સસ્થા હોય કે સબધ, બને જો ટકાવવાના હોય તો તેમા કોઈ પણ ગેરસમજ નહીં હોય તે આપણે ધ્યાન રાખવુ જોઈએ. બલકે, તેવી સાવધાની રાખવી જોઈએ. અમે વીણા વર્લ્ડ સસ્થા ચલાવીએ છીએ અને તે સસ્થા જો વર્ષોવર્ષ સારી રીતે ચલાવવી હોય તો અમારા પર્યટકો સાથેના સબધ વધુ સારા અને સુદઢ હોવા જોઈએ. બધી બાબતો સરળ હોવી જોઈએ, સુસ્પષ્ટ હોવી જોઈએ, તેમા કોઈ પણ ગડબડ નહીં, ગેરસમજ નહીં જોઈએ.
એકાદ બાબત આપણે સતત કરતા હોઈએ અને તેનો ફાયદો જેમને થતો હોય તેમને તે બાબત સારી લાગી હોય તો દર વર્ષે તેમની માગણીમા સતત વધારો થતો હોય તો આ બાબત ‘વિન-વિન સિચ્યુએશન’ બનીને રૂઢ થાય છે, આપણુ સ્થાન પાક્કુ બને છે, બધાને તેની આદત પડે છે અને આવી બાબતોની આપણે વાટ જોઈએ જે તે સમયે. એક જાન્યુવારીથી એકત્રીસ જાન્યુવારી દરમિયાન ‘વીણા વર્લ્ડ સમર ઓફર’ એટલે ખાસ કરીને એપ્રિલ-મે-જૂનની ઉનાળાની રજાઓની સહેલગાહ સૌથી ઓછી કિમતમા મળવાની સુવર્ણ તક હોય છે. આ જ રીતે એક જુલાઈથી એકત્રીસ જુલાઈ દરમિયાન જાહેર થતી ‘વીણા વર્લ્ડ વિંટર ઓફર’મા મુખ્યત્વે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાનની સહેલગાહ ઓછામા ઓછી કિમતમા હોય છે. વર્ષમા બે વાર જાહેર કરવામા આવતી સમર વેકેશન અને વિંટર વેકેશનને લક્ષ્ય બનાવતી આ ઓફર્સના નામ અગાઉ ‘જાન્યુવારી ઓફર’ અને ‘જુલાઈ ઓફર’ હતા, એટલે કે, તેમનુ નામકરણ થયુ નહોતુ. જાન્યુવારી મહિનામા હોવાથી ‘જાન્યુવારી ઓફર’ અને જુલાઈમા હોવાથી ‘જુલાઈ ઓફર’ એવા આપોઆપ ચોંટી ગયેલા નામ હતા. અગાઉ છોકરી જન્મે તો બેબી અને છોકરો જન્મે તો બાબુ એવા નામ જે રીતે ચોંટી જતા તે જ રીતે આ બે ઓફર્સની બાબતમા બન્યુ હતુ. વીણા વર્લ્ડ મહદશે ઠરીઠામ થયા પછી અમે ધીમે ધીમે અમારી પાસેથી બધી બાબતોને શુ નામ આપ્યા છે? તે નામ અનુકૂળ છે કે નહીં? તે નામ ઉચ્ચાર્યા પછી સામેની વ્યક્તિને સમજાય છે કે નહીં કે તેને ‘એ વળી શુ’ તે સમજાવીને કહેવુ પડે છે? આવી બધી બાબતોનો અભ્યાસ કરવાનુ શરૂ કર્યું અને ઘણા બધા નામ અમે બદલી નાખ્યા. વ્યવસ્થાપનની ભાષામા કહીએ તો તે ટર્મિનોલોજી વ્યવસ્થિત કરી. એટલે કે તે કામ હજુ ચાલુ જ છે અને તે પૂરુ પણ થવાનુ નથી. જોકે હવે નવેસરથી કાઈક કરવા જઈએ ત્યારે તે બાબતને નામ શુ આપવાનુ તેના પર થોડુ વિચારમથન કરીએ જ છીએ. બે બાબત મુખ્યત્વે હોય છે, દરેક બાબત અથવા કૃતિનુ નામ હોવુ જોઈએ, તે સહજ આસાન હોવુ જોઈએ અને તે નામમાથી તે બાબત એટલે શુ એ પ્રતીત થવુ જોઈએ. આથી સમજાવીને કહેવાનો અને સમજાવવાનો સમય બચી જાય છે. બધી બાબતો જેટલી સહજમા સહજ બનાવી શકાય તે કરવાનો આ પ્રયાસ છે. ‘સીધી બાત બાકી સબ બકવાસ’ એ ડાયલોગ અમારા ત્યા પ્રસિદ્ધ છે અને આ ડાયલોગ આવ્યો છે એક જાહેરાતમાથી. અગાઉ એક સોફ્ટ ડ્રિક-ઠડા પીણાની જાહેરાતમા અતે ડાયલોગ હતો, ‘બુઝાયે પ્યાસ, બાકી સબ બકવાસ!’ હવે વાત પાટા પર લાવીએ. આપણે ત્યા એક અત્યત અનુકૂળ કહેવત છે, ‘છાશ પાસે જઈને વાસણ છુપાવવુ નહીં જોઈએ.’ આ નામ આપવાના કાર્યક્રમમા વધુ એક વાત યાદ આવે છે. તે હિટ હિંદી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’મા ક્લાસરૂમમાનુ એક દશ્ય હોય છે. રેન્ચો, ચતુર અને પ્રોફેસર પર ચિત્રિત કરેલો તે ભાગ હોય છે. ‘ડેફિનેશન ક્યા હૈ?’ અને ‘અરે, લેકિન કહનાક્યા ચાહતે હો?’ એકાદ ટીમ મેમ્બર તેણે સૂચવેલુ નામ શા માટે હોવુ જોઈએ તેનુ સ્પષ્ટીકરણ આપવા માટે આગ્રહ કરે છે ત્યારે કોઈક ધીમેથી બોલે છે, ‘અરે, લેકિન કહના ક્યા ચાહતે હો?’ અને તે નામ ત્યા જ બાદબાકી થઈ જાય છે. સહજ સહજ બાબતો હોય છે પણ તે મહત્ત્વની હોય છે.
‘એવરીથિંગ શુડ બી સેલ્ફ એક્સપ્લેનેટરી’ એવો અમારો હાલનો નારો છે. પર્યટકો વીણા વર્લ્ડ પાસે બુકિગ કરે છે તેની પાછળ અલગ અલગ કારણો હોય છે. કોઈ આકર્ષક જાહેરાત જોઈને બુકિગ કરે છે, કોઈ વેબસાઈટ સર્ફિંગ કરતી વખતે એકાદ સહલગાહ ગમી જતા બુકિગ કરે છે. કોઈનો અગાઉની સહેલગાહનો અનુભવ સારો હોય છે તેથી આવે છે તો કોઈ સબધી અથવા મિત્રજનોએ સૂચવ્યુ હોય તેથી આવે છે. આવા સમયે દૃશ્ય સ્વરૂપમા તેમની સામે બે જ બાબત હોય છે, એક, વીણા વર્લ્ડની જાહેરાત અને બીજુ, અમારી વેબસાઈટ. જાહેરાતમા સક્ષિપ્ત સ્વરૂપમા અને વેબસાઈટ પર સપૂર્ણપણે માહિતી હોય છે. આ બને સ્થળે આપેલી વિગતો સુસ્પષ્ટ અને સૌને સમજાય એવી આસાન હોય છે કે? આપણી જાહેરાત અથવા વેબસાઈટના સહેલગાહના કાર્યક્રમો પર્યટકોને મૂઝવણમા તો મૂકતા નથી ને? ઈંગ્લિશમા એક કહેવત છે, ‘ઈફ યુ કાટ કન્વિન્સ, ક્ધફ્યુઝ ધેમ!’ આવુ કાઈક આપણી બાજુથી થતુ નથી ને? તેની બધાની અમે ખાતરી કરી લઈએ છીએ. આ કામ અમને આગામી બે મહિનામા પૂરુ કરવાનુ છે. એટલે કે, મોટે ભાગે બધી બાબતો સુસ્પષ્ટ સ્વરૂપમા અગાઉથી ત્યા છે. પર્યટકોની પ્રતિક્રિયા, બુકિગ કરતી વખતે તેમને એકાદ બાબત માહિતી નહીં હોવી, સહેલગાહમા ગયા પછી તેમને સારા અથવા ખરાબ સરપ્રાઈઝ મળવા તેનો અભ્યાસ કરીને સમયાતરે અમે સુધારો કરતા હોઈએ છીએ પણ હવે આ ડ્રાઈવ જ લીધી છે, જેથી વેબસાઈટ પર દરેક સહેલગાહની માહિતી પર્યટકોને સપૂર્ણપણે અને સુસ્પષ્ટ રીતે મળશે. કોઈ પણ બાબત સરપ્રાઈઝ તરીકે તેમની સામે સહેલગાહમા ગયા પછી ઊભરી નહીં આવે. દાખલા તરીકે, કેનિયામા જીપમાથી પ્રવાસ કરવો પડે છે, લેહ લડાખમા ઓક્સિજનનુ પ્રમાણ ઓછુ હોય છે, નોર્થ-ઈસ્ટ-અરુણાચલ જેવા ભાગ હજુ ઈન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિથી સુધર્યા નથી, ટોકિયો જેવા શહેરમા રૂમનો આકાર નાનો હોય છે, યુરોપમા સુરક્ષાની દૃષ્ટિથી એક રૂમમા ચાર જણને રહેવી બધી છે. અનેક નાની નાની બાબતો પણ પર્યટકોને બુકિગ કરવા પૂર્વે ખબર હોવી જોઈએ તેની પર આ ડ્રાઈવનો ભાર રહેશે. જે છે તે આવુ છે. તે બધુ જાણીને પછી જ બુકિગ કરો એવી પ્રેમાળ સલાહ પર્યટકોને છે. કોઈ પણ છૂપી બાબત, છૂપો ખર્ચ નહીં જોઈએ, આ બધી બાબતો બુકિગ પૂર્વે જ જેટલી ક્લિયર થાય તેટલો અમારો અને પર્યટકોનો સબધ વધુ મજબૂત બનશે. એકાદ શુ સમાવિષ્ટ છે અને સહેલગાહમાથી શુ અપેક્ષા રાખવી તે પર્યટકોને ખબર હોવી અને અર્થાત અમે તે આપવા માટે બધાયેલા હોઈએ એટલે કોઈ ગેરસમજને અને નારાજીને અવકાશ રહેતો નથી. સસ્થા હોય કે સબધ, બને જો ટકાવવાના હોય તો તેમા કોઈ પણ ગેરસમજ નહીં હોવી જોઈએ તે આપણે જોવુ જોઈએ. બલકે, તેવી સાવધાની રાખવી જોઈએ. અમે વીણા વર્લ્ડ સસ્થા ચલાવીએ છીએ અને તે સસ્થા જો વર્ષોવર્ષ સારી રીતે ચલાવવી હોય તો અમારા પર્યટકો સાથેનો સબધ સારો અને સુદૃઢ હોવો જોઈએ. સસ્થા ચલાવવાની, સબધ દૃઢ કરવાના તો પછી બધી બાબતો સરળ હોવી જોઈએ, સુસ્પષ્ટ હોવી જોઈએ, જેમા કોઈ ગડબડ નહીં, ગેરસમજ નહીં જોઈએ. દરેક સહેલગાહનો કાર્યક્રમ તે દૃષ્ટિથી વધુ સુસ્પષ્ટ કરવાનો અમારો પ્રોજેક્ટ અમે ‘વૈશ્ર્વિક પર્યટક દિવસ’ એટલે કે, સત્યાવીસ સપ્ટેમ્બરે પૂરો કરવાના છીએ. અર્થાત, ‘પૂર્ણવિરામ મૂક્યુ’ એવુ આ કામ નથી. નવી સહેલગાહ આવતી રહે છે, મોજૂદ સહેલગાહમા અમુક નવા ફેરફાર કરવામા આવે છે, પર્યાવરણમા અથવા વાતાવરણમા ફેરફાર થતા રહે છે તે
અનુસાર અમને અમુક પગલા લેવા પડે છે, અનેક બાબતો પણ બધાની બોટમલાઈન, એટલે કે, ‘બી ક્લિયર.’ પર્યટકોને બુકિગ કરવા પૂર્વે બધી બાબતો ખબર હોવી જ જોઈએ. ‘ધેર શુડ નોટ બી એની સરપ્રાઈઝીસ ઓર એની મિસઅડર્સ્ટેડિગ!’ એ અમારી અને પર્યટકોની બાબતમા છે તે જ રીતે તે અમારી ટીમ અને અમારા એસોસિયેટ્સની બાબતમા પણ હોવુ જોઈએ. ખરેખર તો અમે ત્રિકોણના ત્રણ ખૂણા છીએ, પર્યટકો ઉપરની બાજુ, ડાબે ખૂણે વીણા વર્લ્ડ ટીમ અને જમણા ખૂણે અમારા ભારતમા અને વિદેશમાના બધા એસોસિયેટ્સ. વીણા વર્લ્ડનો આ ઓર્કેસ્ટ્રા બરોબર વાગે તે માટે આ ત્રણ ખૂણાના દરેક ઘટક મહત્ત્વના છે અને તે દરેકમા એકબીજામા સુસૂત્રતા, સુસ્પષ્ટતા અને સુસવાદ હોવા જોઈએ.
સહેલગાહ કાર્યક્રમો જેવુ જ જાહેરાતોનુ પણ છે. વીણા વર્લ્ડની જાહેરાતો આકર્ષક દેખાય તે માટે અમે હમેશા પ્રયાસ કરીએ છીએ, કારણ કે જે સમયે આપણે ક્યાક જાહેરાત આપીએ ત્યારે તે જે તે સબધિત ગ્રાહકોએ જોવી જોઈએ એવો આપણો હેતુ હોય છે. જાહેરાત ખર્ચાળ ભાગ છે, જેથી તેને અપેક્ષિત પ્રતિસાદ મળવો જોઈએ એ ઉચિત ઈચ્છા હોય છે કોઈ પણ જાહેરાતદાતાની, જેથી જાહેરાત આકર્ષનારી હોવી જોઈએ તેના પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ સાથે તે જાહેરાત કોઈ પણ દિશાભૂલ નહીં કરે, મૂઝવણમા નહીં મૂકે, છૂો ખર્ચ ક્યારેય નહીં હોવા જોઈએ તેના પર ખાસ ભાર આપવામા આવે છે. આમ જોવા જઈએ તો વીણા વર્લ્ડની જાહેરાત ‘એનાઉન્સમેન્ટ’ હોય છે. હાલમા એક જુલાઈથી એકત્રીસ જુલાઈ દરમિયાન ચાલી રહેલી વીણા વર્લ્ડ વિંટર ઓફર પણ એક એનાઉન્સમેન્ટ છે. પર્યટકોએ વહેલીમા વહેલી તકે બુકિગ કરવા, અમને અમુક બુકિગની ખાતરી મળવી જોઈએ, તે અનુસાર આગળની બધી બાબતો લાઈન પર લાવવા માટે સમય મળે તે દૃષ્ટિથી આ વિંટર ઓફર જુલાઈમા લાવવામા આવે છે. હવે પર્યટકો જો તેમા કોઈ ફાયદો નહીં હોય તો વહેલુ બુકિગ શા માટે કરશે? આથી સમર ઓફર હોય કે વિંટર ઓફર, અમે ‘ના નફો ના નુકસાન’ ધોરણે સહેલગાહની કિમતો લાવીએ છીએ. જમ્બો ડિસ્કાઉન્ટ પર ચાઈલ્ડ ડિસ્કાઉન્ટ, ફ્રી એક્સપીરિયન્સ, વિંટર ઓફર એડિશનલ ડિસ્કાઉન્ટ વગેરે થકી. પર્યટકોને હવે જાણ થઈ ગઈ છે, જેથી જાન્યુવારીની ‘સમર ઓફર’ હોય કે જુલાઈની ‘વિંટર ઓફર’ હોય, પર્યટકો તેનો લાભ લે છે, હજારો રૂપિયા બચાવે છે. જેટલુ અગાઉથી બુકિગ કરવામા આવે તેટલી વધુ બચત એ હવે વૈશ્ર્વિક સ્પર્ધા, ઓનલાઈન બુકિગને લીધે આપણા બધામા કેળવાઈ ગયુ છે. દર વર્ષે આ સમર કે વિંટર ઓફર્સમા, તેમના સમયગાળામા સાતત્યતા હોય છે જેથી પર્યટકો પણ આ ઓફર માટે વાટ જોતા રહે છે. જુલાઈના પહેલા દસ દિવસમા જ વિંટર સીઝનની મોટા ભાગની સહેલગાહ ફુલ થઈ ગઈ તે તેનુ જ પ્રતિક છે. હાલમા વિંટર ઓફર ચાલુ છે, જેમને તેમા સહભાગી થવુ હોય તેમણે વહેલો નિર્ણય લેવાનુ સારુ રહેશે, કારણ કે ઓફર એકત્રીસ જુલાઈ સુધી હોવા છતા રોજ સહેલગાહ ફુલ થઈ રહી છે. તમને જોઈતી સહેલગાહ ફુલ થઈ નહીં જાય તેનુ ધ્યાન રાખો.
નીચે સક્ષિપ્ત સ્વરૂપમા વિંટર ઓફરની ઝલક આપવામા આવી છે. ‘ડીલ ઓફ દ ડે’ નવો પ્રકાર છે, જે તમને વેબસાઈટ પર જોવા મળશે.રોજ એક કોઈક ડીલ તેમા દેખાશે, જેમા તમને જોઈતી સહેલગાહ એકદમ ઓછી કિમતમા મળે એવુ બની શકે છે. સો ઓલ દ બેસ્ટ! અને હા, અમે હવે તમારી વધુ નજીક આવી રહ્યા છીએ. મુબઈમા ચેમ્બુર, પવઈ, સેન્ટ્રલ માટુગા વીણા વર્લ્ડ સેલ્સ ઓફિસીસ શરૂ થઈ ચૂકી છે, જ્યારે ટૂક સમયમા જ વિલે પાર્લે, ચર્ની રોડ અને પુણેમા ચિંચવડ ખાતે શરૂ થઈ રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યમા બસ્સો પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ સહિત સપૂર્ણ વીણા વર્લ્ડ ટીમ તમારા સ્વાગત માટે સુસજી છે. અને જ્યા અમે નથી ત્યા ઓનલાઈન બુકિગ છે જ. સો, વેલકમ ટુ વીણા વર્લ્ડ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.