Published in the Sunday Chitralekha on 06 April 2025
...આ માણસોનું એવું હોય છે કે મારો શબ્દ એટલે પથ્થર પરની રેખા. કાંઈ પણ થાયતો પણ બદલાશે નહીં. ક્યારેક ક્યારેક માણસો પોતે આ રેખા દોરી લે છે...
અગાઉ ક્યારેક સિંગાપોરના અર્બન પ્લાનિંગ સેન્ટરમાં ગઈ હતી. આગામી પચાસ વર્ષમાં સિંગાપોરમાં શું શું થવાનું છે તે બધું વિઝિટર્સ માટે અને સ્થાનિકો માટે ત્યાં ડિસ્પ્લે કર્યું હતું. તે સમયે એવું લાગ્યું કે આપણા દેશમાં, દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં પણ આવું હોવું જોઈએ. આગામી એક વર્ષમાં, આગામી પાંચ વર્ષમાં, આગામી દસ વર્ષમાં અને આગામી પચીસ વર્ષમાં આપણા શહેરમાં અમુકતમુક બાબતો આ રીતે થવાની છે તે આપણા જેવા સામાન્ય નાગરિકો સામે મૂકવામાં આવે, અને તે પ્રમાણે કામો થતા હોવાનું નાગરિકોને દેખાય, ગઈકાલ કરતાં આપણો આજનો દિવસ સારો હતો એવું દેખાય તો ચૂંટણીઓ માટે મોટી મોટી પ્રચારસભાઓ લેવાની જરૂર પડે ખરી? આપણી બહુ અપેક્ષાઓ નથી. જોકે સારા રસ્તા, ચાલવા માટે ખાડારહિત ફૂટપાથ, સ્વચ્છ પાણી, શુદ્ધ હવા, અખંડિત વીજ અને શિક્ષણથી કોઈ પણ વંચિત નહીં રહે એવા નિમ્ન આર્થિક સ્તરને સમાવી લેનારી એજ્યુકેશન સિસ્ટમ. વડા પ્રધાનનો `ઈન્ડિયા એટ હંડ્રેડ' `2047નો ભારત' એવો એક એમ્બિશિયસ પ્લાન છે. તે આપણા બધા માટે `સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ' હશે. આથી આપણી અંદર ઉત્સાહ જાગૃત થશે અને આપણી કાર્યક્ષમતામાં પણ નિશ્ચિત જ ફરક પડશે. દેશની બાબતમાં પચીસ અને પચાસ વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ અને એક્ચ્યુઅલી સરકાર કોઈ પણ આવે છતાં દેશના વિકાસનાં નક્કી થયેલાં કામો પૂર્ણ થવાં જોઈએ.
સુવિદિત છે કે મોટી મોટી કંપનીઓ પણઆ રીતે દસ, વીસ, પચાસ વર્ષનું પ્લાનિંગ કરે છે. કોવિડે અર્થાત આ પ્લાનિંગને માત આપી.એક બાજુમાં કોવિડ હતો ત્યારે બીજી બાજુ ટેકનોલોજિકલ ઈન્વેન્શન્સ. દુનિયા એટલી ઝડપથી બદલાવા લાગી કે ભારતમાંની અમુકમોટી આઈટી કંપનીઓએ તે સમયે જાહેર જ કરી નાખ્યું કે, `ફર્ગેટ અબાઉટ ટેન ઈયર્સ પ્લાનિંગ. હાલમાં અમે ફક્ત આગામી એક અથવા બે વર્ષ તરફ જોઈ રહ્યા છીએ.' અમારી ટુરીઝમ ઈન્ડસ્ટ્રીને તો એટલો ફટકો પડ્યો કે હજુ તેમાંથી બહાર આવી રહ્યાં છીએ. અમે પણ અગાઉ કમસેકમ આગામી ત્રણ વર્ષ નજર સામે રાખતાં. તેનું ઈન ડિટેઈલ પ્લાનિંગ કરવા પર ભાર અપાતો. જોકે હવે માંડ એક વર્ષના પ્લાનિંગ પર સંતોષ માની રહ્યાં છીએ. તે એક વર્ષના પ્લાનિંગમાં પણ બધી બાબતો ફુલપ્રૂફ કરી શકાતી નથી, કારણ કે આસપાસની પરિસ્થિતિ એટલી બદલાઈ રહી છે, દુનિયામાં એટલી બધી બાબતો બની રહી છે કે ટુરીઝમ અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી બહુત દૂર કી નહીં સોચ સકતે। આઈટી રિવોલ્યુશનનું અગાઉ સારું હતું, નક્કી કરેલી બાબતો નક્કી થયા પ્રમાણે થતી, કારણ કે હમણાંની જેમ મોટાં પરિવર્તન અચાનક આપણી પર આવી પડતાં નહોતાં. આજકાલ આપણે એકાદ બાબત નક્કી કરીએ અને આવતીકાલે એન્વાયર્નમેન્ટ એટલું બદલાઈ જાય છે કે ફરીથી નવો વિચાર કરવો પડે છે.સારા અને ખરાબ બંને અર્થમાં કહી શકાએવી અનપ્રેડિક્ટેબલ દુનિયામાં આપણે વસીરહ્યાં છીએ, જ્યાં દમદાર પગલાં મૂકતી વખતે થોડું હચમચી જવાય છે. અર્થાત પરિસ્થિતિ સારા અર્થમાં બદલાઈ રહી છે તે પણ એટલું જ સાચું છે.
અગાઉ માણસો પણ આ રીતે એકદમ ખમતીધર હતા અથવા ખમતીધર રહી શકતા હતા.`તૂટીશ પણ વળીશ નહીં' એવી અથવા `હમ કરે સો કાયદા'વાળી સ્થિતિ હતી. આપણા ગત આયુષ્ય તરફ નજર નાખીએ તો આવા ઘણા બધા ખમતીધર માણસો આપણને દેખાશે. મને મારા કાકા યાદ આવે છે અથવા મારા મામાના ત્યાંના મારી માતાના કાકા તેમ જ હાઈ સ્કૂલમાં એક શિક્ષક તુરંત નજર સામે આવીને ઊભા રહે છે.તેઓ એટલા કડક હતા કે અમે કાયમ ડર હેઠળ રહેતાં હતાં. અવાજ કરવાનો નહીં. મોટા અવાજમાં બોલવાનું નહીં. ખડખડાટ હસવાનું નહીં.શાળામાં તે સરની સામે તો બાળકો થરથર કાંપતાં. શિસ્ત કેળવવા, ખોટી વર્તણૂકને સીધી કરવા માટે તેમનું તે રૂપ સારું હતું. જોકે ક્યારેક એવું લાગતું કે અરે તેમાં એટલું શું મોટું છે. જરા સબુરીથી લેવું જોઈએ. જોકે અંતે `વ્યક્તિ તેટલી પ્રકૃતિ.'જો અગાઉ એવા માણસો હતા અને આજે પણ છે જેઓ `હમ કરે સો કાયદા' પર એટલા મક્કમ હોય છે કે વાતાવરણ બદલાઈ રહ્યું છે, સંદર્ભ બદલાઈ રહ્યા છે તે ધ્યાનમાં જ લેતા નથી.અહીં બોલીવૂડની `કભી ખુશી કભી ગમ'ફિલ્મનો ડાયલોગ યાદ આવ્યો, `એક બાર કહ દિયા, તો બસ કહ દિયા' અથવા સલમાન ખાનનો ફેમસ ડાયલોગ, `એક બાર જો મૈને કમિટમેન્ટકર દી તો ફિર મૈં અપને આપ કી ભી નહીં સૂનતા.' આ માણસોનું એવું હોય છે કે મારો શબ્દ એટલે પથ્થર પરની રેખા. કાંઈ પણ થાયતો પણ બદલાશે નહીં.
ક્યારેક ક્યારેક માણસો પોતે આ રેખા દોરી લે છે અથવા તેવું બધા પર ઠસાવે છે તો ક્યારેક પરિસ્થિતિ અથવા પોઝિશન તેમનું વ્યક્તિત્વ તેવું બનાવે છે. અમારો આમ જોવા જોઈએ તો`મોમ પોપ શોપ' જેવો ફેમિલી બિઝનેસ છે. બધા બધું કરતાં અથવા કોઈને કોઈ પણ કામ કરવું પડતું. જરૂર પડતાં બધા બાંયો ચઢાવી કામ કરવા માટે તૈયાર. બિઝનેસ આકારમાં આવ્યો,થોડો થોડો મોટો થવા લાગ્યો ત્યારે અગાઉનુંતે સ્ટાર્ટઅપ સ્વરૂપ છોડીને પ્રોફેશનલીઝમ લાવવાની, નાના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં તેનું રૂપાંતર કરવાની જરૂર જણાઈ અને જ્યારે મેં તે કોર્પોરેટ હેડનો પદભાર સંભાળ્યો ત્યારે ખ્યાલ આવ્યોકે અરે હવે અગાઉની જેમ વર્તીને નહીં ચાલે. આપણે જે બોલીશું, આપણે જે ડિસિશન્સ લઈશું તે પ્રમાણ માનવામાં આવી રહ્યું છે. આપણો શબ્દ મહત્ત્વનો શબ્દ બની ગયો છે. મોટા ભાગના લોકો આપણા શબ્દને પ્રમાણ માની રહ્યા છે. આપણું વક્તવ્ય કાળા પથ્થર પરની રેખા બની રહી છે. અને જ્યારે એ ખ્યાલ આવ્યો ત્યારે એક્ચ્યુઅલી આંચકો લાગ્યો. હવે મને દરેક વાર બોલતી વખતે બહુ સાવધાની રાખવી પડશે. નિર્ણય એકદમ વિચારપૂર્વક અને સર્વ બાજુનો, શક્યતાઓનો વિચાર કરીને લેવા પડશે. આપણે જે કાંઈ કરીશું, જે દિશા બતાવીશું તેની પર આગળ કંપનીની પ્રગતિ નક્કી થવાની છે. આથી આપણે આપણી કાર્યક્ષમતા વધારવી જોઈએ. આપણા વિચાર સમૃદ્ધ બનાવવા જોઈએ સંસ્થાની અંદરઅને સંસ્થાની બહાર શું ચાલી રહ્યું તેનો એટલે કે, પાસ્ટ-પ્રેઝેન્ટ-ફ્યુચરનો તાલમેલ સાધી શકવો જોઈએ. આપણી ડિસિશન પાવર પણ વધારવી જોઈએ. શિવાજીરાવ ભોસલેના વ્યાખ્યાનમાંનોએક સંદર્ભ યાદ આવ્યો, લીડર કેવો હોવો જોઈએ તે બાબતમાં. `લીડરનો એક પગ કાયમ સંસ્થામાં હોવો જોઈએ અને બીજો પગ સંસ્થાની બહાર હોવો જોઈએ. બંને પગ સંસ્થાની અંદર હોય તો બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે સમજાતું નથી અને બંને પગ બહાર હોય તો સંસ્થામાંના માણસો સંગાથે આવતા નથી.' આ બધું થઈ રહ્યું હતું ત્યારે મને વધુ એક બાબત મહેસૂસ થવા લાગી કે મારું `હમ કરે સો કાયદા' જેવું થઈ રહ્યું છે. આપણે એકાદ વિચાર રજૂ કરવાનો અને તેની પર બધાએ ચર્ચા કરીને નિર્ણય સુધી પહોંચતા, આ પદ્ધતિ આજ સુધી હતી. હવે ચર્ચા ઓછી થઈ હતી અને આપણે જે કહીએ તો ડિસિશન માનીને ટીમતે બાબત આગળ લઈ જવા લાગી. `અરે આ આવું કેમ કર્યું?' એવું વિચારતાં જ `તમે જ તો કહ્યું હતું' એ ઉત્તર મળવા લાગ્યા અને મારા મનમાં ખતરાની ઘંટડીઓ વાગી. હું કાંઈ બ્રહ્મદેવ થોડી જ છું કે બધું જ્ઞાન મારી પાસે જ હોય? બહુ બહુ તો `વાછરડામાં લંગડી ગાય ડાહી' એટલું જ. `તમે જ તો કહ્યું હતું' આ બાબત અતિ થવા લાગી હતી. મેં કહેલી દરેક વાત `કાળા પથ્થર પરની રેખા' એવું દરેક જણ લેતા હતા. અને તે ઘાતક હતું અમારા બધા માટે અને ઓર્ગેનાઈઝેશન માટે પણ. `તમે જ તો કહ્યું હતું' એવી માનસિકતા તૈયાર થવા માટે અમુક દિવસો, મહિનાઓ, વર્ષો લાગવા માંડ્યાં હતાં, પરંતુ હવે તુરંત `તેની વિરુદ્ધ વર્તો, પ્રશ્ન પૂછો'એવું કહેવાનું આસાન હતું, પરંતુ અંગીકાર કરવા માટે સમય લાગવાનો હતો.
`તમે જ તો કહ્યું' આ ઉત્તર આવ્યો એટલે મેં વિચારવાનું શરૂ કર્યું, `મેં ક્યારે કહ્યું?શા માટે કહ્યું? કયા કોન્ટેક્સ્ટમાં કહ્યું? જે સમયે મેં કહ્યું ત્યારે તેનો સંદર્ભ શું હતો?' થોડા સમય પૂર્વે અમારી સિનિયર માર્કેટિંગ મેનેજર પ્રણોતી જોશીને મેં પૂછ્યું, `જરા એડવર્ટાઈઝિંગ એક્સપેન્સ મોકલ.' તેણે કોમન ગ્રુપ પર નહીં મોકલતાં મને એકલીને મોકલ્યું. ફેર ઈનફ. કારણ પૂછતાં તેણે આ જ ઉત્તર આપ્યો, `તમે જ કહ્યું હતું.' એક દિવસ સિનિયર સેલ્સ મેનેજર પ્રિયાકા પત્નીએ આવો જ કોઈક ડેટા ફક્ત મને જ મોકલ્યો. મેં પૂછ્યું, `ગ્રુપ પર કેમ નહીં મૂક્યો?' તેણે કહ્યું, `ત્યાં બધા જ છે તેથી તમને એકલીને મોકલ્યો.' તેની જગ્યાએ તે બરોબર હતી. વીણા વર્લ્ડ શરૂ થયું ત્યારે અમે પણ મૂંઝવણમાં હતાં. કોન્ફિડેન્શિયાલિટી મહત્ત્વની લાગતી હતી. ત્યારથી આ આદત પડી હતી. આજે બાર વર્ષ થયાં. કોવિડે વચ્ચે બે- અઢી વર્ષ ખાધા.તેમાં આખી દુનિયા અપસાઈડ ડાઉન થઈ ગઈ. જોકે અમને એક વાર વીણા વર્લ્ડના આરંભમાંઅને કોવિડ પછી એમ બે વાર નવેસરથીશરૂઆત કરવી પડી. હવે નેઉ મેનેજર્સ, સિનિયર મેનેજર્સ અને ઈન્ચાર્જીસ છે, તેમને બધાને રોલ, રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી, અકાઉન્ટેબિલિટી, બધું જ ડેલિગેટ કરી નાખ્યું છે. ટોટલડિસેન્ટ્રલાઈઝેશન અને તેથી કંપની સારી રીતેવૃદ્ધિ કરવા લાગી છે. અમે હવે રોજ ટીમને એક્સેસિબલ હોઈએ છીએ, તેઓ ક્યાંક અટકે, એકાદ સમસ્યાનો ઉત્તર નહીં મળે અથવા ઈમરજન્સીના સમયે.બાકી અમે છીએ અને`અમે નથી પણ' એ આદત પણ હવે ટીમને લાગુ થઈ ગઈ છે. જોકે તે છતાં જૂની આદત જતી નથી તે પ્રમાણે `તમે જ તો કહ્યું હતું' એવું ક્યારેય માથું ઉપર કાઢે છે.
`ચેક ધ કોન્ટેક્સ્ટ' એ મેં ટીમમાં કેળવ્યું છે. કારણ કયા સમયે, કયા સ્થળે, કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધો તે ધ્યાનમાં લો. તે જ નિર્ણય અન્ય ઠેકાણે જેમનો તેમ લાગુ પડતો નથી. આ હું એટલી વાર બોલી ચૂકી છું કે અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે મને ખીજવવા લાગી છે. જોકે ક્યારેક ક્યારેક અમારી મુંબઈની જાહેરાત કોલકતામાં ચાલતી નથી અને અમદાવાદની જાહેરાત બેન્ગલુરુમાં ચાલતી નથી. આટલું જ નહીં,પુણે માટે ક્યારેક અમને મુંબઈ કરતાં અલગ કમ્યુનિકેશન કરવું પડે છે. બસ્સો કિલોમીટર્સમાં આ ફરક છે. એટલે કે, કોન્ટેક્સ્ટ બદલાય તો નિર્ણય અથવા કમ્યુનિકેશન પણ બદલવો પડે છે તે આ રીતે. હવે ઓર્ગેનાઈઝેશનની ઘડી બરોબર બેસાડ્યા પછી, અલગ અલગ રિસ્પોન્સિબલ ટીમ્સ થયા પછી જે તે રિસ્પેક્ટિવ ટીમને`પિન ટુ એલિફન્ટ' બધું માહિતી હોવું જોઈએ. આથી હવે ઓર્ગેનાઈઝેશનમાં ફક્ત મારી પાસે, ફક્ત તમારી પાસે એવું કશું નથી,`બધાને ઈન્વોલ્વ કરો એકદમ 100% વિશ્વાસ કરો' એ વિચારથી માર્ગક્રમણ ચાલુ છે.
ગઈ કાલે શું કર્યું?' તેના કરતાં `આ રેપિડલી ચેન્જિંગ દુનિયામાં આજે શું કરવું જોઈએ?'તે મહત્ત્વનું બની ગયું છે. `કાળા પથ્થર પરની રેખા' હવે નવી કોરી બદલાયેલી દુનિયામાં ચાલશે નહીં. સ્ટાન્ડર્ડાઈઝેશન, સ્ટ્રેટેજિક પ્લાન્સ પાછળ પડી રહ્યા છે. નાક, કાન, આંખ ખુલ્લા રાખીને નિર્ણય લેવા પડશે. ગઈકાલે લીધેલો નિર્ણય કદાચ આજે બદલવો પડે તો તે ફેરફાર કરવા માટેનું ફ્લેક્સિબલ માઈન્ડસેટ આપણે તૈયાર કરવું જોઈએ. ટૂંકમાં બદલાતી દુનિયા સાથે આપણે બદલાવું જોઈએ. માતા-પિતાએ બદલાવું જોઈએ, બાળકોએ બદલાવું જોઈએ. બાળકોને કદાચ આ ઉંમરે ફાવશે નહીં, પરંતુ આજના બાળકો સ્માર્ટ છે, સમય આવતાં તેઓ બદલાશે, શિક્ષકોએ બદલાવું જોઈએ, શાળાએ બદલાવું જોઈએ. હવે `જે અટક્યો તે ખતમ' તેને બદલે `જે બદલાયો નહીં તે ખતમ' એવું કહેવાનું વધુ ઉચિત રહેશે. `કાળા પથ્થર પરની રેખા' હવે ઈતિહાસ જમા કરવી જોઈએ. તે રેખા ભૂંસવી જોઈએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.