એકલાએ આગળ જવુ? બધાની જોડે જવુ? બધાને જોડે લઈને જવુ? આ પ્રશ્ન હાલમા મહારાષ્ટ્રના રાજકારણમા એકદમ જટિલ બની ગયો છે. એકલાએ જવુ સાહસનુ અને ભયજનક પણ છે. અર્થાત, આપણે તે પાર પાડીએ તો તેના જેવી બીજી કોઈ ખુશી અને સતોષ નહીં. જોકે જોડે જવાનુ કહીએ તો એકત્રિત રીતે બધાની જોડે અથવા બધાને જોડે લઈને જવુ હોય તો તેના અમુક નિયમો છે. માનસિકતા છે, જે અગીકાર કરવા જ પડે. એક વાર જો તેમા આપણે ખરા ઊતર્યા તો આનદ અને સતોષ બે ગણો અને ત્રણ ગણો પણ વધે છે. પર્યટનમા પણ એવુ જ છે.
હાલમા નાશિકના વોવ મિસ્ટ્રીજા શોભનાતાઈ દાતાર ઓફિસમા આવ્યા હતા. તેઓ આવતા જ તેમને પૂછ્યુ ‘તો પછી હવે કયો ખડ જોવા જવાના છો?’ તેમની વિશિષ્ટતા એ છે કે તેમણે એકલાને પર્યટન કરવાનુ બહુ ગમે છે અને તેમને તેમના મન જેવી કસ્ટમાઈઝ્ડ હોલીડે બનાવી આપવા માટે અમારી ટીમ ખુશીથી તૈયાર હોય છે. શોભનાતાઈ ‘એક્સપ્લોરર’ કેટેગરીના છે. ‘આઈ કેન ટ્રૅવ્હલ અલોન અરાઉન્ડ દ વર્લ્ડ’ એવી તેમની સાહસિક માનસિકતા મને ગમે છે. એકલાએ પર્યટન કરવુ જેમને જેમને ફાવે તેમણે તે ક્યારેક કરવુ જોઈએ એવુ મને લાગે છે. અલગ અલગ પર્યટન સ્થળો ખાતે ફરતી વખતે આપણે પોતાને પણ શોધી કાઢીએ છીએ. પોતાની નવેસરથી ઓળખ, પોતાનો વધતો આત્મવિશ્વાસ, ‘યસ! આય કેન’ની ખુશી અને અનેક નવા દેશ જોયાનો સતોષ, એવુ ફલિત આ રીતે સોલો- એકલાએ પર્યટન કરનારાનુ હોય છે. આ વખતે જોકે શોભનાતાઈ તેમની બહેનપણી સાથે આવ્યા હતા અને તેમને યુરોપ જવાનુ હતુ. આથી કહ્યુ, ‘તમને અમે મસ્ત કસ્ટમાઈઝડ પેકેજ યુરોપનુ બનાવીને આપીશુ, સચ અ લવલી કોન્ટિનેન્ટ!’ તેમણે તરત જ સામે જવાબ આપ્યો, ‘નહીં, આ વખતે અમે ગ્રુપ ટુર જોડે જવા માગીએ છીએ’ હુ આશ્ચર્યમા મુકાઈ ગઈ, પણ મને તેમનો નિર્ણય પણ ગમ્યો, કારણ કે મારી સલાહ હોય છે કે યુરોપનો વિચાર કરનારા પર્યટકોએ ‘ગ્રુપ ટુરથી જવુ જોઈએ.’
યુરોપ ભાષા-ભોજન-ભૂગોળની બાબતમા સપૂર્ણ અલગ છે. બહાર નીકળ્યા, હાથ બતાવ્યા, ટેક્સી રોકી, રેસ્ટોરન્ટમા જઈને જોઈએ તે ખાધુ એટલુ તે આસાન નથી. યુરોપના અનેક દેશોનો ઈંગ્લિશ ભાષા પર ગુસ્સો અને તેટલો જ પ્રેમ તેમને તેમની પોતાની ભાષા, આથી તમ્હે કાયમ જતા-ફ્રિકવેન્ટ ટ્રૅવ્હલર નહીં હો તો મૂઝવણમા- ગૂચમા મુકાઈ જવાય છે. વધુ એક બાબત એ કે યુરોપ ખડના દેશ નજીક નજીક હોવા છતા પર્યટન સ્થળો ખાસ્સા એકબીજાથી દૂર છે. ગ્રુપ ટુરના દરેક દિવસોનો આકણી કરેલો કાર્યક્રમ અને સગાથે વીણા વર્લ્ડ ટુર મેનેજર હોવાથી નક્કી થયેલા સમયે બધુ બરોબર પાર પાડે છે અને પર્યટકોને એકઝાટકે ઘણુ બધુ જોવા મળે છે. ગ્રુપ ટુરમા જવાનો તેમનો નિર્ણય યોગ્ય જ હતો, આથી હવે તેમનો બીજો પ્રશ્ન હતો, ‘કેટલા દિવસની સહેલગાહ લઉં?’ આ પ્રશ્ન અપેક્ષિત હોય છે, કારણ કે વીણા વર્લ્ડ પાસે યુરોપના નેઉં વિકલ્પ ગ્રુપ ટુરના છે. વિકલ્પ જેટલા વધુ તેટલી પસદગીની પ્રક્રિયા મુશ્કેલ બને છે એ સ્વાભાવિક છે. જોકે વધુ વિકલ્પ આપણને જે ચોક્કસ જોઈએ તે આપે છે. આપણે ડ્રિલ ડાઉન કરીને આપણી પસદગી અનુસાર, સગવડતા અનુસાર અને બજેટ અનુસાર આપણને જોઈએ તે સહેલગાહ પસદ કરી શકીએ છીએ. અમારી ટીમે બધી સહેલગાહની માહિતી આપ્યા પછી તેમણે પદર દિવસની યુરોપિયન જ્વેલ્સ નામે દસ દેશની મુલાકાત લેનારી સહેલગાહ નિશ્ચિત કરી અને કહ્યુ, ‘એક વાર જઈ રહ્યા છીએ તો બધુ જ જોઈ લઈએ.’ અહીં શોભનાતાઈએ પોતાને સોલો ટ્રૅવ્હલરમાથી ‘ટુગેધર વી ટ્રેવેલ’મા બદલ્યા હતા.
ગ્રુપ ટુર કરનારા પર્યટકોનુ આ નિશ્ચિત વાક્ય છે. ‘એક વાર જઈ રહ્યા છીએ તો વધુમા વધુ જોઈ લઈએ.’ આ ફક્ત વાક્ય નથી પરતુ તે માનસિકતા છે જેનો અમે આદર કરીએ છીએ અને દેશોદેશના ટ્રાન્સપોર્ટ-નિયમોનો આદર કરીને, તેમના ‘દિવસભરમા વાહન કેટલી વાર ચલાવવાના’ એ નક્કી થયેલા કલાક પ્રમાણે સહેલગાહ કાર્યક્રમની આકણી કરીએ છીએ. વીણા વર્લ્ડા એક્સપર્ટ ટુર મેનેજર તે મુજબ સરળતાી સપૂર્ણ કાર્યક્રમ ઘડી આપે છે. અમને ગર્વ થાય છે કે દર વર્ષે અમે લગભગ વીસ હજાર પર્યટકોને યુરોપ અમેરિકાની સહેલગાહ કરાવીએ છીએ, જેમને સહેલગાહનો તે બધો ભરચક કાર્યક્રમ ગમે છે.
શક્યતો પર્યટકો એક જ સ્થળે ફરી ફરી જતા નથી, કારણ કે એક જીવનમા દુનિયા જોઈ લેવાનુ અશક્ય છે. તો પછી દરેક વાર નવા પર્યટન સ્થળ-નવા દેશ નહીં જોઈએ શુ? આવો વિચાર પર્યટક કરે છે અને તેથી જ દરેક સહેલગાહમા જેટલુ વધુ બતાવી શકાય તેટલુ બતાવવાનો અમારો પ્રયાસ હોય છે. પર્યટકોને ભરેલા પૈસાનુ સપૂર્ણ વળતર મળવુ જોઈએ. અહીં એક ખર્ચ બતાવવાનો અને ત્યા ગયા પછી ઓપ્શનલને નામે પૈસા ઊઘરાવવાનુ એવુ અમે કરતા નથી. ‘અરે તમે લડનમા જઈને આ જોયુ નહીં?’ ‘ઓસ્ટ્રેલિયામા જઈને ફિલિપ આઈલેન્ડ કર્યું નહીં?’ અથવા ’નાયગરાની હેલિકોપ્ટર રાઈડ કરી કે નહીં?’ ‘લાસ વેગાસમા ગ્રાન્ડ કેનિયન એ હુવર ડેમ જોયુ કે નહીં?’ આવા પ્રશ્નો પૂછીને કોઈ ટોણો નહીં મારે તેથી જ્યા જ્યા શક્ય છે ત્યા ત્યા મહત્ત્વની બધી બાબતો સમાવિષ્ટ છે. બધી બાબતો ઓપ્શનલ રાખવામા આવે અને તે પર્યટકોને બેફામ વધુ પૈસા ભરાવવામા આવે ત્યારે વધુ એક બાબત બને છે સહેલગાહમા અને તે છે જેમની પાસે પૈસા હોય છે તેઓ આ ઓપ્શનલ સાઈટસીઈંગ કરે છે. બાકી બધાને ‘આપણે શુ કરવાનુ હવે?’ એવો પ્રશ્ન પડે છે. ડિસ્ક્રિમિનેશન શરૂ થાય છે. આ મેં પોતે મારી પહેલીવહેલી સ્કેન્ડિનેવિયાની સહેલગાહમા જ્યારે લડનની એક સહેલગાહ સસ્થા મારફત ગઈ હતી ત્યારે અનુભવ્યુ હતુ. તે સમયે જ નક્કી કરી નાખ્યુ કે, ‘સહેલગાહમા પૈસાની મગજમારી નહીં જોઈએ. આથી નિરાશ-ઉદાસ થવાનો વારો આવતો નથી. આપણી સહેલગાહમા આપણા ભારતીય પર્યટકોને આપણે જેટલુ બતાવી શકીએ તેટલુ બતાવવાનુ.’ આ બાબત અમારા પર્યટકોને ગમી ગઈ છે. તેના જ પરિપક્વ રૂપે ભારતમાથી દર વર્ષે વધુમા વધુ પર્યટકો વીણા વર્લ્ડ સગાથે યુરોપ અમેરિકામા જાય છે.
શોભનાતાઈ અને તેમની બહેનપણીએ ગ્રુપ ટુરમા જવાનુ પાક્કુ કર્યું, સામાન્ય રીતે કઈ, કેટલા દિવસની સહેલગાહ લેવાની તે પણ નક્કી કર્યું. હવે તેમનો પ્રશ્ન હતો જનરલ ફેમિલી ટુર લઈએ કે વુમન્સ સ્પેશિયલ કે સિનિયર્સ સ્પેશિયલમા જઈએ? આ પણ મહત્ત્વનો પ્રશ્ન હતો.
વીણા વર્લ્ડનો સૌથી મોટો બિઝનેસ પોપ્યુલર ફેમિલી ટુર્સનો છે. પચોત્તેર ટકા પર્યટકો આ સહેલગાહ લે છે. સિનિયર્સ સ્પેશિયલ, વુમન્સ સ્પેશિયલ મળીને દર વર્ષે દસથી બાર હજાર પર્યટકો વીણા વર્લ્ડ સગાથે દેશવિદેશમા પર્યટન કરે છે. આ વર્ષે આ સખ્યા વીસ હજાર સુધી પહોંચશે એવો અમારો અદાજ છે, કારણ કે તે એટલી લોકપ્રિય બની છે. સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહની શરૂઆત મેં મુખ્યત્વે જ્યે:ોંે કરિયર-વ્યવસાયમાથી નિવૃત્તિ લીધા પછી ‘હવે સમય કઈ રીતે પસાર કરવાનો?’ આ પ્રશ્ન નહીં ઉદ્ભવે તે માટે કરી હતી. આ જ રીતે ‘રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ, વી કેન રોમ અરાઉન્ડ દ વર્લ્ડ’ એવો આત્મવિશ્વાસ વધારવા માટે પણ કરી હતી. હુ પોતે જ્યારે ટુર મેનેજર તરીકે સહેલગાહ કરતી ત્યારે એક બાબત ધ્યાનમા આવી કે પોપ્યુલર ફેમિલી ટુર્સમા નાનાથી લઈ મોટાઓ સુધી બધા વયજૂથના પર્યટકો હોય છે. સિનિયર પર્યટકોનો પેસ યગસ્ટર્સને સ્લો લાગતો. કોઈ કશુ બોલ્યુ નહીં છતા નજર ઘણુ બધુ બોલી જતી હતી. અમુક પર્યટકો તો સૂચના પણ કરતા કે ‘અરે યગસ્ટર્સની અલગ સહેલગાહ કરો અને સિનિયર્સની અલગ કરો. મારુ કહેવાનુ એવુ હતુ કે ‘ભારતમા એકત્ર કુટુબ પદ્ધતિ છે. નાના-મોટા ખુશીથી રહેવાની આદત છે તે જ રીતે આ આણી ફેમિલી ટુર છે. અહીં પણ ખુશીથી સહેલગાહ પાર પાડીએ.’ અને તેવુ બની પણ રહ્યુ છે. જોકે ધીમે ધીમે મને પણ જણાવા લાગ્યુ કે સિનિયર્સની અલગ સહેલગાહ કેટેગરી કરીએ, જેથી સહેલગાહનો પેસ એક જ રાખી શકાય અને આ સ્ટ્રેટેજી સફળ થઈ. આ સહેલગાહ શરૂ થઈ ત્યારથી આજ સુધી તેની લોકપ્રિયતા વધી રહી છે.
વુમન્સ સ્પેશિયલ મહિલાઓની મનગમતી સહેલગાહ છે. ‘લેટ્સ એન્જોય અવર મી ટાઈમ! વી ડિઝર્વ ઈટ’ આ સકલ્પનાથી આ સહેલગાહ શરૂ થઈ અને તે વીણા વર્લ્ડની સરતાજ બની ગઈ. અહીં દરેક મહિલા પોતાના વિશ્વસમા મગ્ન હોય છે. તેને નવેસરથી તે મળેલુ હોય છે. જે કાઈ જીવનની દોડધામમા કરવા મળ્યુ નહીં તે બધુ અહીં કરતી હોય છે. સર્વ ખુશીનો મામલો. અહીં કોઈને એકબીજા પાસે જોવાનો સમય હોતો નથી. ડિસન્સી-ડિગ્નિટી-સેફ્ટી-સિક્યુરિટી-વિશ્વાસ જેવી બાબતોમા અનુકૂળ આ સહેલગાહ દરેક કુટુબે તેમના ઘરની મહિલાની ‘જરૂર’ તરીકે સ્વીકારી છે એ મોટી સફળતા આ સહેલગાહની છે. વુમન્સ સ્પેશિયલ સહેલગાહમા આ વર્ષે અમે યુરોપ અને જાપાન માટે રેગ્યુલર વુમન્સ સ્પેશિયલ સાથે ‘ગર્લ્સ બીલો ફોર્ટી’ કેટેગરી લાવ્યા છીએ. આથી સિંગલ યગસ્ટર્સને-કોલેજ ગોઅર્સને તેનો ફાયદો થશે. અને હા, વુમન્સ સ્પેશિયલનો વિષય આવ્યો જ છે તો વધુ એક નવી બાબત અમે આ વર્ષે કરી રહ્યા છીએ અને તે છે ૨૦૨૦-ઝ૨૦ વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામા છે તે માટે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલની ત્રણ સહેલગાહ લાવ્યા છીએ. પર્થ વાકા ગ્રાઉન્ડ-સિડની શો ગ્રાઉન્ડ અને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખઈૠ પર થનારી ઓપનિંગ/ફાઈનલ મેચમા આપણી વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલમા જનારી મહિલાઓ સહેલગાહ સાથે આ વુમન્સ વર્લ્ડ કપ ક્રિકેટનો રોમાચ પણ અનુભવી શકશે. નિત્ય નવુ કાઈક અમે લઈને આવીએ છીએ અને અમારા પર્યટકો તેને ટેકો આપીને અમારો ઉત્સાહ બે ગણો વધારે છે તે માટે તેમનો મન:પૂર્વક આભાર.
આ ત્રણેય ટુર્સની ખાસિયત સાભળ્યા પછી શોભનાતાઈએ અને તેમની બહેનપણીએ ચાર મે ની પદર દિવસની વુમન્સ સ્પેશિયલ યુરોપ ટુર પસદ કરી. સોલો-ટુગેદર-વુમન્સ સ્પેશિયલ એવો તેમનો મનગમતો પ્રવાસ થયો અને અમને પણ સારુ લાગ્યુ, કારણ કે તે સહેલગાહમા કાયમના બધા સ્થળદર્શન સાથે એમ્સ્ટરડેમના રગબેરગી ફડ્ઢલોથી ખીલેલુ ટ્યુલિપ ગાર્ડન્સ જોવા મળવાના છે.
સોલો ટ્રાવેલર હોય કે ફેમિલી ગ્રુપ ટુર હોય કે વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ જેવી સ્પેશિયાલિટી ટુર, પર્યટકોએ પોતાની પસદગી- સ્વભાવ આ બધો વિચાર કરીને સહેલગાહ ચૂટવી જોઈએ અથવા જો ‘મી-માયસેલ્ફ-માય ફેમિલી’ એટલે મારા કુટુબ સાથે મને પ્રાઈવેટ ટાઈમ જોઈતો હોય તો અમારી પાસેથી કસ્ટમાઈઝ્ડ હોલીડે બનાવી લો. જેમને જે જોઈએ તે આપવા માટે વીણા વર્લ્ડ કટિબદ્ધ છે.
જતા જતા વધુ એક સલાહ આપુ છુ, ૨૦૨૦મા વીણા વર્લ્ડ સગાથે યુરોપ અમેરિકા જવા નીકળેલા પર્યટકોની વિઝા પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. અનેકોના યુએસએ વિઝા થઈ પણ ગયા છે. તમે પાછળ નહીં રહી જતા, કારણ કે આ વર્ષે યુરોપ-અમેરિકામા જનારા પર્યટકોનો રીતસર મહાપૂર આવવાનો છે, જેથી કોન્સ્યુલેટમા ગિરદી વધવાની છે, વિઝા મળવા આજે દસ-પદર દિવસ લાગે છે તેમા એક-દોઢ મહિના સુધી સમય લાગી શકે છે, આથી સહેલગાહમા જવા મળશે કે નહીં? એવી અનિશ્ચિતતા વધવાની છે. હાલમા મહારાષ્ટ્રના રાજકારણમા ગમે તેટલી અનિશ્ચિતતા હોય તો પણ સહેલગાહ વિશે તમે નિશ્ચિત, નિર્ધાસ્ત અને નિશ્ચિત રહો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.