Veena World is hiring! Click to apply now

IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10am - 6pm

ઓસ્ટ્રેલિયા - જ્યાં પ્રકૃતિ અને શહેરો પાસે વાર્તાનો ખજાનો છે

7 mins. read

Published in the Sunday Gujarat Samachar on 29 September, 2024

ઓસ્ટ્રેલિયા તેના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને વાઇબ્રન્ટ શહેરોથી મોહિત કરે છે. આઇકોનિક ગ્રેટ બેરિયર રીફથી લઈને ઉલુરુના આધ્યાત્મિક સાર સુધી, આ ભૂમિ વાર્તાઓ અને સાહસોથી ભરેલી છે. અમે તેની આકર્ષક સુંદરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું અન્વેષણ કરીએ ત્યારે મારી સાથે જોડાઓ!

મારામાટે, ઓસ્ટ્રેલિયા માત્ર એક ડેસ્ટિનેશન નથી; તે પોતાની અંદર એક વિશ્વછે. આ એક એવીભૂમિ છે જ્યાં પ્રકૃતિઅને શહેરી જીવન સાહસોની ભૂમિમાંભળી જાય છે. ચારવર્ષ મેલબોર્નમાં રહીને મેં જાતે જોયુંછે કે આ દેશબીજા જેવો નથી. આએક એવી જગ્યા છેજ્યાં વિશ્વનું સૌથી જૂનું વરસાદીજંગલ એવા શહેરથી માત્રકલાકો દૂર છે જેક્યારેય ઊંઘતું નથી, જ્યાં પવિત્રસીમાચિહ્નો આકર્ષક આધુનિક સ્થાપત્ય સાથે જગ્યા વહેંચેછે.

તો ચાલો, ઓસ્ટ્રેલિયાનાં અમુક સૌથી પ્રતિકાત્મક સ્થળોનો પ્રવાસ કરીએ, જે દરેક સાહસ, સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યની વાર્તા કહે છે.આપણું પહેલું સ્ટોપ ક્યાં હશે? તો અન્ય કોઈથી પણ વિપરીત ભૂજળ દુનિયા છે, જે અદભુત ગ્રેટ બેરિયર રીફનું ઘર છે.

ધ ગ્રેટ બેરિયર રીફ

વિશાળ, વાદળી સમુદ્રમાં ડૂબકીઓ લગાવવા વિશે જરા કલ્પના કરો, જ્યાં જળ એટલું સાફ છે કે તેની સપાટીમાં ધમધમતી દુનિયા પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ધ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાના ઈશાન દરિયાકાંઠે 2,300 કિલોમીટરમાં પથરાયેલું છે, જે પૃથ્વી પર સૌથી વિશાળ કોરલ રીફ પ્રણાલી છે. નિસર્ગનું સૌંદર્ય આ સ્થળે સંપૂર્ણ ખીલેલું છે.અહીં તમે જળમાં સહજ વિહરતા સમુદ્રિ કાચબાઓ અને સ્વર્ણિમ કોરલ બગીચાઓમાં રંગબેરંગી માછલીઓ સાથે સ્વિમગ કરી શકો છો.રીફ 1500થી વધુ જાતિની માછલીઓ, સેંકડો કોરલની જાતિઓ અને માંતા રેઝ તથા વિશિષ્ટ, અદભુત વ્હેલ શાર્ક જેવા પ્રતિકાત્મક સમુદ્રિ જીવોનુંઆ ઘર છે. મુલાકાતીઓ મોટે ભાગે બોટ ટુર, ગ્લાસ બોટમ ક્રુઝ અથવા ઉપરથી રીફની પ્રચુરતા અનુભવવા હેલિકોપ્ટર સવારી પણ કરે છે.

ઉલુરુ: આયર્સ રોક

ધમધમતા શહેરી જીવનથી દૂર ઓસ્ટ્રેલિયાના હાર્દમાં વસેલું મોનોલિથિક સેન્ડસ્ટોન રોક ઉલુરુ લાલ રણની ક્ષિતિજની પાર્શ્વભૂમાં ઊભું છે.ઉલુરુ જીવિત સાંસ્કૃતિક ક્ષિતિજ છે, જે આ જમીનના પારંપરિક કબજાધારકો અનંગુ લોકો માટે પૂજ્ય છે.

તેમને માટે આ ખડકો નૈસર્ગિક રચના હોવા સાથે તેમની સપનાની વાર્તાઓનો મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ છે, જે આધ્યાત્મિક વાર્તા આ જમીનનું નિર્માણ સમજાવે છે. મુલાકાતીઓ ઉલુરુની પેઢી દર પેઢી ચાલી આવતી વાર્તાઓ સાંભળીને ઉલુરુમાં વધુ તલ્લીન થઈ જાય છે, જે તેમને આ ધરતી સાથે જોડાણનું મજબૂત ભાન કરાવે છે.ઉલુરુ દિવસના કોઈ પણ સમયે આકર્ષક હોય છે, પરંતુ તેનો અસલી જાદુ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઉજાગર થાય છે. સૂર્ય આકાશમાંથી ઉદયઅથવા અસ્ત થાય ત્યારે ઉલુરુ ઘેરા ટેરાકોટ્ટાથી ચકમકતા નારંગી રંગમાં અને રાત થતાં જ ધુમ્મસિયા જાંબુડી રંગમાં ફેરવાઈ જાય છે.

ધ ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ

નોર્થ ક્વીન્સલેન્ડનું ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ દુનિયામાં સૌથી પ્રાચીન ઉષ્ણકટિબંધીય રેઈનફોરેસ્ટ હોવા સાથે સૌથી જૈવવૈવિધ્યપૂર્ણ પણ છે.

180 મિલિયનથી વધુ વર્ષ જૂનું માનવામાં આવતું, હરિયાળી, ઊંચાં ઊંચાં ઝાડ અને ખળખળ વહેતું પાણી એવું નિર્મળ વાતાવરણ નિર્માણ કરે છે જેનાથી દૂર જવાનું અશક્ય છે.ડેઈનટ્રી દુનિયાની અમુક સૌથી અજોડ પશુ અને વનસ્પતિ સૃષ્ટિનું ઘર છે, જેમાંથી ઘણાં બધાં આ પૃથ્વી પર અન્ય ક્યાંય જોવા નહીં મળી શકે.તમે ઘનતા થકી પસાર થાઓ તેમ દુર્લભ કેસોવેરી ધ્યાન અચૂક ખેંચે છે, જે વિશાળ, પંખરહિત પક્ષી આકર્ષક બ્લુ અને બ્લેક પીંછા ધરાવે છે.આ પૂર્વ-ઐતિહાસિક દેખાતાં પક્ષી રેઈનફોરેસ્ટની ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે જે ખાય છે એ બીજ ઝાડથી ઝાડ પ્રસરાવે છે.સુંદર ટ્રી કાંગારૂ અથવા બોયડ્સ ફોરેસ્ટ ડ્રેગન પર નજર રાખો, જે બંને વિસ્તારના વતની છે.

ધ બ્લુ માઉન્ટન્સ

સિડનીથી ટૂંકી ડ્રાઈવ પર બ્લુ માઉન્ટન્સ વસેલું છે, જે ઊંડા ખીણ, નાટકીય ક્લિફ્ફસ અને પ્રાચીન ખડકની રચનાઓનો પ્રદેશ છે.બ્લુ માઉન્ટન્સની સૌથી મંત્રમુગ્ધ કરનારી વિશિષ્ટતામાંથી એક બ્લુ મિસ્ટ છે, જે પ્રદેશ પર છવાયેલું રહે છે.

આ નજારો હવામાનમાં બાષ્પીભવન થતા યુકેલિપ્ટસ તેલથી પેદા થાય છે, જે પ્રકાશનું વક્રીભવન કરીને વાદળી છાંટ નિર્માણ કરે છે,જેની પરથી પહાડીઓને બ્લુ માઉન્ટન્સ નામ અપાયું છે. સિડનીથી અહીં આસાનીથી પહોંચી શકાય છે, જેથી તે એક દિવસની ઉત્તમ ટ્રિપઅથવા વીકએન્ડ ગેટઅવે બનાવે છે.

સિડની: ચકમકતું શહેર

સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી પ્રતિકાત્મક શહેર છે તે બધા જ જાણે છે. તે તેના અદભુત બંદર, વિશ્વવિખ્યાત સીમાચિહનો અને સ્વર્ણિમતા માટે પ્રસિદ્ધ છે, જે તેની દરેક ગલીઓમાં ધબકે છે. તમે બંદરના પુલની ટોચ પરથી પેનોરમિક વ્યુઝ લેતા હોય કે સિડની ઓપેરા હાઉસ ખાતે પરફોર્મન્સ જોતા હોય,આ શહેર સંસ્કૃતિ, સાહસ અને સુંદર બીચ જીવનનું ડાયનેમિક સંમિશ્રણ છે.

સિડનીની આકાશરેખા તેની બે સ્થાપત્ય અજાયબીઓ- ધ સિડની ઓપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજને આભારી તુરંત ઓળખાઈ જાય છે.ધ ઓપેરા હાઉસ તેની સેઈલ જેવી ડિઝાઈન સાથે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને સિડનીના સાંસ્કૃતિક દ્રશ્યનું હાર્ટ છે.ધ હાર્બર બ્રિજને વહાલથી "કોટહેન્ગર તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને તમે તેની પર ચઢો તો શહેરનો ઉત્તમ નજારો પ્રદાન કરે છે.

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાની સાંસ્કૃતિક રાજધાની

ઓસ્ટ્રેલિયાનું સાંસ્કૃતિક હાર્દ તરીકે ઓળખાતા મેલબર્નની મોહિની તેની છૂપી ગલીઓ, વિશ્વ કક્ષાના સ્ટ્રીટ આર્ટ અને બેજોડ કેફે સંસ્કૃતિમાં રહેલી છે. મેલબર્નની કોયડારૂપી ગલીઓમાંથી પસાર થાઓ ત્યારે ગોપનીય ખજાનો ખૂલી રહ્યો છે એવું મહેસૂસ થાય છે. આ સાંકડી ગલીઓ સ્વર્ણિમ સ્ટ્રીટ આર્ટથી શોભે છે, જે નિયમિત બદલાય છે. તે શહેરને સતત ઉત્ક્રાંતિ પામતી આઉટડોર ગેલેરીમાં ફેરવે છે. ખાસ કરીને હોશિયર લેન તેના બોલ્ડ,એક્સપ્રેસિવ મુરાલ્સ માટે પ્રસિદ્ધ છે, જે મેલબર્નના કળાત્મક જોશનું પ્રતિક છે.મેલબર્નમાં મુકામ દરમિયાન મને તેની નિરંતર સાંસ્કૃતિક ખૂબીઓ જોવાનો વિશેષાધિકાર લાભ્યો છે, જેમાં કવીન વિક્ટોરિયા માર્કેટમાં તાજાં ઉત્પાદનો જોવાથી લઈને શહેરનાં ઘણાં બધાં સ્થળે જીવંત સંગીત માણવા સુધીનો સમાવેશ થાય છે. મેલબર્નમાં પગપાળા ફરવું તે સૌથી ઉત્તમ રીત છે.ફેડરેશન સ્ક્વેર થકી લટાર મારો, ચેપલ સ્ટ્રીટ પર બુટિક્સ જુઓ અથવા બીચ પાસેથી સનસેટ વોક માટે સેન્ટ કિલ્ડા માટે ટ્રામ સવારી કરો.

ધ ગ્રેટ ઓશન રોડ

દુનિયાની સૌથી નયનરમ્ય દરિયાકાંઠાની ડ્રાઈવમાંથી એક ધ ગ્રેટ ઓશન રોડ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વીય દરિયાકાંઠા પાસે 243 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે, જે મજબૂત ક્લિફ્ફસ, વાદળી જળ અને હવાદાર બીચનો મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે. દેખીતી રીતે ગ્રેટ ઓશન રોડ પર સૌથી પ્રસિદ્ધ ટ્વેલવ અપોસ્ટલ્સ છે, જે સમુદ્રમાંથી નાટકીય રીતે ઊભરતી ટાવરિંગ લાઈમસ્ટોન સ્ટેક્સની સિરીઝ છે.હવે ઘસારાને કારણે ફક્ત આઠ બચ્યા હોવા છતાં તેમની ભવ્યતા નિર્વિવાદ છે.

ધ ગ્રેટ ઓશન રોડ વાઈલ્ડલાઈફ માટે સ્વર્ગ પણ છે. પ્રવાસીઓને મોટે ભાગે કેનેટ રિવર ખાતે ઝાડની ટોચ પર કોઆલાસ જોવા મળે છે,જ્યારે નજીકના ઝાડઝાંખરમાં કાંગારૂઓ અને એચિડનાસ વિહરતા જોવા મળે છે. જો તમે ભાગ્યશાળી હોય તો તમને સર્ફમાં રમતી ડોલ્ફિન્સનોનજારો પણ જોવા મળી શકે અથવા વોરનાંબૂલના શહેરમાં પરોઢિયે દરિયાકાંઠે છબછબિયા કરતા પેન્ગ્વિન્સ જોવા મળી શકે છે.

ક્યારેય સમાપ્ત નહીં થતાં સાહસ

ઓસ્ટ્રેલિયા દાખલારૂપ સ્થળ છે. મેલબર્નમાં મુકામથી મને ઓસ્ટ્રેલિયાની બંને બાજુ જોવાની તક મળી, તેનું ધમધમતું શહેરી જીવન અને તેનું બેજોડ નૈસર્ગિક સૌંદર્ય. આ દેશ વિશે મને સૌથી વધુ આકર્ષક જો કશું લાગતું હોય તો તે આ ધરતી જ નહીં પણ તેને બનાવતાં લોકો અને સ્થળોની વાર્તાઓ સાથે ઊંડાણથી જોડાણ પ્રેરિત કરતી રીત છે. તો તમારું આગામી સાહસ કયું છે? શું તમે ગ્રેટ બેરિયર રીફની ભૂજળ દુનિયા જોવા માગો છો કે પછી તાસ્માનિયાના વાઈલ્ડ માર્ગ પરથી હાઈકિંગ કરવા માગો છો? તમને નીચે ઓસ્ટ્રેલિયાની સૌથી ઉત્તમ વીણા વર્લ્ડની ટુર્સમાંથી પસંદગી કરી શકો છો!તમે જે પણ પસંદ કરો, ઓસ્ટ્રેલિયાની વિપુલ ક્ષિતિજો અને સ્વર્ણિમ શહેરો તમારી વાટ જુએ છે, જે આજીવન યાદગાર રહી જનારી યાદોઅને વાર્તાઓ તમને આપશે. તો આગામી સમય સુધી જીવનની ઉજવણી કરતા રહો!

September 28, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top