આપણા વ્યક્તિગત અને વ્યાવસાયિક ઘડતરમાં ક્યારેક ગત સમયની મહાન હસ્તી તો ક્યારેક રામાયણ મહાભારતની વ્યક્તિરેખા તો ક્યારેક આપણા જ સમયની યશોગાથા આપણને પ્રેરણા આપતી હોય છે. તેમને કૃતજ્ઞતાપૂર્ણ સલામ કરતી વખતે મને વધુ એક મોટા પ્રેરણાસ્રોતના આભાર માનવાના છે અને તે હિમાલયના છે. તેણે જ તો અમને વ્યવસાયમાં સફળતાના માર્ગ પર લાવ્યા છે, તેનો સિંહફાળો છે એમ કહેવામા પણ કોઈ વાંધો નથી.
બે અઠવાડિયા પૂર્વે હું દુબઈ ગઈ હતી, વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલના યંગ એન્ડ એનર્જેંટિક- અતિઉત્સાહી યુવાનો-યુવતીઓને મળવા માટે. દુબઈમાં અમારી સહેલગાહની તે આલીશાન હોટેલમા સુંદર રૂમમાં મને મસ્ત શાંતિ મળી હતી. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ તરફ એકચિત્તે અને તટસ્થ રીતે જોઈ શકાયુ. તે દિવસે તે શાંત એકચિત્તમાં મારી નજરો સામે ભવ્ય-અજસ્ર- અતુલનીય- અપ્રતિમ હિમાલય આવ્યુ. તે આપણા ભારતનો જ નહીં પણ મને પણ મારો આધાર લાગ્યો. હુ જેટલો તેનો વિચાર કરુછુ તેટલો હિમાલય મને જીવનનુ અવિભાજ્ય અંગ લાગે છે અથવા આપણા બધાના જીવનને તેનુ અટળ સ્થાન મહેસૂસ થવા લાગે છે. હિમાલય હતો તેથી જ ભારતમાં પર્યટનની શરૂઆત થઈ એવુ કહેવામા કોઈ અતિશયોક્તિ નથી. સાઈઠેક વર્ષ પૂર્વે મારા કાકાએ કાશ્મીર સહેલગાહ શરૂ કરી. આ પછી વડીલોએ તે કામ આગળ ધપાવ્યુ અને હવે અમારી પેઢી તેમ જ અમારી આગળની પેઢી પણ તેમા ઊતરી છે. સમયાતરે વ્યવસાય અલગ થયા પણ અચલ- અટળ રહ્યુ તે પર્યટન ક્ષેત્ર અને હિમાલય. પહેલી વાર પ્રત્યક્ષ આપણે આ બરફાચ્છાદિત પહાડ જોઈએ ત્યારે ખુશીથી રીતસર ઘેલા થઈ જઈએ છીએ. યાદ તો કરી જુઓ, તમારુ પહેલુ એન્કાઉન્ટર આ હિમાલયના સ્નોઈ માઉન્ટ સંગાથનું. ઈટ્સ અમેઝિંગ ફીલિંગ! તે ખુશીની અને અનુભૂતિની તુલના કોઈની સાથે થઈ નહીં શકે.
અગાઉ ફક્ત કાશ્મીરની જ સહેલગાહો હતી. કાકા સાથે ભરપૂર સ્પર્ધા ચાલતી, કોની સહેલગાહ ઉત્કૃષ્ટ? કોના પર્યટકો વધુ ખુશ? આ પરથી અદૃશ્ય સ્પર્ધા ચાલતી. તે સમયે એક્ચ્યુઅલી મારા મનમા પહેલી વાર વિચાર આવ્યો કે કાશ્મીર પરથી રસ્સીખેંચ કરવા કરતા આપણે કાંઈક અલગ નિર્માણ કરીએ. જોકે તે અનોખાપણામાં બરફ-સ્નો-પહાડ- ઠંડી હવા-નદીઓ- નાળાઓનુ અટળ સ્થાન હતુ, કારણ કે પર્યટકો તે માટે જ તો પર્યટન કરતા હતા. મેં હિમાચલ પ્રદેશના શાંત નિસર્ગરમ્ય રાજ્યનો પ્રવાસ કર્યો અને પહેલી વાર મોટા પ્રમાણમા વ્યાવસાયિક દૃષ્ટિથી હિમાચલ પ્રદેશની સહેલગાહ શરૂ કરી. મહારાષ્ટ્રમાંથી વધુમા વધુ પર્યટકો હિમાચલ પ્રદેશમાં જવા પ્રેરિત થયા તેમા અમારુ મોટુ યોગદાન છે. સ્પર્ધામા અમે એક બાજુ કાશ્મીર-કાશ્મીર રમતા હતા પણ હિમાચલે-હિમાલયના પગથિયે બેઠેલા આ નિસર્ગસુંદર રાજ્યએ વ્યવસાયવ્યાપીની સંકલ્પના અમારી અંદર કેળવી. આ પછી મને ઘેલું લાગ્યું હિમાલયના પગથિયે રહેલા નિસર્ગસુંદર સ્થળો શોધવાનુ અને ત્યાની સહેલગાહ શરૂ કરવાની. એક જ બાબતમાં અટકી રહેવુ, તેમા સ્પર્ધા કરતા રહેવુ એટલે વ્યવસાયને ને આપણી ઊર્જા વેડફાય છે. આ બાબત વ્યવસાયમાં આવતા જ ભાનમાં આવ્યું. તે સારુ થયુ. કાશ્મીર અમે ચાલુ રાખ્યુ હતુ પણ હિમાચલ, નૈનિતાલ, સિક્કિમ, દાર્જીલિંગ રાજ્ય અને હિમાલયની માલિકી ધરાવતું ભારતનું નિકટવર્તી નેપાળ, ભૂતાન જેવા દેશ પણ અમારા પર્યટકો માટે કબજો કરીને રાખવાથી કાશ્મીર થોડો સમય બંધ થયુ હતું ત્યારે અમને ફટકો જરૂર પડ્યો હતો, પરતુ વ્યવસાય બંધ નહીં કરવો પડ્યો. સમયાતરે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે તેને ‘બિઝનેસ કન્ટિન્યુઅલ સ્ટ્રેટેજી’ કહેવાય છે તે સમજાયુ. અહીં એ વાત લાગું થાય છે કે અમે ભૂતકાળમાં ફક્ત કાશ્મીરમાં અટવાઈ રહ્યા હતા, અર્થાત વર્તમાનમાં તેના પર પકડ ઢીલી થવા દીદી નહીં પણ ભવિષ્ય કાળ પર નજર રાખીને અન્ય બાબતો નિર્માણ કરી, જેને લીધે બિઝનેસ આજ સુધી ચાલુ રહ્યો છે, અનેક પરિવર્તનો આવવા છતા.
ક્યાંક સ્થિરતા આવી એટલે ભગવાન કહે છે, ‘ચાલો, હવે વધુ કાઈક નવું કરો.’ અને ભગવાનનું અમે શાંતિથી સાભળીએ છીએ, કારણ કે એક સમજાયું છે, ‘ભગવાનનો અને મારો એક સુંદર સંબંધ છે જ્યા હુ ભગવાન પાસે કાંઈક માંગતી નથી અને ભગવાન મને કશું ઓછુ પડવા દેતો નથી.’ આ જ રીતે ભગવાનની આજ્ઞાનુ અક્ષરશ: પાલન કરીને અમે વીણા વર્લ્ડ શરૂ કરી. હવે ફરી તે જ પરિસ્થિતિ આવવાની હતી પાત્રીસ વર્ષ પૂર્વેની કાશ્મીર-કાશ્મીર રસ્સીખેંચની. જોકે આમ છતા ફરી એક વાર ફક્ત જે થાય છે તેમા જ અટવાઈ રહેવાનું નહોતુ અને ત્યા મદદે આવ્યુ હિમાલય. તેના પગથિયે નોર્થ ઈસ્ટની સેવન સિસ્ટર્સ સહેલગાહ શરૂ કરી અને તે મુશ્કેલ અનડેવલપ્ડ રાજ્યોમાં પણ હજારો પર્યટકોને લઈ જઈને લાવ્યા. આ સાથે મોટે પાયે અમે હિમાલયની ટોચે, એટલે કે, લેહ લડાખની સહેલગાહ શરૂ કરી. હમણાં સુધી ત્યા વુમન્સ સ્પેશિયલ લઈ જવાઈ નહોતી. પહેલી સહેલગાહ ‘વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ લેહ લડાખ’ જાહેર કરી અને બસ્સોથી વધુ મહિલાઓએ તે એક મહિનાની અંદર હાઉસફુલ કરી નાખી. હવે ચાર વર્ષની આ સંખ્યા મહિલાઓએ મળીને દર વર્ષે સાડા-ત્રણસો સુધી પહોંચાડી દીધી છે. લેહ લડાખ ‘ટુ બી ઓર નોટ ટુ બી’વાળુ ડેસ્ટિનેશન. ઘરમા ચર્ચા નક્કી હોય છે, ‘જવુ જ જોઈએ કે?’ મનમાંં એક અલગ ડર ધરબાયેલો હોય છે. જોકે ગયા પાચ વર્ષમા હજારો પર્યટકોને લેહ લડાખ લઈ જઈ લાવ્યા પછી પર્યટકો બિન્દાસ્ત ત્યા આવવા લાગ્યા છે. સ્થાનિકોની અર્થવ્યવસ્થાને પણ ગતિ મળવામાં યોગદાન મળવાનુ શરૂ થવાથી તેમનો પણ સારો સહયોગ લેહ લડાખના કારગિલ, નુબ્રા, પેંગોંગ જેવા સર્વ સ્થળદર્શનના સ્થળે મળે છે. અજસ્ર પહાડોની, ખીણોની, ઊંચી ઊંચી દીવાલો પાર કરવી હોય તો લેહ લડાખ જરૂર જવુ જોઈએ. ‘ડર કે આગે જીત હૈ!’ એ દરેક મહિલાના ચહેરા પર મને દેખાય છે. અને સૌથી વધુ મહત્ત્વનું એ છે કે આપણે જ્યા જવા માટે ડરીએ છીએ ત્યા આપણા જવાન અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણી સીમાનુ રક્ષણ કરવા માટે જાનની બાજી લગાવી રહ્યા છે તે જ્યારે નજરે પડે છે ત્યારે આપણને હિંમતની અને તેમની જાનની બાજી લગાવનારી છાતીની-સાહસની કલ્પનાનો અહેસાસ થાય છે અને નતમસ્તક થઈ જઈએ છીએ. આ અનોખી અનુભૂતિ જીવનમાં ખમતીધર રીતે ટકાવી રાખવા માટે કારણભૂત બને છે. ‘જય જવાન’ એવુ ભીતરથી નીકળીને હિમાલયની તે પહાડીઓ સામે બંને હાથ જોડીને હું કહું છુ‘, તુ છે તેથી જ!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.