હાલમાં જ ક્રોએશિયાની સહેલગાહ પર ગયેલાં અમારાં ફ્રેન્ડ્સ ગિરીશ અને સુપ્રિયા કરંદીકરની બેગો તેમના ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી મળી જ નહીં. બે દિવસ પછી વિમાન કંપનીએ તેમની બેગો તેમને પહોંચાડી. જોકે ત્યાં સુધી તેમને પહેરેલાં કપડાં પર અને થોડું શોપિંગ કરીને સમય નિભાવવો પડ્યો. ગિરીશનુું કહેવું હતું કે ‘આપણે બેગો લઈ જ શા માટે જઈએ છીએ? બે-ત્રણ દિવસ આમ જ નીકળી ગયા પછી મારાં અડધાં કપડાં તો ઘડી પણ નહીં બગડતાં પાછાં આવ્યાં. આપણે અમસ્તા જ આટલો બધો સામાન લઈ જઈએ છીએ. એકદમ મોકળાશથી જવાનું, અમુક વસ્તુઓ, જેમ કે, ટી-શર્ટસ વગેરે ત્યાંથી ખરીદી કરવાનું. યાદ પણ રહે છે, ફોટો પણ તે ડેસ્ટિનેશનના નામના ટી-શર્ટ સાથે પડાવી શકાય છે.’
‘પ્રવાસમાં બેગ ગુમ થવી’ એ કાયમ અન્યની બાબતમાં બને છે અથવા આપણી બાબતમાં ક્યારેય બનશે જ નહીં એવું આપણે ધારતાં હોઈએ છીએ. મને લાગે છે કે જો આપણે પ્રવાસી હોઈએ, દુનિયામાં હરવાફરવાનું આપણું સપનું હશે, પર્યટનનો આપણને શોખ હશે તો જીવનમાં કમસેકમ એક વાર આપણને ‘બેગ ગુમ થવી’નો સામનો કરવો પડશે અને એક વખત તો આપણે જીવનમાં તે અનુભવ લેવો આપણા પર્યટનનો એક હિસ્સો છે એવું સમજવું જોઈએ. તેનાથી ગભરાઈ નહીં જવું જોઈએ અથવા ‘પ્રવાસમાં મારી બેગ ગુમ થાય તો શું થશે’ તેની ફિકર કરવી નહીં. આપણે બંજી જમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ, રાફ્ટિંગ, બોટિંગ... વગેરે એક-એક અનુભવ આપણા પર્યટનમાં લેતાં હોઈએ છીએ તે જ રીતે આ એક અનુભવ છે એવું સમજી લેવું જોઈએ અને હા, પર્યટન સંસ્થા તરીકે આ અનુભવ તમને મળશે જ એવી સાક્ષી અમે આપી શકતાં નથી અથવા જોકે બેગ ગુમ થાય તો એક અલગ અનુભવ આપણને મળશે તે વાસ્તવિકતા હોવા છતાં આપણે તે માટે તૈયાર હોવું મહત્ત્વનું છે. આપણી નાની હેન્ડબેગમાં અમુક જરૂરી વસ્તુઓ રાખવી, જેથી બદનસીબે આપણને તે અનુભવનો સામનો કરવો પડ્યો તો શાંતિથી અને સંયમથી આપણે હસતાં હસતાં તેનો સામનો કરી શકીશું.
હવે પર્યટનની રજાની મોટી સીઝન આવી રહી છે. દિવાળીની રજાઓ. દેશવિદેશનું ભરપૂર પર્યટન તમે કરશો. આ સમયે એક કાનમંત્ર મને આપવાનું મન થાય છે કે, ‘વન પર્સન, વન બેગ.’ સ્માર્ટ ટ્રાવેલરના પ્રવાસ માટે આ એકદમ મસ્ટ છે. મેં તેના પર ઘણી વાર લખ્યું છે, પરંતુ તેમ છતાં રજાની મોસમ આવે એટલે મારું લેખન ‘સ્માર્ટ ટ્રાવેલર’ વિષય તરફ આપોઆપ વળી જ જાય છે.
સહેલગાહ સાત દિવસની હોય કે પંદર દિવસની હોય. આપણી બેગ આકારમાં નાની અને વજનમાં હલકી હોવી જ જોઈએ, કારણ કે બસમાં લોડિંગ-અનલોડિંગ ડ્રાઈવર કરતો હોય તો પણ મોટા ભાગની ફોરેન ટુર્સ પર, એરપોર્ટ પર, બસમાંથી રૂમ સુધી અને રૂમથી બસ સુધી આપણી બેગો આપણને જ ઊંચકીને લઈ જવી પડે છે. વિમાન કંપનીઓએ મોટા ભાગનાં સ્થળે કાર્ગો બેગની વજનની મર્યાદા વીસ કિલોની કરવાથી (હવે પછી આ મર્યાદા પંદર કિલો પર આવવાની છે. અમુકે ઓલરેડી તે કરી દીધું છે) સામાન આપોઆપ ઓછો થયો છે. આમ, વીસ કિલોની મર્યાદા હોવા છતાં આપણે જાણે પંદર કિલોની મર્યાદા હોય તે રીતે સામાન લઈને સહેલગાહ પર નીકળીશું. તેના કેટલા ફાયદા છે એ તમે જ જુઓ. પંદર કિલો વજનની પૈડાંવાળી સ્ટ્રોલર બેગ એરપોર્ટ ખાતે બેલ્ટ પરથી ખેંચવા, રૂમ પર લઈ જવા-લાવવાનું બહુ સહેલું પડે છે. અથવા, બેગનો આકાર નાનો, વજન ઓછું, જેથી હોટેલના રૂમમાં પણ અડચણ નહીં. બહુ મોટો પ્રવાસ કર્યો હોય તેમને ખબર છે કે યુરોપમાં અથવા હોંગકોંગ- લંડન જેવાં બિઝી શહેરોમાં હોટેલ્સ મોટી હોવા છતાં રૂમનો સાઈઝ નાનો હોય છે. આવા સમયે મોટા આકારની બેગો બહુ અડચણરૂપ બને છે. બેગની સાઈઝ નાની થાય તો વિકલ્પે કપડાં લેવાં પડે છે અને ઓછાં કપડાંમાં આઠ-પંદર દિવસની સહેલગાહ કરવાની હોય ત્યારે આપણે કયાં કયાં કપડાં લેવાં જોઈએ તે બાબતમાં વધુ ઓર્ગેનાઈઝ્ડ બનીએ છીએ. નક્કી કરેલાં કપડાં હોવાથી સહેલગાહમાં વધુ મોટો ફાયદો એ છે કે કપડાં રોજ સરખાં કરવાં પડતાં નથી. વધુ કપડાં-વધુ વસ્તુ એટલે રૂમમાં જતાં જ આપણે પસારો કરવા માટે મોકળા બનીએ છીએ, જે આખરે માનવી સ્વભાવ જ છે. આ પછી બીજા દિવસે સવારે ફરી તે પસારો કાઢવાનો, દોડધામમાં પછી અમુક વસ્તુઓ ભૂલી જવી, ચીડચીડા થવું વગેરે બને છે. આથી ‘નાની બેગ-ઓછું વજન-ઓછાં કપડાં-ઓછો પસારો-ઓછું સમુંસૂતર કરવું-ઓછો ત્રાસ-મોટો આરામ’ આ ‘ઓર્ગેનાઈઝ્ડ વે ઓફ ટ્રાવેલિંગ’ની પ્રણાલી આપણે ધ્યાનમાં લઈએ અને તેનું અક્ષરશ: આચરણ કરીએ અને ‘સ્માર્ટ ટ્રાવેલર’ બનીએ.
પ્રવાસમાં આપણાં કપડાં સ્માર્ટ હોવાં જોઈએ, આપણી ચાલ વ્યવસ્થિત હોવી જોઈએ, એટલે કે, ફ્રી એન્ડ ઈઝી હોવી જોઈએ. હાથ ફ્રી હોવા જોઈએ. થેલીમાંના વજનથી આપણે દબાયેલા નહીં હોવા જોઈએ. આ બધાં બંધનો આપણા સ્માર્ટ ટ્રાવેલર બનવા માટે છે અને આપણે તેવા બનવાનું છે. હવે પછી રૂઆઅથી-એકદમ સ્ટાઈલમાં પ્રવાસ કરવાનો.
ચાલો, હવે સામાનના પેકિંગની શરૂઆત કરીએ. સૌપ્રથમ જરૂરી હશે તેટલી જ વસ્તુઓ એકત્ર કરીએ. આપણી સામે રાખીએ. તેમાં શું શું આવે છે? બે હલકા વજનની ડાર્ક જીન્સ, મોસ્ટ્લી બ્લેક એન્ડ બ્લુ અથવા બ્રાઉન, છ ટી-શર્ટસ અથવા કુરતા જેની ઘડી અત્યંત નાની થાય એવું મટીરિયલ હોવું જોઈએ. ઠંડીથી રક્ષણ માટે બોડી-ટાઈટ લેગીન અને ઈનર-ટોપ અથવા થર્મલ. એક લાઈટ સ્વેટર અને એક જેકેટ, અંડરગારમેન્ટ્સ-જ્યાં બે દિવસનો મુકામ હોય છે ત્યાં આપણે અંડરગારમેન્ટ્સ ધોઈને સૂકવી શકીએ છીએ એ ધ્યાનમાં લઈને સંખ્યા નક્કી કરવી જોઈએ. નાની બેગમાં વધુ કપડાં સમાવવાનાં હોય ત્યારે કપડાંની કાયમ મુજબ ઘડી નહીં કરતાં ગોળ ગોળ વીંટાળી દેવું જોઈએ, જેથી ખાંચામાં કપડાં સમાઈ શકે છે અને નિશ્ર્ચિત રીતે વધુ કપડાં સમાય છે. ટોઈલેટરીઝ-પાઉચ પણ નાનું અને ચોક્કસ વસ્તુઓનું જ હોવું જોઈએ. અમસ્તા જ મોટી મોટી બોટલો નહીં લેવી જોઈએ. સહેલગાહમાં સારા વોકિંગ શૂઝ લો, જે કાળા હોય તો વધુ સારું રહેશે. તે બધા ડ્રેસ પર સારા લાગે છે અથવા છોકરીઓને ફેશન કરવી હોય તો કાળા શૂઝ માટે અલગ અલગ રંગની શૂ લેસીસ લઈ જવી, જેથી ટોપ અને કુરતા હોય તેના રંગના શૂ મેચિંગ થઈ જાય છે. શૂઝની બીજી જોડી નહીં લેતાં તે આ રીતે આપણે મેચિંગ કરી શકીએ છીએ. મહિલાઓએ પ્રવાસમાં પંજાબી ડ્રેસ-ઓઢણી અથવા સાડીનો સાથ છોડવામાં જ શાણપણ છે. સાચવવાં પડે તેવાં કપડાં અને ઓઢણી પણ નહીં જોઈએ. જો જીન્સ પહેરવી નહીં હોય તેમણે જીન્સની જેમ ડાર્ક કલરના બે સલવાર અને પાંચ- છ ટોપ્સ સાથે લેવા, અર્થાત, ઘડી નાની થાય તેવું તેનું મટીરિયલ હોવું જોઈએ. ઉપરાંત વુમન્સ સ્પેશિયલ હોય તો ફેશન શો માટે સ્ટાઈલિશ ડ્રેસ અને સ્લીક સેન્ડલ જામી શકે છે. આટલું જ જોડે લેવાનું. આટલી વસ્તુઓ આરામથી તે બેગમાં રહી જશે. આ સાથે થોડી જગ્યા રાખવાની છે, કારણ કે એરપોર્ટ પર મળતાં સ્નેક્સ-હેમ્પર અને અન્ય વસ્તુ તેમાં રહેવી જોઈએ. હવે તમે કહેશો, ‘અમારી બેગ તો જેકેટ્સથી જ ભરાઈ ગઈ!’તો સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે જેકેટ્સ અને સ્વેટર બેગમાં નહીં રાખવા જોઈએ. શરીર પર પહેરી લેવું અને ઊતર્યા પછી આપણા કોચમાં બેઠા પછી આપણી સીટ પરના રેકમાં મૂકી દેવું. સ્માર્ટ ટ્રાવેલરે આવા સ્માર્ટ વિકલ્પો સતત શોધતા રહેવું જોઈએ.
ફ્રેન્ડ્સ! વિશ યુ અ હેપ્પી જર્ની! એન્જોય, લેટ્સ સેલિબ્રેટ લાઈફ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.