Published in the Sunday Chitralekha on 14 April 2025
એકંદરે તેમનું `ક્યારે કહેવાનું પેસેન્જરને' અને મારું `ક્યારે' આ અલગ અલગ હતું.તેમના વતી તેમનું `ક્યારે' બરોબર હતુંઅને એક પેસેન્જર વતી મારું `ક્યારે' બરોબર હતું.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સાન ફ્રાન્સિસ્કોમાં ગઈ હતી. દસ દિવસ માટે અમારા નાના પુત્ર રાજને મળવા માટે. ક્યાંક જવું હોય તોએક સારું છે, કામ એકદમ ફટાફટ પૂરાં કરવામાં આવે છે. સમય ઓછો હોય છે ત્યારે આપણે વધુ ઓર્ગેનાઈઝ્ડ બનીએ છીએ. તેથી જ મને દસ દિવસમાં થોડું ઘણું ઓફિસનું કામ કરવું પડ્યું છતાં રાજ સાથે ખાસ્સો સમય વિતાવવા મળવાનો હતો. સોળ કલાકનો વિમાનપ્રવાસ. એરપોર્ટ પર નીકળતી વખતે વિચાર કર્યો કે આગામી અઠવાડિયાના બંને ન્યૂઝપેપરના આર્ટિકલ્સલખી કાઢીશું. એક-બે સારી ફિલ્મ જોઈશુંઅને સાત-આઠ કલાકની મસ્ત ઊંઘ કાઢીશું.એર રિઝર્વેશન્સ ટીમમાંની સુપર્ણા જાધવે પહેલા રોમાંની સીટ બુક કરી હતી. આથી હવે સીટ ક્યાં મળશે તે પ્રશ્ન નહોતો, કારણ કે ઈન્ડિવિજ્યુઅલ ટિકિટ હતી. એરપોર્ટ પર કાઉન્ટરે પહોંચી.બેગ આપી અને સામેની છોકરી બોર્ડિંગ પાસઆપે તેની હું વાટ જોતી ઊભી હતી. કાઉન્ટર પાછળની છોકરીઓમાં કાંઈક ગુસપૂસ થરૂ થઈ. તેઓ એક વાર મારી પાસે જોતી હતી અને પછી તેમની સામેની સ્ક્રીન પર જોતી હતી. એક તેના સિનિયરને લઈને આવી અને તેણે એપોલોજીના સ્વરૂપમાં બોલવાનું શરૂ કર્યું. `તમે જે સીટનું બુકિંગ કર્યું છે તે સીટની કેબિનનો દરવાજો બંધ થતો નથી.' એટલું જ ને! તો પછી સીટ બદલી આપો મારી. `તે જ પ્રોબ્લેમ છે, ફ્લાઈટ ફુલ છે.એક સીટ છે થર્ડ રોમાં પણ અનફોર્ચ્યુનેટ્લી તેનું ટ્રે ટેબલ ચાલતું નથી.' હવે થોડું ઈરિટેશન ડેવલપ થવા લાગ્યું. એટલે કે, એક્ચ્યુઅલી મારી પાસે ચોઈસ નથી. ખરાબ દરવાજો જોઈએ કે ખરાબ ટ્રે ટેબલ તે મારે નક્કી કરવાનું છે. `અરે યાર, પ્રવાસની શરૂઆતમાં જ તમે મારો મૂડ ખરાબ કર્યો. આટલા દિવસ પૂર્વે બુકિંગ કર્યાનું આ ફળ છે?' મારો અવાજ થોડો વધી ગયેલો મને જણાયો.હું કોઈ વીઆઈપી નથી પરંતુ ઈઈંઙ એટલે કમર્શિયલી ઈન્પોર્ટન્ટ પર્સન હોવાથી વધુબે સિનિયર્સે આવીને ફરીથી તે જ કહ્યું.ઈલાજ નહોતો એ ધ્યાનમાં આવી ગયું હતું. લખાણ કરવાનું હતું, જેથી થર્ડ રોમાંની સીટ મેં નકારી અને મારી ઓરિજિનલ સીટ જ મને આપવા માટે કહ્યું. ગમે તેટલું ના કહીએ તો પણ થોડો મૂડ ઓફફથઈ ગયો હતો. ચલો દેખો આગે આગે હોતા હૈ ક્યા, કહીને મેં મંજિલ દર મંજિલ એટલે કે, સિક્યુરિટી ઈમિગે્રશન બોર્ડિંગ કરીને મારી સીટ પર જઈને બેસી ગઈ. ધ્યાન સતત તે નહીં ચાલનારા અને ટેપથી બંધ કરેલા મારી કેબિનના દરવાજા તરફ જતું હતું. હવે તેમણે કહ્યું તેથી કે કેમ પણ ઊઠતાં- બેસતાં ધ્યાન ત્યાં જ જતું હતુંઅને મન ખાટું થતું હતું કે આપણી કેબિનનો દરવાજો બંધ થતો નથી. વિમાનમાં પ્રથમ આઠ કલાક મેં લખવામાં વિતાવ્યા. આ પછી બે જાપાની ફિલ્મ જોઈ. તેટલા સમયમાં મને એકેય વાર દરવાજો બંધ કરવાનું મન થયું નહીં.પહેલા જ વિમાન કોમ્પેક્ટ, તેમાં વળી એકેય સીટ ખાલી નહીં. તે નાના વિમાનમાં માણસો ખીચોખીચ ભરેલા હતા. તેમાં વળી કેબિનનો દરવાજો બંધ કરીને શા માટે મારે ક્લોસ્ટ્રોફોબિયા માથે લેવો જોઈએ. ફ્લાઈટ એટેન્ડેન્ટ ટીમ એકદમ મસ્ત હતી. અમને મનથી સર્વિસ આપતી હતી.`વિમાનપ્રવાસમાં ભરપૂર પાણી પીતાં રહો,કીપ યોર બોડી હાઈડ્રેડેટ' આ સૂચના અનુસાર હું કાયમ વિમાનપ્રવાસમાં ભરપૂર પાણી પીઉં છું.તેમાં જો ગરમ પાણી મળે તો નથિંગ લાઈક ઈટ. દર અડધા કલાકે એરહોસ્ટેસ મસ્ત ગરમ પાણી લાવીને આપતી હતી. શક્યતઃ વિમાનમાં ખાવાનું નહીં અથવા ખાઓ તો પણ સેલાડ ફ્રૂટ્સ જેવું કાંઈક હલકું ખાવું જોઈએ. એક વાર તોન્યૂ યોર્ક-સિંગાપોરની દુનિયાની લોંગેસ્ટ ફ્લાઈટમાં ઓગણીસ કલાક મેં કશું ખાધું નહોતું.આપણો પોતાની પર અને ભૂખ પર કેટલો કંટ્રોલ છે તે અજમાવવાનો આ પ્રકાર છે. અને કોઈ પણ ક્રેવિંગ નહીં થતાં તે લોંગેસ્ટ જર્ની મેં સહજ રીતે પાર પાડી. તો આ વખતે પણ ફ્લાઈટ એટેન્ડેન્ટે ફ્રૂટ્સ અને સલાડ લાવી આપ્યાં. લખાણ, ફિલ્મ અને ઊંઘ એમ સોળ કલાકનો પ્રવાસ મજેદાર રીતે પૂરો થયો અને હું સાન ફ્રાન્સિસ્કોમાં લેન્ડ થઈ. ફ્લાઈટ ક્રુમાં ઘણા બધા ટીમ મેમ્બર્સ મરાઠી હતા. તેમના ટીમ લીડરને મેં લખ્યું, `અરે, મારો પ્રવાસ બહુ મસ્ત થયો,બધું સારું હતું, સોળ કલાક કઈ રીતે વીતી ગયા સમજાયું જ નહીં. ફક્ત એક જ કરો, તમારી મુંબઈ એરપોર્ટ ટીમને જણાવો કે શા માટે પહેલાજ દરવાજાનું પ્રકરણ કહ્યું, એન્ટ્રી પર જ મારો મૂડ ખરાબ કર્યો. તેમણે કહ્યું નહીં હોત તો મારો મૂડ પણ સારો રહ્યો હોત. ત્યાં ચેકઈનમાં કહેવા કરતાં વિમાનમાં કહેવું જોઈતું હતું. અર્થાત મારો પ્રવાસ મસ્ત થયો જેથી ઓલ ઈઝ વેલ!' તેમણે કહ્યું કે, `આ દરવાજો ખરાબ થઈ ગયો છે એ જાણ થતાં તે વિશે પેસેન્જરને જાણકારી આપવાની અમારી ફરજ છે. ક્યારેક ક્યારેક અધરવાઈઝ વિમાનમાં હંગામો થાય છે અને તે સારું નહીં કહેવાય.'એકંદરે તેમનું `ક્યારે કહેવું પેસેન્જર'નેઅને મારું `ક્યારે' આ અલગ અલગ હતું.તેમના વતી તેમનું `ક્યારે' બરોબર હતુંઅને એક પેસેન્જર વતી મારું `ક્યારે' બરોબર હતું. બંનેના દ્રષ્ટિકોણથી આ ફરક નિર્માણ થયો હતો.
એક્ચ્યુઅલી આ પ્રવાસમાં હું પેસેન્જરહતી જેથી મારો દ્રષ્ટિકોણ પેસેન્જરનો હતો.અમે વીણા વર્લ્ડવાળા હોઈએ ત્યારે અમે પણ એરલાઈનવાળો દ્રષ્ટિકોણ લઈને જ તે તરફજોઈએ છીએ. અમારો વ્યવસાય સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ. ક્યારેક એરલાઈન્સ બદલાય છે,ક્યારેક નૈસર્ગિક આપત્તિ સર્જાય છે, ક્યારેક એકાદ મોટી ઈવેન્ટને લીધે સહેલગાહનો કાર્યક્રમ બદલવો પડે છે તો ક્યારેક ગવર્નમેન્ટ મુવમેન્ટને લીધે બધી હોટેલ્સ ગવર્નમેન્ટે લીધા પછી ટુર આઈટિનરીમાં હોટેલ સ્ટે શફલ કરવું પડે છે. આવા સમયેઅમે પર્યટકોને પૂર્વસૂચના અથવા કલ્પનાઆપીએ છીએ, જેથી પર્યટકોને કોઈ પણ સરપ્રાઈઝનો સામનો નહીં કરવો પડે.અર્થાત આવા અનિવાર્ય સમયે સારા સબ્સ્ટિટયુટ્સ આપવાની પ્રથા હોવાથી પર્યટકોનો મૂડ ખરાબ નહીં થાય તેનું અમે ધ્યાન રાખીએ છીએ. `પર્યટકોને ક્યારે કહેવું?' જનરલી તુરંત કહેવાનું અને તેનું સોલ્યુશન પણ આપવાની એ પદ્ધતિ અમેવીણા વર્લ્ડમાં અપનાવીએ છીએ.
`ક્યારે?' આ બાબત જીવનમાં બહુમહત્ત્વની છે. આપણને આપણાં માતા-પિતાએ ક્યારેક એકાદ કાંડ કર્યા પછી સંભળાવેલું હોય છે, `તને ક્યારે ક્યાં શું બોલવાનું ભાન નથી.'મને તો ઘણી વાર આ સાંભળવા પડ્યું છે.ક્યારેક ક્યારેક સોટી સાથે પ્રસાદ પણ મળ્યો છે.તે પછી થોડું શાણપણ આવ્યું. આ પછી વ્યવસાય એવો મળ્યો કે `ક્યારે?' આ બાબતનું ભાન સતત રાખવું જ પડે છે. એટલે કે, અગાઉ હું ટુર મેનેજર હતી અથવા હવે અમારા ટુર મેનેજર્સને `ક્યારે?' તેનું ભાન નહીં હોય તો મુશ્કેલી ઊભી થાય છે. ટુરના જ બાર વાગી જશે. એટલે કે ટુર પર એકાદ ખુશીના સમાચાર અમારો ટુર મેનેજર રડતા ચહેરે આપી રહ્યો છે અથવા એકાદ મોટી મુશ્કેલીઅને તેને લીધે થનારો ત્રાસ હસતા ચહેરાથી કહી રહ્યો હોય તો શું થશે? તેથી જ હસવાનું ક્યારેઅને રડવાનું ક્યારે તે જો ટુર મેનેજરને સમજાય નહીં તો આવનારાં પરિણામોની કલ્પના નહીંકરીએ તે જ સારું રહેશે. જોકે દુનિયાભરમાં, એટલે કે, એન્ટાર્કટિકાથી આંદામાન સુધી સપ્તખંડની સહેલગાહ હાલમાં એકદમ મજેદાર રીતે ચાલીરહી છે, જેથી અમારા આ ત્રણસોથી વધુ ટુર મેનેજર્સને `ક્યારે?'નું મહત્ત્વ સમજાયું છેએવું કહેવામાં વાંધો નથી.
અગાઉ હું ટુર મેનેજર હતી ત્યારે પર્યટકોનેએક સલાહ આપતી. તે મારા અનુભવમાંથી હોય કે એકાદ બાબત ક્યારે કરવી એવો પ્રશ્ન તમને થાય, શોપિંગ, ભોજન અને બાથરૂમ હોલ્ટ જેવી બાબતોની બાબતમાં તો એક સાદો મંત્ર ધ્યાનમાં રાખો. `ખાઉં કે નહીં?' એવું લાગે તો બિલકુલ ખાઓ નહીં. પેટ થોડું ખાલી હોય તો સારું જ છે. બાથરૂમ હોલ્ટ માટે આપણે બસ ઊભી રાખીએ ત્યારે અડધી બસ નીચે ઊતરે છે અને અડધાલોકો `જઈએ કે નહીં?' એવો વિચાર કરે છે.તે જ ક્ષણે તે વિચાર છોડી દેવાનો અનેબાથરૂમમાં જઈ આવવું જોઈએ. અને ત્રીજું, શોપિંગ કરતી વખતે એકાદ વસ્તુ આપણને ગમીજાય પણ `અહીં લઉં કે આગળ જઈને લઉં?'એવો વિચાર કરીએ અને તે વસ્તુ ત્યાં જ છોડી દઈએ છીએ. આગળ પ્રવાસમાં તે વસ્તુ ક્યાંય મળતી નથી અને આખી ટુરમાં માથામાં તે વસ્તુ ઘૂમરાતી રહે છે. આપણે પોતાને કોસતા રહીએ અને મૂડ બગડે છે. આથી `લઉં કે નહીં?'એવો પ્રશ્ન આવે તો તે વસ્તુ લઈ જ લેવી જોઈએ અને તેમાંથી મુક્ત થઈ જવું જોઈએ.
હવે આટલું જ્ઞાન અહીં કથન કર્યા પછી તમને લાગશે કે મારું જીવન કેટલું ગણતરીપૂર્વકનું હશે નહીં... જોકે એવું કશું જ નથી. હું પણ એક માનવી જ છું આખરે. દોઢ વર્ષ પૂર્વે પોર્ટુગલમાં ગઈ હતી. દરેક ઠેકાણાથી એક કોઈક સારી મોટી સોવિનિયર વસ્તુ લાવીને ઘરે અને ઓફિસમાં રાખવાની મારી આદત છે, જેથી તે ખુશીની યાદો કાયમ આંખો સામે રહે છે. મને પોર્ટુગલની ઓળખ ધરાવતું રંગબેરંગી રુસ્ટર લેવાનું હતું.ફાતેમા શ્રાઈનની સામેની દુકાનમાં તે મને મળ્યું, પરંતુ આગળ વધુ સારું મળશે એવો વિચાર કરીને મેં તે લીધું નહીં. ફાતેમા પછી મેં અને મારી બહેનપણી શિલ્પા ગોરે, અમે સિંત્રા, લિસ્બન, અલગાર્વ્હ... પોર્ટુગલનાં દરેક શહેરમાં તે રુસ્ટર શોધતાં હતાં. અંતે એક ઠેકાણે મળેલું સફેદ રુસ્ટર લઈને દૂધની તરસ છાશથી છુપાવી. જોકે આખીટુરમાં કલરફુલ રુસ્ટર મારી નજર સામેથી હટતું નહોતું. આજે પણ મને તે યાદ છે. હવે ફરી પોર્ટુગલમાં જઈને તે લાવીશ નહીં ત્યાં સુધી ચેન નહીં પડે. એક નાનું `ક્યારે?'નું મહત્ત્વ જણાયું નહીં તો કેટલો આર્થિક ફટકો પડે છે!
વીણા પાટીલ, સુનિલા પાટીલ અને નીલ પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.