એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિલ ઈન દ પિંક, એન્જોય યોરસેલ્ફ,
ઈટ્સ લેટર દેન યુ થિંક યુ વર્ક એન્ડ વર્ક ફોર ઈયર્સ એન્ડ ઈયર્સ,
યુ આર ઓલ્વેઝ ઓન દ ગો, નેવર ટેક અ મિનિટ ઓફ,
ટુ બિઝી મેકિંગ ડે, સમ ડે, યુ સે,
યુ વિલ હેવ યોર ફન... દ ઈયર્સ ગો બાય, એઝ ક્વિક્લી એઝ અ વીક...
એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિક ઈન દ પિંક...
હમણાં જ ઈન્ટરનેટ પર જઈને આ આખું ગીત સાંભળ્યું.
તમારી સાથે તેમા કોઈ સામ્યતા જણાય છે?
ડોરિસ ડેનું ‘એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિલ ઈન ધ પિંક’ ગીત સાંભળ્યા પછી એવું લાગે છે કે સમય બદલાયો, રહેણીકરણી સુધરી, દુનિયા આગળ નીકળી ગઈ પણ ૬૭-૬૮ વર્ષ પૂર્વે લખેલા આ ગીતના શબ્દ આજના ડિજિટલ યુગમાં મહિલાઓને પણ તેટલા જ લાગુ થાય છે. આ ગીત એટલે જ મને અમારી વુમન્સ સ્પેશિયલનું એન્થમ લાગે છે. આશરે ૧૩ વર્ષ પૂર્વે હું મહિલાઓની, મહિલાઓ માટે અને મહિલાઓએ બનાવેલી સહેલગાહ તરીકે વુમન્સ સ્પેશિયલ ક્નસેપ્ટ જે વિચારથી પ્રત્યક્ષમાં લાવી તે જ વિચાર આ ૭૦ વર્ષપૂર્વેના ગીતમાં રજૂ કરવામાં આવ્યો છે.
દુનિયા આગળ નીકળી ગઈ છે પણ હજુ સુધી ઘરની મહિલાઓની પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. ઊલંટુ, હવે તો ઘર અને નોકરી અથવા વ્યવસાય એમ બે મોરચા સંભાળતાં સંભાળતાં તેને પોતાના માટે સમય જ બચતો નથી. આથી જ તેને કહેવાની જરૂર છે કે ‘એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિલ ઈન ધ પિંક.’ સામાન્ય રીતે મહિલાઓનો સ્વભાવ પહેલા કુટુંબ પછી અન્યનું સુખ, સમાધાનનો વિચાર કરવાનો હોય છે. જો ઘરમાં કશું મીઠું બનાવ્યું તો સૌપ્રથમ સંતાનો માટે, પતિ માટે, સાસુ-સસરા માટે રાખીને પછી (બાકી બચ્યું તો!) પોતાને માટે પીરસે છે. એકદંરે પોતાની બાબતમાં કાયમ પછીથી જોઈશેં, પછીથી કરીશું એવું કહેવાનું અને પછી બહેનપણીઓ સાથે બોલતી વખતે, બહેનને ફોન કરીને કહેવાનું કે ‘કંટાળી ગઈ છુ. રોજની આ કડાકૂટથી. જો રજા મળે તો ચાર દિવસ ક્યાંક જઈ આવવાનું મન થાય છે.’ પણ આ ચાર દિવસ કાંઈ ઊગતા નથી. આવી બધી મહિલાઓ માટે જ ‘એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિલ ઈન ધ પિંક’ ગીત બન્યું હોવું જોઈએ. પોતાના ઘર માટે, કુટુંબ માટે, પરિવારના સભ્યો માટે અથવા પોતાના કરિયર માટે, વ્યવસાય માટે અહોરાત્ર મહેનત કરનારી, ક્યારેય રજા નહીં લેતા ૨૪x૭ પોતાની ડ્યુટી પોતીકાપણાથી, જવાબદારીથી અને માયાથી બજાવતી અનેક જણી એ ભૂલી જાય છે કે તેમણે પોતાને માટે થોડો સમય આપવો જોઈએ અને હમણાં જ આપવો જોઈએ. ખરેખર તો હમણાં પણ આમ જોવા જઈએ તો મોડુ થઈ ગયુ છે, પરંતુ કહેવાય છે ને કે ‘દેર આયે, દુરસ્ત આયે’ તેમ કમસેકમ હવે તો પોતાને માટે સમય કાઢીએ, પોતાને જેમાં ખુશી મળે એવી નાની-નાની વાતોનો આનંદ મન:પૂર્વક લઈએ.
આ ગીતમાં આગળ કહ્યું કે આપણે સતત કોઈક કાળજી કરતાં રહીએ છીએ, ક્યારેક તે સંતાનોની હોય, ક્યારેક કામની હોય તો ક્યારેક ક્યારેક બધું જ કઈ રીતે સરળતાથી ચાલી રહ્યું છે તેની કાળજી હોય છે. જોકે આ કાળજીના ઘેરામાં આપણા ચહેરા પરનું સ્મિત ક્યારેય ભૂંસાઈ જાય છે તે જ સમજાતું નથી. તમે પોતે ખળખળાટ ક્યારે હસ્યાં હતાં તે જરા યાદ કરો? જે હસવાનું તમારે માટે જ નહીં પણ તમારી આજુબાજુના બધા માટે જ ફ્રેશનરનું કામ કરે છે તે હસવાનું જો તમારા ચહેરા પર ઊમટતું નહીં હોય તો વાત મુશ્કેલ છે. આવા સજોંગોમાં તમે દુનિયાના ઉપહાસનો વિષય બની શકો છો, તેના કરતાં ‘એન્જોય યોરસેલ્ફ, ઈટ્સ લેટર ધેન યુ થિંક.’ કાળજી, ચિંતા, વિવચના તો છે જ પણ તેમને ઝીલવાના હોય તો મન પ્રસન્ન હોવું જોઈએ, મનમાં ખુશીની લહેર ફરવી જોઈએ અને મનમાં સંતોષના તરંગ ઊમટવા જોઈએ. જો ઘરની મહિલાનું મન પ્રસન્ન નહીં હોય, જો તેની ચહેરા પર હસવાનું ઊમટતું નહીં હોય તો ઘર પ્રસન્ન, સંતોષી રહેશે ખરુ? દીકરી ભણી એટલે પ્રગતિ થઈ એ જેટલુ સાચું છે. તેટલુ જ તે હસે તો ઘર વસે એ પણ સાચું છે. તેણે પોતાની ખુશીનું બહાનું અમસ્તા જ આગળ ધકેલુ નહીં જોઈએ.
આ ખુશીનાં બહાનાં, હસવાનું નિમિત્ત મેળવી આપતી સહેલગાહ એટલે જ આપણી વુમન્સ સ્પેશિયલ. થાઈલેન્ડથી યુરોપ સુધી અને આંદામાનથી લેહ લડાખ સુધી વુમન્સ સ્પેશિયલની આંનદયાત્રા ચાલુ હોય છે. આ નાવીન્યપૂર્ણ સકંલ્પના મેં રજૂ કરી ત્યારે અનેકનાં ભવાં ઊંચકાયા હતાંં અને અમુકના ચહેરા પર પ્રશ્ર્નચિન્હ ઊમટ્યા હતા. જોકે મારા પોતાના વ્યક્તિગત અને પર્યટન ઉદ્યોગના અનુભવ પરથી એક સમજાયું હતું કે ડોરિસ ડેના ગીત પ્રમાણે ‘કમોન, નાઉ યુ ગોટ ટુ હેવ ફન’ બધી મહિલાઓને કહેવાની જરૂર છે. હવે અચાનક આ રીતે કોઈ કહે કે ચાલો મજા કરો, ધમાલ કરો તો ‘આપણે એકલી જ કઈ રીતે ધમાલ કરવાની?’ એવો પ્રશ્ર્ન અનેકોના મનમાં આવે તે સ્વાભાવિક છે. આરંભમાં વુમન્સ સ્પેશિયલ પર આવનારી અનેક જણીની આંખોમા, મનમાં, બોલવામાં આ ગિલ્ટ મને મહેસૂસ થતું હતું. ટુર પર પહેલા જ દિવસે ઘરવાળા, બાળકોની યાદોથી પરેશાન થયેલી, ફોન પરથી પતિદેવને ડબ્બો કઈ રીતે ભરવાનો અને સાસુબાઈને ગોળીઓ લેવાની યાદ અપાવનારી બધી જણીઓ તે પછી આગામી ચાર-પાંચ દિવસમાં એટલી મુક્ત બની જાય છે અને ટુર પર મળેલી નવી બહેનપણીઓની ટોળકીમાં એવી ખૂલી જાય છે કે તેમને લેવા માટે એરપોર્ટ પર આવેલા તેમના પતિના ચહેરા પર ‘ટુર પર ગયેલી મારી પત્ની આ જ છે?’ એવો પ્રશ્ર્ન ઊમટેલો મેં જોયો છે. આ બધી કરામત વુમન્સ સ્પેશિયલનાં ચમત્કારિક વાતાવરણની હોય છે. જુઓ ને, કાયમ કોઈક જવાબદારી લેનારી, કોઈકની કાળજી કરનારી, કોઈક માટે પાછળ રહેતી મહિલા જ્યારે એકલી દુનિયા અનુભવવા માટે બહાર નીકળે છે ત્યારે તેની પર કોઈ પણ જવાબદારી નથી હોતી, સવારે નાસ્તો શું બનાવવાનો અથવા ઓફિસના પ્રોજેક્ટની ડેડલાઈન તો મિસ નહીં થાય ને? તેમાંથી કોઈ પણ કાળજી મનમા નહીં રાખતાં જ્યારે મહારાષ્ટ્રના ખૂણાખાંચરેથી જેસલમેરના રણમાં અથવા કેરળના બેકવોટરમાં નહિતર મોરિશિયસના દરિયાકિનારા પર અથવા પેરિસની સીન ક્રુઝ પર મહિલાઓનો મેળો જામે છે ત્યારે ખરા અર્થમા તે બધી જણીઓ પોતાની લાઈફ એન્જોય કરતી હોય છે.
વુમન્સ સ્પેશિયલ સહેલગાહના સાત-આઠ દિવસ એટલે બધી છોકરીઓ (હા! વુમન્સ સ્પેશિયલ પર બધી છોકરીઓ જ હોય છે હં!!) માટે એક અનોખો બ્રેક નીવડે છે. અલગ અલગ શહેરની, અલગ અલગ ક્ષેત્રની અને અલગ અલગ વયજૂથની મહિલાઓ એકબીજીને મળે છે. તેમની વચ્ચે થતી સંવાદની અને સંસ્કૃતિની આપલે મજેદાર હોય છે.
‘આઈ એમ બ્યુટિફુલ આઈ એમ બોલ્ડ, આઈ એમ ધ ક્વીન એન્ડ આઈ લવ માયસેલ્ફ’ એવી અમારી વુમન્સ સ્પેશિયલની ક્નસેપ્ટ છે. મારુ જીવન ખુશીથી જીવી રહી છું, તું તારુ જીવન ખુશીથી જીવ અને તે માટે બને એકબીજાને મદદ કરીએ અને જીવનની ખુશીની સફર પર સહભાગી થઈએ એ સીધોસાધો મામલો છે, જે વુમન્સ સ્પેશિયલ પર જીવવામાં આવે છે, પરંતુ આગળ તે જીવનમા ઉપયોગી બને છે. જીવન નાનુ છે, તે બધાને માટે તેટલુ જ સહેલું છે અથવા તેટલું જ મુશ્કેલ છે, તે ઝીલવાનું છે. તેમાંથી કોઈ પણ અપવાદ નહીં રહી શકે, પરંતુ તે હસતા હસતા ઝીલવા માટે હકારાત્મક મનોવૃત્તિ જાગૃત કરવાનું બળ આ વુમન્સ સ્પેશિયલમા એકબીજી પાસેથી એકબીજીને મળતું રહે છે. ‘નિર્દાસ્ત-બિન્દાસ્ત-બોલ્ડ’ નારો અમે લગાવીએ તો પણ આટલા વર્ષમાં ક્યારેય આ વુમન્સ સ્પેશિયલની લેવલ નીચે ગઈ નથી. ડિસન્સી, ડિગ્રિટી અઅને સુરક્ષિતતા જેવી બાબતો બહુ સારી રીતે જતન કરવામા આવી અને વુમન્સ સ્પેશિયલ પર વિશ્ર્વાસ વધતો જ રહ્યો છે. ઘરનાઓને પણ લેહ લડાખ હોય કે લંડન, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા, માતા, દાદી, સાસુ, બહેનને, પુત્રીને, પુત્રવધૂને એકલી મોકલવાનો ડર લાગ્યો નહીં. ‘આટલી બધી મહિલાઓ સહેલગાહ પર એકત્ર જઈ રહી છે, ઝઘડા થતા નથી?’ એવો પ્રશ્ર્ન મને પૂછવામા આવે છે. અરે, આવા ઝઘડા કરવા માટે ત્યા સમય જ કોને હોય છે. અમે અમારી અંદર જ મશગૂલ રહીએ છીએ. આટલા વર્ષ પોતાની પાસે જોવાનો સમય જ ક્યા મળ્યો હતો? પોતાના લાડ કરવા? સજવા? ધજવા? રુઆબ છાટવા? હિયર ઓન ધ ટુર વી આર ડેમ બિઝી!નો ટાઈમ ફોર એની પિટી ઈશ્યુઝ!
તો અમારો, એટલે કે, વીણા વર્લ્ડનો વુમન્સ સ્પેશિયલ ફંડા કાઈક આવો છે. તે ખુશીનો, ઉત્સાહનો, પ્રેરણાનો, આત્મવિશ્ર્વાસનો, સહયોગનો અને હકારાત્મકતાનો છે. યુ આર મોસ્ટ વેલકમ ઈન ધિસ વર્લ્ડ ઓફ વુમન્સ સ્પેશિયલ! ભારતમાં શિમલા મનાલીથી લેહ લડાખ આંદામાન સુધી અને આપણી પાડોશના નેપાળ ભૂતાનથી દક્ષિણ ગોળાર્ધના ઓસ્ટ્રેલિયા સુધી દુનિયાની પીઠ પર વુમન્સ સ્પેશિયલની યાત્રા નીકળી છે. હવે વધુ મોડુ નહીં કરો, પહેલા જ ઘણો સમય નીકળી ગયો છે, આથી ‘એન્જોય યોરસેલ્ફ વ્હાઈલ યુ આર સ્ટિલ ઈન દ પિંક.’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.