Published in the Sunday Mumbai Samachar on 30 March 2025
દિવસની શરૂઆત ઉત્તમ અને ભરપેટ નાસ્તાથી થવી જોઈએ
મને બ્રેકફાસ્ટ ગમે છે. દિવસનું પ્રથમ ભોજન કાંઈક વિશેષ હોય છે. તે ઊર્જા આપે છે, મઘમઘતી સુગંધ આપે છે અને સંભવિત રીતે પેટ ભરવાનું ઉત્તમ બહાનું આપે છે. દરેક શનિવારે મને નવી બ્રેકફાસ્ટ રેસિપી સાથે અજમાયશ કરવાનું ગમે છે. દુનિયાભરની અલગ અલગ વાનગીઓ અજમાવવાનું ગમે છે. ગત વીકએન્ડમાં મેં સ્વાદિષ્ટ, મસાલેદાર એગ ડિશ ટર્કિશ મેનેમેન અજમાવી હતી, જે મેં ઈસ્તંબુલના ધમધમતા કેફેમાં બેસીને માણી હતી.
આથી આ સપ્તાહના લેખ માટે થીમ નક્કી કરવા સમયે મને દુનિયાના અમુક ઉત્તમ બે્રકફાસ્ટ વિશે વાત કરવાનું મન થયું. અને મારો વિશ્વાસ કરો,જો તમે બ્રેકફાસ્ટ ખરેખર તેની રીતે અજમાવવા માગતા હોય તો તમારે સિરીલ અને સામાન્ય આમલેટ પીરસતા હોટેલ બુફેની પાર વિચારવાનું જરૂરી છે. બ્રેકફાસ્ટ પોતાની અંદર સાહસ હોઈ શકે છે, જે સ્થળની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે અને પ્રવાસની ખરા અર્થમાં હાઈલાઈટ હોય છે. તો ચાલો, દુનિયાના અમુક સૌથી અતુલનીય સવારના બ્રેકફાસ્ટ વિશે જાણીએ!
1. કોલંબિયા - અરેપા કોન હ્યુવોસ
અરેપા કોન હ્યુવોસ ખાસ કરીને કેરિબિયન કોસ્ટ ખાતેનો સ્ટેપલ કોલંબિયન બ્રેકફાસ્ટ છે. તેમાં ડીપ ફ્રાઈડ કોર્નમીલ અરેપામાં આખું ઈંડું સ્ટફ કરેલું હોય છે. અરેપાને પ્રથમ પફફ થાય ત્યાં સુધી ફ્રાય કરાય છે, જે પછી કાળજીપૂર્વક કાચા ઈંડાને તોડવા માટે ખોલવામાં આવે છે અને ઈંડામાં ફરીથી સીલ કરવા ફ્રાય કરાય છે. પરિણામ? ઉત્તમ પકવેલા, ભીતરના પીળા ભાગ સાથે બહારી ભાગ કરકરિત સોનેરી બનાવાય છે.
અરેપા કોન હ્યુવોસની વિશેષતા તેની સાદગી અને સમૃદ્ધ ફ્લેવર છે. ક્રિસ્પી અરેપા નરમ, લિજ્જતદાર ઈંડા સાથે સુંદર રીતે વિસંગત છે, જે તેને તૃપ્ત કરનારો બ્રેકફાસ્ટ બનાવે છે. તે મોટે ભાગે કોલંબિયન કોફીના કપ સાથે માણવામાં આવે છે. આ સૌથી ઉત્તમ બ્રેકફાસ્ટ માણવા માટે કાર્ટેજીનામાં સ્થાનિક ફૂડ સ્ટોલની મુલાકાત લઈ શકાય, જ્યાં સ્ટ્રીટ વેન્ડરો પેઢી દર પેઢી આ વાનગી ઉત્તમ રીતે બનાવવામાં માહેર છે.
2. ટર્કી – મેનેમેન
મેનેમેન ઉત્તમ બ્રેકફાસ્ટ માટે ટર્કીનો ઉત્તર છે. આ ડિશમાં ઈંડાં, ટમેટા, લીલા મરી અને મસાલાઓનું સંયોજન હોય છે, જે ધીમેથી સ્વાદિષ્ટ સોસયુક્ત સ્ક્રેમ્બલમાં પકવવામાં આવે છે. મોટે ભાગે તે નાના કોપરના પેનમાં પીરસવામાં આવે છે અને ક્રસ્ટી બે્રડ સાથે સીધા જ તેમાંથી ખાઈ શકાય છે.
મેનેમેનમાં ફ્લેવર્સનું સંતુલન તેને અનોખું તારવે છે, જેમાં ટમેટાની મીઠાશ, મરીની સહેજ ગરમી અને ઈંડાંની સમૃદ્ધિ ઉત્તમ રીતે એકત્ર આવે છે. અમુક આવૃત્તિઓમાં વધારાની કિક માટે ફેટા ચીઝ અથવા સુકુક (ટર્કિશ સોસ)નો સમાવેશ થાય છે. મેનેમેન અજમાવવા માટે ઉત્તમ સ્થળ કયું છે?ઈસ્તંબુલના કારાકોયમાં પારંપરિક બે્રકફાસ્ટનું સ્થળ છે, જ્યાં ટર્કિશ બ્રેકફાસ્ટ સ્પ્રેડ્સ દંતકથા સમાન છે.
3. બ્રાઝિલ - પાઓ દ ક્વીજો
પાઓ દ ક્વીજો અથવા બ્રાઝિલિયન ચીઝ બ્રેડ સ્વાદિષ્ટ ચ્યુવી ચીઝથી ભરેલા બ્રેડ રોલ છે, જે બ્રાઝિલમાં સ્ટેપલ બે્રકફાસ્ટ સ્નેક છે. કાસાવા લોટ અને ચીઝ (લાક્ષણિક રીતે મિનાસ ચીઝ)થી બનાવવામાં આવેલા આ નાના, સોનેરી દડાઓનો બહારી ભાગ ક્રિસ્પી હોય છે અને અંદર સ્ટ્રેચી, ચીઝી હોય છે.
પાઓ દ ક્વીજોનું નૈસર્ગિક રીતે ગ્લુટેન - મુક્ત ટેક્સ્ચર તેને અજોડ બનાવે છે, જે કાસાવા લોટ અને તેની એડિક્ટિવ ચીઝી ફ્લેવરને આભારી છે.તે મોટે ભાગે કોફી સાથે માણવામાં આવે છે અથવા મોટા બ્રેકફાસ્ટ સ્પ્રેડના ભાગરૂપે પીરસવામાં આવે છે. સૌથી તાજા અને સૌથી અસલ અનુભવ માટે તેને સાઓ પાઉલો અથવા બેલો હોરિઝોન્ટેમાં સ્થાનિક પડારિયા (બેકરી)માં અજમાવો, જે આ સ્નેકનું ઉદભવસ્થાન છે.
4. મેક્સિકો – ચિલાક્વિલ્સ
ચિલાક્વિલ્સ લાલ અથવા લીલા સાલ્સામાં સિમર્ડ હલકા તળેલા ટોર્ટિલા ચિપ્સ અને ક્રેમા, ચીઝ, કાંદા અને અમુક વાર તળેલા ઈંડાં અથવા શ્રેડેડ ચિકન સાથે તૈયાર કરવામાં આવેલા ક્લાસિક મેક્સિકન બે્રકફાસ્ટ ડિશ છે. તે ક્રન્ચી, સોસી અને સ્પાઈસીનું ઉત્તમ સંયોજન છે.
ચિલાક્વિલ્સ બોલ્ડ અને ફ્લેવરફુલ ડિશમાં સિંપલ સામગ્રીઓ તેને જે રીતે પરિવર્તિત કરે છે તે તેને અજોડ બનાવે છે. તે હેન્ગઓવર માટે લોકપ્રિય એન્ટોજિતો (સ્ટ્રીટ ફૂડ સ્નેક) અને ફેવરીટ ક્યોર છે. ચિલાક્વિલ્સ માણવા માટે સૌથી ઉત્તમ સ્થળ કયું છે? મેક્સિકો સિટીનો કોયોકેન ડિસ્ટ્રિક્ટમાં પારંપરિક ફોંડા (નાની હોટેલ)માં દાદીમાઓ પેઢી દર પેઢી તેમની રેસિપી માટે જાણીતી છે.
5. આયરલેન્ડ
ફુલ આઈરિશ બ્રેકફાસ્ટ મજેદાર સવારનો નાસ્તો હોય છે, જેમાં ઈંડાં, સોસ, બેકન (રેશર્સ), કાળા અને સફેદ પુડિંગ, બેક્ડ બીન્સ, ગ્રિલ્ડ ટમેટા અને સોડા બ્રેડનો સમાવેશ થાય છે. તે ઠંડી ઠંડી આઈરિશ સવાર દરમિયાન તમને ધરાયેલા રાખવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
તેના ઘટકોના પ્રકાર તેને અજોડ બનાવે છે, જેમાં ખાસ કરીને કાળા અને સફેદ પુડિંગ બ્લડ સોસેજનો પ્રકાર સમૃદ્ધ, માટીદાર ઊંડાણ ઉમેરે છે. સ્ટ્રોંગ આઈરિશ ટી સાથે પીરસવામાં આવતો આ બ્રેકફાસ્ટ ડબલિન અથવા ગાલવેમાં કોઈ પણ પારંપરિક પબ અથવા બીએન્ડબીમાં અવશ્ય અજમાવવા જેવું છે.
6. ઓસ્ટ્રેલિયા- એવોકેડો ઓન ટોસ્ટ
સાદો છતાં વહાલો બ્રેકફાસ્ટ એવોકેડો ઓન ટોસ્ટ ઓસ્ટ્રેલિયન કેફે સંસ્કૃતિ સાથે પ્રતિકાત્મક છે. તેમાં સાર ડફની સ્લાઈસ પર ક્રીમી સ્મેશ્ડ એવોકેડોનો સમાવેશ થાય છે, જે મોટે ભાગે ફેટા, પોચ કરેલાં ઈંડાં, ચિલી ફ્લેક્સ અથવા લેમન ઝેસ્ટ સાથે ટોપ્ડ કરાય છે.
ઉચ્ચ ગુણવત્તાયુક્ત, તાજી સામગ્રીઓ પર ભાર તેને અજોડ બનાવે છે. આરોગ્યવર્ધક, ઈન્સ્ટાગ્રામ અનુકૂળ ખાદ્ય માટે ઓસ્ટ્રેલિયાનો પ્રેમ તેનો ઉત્તમ દાખલો છે. તે અજમાવવા માટે ઉત્તમ સ્થળ કયું છે? સિડનીની સરી હિલ્સ અથવા મેલબર્નની ફિટ્ઝરોય ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ સ્પેશિયાલ્ટી કોફી શોપમાં તે અજમાવી શકાય.
7. સિંગાપોર - કોપી સાથે કાયા ટોસ્ટ
કાયા ટોસ્ટ સિંગાપોરિયન બ્રેકફાસ્ટ છે, જેમાં કાયા (મીઠું કોપરું અને એગ જામ) સાથે સ્લેટર્ડ ક્રિસ્પી ટોસ્ટેડ બ્રેડ અને ઠંડા બટરની સ્લાઈસ નરમ બાફેલા ઈંડાં અને કોપીના કપ (સ્થાનિક કોફી) સાથે પીરસવામાં આવે છે.
આ ડિશનો જાદુ ટેક્સ્ચર્સ અને ફ્લેવર્સની તેની વિસંગતતામાં રહેલો છે. આ સમૃદ્ધ, સુગંધી કાયા અને પીગળેલા બટર સાથે ઊના, ક્રિસ્પી ટોસ્ટ ઘણા બધા સિંગાપોરવાસીઓનું ઉત્તમ ખાદ્ય છે. તે અજમાવવા માટે ઉત્તમ સ્થળ કયું છે? સિંગાપોરમાં યા કુન કાયા ટોસ્ટ અથવા કિલિનીકોપિટિયમ.
8. જાપાન- રાયોકેન બ્રેકફાસ્ટ
રાયોકેન બ્રેકફાસ્ટ પારંપરિક જાપાની ઈન્સમાં પીરસવામાં આવતું સુંદર રીતે પ્રસ્તુત કરાતું, મલ્ટી-કોર્સ ભોજન છે.તેમાં લાક્ષણિક રીતે સ્ટીમ્ડ રાઈસ, મિસો સૂપ, ગ્રિલ્ડ ફિશ, ટામાગોયાકી (જાપાની આમલેટ), અથાણાં અને અમુક વાર ટોફુ અથવાનાટ્ટો (આથેલા સોયાબીન)નો સમાવેશ થાય છે.
સંતુલન અને પ્રસ્તુતિકરણ પર ભાર આ બ્રેકફાસ્ટને વિશેષ બનાવે છે. દરેક ડિશ નૈસર્ગિક ફ્લેવર આલેખિત કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાય છે,જે નરિશિંગ અને ઊંડાણથી સંતોષકારક ભોજન નિર્માણ કરે છે. તે અજમાવવાની સૌથી ઉત્તમ રીત કઈ છે? અસલ જાપાની સવારના બ્રેકફાસ્ટ માટે ક્યોટો અને હેકોનીમાં પારંપરિક રાયોકેન તે માણવાનું ઉત્તમ સ્થળ છે.
ઈન્ગ્લિશ વિ. અમેરિકન બ્રેકફાસ્ટ
અમેરિકન અને ઈન્ગ્લિશ બ્રેકફાસ્ટ બહુ સ્વાદિષ્ટ હોય છે. તેનો અજોડ ફરક તેને અલગ તારવે છે. ઈન્ગ્લિશ બ્રેકફાસ્ટ `ફુલ ઈન્ગ્લિશ' તરીકે પણ ઓળખાય છે, જે ઉત્તમ માળખાબદ્ધ પ્લેટમાં ઈંડાં, બેકન, સોસેજ, બેક્ડ બીન્સ, ગ્રિલ્ડ ટમેટા, મશરૂમ્સ, ટોસ્ટ અને બ્લેક પુડિંગનો સમાવેશ થાય છે. આ ભોજન બ્રિટિશ નોકરિયાતોની પરંપરામાં મૂળ સાથે તમને દિવસભર તૃપ્ત રાખે તે રીતે તૈયાર કરાય છે.
બીજી બાજુ અમેરિકન બ્રેકફાસ્ટ એટલે વરાઈટી અને કસ્ટમાઈઝેશન. ઈંડાં અને બેકન તેનો મુખ્ય ભાગ છે ત્યારે તેની સાથે મેપલ સિરપ, હેશ બ્રાઉન્સ ટોસ્ટ સાથે પેનકેક્સ અથવા વેફલ્સ અને અમુક વાર ગ્રેવી સાથે બિસ્કિટ્સ પીરસવામાં આવે છે. અમેરિકન અભિગમ ખાટા-મીઠા સંમિશ્રણ વધુ પસંદ કરે છે. ખાનાર અને તેજ ગતિના સવારના રુટિન્સનો પ્રભાવ અહીં જોવા મળે છે. ઈન્ગ્લિશ બ્રેકફાસ્ટ પદ્ધતિસરની પરંપરા છે ત્યારે અમેરિકન બ્રેકફાસ્ટ તમારી પોતાની પસંદગીનો બ્રેકફાસ્ટ છે, જે દેશની વૈવિધ્યપૂર્ણ ખાદ્ય સામગ્રી પ્રદર્શિત કરે છે.
બ્રેકફાસ્ટ મોટે ભાગે દિવસના પ્રથમ ભોજનથી પણ વિશેષ હોય છે. તે સંસ્કૃતિ, ઈતિહાસ અને ફ્લેવર્સનું પ્રતિબિંબ છે, જે સ્થળની વ્યાખ્યા કરે છે.દરેક ડિશ પરંપરા અને સ્વાદની વાર્તા કહે છે. તો આગામી સમયે તમે પ્રવાસ કરો અથવા પોતાના કિચનમાં હોય ત્યારે સામાન્ય રીતે બનાવવામાં આવતા સિરીલ અને આમલેટ રુટિનની પાર જુઓ અને તમને દુનિયાના અન્ય ભાગમાં લઈ જતી ડિશ સાથે દિવસની શરૂઆત કરો. આખરે બ્રેકફાસ્ટ ફક્ત ભોજન નથી, પરંતુ તમારા માણવાની વાટ જોતો અનુભવ છે.
જો મારે કોઈ એકની પસંદગી કરવી હોય તો સ્વાદિષ્ટ સાલ્સામાં ડુબાડેલી ક્રિસ્પી ટોર્ટિલા ચિપ્સ, ચીઝ અને ઉત્તમ રીતે ફ્રાય કરેલા ઈંડા સાથે ટોપિંગ ધરાવતા મેક્સિકોના ચિલાક્વિલ્સ અજમાવીશ. જો તમારે પસંદગી કરવી હોય તો તમે શું અજમાવશો?
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.