અમારા ટુર મેનેજર્સે અથવા અમે હમણાં સુધી સપ્તખંડ સાથે 70-75 દેશ જોઈ લીધા છે, પરંતુ બાબા ભાતંબ્રેકરે 80થી વધુ દેશ જોઈ લીધા છે એ સાંભળીને અમારી ટીમના ચહેરા પરના ભાવ જોવા જેવા બની જાય છે. ઈઝ ઈટ? ડોન્ટ ટેલ મી! કાન્ટ બિલિવ... આવા અનેક રિસ્પોન્સીસ સાંભળવા મળ્યા.
પરમ દિવસે લાતુરના બાબા ભાતંબ્રેકર આવ્યા હતા. ઉંમર 85 વર્ષ છે. જમવાનો સમય હતો તેથી જોડે ભોજન કરીએ એવું મને લાગ્યું. વાતો પણ થશે અને તેમાંથી કાંઈક નવું મળી આવશે. બાબાને મળી ત્યારે તેમના તે જ પ્રસન્ન ચહેરાએ હસતાં હસતાં અમારા જ કાર્યાલયમાં અમારું સ્વાગત કર્યું. સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહમાં તેઓ હોત તો ‘સ્માઈલ કિંગ’નું ઈનામ તેમને જ મળ્યું હોત એમાં કોઈ બેમત નથી. આજે આ ઉંમરે આટલું સરસ સ્માઈલ આપતા રહેવા પાછળનું રહસ્ય શું છે? આવું પૂછતાં તેમણે કહ્યું, ચાલવું, સાદગીપૂર્ણ જીવન અને પર્યટન. આ પછી આખા કાર્યાલયને તેમની ઓળખ કરાવી આપી, કારણ કે, પગમાં સાદા ચંપલ પહેરેલી, પેન્ટ- શર્ટનો સાદામાં સાદો પોશાક ધારણ કરેલી, ગળામાં શબનમ ઝોળી લટકાવેલી આ વ્યક્તિ અમારા સૌની આગળ હતી. અમારા ટુર મેનેજર્સે અથવા અમે હમણાં સુધી સપ્તખંડ સાથે 70-75 દેશ જોઈ લીધા છે, પરંતુ બાબા ભાતંબ્રેકરે 80થી વધુ દેશ જોઈ લીધા છે એ સાંભળીને અમારી ટીમના ચહેરા પરના ભાવ જોવા જેવા બની જાય છે. ઈઝ ઈટ? ડોન્ટ ટેલ મી! કાન્ટ બિલિવ... આવા અનેક રિસ્પોન્સીસ સાંભળવા મળ્યા. આ વ્યક્તિ એટલે બોલતુંચાલતું પુસ્તક છે. આથી વધુ તમને આશ્ર્ચર્ય એ વાતનું થશે કે લાતુરની એક સ્કૂલના તેઓ શિક્ષક છે, એટલે કે, હતા. એક શિક્ષક સપ્તખંડની વિશ્ર્વસફર કરી શકે તે સત્યકથા છે. આજકાલ આપણે ‘આજ અભી ઈસી વક્ત’ જીવન જીવવા તરફ વળી રહ્યાં છીએ. સેવિંગ્સનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે,
પરંતુ આપણને તેમણે બતાવી આપ્યું છે કે જો તમારી ઈચ્છા હોય તો તમે કાંઈ પણ શક્ય બનાવી શકો છો. અર્થાત, તેને વ્યવસ્થાપનની અને ‘ઓર્ગેનાઈઝડ વે ઓફ લાઈફ’ જીવનશૈલીની જરૂર છે. કઈ રીતે? તો બાબા ભાતંબ્રેકરને દુનિયાની સહેલગાહ કરવાની છે, સપ્તખંડ સર કરવાની ઈચ્છા સ્વસ્થ બેસી રહેવા દેતી નહોતી. સ્કૂલનો પહેલો પગાર લેવા પૂર્વે તેમણે નક્કી કર્યું કે સેવિંગ્સ કરવાનું. સાઈઠ ટકા પગાર ઘર માટે, ત્રીસ ટકા પર્યટન માટે અને દસ ટકા ઔષધોપચાર માટે, એટલે કે, મેડિકલ ઈમરજન્સી માટે. નક્કી કર્યું અને તેમણે તેનું જીવનભર પાલન કર્યું. આ સાદા લાગતા વ્યવસ્થાપન પર તેમણે તેમની વિશ્ર્વભ્રમણની, વિશ્ર્વસફરની, સપ્તખંડ સર કરવાની ઈચ્છા પૂરી કરી. હવે આ સપ્તાહમાં તેઓ વિયેટનામ કમ્બોડિયામાં જઈને આવ્યા. તેમને પૂછ્યું, હજુ શું જોવાનું રહી ગયું છે. તેઓ કહે છે, ‘હવે આ છેલ્લી સહેલગાહ છે,’ મેં પૂછ્યું, ‘આવું ક્યારેય બનશે ખરું? કોઈક તો દેશ તમારા જોવાના રહી જ ગયા હશે ને અને તે જ તો અમારા વીણા વર્લ્ડનું ઈન્સ્પિરેશન છે.’ તેમણે કહ્યું, ‘મને ફિલિપિન્સ જોવાનું છે, કોલંબિયામાં ‘એન્જલ ફોલ જોવાનું છે,’ મેં પૂછ્યું, ‘જુઓ, હવે બેઠાં બેઠાં તમે અમને કામ આપ્યું.’ આવું જ બનતું રહે છે, જ્યારે જ્યારે સિનિયર્સ અથવા વુમન્સ સ્પેશિયલની સહેલગાહમાં પર્યટકોને હું મળું છે ત્યારે આવાં અલગ અલગ સૂચનો તેઓ કરે છે અને અમને ક્લૂ મળતો જાય છે. અમારી સહેલગાહની સંખ્યા વધતી રહે છે અને વિશ્ર્વસફર કરનારા પર્યટકો નવા નવા દેશ સર કરવાની ઈચ્છા પૂર્ણ કરી શકે છે.
હવે તો ઝી ટીવીના સહયોગમાં વીણા વર્લ્ડે ઘેર ઘેર હાસ્યના ફુવારા ઉડાવનારા, લાખો ઘરોને હસતા ચહેરા કરનારા ‘ચલા હવા યેઉ દ્યા’ ટીમ સાથે વિશ્ર્વસફરનું આયોજન કર્યું છે. તેમાંથી પ્રથમ દુબઈની સફર મોજમસ્તીથી સફળ થઈ. ત્યાં આવેલા 1500 દુબઈવાસીઓને હાસ્યના સાગરમાં ડુબાડીને વીણા વર્લ્ડ સંગાથે ગયેલા પર્યટકોને પણ ડો. નિલેશ સાબળે અને ટીમે હાસ્ય અને સુસંવાદની સ્પેશિયલ મિજબાની આપી. હવે આ વિશ્ર્વસફરની બીજી સફર લંડન પેરિસમાં પાર પાડી રહ્યાં છીએ. લંડનવાસીઓ ત્યાંના રોક્સી થિયેટરમાં ચલા હવા યેઉ દ્યા ટીમની, તેમના લાઈવ પરફોર્મન્સની વાટ જોઈ રહ્યા છે. વીણા વર્લ્ડના પર્યટકોને પણ તેઓ પેરિસના થિયેટરમાં મળવાના છે. ફરી એક વાર પેરિસમાં એક ઉત્કૃષ્ટ થિયેટર પેરિશિયન થિયેટરમાં હાસ્યના, મનોરંજનના અને સુસંવાદના ફુવારા ઊડવાના છે.
વીણા વર્લ્ડ અને ‘ચલા હવા યેઉ દ્યા’ વિશ્ર્વસફર હવે ગતિ પકડી રહી છે. ડિસેમ્બરે તે જાપાનમાં જઈ રહી છે. ઓટમ કલર્સ સાથે અનોખું જાપાન જોવાની તક ફક્ત સવા લાખમાં સામે ચાલીને આવી છે. આથી સમય બગાડશો નહીં, શુભસ્ય શીઘ્રમ!
‘ચલા હવા યેઉ દ્યા’ વિશ્ર્વસફરનો આગળનો દેશ સિંગાપોર, બાલી, મોરિશિયસ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને માર્ચમાં અમેરિકા છે. બધી સહેલગાહના બુકિંગ શરૂ થઈ ગયા છે અને વિઝાની તૈયારી પણ ચાલુ છે. ઈચ્છા હોય તેમને આજે જ તમારી વીણા વર્લ્ડ બ્રાન્ચ ઓફિસ, વીણા વર્લ્ડ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનરનો અથવા બંને તમારી નજીક નહીં હોય તો ડાયરેક્ટ વેબસાઈટ પર જાઓ અને ઓનલાઈન બુકિંગ કરો. વીણા વર્લ્ડ હવે તમારાથી એક ક્લિકની દૂરી પર છે.
અને હા, તમે ગણી રહ્યા છો ને, ‘તમારા કેટલા દેશ થયા તે?’ અમે આ દેશોની સંખ્યા ગણવા માટે એક મેપ તૈયાર કર્યો છે, જે તમારી ગત સહેલગાહમાં તમને મળ્યો જ હશે. નહીં મળ્યો હોય તો અમને જણાવો, અમે મોકલી દઈશું. આ મેપ સામે લગાવી રાખો અને પોતાનું વિશ્ર્વસફરનું પ્લાનિંગ કરો. આપણા દોડધામભર્યા જીવનમાં આપણને જીવનનો, પરિવારનો, પ્રગતિનો... આવા ધ્યેય નક્કી કરવા પડે છે અને તેનું વ્યવસ્થાપન કરવું પડે છે, જેઓ માણસને ઘડે છે તે પણ પોતાની યાદીમાં સમાવિષ્ટ કરવાનું. ‘વી વોન્ટ સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટૂ!’ ઓલ્વેઝ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.