આ રજવાડાના સંકુલમાં સુંદર કોર્ટયાર્ડ, ઓર્નેટ ઓરડાઓ અને વિખ્યાત ટોપકાપી ડેગર તથા સ્પૂનમેકર્સડાયમંડ સહિત ખજાનાના વ્યાપક સંગ્રહ સાથેનું સંગ્રહાલય છે.
૪. ગ્રાન્ડ બઝાર: મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ તે દુનિયાની સૌથી પ્રાચીન અને સૌથી વિશાળ કવર્ડ માર્કેંટમાંથી એક છે. ગ્રાન્ડ બઝારમાં દાગીના, ટેક્સટાઈલ્સ, સિરામિક્સ,મસાલા અને ઘણું બધું વેચતી સેંકડો દુકાનો છે.
૫. સ્પાઈસ બઝાર (ઈજિપ્શિયન બઝાર): આ ધમધમતી બજાર તેના સુગંધી મસાલા, મીઠાઈઓ અને વિવિધ ટર્કિશ વાનગીઓ માટે પ્રસિદ્ધ છે. તે ઈસ્તંબુલની ફ્લેવરનીખોજ કરવા માટે ઉત્તમ સ્થળ છે.
૬.બોસ્ફોરસ ક્રુઝ: શહેરની આકાશરેખા, રજવાડાંઓ અને પુલોનો અદભુત નજારો માણવા માટે બોસ્ફરસ સ્ટ્રેઈટની બોટ સવારી કરો.
૭. ગલાટા ટાવર: ઈસ્તંબુલ અને આસપાસના વિસ્તારોનો સુંદર નજારો જોવા માટે આ મધ્યયુગીન ટાવરની ટોચ પર ચઢો.
૮. બેસિલિકા સિસ્ટર્ન: આ પ્રાચીન ભૂગર્ભ જળાશય તેના બારીકાઈભર્યા શિલ્પકામ અને મેડુસા હેડ કોલમ માટે પ્રસિદ્ધ છે.
૯. ડોલ્માબાહ પેલેસ: ઈસ્તંબુલનું વધુ એક સુંદર રજવાડું ડોલ્માબાહ છે, જે યુરોપિયન શિલ્પશાસ્ત્રનો પ્રભાવ દર્શાવે છે અને તેના આલીશાન ઈન્ટીરિયર માટે પ્રખ્યાત છે.
૧૦. ટર્કિશ બાથ (હમામ): શહેરના ઐતિહાસિક હમામમાંથી એક ટર્કિશ બાથ ખાતે પારંપરિક ટર્કિશ સ્નાન વિધિ અનુભવો, જેમ કે, સેમ્બરલિટાસ હમામી અથવાઆયાસોફિયા હર્રેંમ સુલતાન હમામી.
ઈસ્તંબુલના ઈતિહાસ, સંસ્કૃતિ અને અદભુત શિલ્પોનું સમૃદ્ધ સંમિશ્રણ તેને પ્રવાસીઓ માટે મોહિત કરનારું સ્થળ બનાવે છે. તમને ઈતિહાસ, કળા, વાનગી રસ હોય કે શહેરની સ્વર્ણિમ ગલીઓમાં ભટકવું હોય, ઈસ્તંબુલ દરેક માટે કશુંક ધરાવે છે. અને આખરે હું અમુક સ્વાદિષ્ટ વાનગીઓ સાથે આ લેખ સમાપ્ત કરું છું. અહીં મારી સૌથી ભાવતી વાનગીઓ આપી છે, જે ઈસ્તંબુલમાં જરૂર અજમાવવી જોઈએ:
મર્સિમેક કોરબાસી (લેન્ટિલ સૂપ): લેન્ટિલ સૂપ ટર્કિશ વાનગીમાં લિજ્જતદાર અને સ્વાદિષ્ટ ડિશ છે. તે લાલ અથવા લીલા લેન્ટિલ્સથી બનાવવામાં આવે છે અને સ્વાદ માટેવિવિધ મસાલાઓ, જેમ કે, રેડ પેપર ફ્લેક્સ, જીરું અને સૂકવેલા મિંટનો ઉપયોગ કરાય છે. લીંબું નિચોવીને લાક્ષણિક રીતે પીરસવામાં આવતું આ સૂપ બહુ સ્વાદિષ્ટ છે.
બોરેક: બોરેક પેસ્ટ્રી ડિશ છે, જે વિવિધ સ્વરૂપોમાં આવે છે અને અમુક શાકાહારી છે. સામાન્ય શાકાહારી બોરેકમાં પાલક અને ફેટા ચીઝનું મિશ્રણ ભરવામાં આવે છે,પાર્સલે અને ડિલ જેવા હર્બ્સથી સીઝન્ડ કરાય છે. આ સ્વાદિષ્ટ પેસ્ટ્રીઓ સોનેરી કથ્થઈ થાય ત્યાં સુધી મોટે ભાગે બેક કરાય છે અને તે ફ્લેકી અને સ્વાદિષ્ટ લાગે છે.
પાઈડ: પાઈડ ટર્કિશ ફ્લેટબ્રેડ છે, જે વિવિધ પ્રકારના ટોપિંગ્સ સાથે સ્ટફ કરી શકાય છે. પાઈડના માંસ સહિત ઘણા બધા પ્રકાર છે ત્યારે તમને શાકાહારી વિકલ્પપણ મળી શકે છે. એક લોકપ્રિય પસંદગી "ચીઝ અને પાલક સાથે પાઈડ (પેનિરલિલ સ્પાનાકલી પાઈડ) છે, જેમાં ચીઝ અને સોટેડ પાલકનું મિશ્રણ હોય છે.
ઈમામ બાયિલ્દી: આ ક્લાસિક ટર્કિશ ડિશમાં એગપ્લાન્ટ્સ છે, જે કાંદા, લસણ, ટમેટા અને મસાલાના સ્વાદિષ્ટ મિશ્રણ સાથે સ્ટફ કરાય છે. આ પછી એગપ્લાન્ટનરમ થાય અને ફ્લેવર એકત્ર બરોબર મિશ્રણ થાય ત્યાં સુધી બેક કરાય છે. "ઈમામ બાયિલ્દી નામનો અર્થ "ઈમામ ફેઈન્ટેડ એવો થાય છે અને કહેવાય છે કે તે એટલુંસ્વાદિષ્ટ છે કે ઈમામે સ્વાદ લેતાં ખુશખુશાલ થઈ ગયા હતા.
ડોલ્મા: ડોલ્મા સ્ટફ કરેલી શાકભાજીઓ છે અને તેમાં માંસાહારી અને શાકાહારી પણ છે. શાકાહારી ડોલ્મામાં મોટે ભાગે દ્રાક્ષનાં પાન (યપરાક ડોલ્મા) અથવાબેસ પેપર્સ (બાઈબર ડોલ્મા)નો સમાવેશ થાય છે, જેમાં ચોખા, હર્બ્સ, કાંદા અને મસાલાનું મિશ્રણ ભરવામાં આવે છે. તે લાક્ષણિક રીતે દહીં અથવા ઓલિવઓઈલ ભભરાવીને પીરસવામાં આવે છે.
તો તમારે માટે આવું છે ઈસ્તંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલ. જોકે તમે ગમે તે કહો, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે દુનિયામાં તે ઉત્તમ શહેરમાંથી એક છે! ખરેખર....
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.