આજુબાજુની દુનિયા ઝડપભેર બદલાઈ રહી છે, રોજના ચેલેન્જીસ પણ વધવા લાગ્યા છે. આપણે એકાદ બાબત કરવા જઈએ અને વાતાવરણ બદલાઈ જાય છે. ફરી નવો વિચાર, નવી રજૂઆત, નવુ ગણિત. ક્યારેક એકાદ બાબત પર કરેલી મહેનત વેડફાઈ જાય છે તો ક્યારેક આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે. જોકે આ બધામા અટવાઈ નહીં રહેતા નવો જોશ પોતાની અદર અને સમૂહમા જગાડવો પડે છે.
એપ્રિલથી જુન એટલે અમે પર્યટન સસ્થાઓની પીક સીઝન હોય છે. સ્કૂલોને રજાઓ પડતી હોવાથી ગ્રુપ ટુર્સ દ્વારા જતા અથવા કસ્ટમાઈઝ્ડ હોલીડે લઈને ઈન્ડિપેન્ડન્ટ્લી જતા પર્યટકોની અમારા બધા કાર્યાલયોમા ભીડ હોય છે. આ સપૂર્ણ સીઝનના દરેક દિવસોમા રોજના કામોના અને અચાનક સામે આવતા ચેલેન્જીસનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડે છે. આ જ ઉદ્દેશથી સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચમા અમે પ્રી સીઝન મીટ લઈને એકબીજાની માનસિક અને શારીરિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરીએ છીએ. આ વર્ષે પ્રત્યેકી ત્રણસો-સાડાત્રણસો જણની ત્રણ બેચીસમા આ મીટ અમને ડિવાઈડ કરવી પડી. તે દિવસે થોડો સમય અમે શ્રી મનીષ ગુપ્તા- મોટિવેશનલ સ્પીકરને બોલાવ્યા, જેમનો અર્થાત જ મિટિગમા ફાયદો થયો, આગવી રગત આવી. આ જ મિટિગમા તેમણે અમારી ટીમને એક પ્રશ્ર્ન પૂછ્યો, ‘હવે હુ બહુ બોલ્યો, તમે તમારી એકાદ રોજની પર્સનલ- પ્રોફેશનલ લાઈફમા પ્રોબ્લેમ અથવા ચેલેન્જ કહો, જેની પર હુ તમને પ્રેક્ટિકલ સોલ્યુશન આપી શકીશ.’ સામે બેઠેલા સપ્તખડના વિઝા કરવા માટે સહાય કરનારી સો જણની ટીમમા સાઉથ ઈસ્ટ, ફાર ઈસ્ટ એશિયા સેક્ટરનો ઈનચાર્જ અભિષેક જ્ઞાનેએ પ્રશ્ર્ન કર્યો કે, ‘સવારે ઉત્સાહમા હુ ઓફિસમા આવુ છુ, આખા દિવસમા જે કરવાનુ હોય તેની લિસ્ટ સામે હોય છે, કામની શરૂઆત પણ થાય છે અને વચ્ચે જ અચાનક કોઈક જઘજ કામ સામે આવી ચઢે છે. આવા સમયે નક્કી કરેલુ કામ પાછળ રહી જાય છે અને સાજે ઓફિસમાથી નીકળતી વખતે ધ્યાનમા આવે છે કે નક્કી થયેલા કામમાથી અડધા જ કામો થયા છે. આવા સમયે ઉદાસ થવાય છે. હાઉ ટુ હેન્ડલ ધિસ?’
અહીં અભિષેકે આમ જોવા જઈએ તો આજના યુગમા આપણા દરેકનુ પ્રતિનિધિત્વ કર્યું હતુ. રોજ આવી જ કાઈક સિચ્યુએશનમા આપણે જીવતા હોઈએ છીએ. આથી જ સવારે ઓફિસમા આવતી વખતે આપણા કામોની લિસ્ટની બેગ ફુલ - ભરચક ભરીને લાવવાની નહીં. એરલાઈન્સ, હોટેલ્સ, બસેસ વગેરે પર આધાર રાખતો વ્યવસાય હોવાથી નાની - મોટી અડચણો આવતી જ રહે છે. દિવસભરમા આવનારા આવા અનેક અચાનક ઉદભવનારા ચેલેન્જીસ માટે તેમા થોડી ખાલી જગ્યા રાખવાની અને કહેવાનુ, ‘આવવા દો જે પણ નવા ચેલેન્જીસ આવે તેને, મારી બેગમા તેને સમાવી લેવાની જગ્યા છે.’ દિવસને અતે બેગનુ ઓવરલોડ નહીં અને મન પર તેનો તાણ પણ નહીં. આ સતોષ અને આ સતોષકારી મનથી ઘરે જઈએ ત્યારે ઘરવાળા સાથે પણ મજેદાર સુસવાદ અને ઘરમા ખુશીનો માહોલ બનાવવાની શક્યતા વધુ વધી જાય છે અને સુદર વાતાવરણ શાતિપૂર્ણ ઊંઘ માટે કારણભૂત ઠરે છે અને આવતીકાલના ઉત્સાહ માટે પણ. ઉદાસીનતા દૂર કરવા માટે આપણે જ પોતાનો ઉકેલ શોધી કાઢી શકીએ છીએ. આપણા પર્સનલ- પ્રોફેશનલ જીવનમા ખુશી આપણે જ વધારી શકીએ છીએ.
આમ જોવા જઈએ તો દિવસભર આપણો ઉત્સાહ ટકી રહેવા માટે આપણને જે કાઈ પ્રેરણા જોઈએ તે આપણી આજુબાજુમા ભરપૂર પ્રમાણમા ઉપલબ્ધ હોય છે. આવનારા જીવનના ચેલેન્જીસનો સામનો કરવા માટે આપણા રોજના કામોનો પસારો વધતો જ રહેવાનો છે. તે માટે આપણી શક્તિ, આપણી સ્ફડ્ઢર્તિ આપણે જ વધારવી જોઈએ. હુ જ્યારે જ્યારે મુબઈમા ઘરે હોઉં છુ ત્યારે ત્યારે તે શક્તિ ક્યાથી મળે છે તેનો વિચાર કર્યો ત્યારે એક- એક વાત નજર સામે આવી. અમારા ઘરની સામે સ્કૂલ છે. સવારે છ વાગ્યે બાળકો મોટી મોટી બેગ પાછળ લટકાવીને ટેનિસ રમવા આવે છે અને સ્વિમિંગ કરવા. ‘ઊઠો- આગે બઢો’ કરીને તે સ્કૂલમા નાના બાળકોને આદર્શ માનીને પછી હુ પણ સ્વિમિંગમા જાઉં છુ અને દિવસ વધુ શક્તિવર્ધક બની જાય છે. અખબારોમા આર્ટિકલ લખવા તે આ જ રીતે મારો ધક્કેલપચા વિષય બને છે. ટાઈમલાઈનનો છેડો એકદમ ટોચે પહોંચે ત્યા સુધી તાણવાનુ ચાલુ હોય છે. પછી મેં અમારી માર્કેટિગ ટીમની યોગિતા હરમળકરને નજર સામે રાખીને તેની પર ઉકેલ શાધ્યો. તેના હાલમા જ લ થયા છે, નવા ઘરમા સેટલ થઈ રહી છે, આર્ટિકલ સમયસર આપીશ તો તે સમયસર ઘેર જઈ શકશે એવો વિચાર મનમા આવ્યો અને મેં તેને સમય પૂર્વે જ આર્ટિકલ આપવાની પોતાની અદર શિસ્ત કેળવી. આનો ફાયદો એ થયો કે હુ અને તે બને સ્ટ્રેસ ફ્રી બન્યા. ‘કેટલુ કરવાનુ યાર, બસ હો ગયા, હુ થાકી ગઈ છુ, હવે મારાથી થતુ નથી’ એવી મન:સ્થિતિ અનેક વાર આવે છે ત્યારે હુ વીણા વર્લ્ડની સારી સારી જાહેરાતો બનાવતા વિભૂતિ ચુરી અને ગાયત્રી નાયક પાસેથી શક્તિ મેળવુ છુ. આ બને રોજ વિરારથી વિદ્યાવિહાર આવે છે. સવાર ચાર વાગ્યે તેમનો દિવસ શરૂ થાય છે અને રાત્રે અગિયાર વાગ્યે પૂરો થાય છે. રોજ સવારે બે કલાક અને સાજે બે કલાક એમ મુબઈનો ધક્કામુક્કીનો લોકલ પ્રવાસ કરીને પણ તેમનો ઉત્સાહ વખાણવાલાયક હોય છે. આવા અનેક લોકો ઓફિસમા છે, કેટલુ ઈન્સ્પિરેશન છે જુઓ ને. શક્તિયુક્ત - સ્ફડ્ઢર્તિયુક્ત આવા આ ટોનિક્સ આપણી આસપાસ જ ઘુમરાયાકરતા હોય છે. અરે, ઘરમા માતા - પિતા, દાદા - દાદીના રોજિંદા ક્રમને જોઈએ તો પણ આપણને આ ટોનિક મળી શકે છે. ખુ૦ી આખે, શાત ચિત્તે અને ભૂખ્યા મનથી આપણે આ પ્રેરણાદાયી બાબતોને આપણી અદર કેળવવી જોઈએ અને તે દ્વારા શક્તિ વધારતા આવડવુ જોઈએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.