નવા વર્ષની પહેલી તારીખે આપણે અનેક રિઝોલ્યુશન્સ કરીએ છીએ. આ વર્ષે પણ તમે બધાએ તે કર્યો હશે. આજે નવું વર્ષ શરૂ થઈને લગભગ દોઢ મહિનો વીતી ગયો છે ત્યારે તેમાંથી કેટલાં રિઝોલ્યુશન્સ આપણે આજ સુધી પાલન કરી રહ્યાં છીએ તે જોવું જોઈએ. ધારો કે બધું જ નક્કી કર્યા મુજબ થતું હોય તો નથિંગ લાઈક ઈટ! આપણે જ આપણી પીઠ પર શાબાશીની થપાટ મારી લેવાની. જોકે એવું કાંઈક બનતું હોય કે, ‘રાત્રે સૂતી વખતે નક્કી કર્યું સવારે ઊઠીને જિમમાં, મોર્નિંગ વોક પર અથવા સ્વિમિંગમાં જવાનું અને સવારે જાગ્યા પછી હજુ થોડું આળોટી લઈએ, આવતીકાલે ચોક્કસ જઈશું’ તો તેનો અર્થ રાત્રે સૂતી વખતે ‘એકસરસાઈઝની તને બહુ જરૂર છે’ એવું તારું હેડ તને કહેતું હશે પણ સવારે જાગ્યા પછી તારું હાર્ટ પ્રેમથી આળોટવાને અગ્રતા આપતું હોય તો તાત્કાલિક ઊઠવાનું અને આજથી આપણે પોતે હવે પછી કયા નીતિનિયમોના આધારે ચાલવાનું છે તેની મનમાં ગાંઠ બાંધી લેવાની. ‘હેડ એક કહે, હાર્ટ બીજું કાંઈક કરે’ એવું યુદ્ધ રોકવા માટે, હેડ અને હાર્ટને એક લયમાં લાવવાનો પ્રયાસ કરીએ.
આપણો સ્વાતંત્ર્ય દિવસ મને હાર્ટનો મામલો લાગે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસ હેડનો લાગે છે. જુઓને, ઓગણીસ્સો સુડતાળીસમાં પંદર ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ માટે થયેલો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ જોઈએ તો તે સંપૂર્ણપણે હાર્ટનો મામલો હતો, સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપવી તે બીજું શું હોઈ શકે? તે સમયે હેડમાં આવ્યું હોત તો આજે આપણે કરીએ તેવો સ્વાર્થી વિચાર ડોકાવ્યો હોત, ‘હું મારા પ્રાણ આપું કે? હું જ નહીં રહું તો સ્વાતંત્ર્યનો શો ઉપયોગ? મારી પાછળ મારા કુટુંબનું શું થશે?... અને તેને લીધે બ્રિટિશ હજુ પણ ધામો નાખીને આપણા દેશમાં હોત. આપણને સ્વાતંત્ર્ય મળ્યું તે ભારતમાતા માટે ચૂપચાપ પોતાના પ્રાણની આહુતિ આપનારા આવા અનંત નાના, મોટા સ્વાતંત્ર્ય સૈનિકોને લીધે જ. આપણે તેમને મન:પૂર્વક નમન કરીએ. ભારત સ્વતંત્ર થયા પછી તે સ્વાતંત્ર્ય સાથે આવનારી જવાબદારીઓ ઉઠાવવા માટે ‘બહુધર્મી- બહુવર્ણી-બહુભાષી’ ખંડપ્રાય ભારતને લોકશાહીવાદી એક દેશ બનાવવા અને તે વ્યવસ્થિત ચલાવવા બંધારણની-સંવિધાનની જરૂર હતી, જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને તેમની ડ્રાફ્ટિંગ કમિટીએ પૂરી કરી અને સાડાત્રણ વર્ષ અખંડ મહેનત લઈને ત્રણસો પંચાણું આર્ટિકલ્સ ધરાવતા ‘કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા’નો જન્મ થયો. તે સંવિધાન સાથે રહીને આપણે પણ દરેક ભારતીયને આપણા જીવનને વધુ સારું ઘડવા, જીવન સર્વાર્થે સંતોષકારક બનાવવાનું નિશ્ચિત કરીને તે અમલમાં લાવવા માટે પ્રયાસ કરવાની તૈયારી રાખીએ તો વ્યક્તિ-વ્યક્તિથી બનેલો ભારતીય પ્રજાસત્તાક ખરા અર્થમાં ચિરાયુ બનશે.
એક વખત રવિવારે ઘરે હતી ત્યારે મારું મનગમતું કામ હાથમાં લીધું હતું. તે હતું સાફસફાઈનું. હાથ કામ કરતા હતા ત્યારે કાન અને માથાને થોડું ખાદ્ય આપીએ એ વિચારથી જ્ઞાનોપાસક હસ્તીઓની મુલાકાતો યુટ્યુબ પર શરૂ કરી. પહેલી મુલાકાત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને રાજકારણના ગાઢ અભ્યાસુ ‘બ્રેકઆઉટ નેશન્સ’ના લેખક રૂચિર શર્માની હતી. દુનિયાની અર્થવ્યવસ્થા, ભારતનું સ્થાન, અલગ અલગ દેશોની પ્રગતિનો આલેખ એમ અનેક વિષયોનો પરામર્શ લેવામાં આવતો હતો. આથી અનેક બાબતોનું જ્ઞાન મળીને ચિત્તવૃત્તિ પ્રફુલ્લિત થતી હતી. તે જ મુલાકાતમાં એક પ્રશ્ન હતો કે, ગૂગલ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા, અડોબના સીઈઓ શંતનુ નારાયણ, માસ્ટરકાર્ડના સીઈઓ અજયપાલ બાંગા, પેપ્સીકોના ફોર્મર સીઈઓ ઈન્દ્રા નૂયી... આવા અનેક ભારતીયોએ દુનિયાની મહાકાય કંપનીઓનું નેતૃત્વ કર્યું છે અથવા કરી રહ્યાં છે તેનું ચોક્કસ કારણ શું છે? તેમણે કહ્યું, ‘ઈન્ડિયન આર રૂલિંગ બિકોઝ દેે હેવ હેડ એન્ડ હાર્ટ.’ વાવ! વ્હોટ એન આન્સર! બહુ મોટો ઉત્તર તેમણે લિટરલી એક વાક્યમાં આપ્યો હતો. શિક્ષણ, અભ્યાસ, હોશિયારી માણસને જીવનમાં સફળ બનાવે છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ આવું કાંઈક ભવ્ય-દિવ્ય કરવાનું હોય તો હેડ એન્ડ હાર્ટ વચ્ચે એકસૂત્રતા હોવી જોઈએ, તેનો સમન્વય સાધી શકવો જોઈએ. આપણો ભારત અને આપણે તે બાબતમાં સદનસીબ છીએ. આપણું મશીન થયું નથી, ઈમોશન્સને હજુ પણ આપણે આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન આપીએ છીએ જે આપણી ખરી શક્તિ છે, ફક્ત તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરતાં આવડવો જોઈએ.
એકાદ મહાકાય કંપનીનું કહો, અમારી જેવી નાની કંપનીનું કહો કે અમારા ટુર મેનેજર્સનું કહો? વ્હાય એવરીવન મેક્સ અ ડિફરન્સ? તેનું કારણ છે હેડ અને હાર્ટનો ઉત્કૃષ્ટ સમન્વય. દુનિયામાં કોઈ પણ સ્થળદર્શન બધા માટે સેમ જ છે. દરેક સહેલગાહ અને તેમાં આપવામાં આવનારી બધી સર્વિસીસ પણ સેમ જ છે. તો પછી વીણા વર્લ્ડ જ શા માટે? આ પ્રશ્ન કોઈને પણ પડશે અને ત્યાં જ આવે છે વીણા વર્લ્ડના એક્સપર્ટ ટુર મેનેજર. ટુર મેનેજર્સ મેક અ લોટ ઓફ ડિફરન્સ! સહેલગાહમાં તમે કેટલી મજા લાવો છો? એકાદ અડચણ ઉદ્ભવે તો તેનો કઈ રીતે સામનો કરો છો તેના પર આધાર હોય છે અને ચોવીસ કલાક તેમની પડખે રહેલી વીણા વર્લ્ડ ઓફિસ ટીમ પર. ટુર મેનેજર્સ રિફ્રેશર્સ ટ્રેનિંગ અમારા વીણા વર્લ્ડમાંનો એક મહત્ત્વનો ભાગ છે. સતત પોતાને અપગ્રેડ કરતાં રહેવું, દુનિયામાં ઘણાં બધાં સ્થળે વીણા વર્લ્ડના પર્યટકો વધુ સંખ્યામાં દેખાતા હોવા છતાં માથામાં હવા ભરાઈ જવા દેવી નહીં. દુનિયાની મોટી મોટી પર્યટન સંસ્થાઓનો વિચાર કરીએ તો આપણે હજુ બહુ નાના છીએ અને ગમે તેટલા મોટા થઈએ તો પણ પગ જમીન પર અને માથું ધડ પર હોવું જોઈએ. દરેકે પોતાનું કામ મનથી કરવાનું. હેડ અને હાર્ટનો સમન્વય સાધીને એક-એક કરીને નાનાં નાનાં સફળતાનાં શિખરો સર કરીને મોટો વિજય મેળવવાનો. મને ‘કામગાર-કારીગર-કલાકાર’ થિયરી ગમે છે. જે હાથથી કામ કરે તે કામગાર (લેબર), જે હાથ સાથે માથાનો ઉપયોગ કરીને કામ કરે તે કારીગર (ક્રાફ્ટ્સમેન) અને જે હેન્ડ, હેડ અને હાર્ટ એમ ત્રણેયનો ઉપયોગ કરીને કામ કરે તે કલાકાર (આર્ટિસ્ટ). આપણને બધાને પોતપોતાનાં ક્ષેત્રના કલાકાર બનવાનું છે. આ ભાન સતત રાખવામાં આવે તો આપણી પાસેથી ક્યારેય ખોટું કામ નહીં થાય. આ જ અમારી દરેક ટ્રેનિંગનો મહત્ત્વનો ભાગ હોય છે.
આપણી આસપાસ સફળતા અને નિષ્ફળતાના અનેક દાખલા દેખાય છે, જે આપણા ઉત્તમ માર્ગદર્શક નીવડે છે. જરા ઊંડાણમાં જઈને વિચાર કરવામાં આવે તો આવા અનેક દાખલામાં હેડ અને હાર્ટનું સિન્ક્રોનાઈઝેશન ગડમથલ ખાધેલું જોવા મળે છે. એક્ચ્યુઅલી હેડ એટલે એક શિસ્તપ્રિય વાસ્તવદર્શી બાપ છે અને હાર્ટ એટલે બધા પર પ્રેમ કરનારી માતા. કુટુંબમાં હોઈએ ત્યારે આપણે પોતાને માટે-પોતાને શિસ્તમાં રાખવા માટે માથાનો ઉપયોગ કરવો જોઈએ, ટૂંકમાં આપણે આપણા બાપ બનવું જોઈએ, પરંતુ કુટુંબ માટે આપણે હાર્ટનો ઉપયોગ કરવો જોઈએ, આપણને બધાની માતા બનતાં આવડવું જોઈએ. કુટુંબ- મિત્રો- બહેનપણીઓ આ હાર્ટનો મામલો હોય છે, તે જ વ્યવસાયમાં-કાર્યાલયમાં હેડનો હાથ ઉપર હોય છે, ત્યાં નફો-નુકસાન-સ્વાર્થ આ બાબતો હોય છે. રાજકારણમાંની મૈત્રી જો આપણે જોઈએ તો ત્યાં સો ટકા ‘હેડ’ રાજ્ય કરતું હોય છે. હાર્ટને મોટા ભાગે ત્યાં નો એન્ટ્રી હોય છે. બલકે, એકદમ પ્રતિબંધ હોય છે. ટૂંકમાં આપણે જે નિર્ભેળ મૈત્રી અથવા નાતોસંબંધ કરીએ તે પ્યોરલી હાર્ટનો મામલો હોય છે.
કલયુગમાં રહેતી વખતે ફક્ત હાર્ટનો અમલ આપણી પર હોય તો આપણે લોકપ્રિય બનીશું પણ વ્યાવહારિક જગતમાં કદાચ નિષ્ફળ નીવડીશું. જો આપણે ફક્ત હેડને આપણી પર રાજ કરવા દઈએ તો આપણે આપણા વ્યવસાયમાં અથવા કરિયરમાં સફળતાનાં શિખરો સર કરીશું પણ તે સમયે કદાચ આપણે આપણા માણસો અને સમાજથી દૂર ગયા હોઈશું, એટલે કે, આસપાસના માણસો હશે પણ તે મનથી આપણી સાથે નહીં હોય. આથી જ માનસિક, કૌટુંબિક, વ્યાવસાયિક ઉત્કર્ષ ખરા અર્થમાં સાધવો હોય તો આપણું માથું કાયમ ઠેકાણે હોવું જોઈએ અને હૃદયમાં બધા પ્રત્યે કૃતજ્ઞતા, પ્રેમ, આદરનો વસવાટ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક માથું ગરમ થશે પણ શીતલ શાંત લવિંગ હાર્ટથી તેને ઠંડું કરતાં આવડવું જોઈએ. અને હા, આપણને આપણું પોતાનું વ્યક્તિત્વ જોખતાં આવડવું જોઈએ. આપણું હેડ સ્ટ્રોંગ છે કે હાર્ટ તે સમજાવું જોઈએ, જેથી નિર્ણય લેતી વખતે આપણા વીકનેસીસ પર આપણે કામ કરી શકીએ. અનેક સફળ બિઝનેસમેનની બાબતમાં આપણે જોઈએ કે તેઓ ગટ ફીલિંગથી એટલે કે હાર્ટ શું કહે છે તે સાંભળીને બિઝનેસ ડિસિઝન્સ લે છે અને પછી હેડનો-માથાનો ઉપયોગ કરીને તે નિર્ણય કાર્યાન્વિત કરે છે, સફળતા મેળવે છે. આપણને પણ અનેક વાર જણાય છે કે આપણું હાર્ટ એક કહે છે અને હેડ બીજું કાંઈક કહે છે. મોટે ભાગે તો તે ચેતવણી આપતું હોય છે. અનેક વાર આ બંને આપણને એકદમ મૂંઝવણમાં પણ મૂકી દે છે. તે બંનેનો એકમત થવા આપણને હાર્ટ-ટુ-હેડ દુનિયાનો સૌથી લાંબો પ્રવાસ કરવો પડે છે. તે જ્યારે વધુમાં વધુ જલદ ગતિથી કરી શકાશે ત્યારે આ બંનેનો સમન્વય ફાસ્ટ સાધી શકાશે, તેટલી જીવનની લંબાઈ સારી રીતે જીતી શકાશે. ચાલો, હવે વધુ સજાગ બનીએ, માથું શાંત રાખીને, લેટ્સ લિસન ટુ અવર હાર્ટ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.