મારો નવો પાસપોર્ટ પહેલી વાર જ્યારે હાથમા આવ્યો તે દિવસ મને હજુ યાદ છે. સૌપ્રથમ તે તરફ મનને સપૂર્ણ સતોષ થાય ત્યા સુધી જોયુ. તેના પર હલકો હાથ ફેરવ્યો, તે ખોલીને તેની સુગધ લીધી નવા પાઠ્યપુસ્તકની લેતી તે રીતે. તેના પર મારુ નામ ચેક કર્યું ત્યારે તો આપણે કોઈક ખાસ છીએ એવો આભાસ થયો. મારા દેશપ્રેમી મનને આપણને ભારતે એક મજબૂત નાગરિકત્વ બહાલ કર્યું હોવાનો આનદ થયો.
‘તમારામાથી કેટલા જણ પાસે પાસપોર્ટ છે?’ વીણા વર્લ્ડ સેલ્સ મીટના સમયે સુધીરે પ્રશ્ર્ન પૂછ્યો. ઘણા બધા હાથ ઉપર ઊંચકાયા-જેમના હાથ ઊંચકાયા નહીં તેમને ઉદ્દેશીને સુધીરે કહ્યુ, ‘જે મેમ્બર્સ પાસે પાસપોર્ટ નથી તેઓ એક તો પોતાની પર અથવા ટુરીઝમ પર વિશ્ર્વાસ રાખતા નથી. જો હુ આજે ટુરીઝમમા પ્રવેશ કરી રહ્યો છુ તો મારા મનમા એક વાત પાક્કી હોવી જોઈએ કે મારી મહેનત પર, મારા સ્વકર્તૃત્વ પર દુનિયાની પ્રદક્ષિણા પૂરી કરીશ. મારી સામે વીણા વર્લ્ડ રોજ ઘણા બધા ટીમ મેમ્બર્સ દેખાય છે, કોઈ પાચ ખડો પર પગ મૂકે તો કોઈએ સાતેય ખડોસર કર્યા છે. આપણા વિવેક કોચરેકરે આ વર્ષે એટલે કે તેની ઉંમરના સાડત્રીસમા વર્ષે સપ્તખડ પર તેણે પોતાનો અને વીણા વર્લ્ડનો ધ્વજ પણ લહેરાવ્યો છે. અને તે સો દેશ પણ પૂરા કરી રહ્યો છે. ઉંમરના ત્રીસ વર્ષમા જ પચાસ દેશ પૂરી કરેલા અનેક ટુર મેનેજર્સ આપણી પાસે છે. તેઓ જો તેમના કર્તૃત્વ પર આ વાતને સહજ રીતે સાધ્ય કરી શકે તો સો દેશ પૂરા કરવા તરફ આગેકૂચ કરે છે તો હુ શા માટે નહીં? આ પ્રશ્ર્ન તમને નથી થયો? ઘણી વાર આપણે ઈચ્છા રાખવા પણ ખચકાટ અનુભવીએ છીએ. સપના જુઓ તો તે સાકાર થશે. ટુરીઝમમા દરેકે અખડ પર્યટનના-દુનિયા જોવાના સપના જોવા જોઈએ. આપણે ઘણી વાર વિચાર કરીએ કે હુ હજુ રાજ્યની બહાર નીકળ્યો નથી તો દુનિયા જોવાનો વિચાર પણ પાપ છે. આ વિચાર જ આપણને પાછળ ખેંચે છે. આજથી આ વિચાર આપણે આપણા મનમાથી હદપાર કરી નાખવાનો છે. જીવન પાસે માગવાનુ શીખીએ અને તે હાસીલ કરવા માટે પ્રયાસોની મહેત કરીએ. બીજી વાત એ છે અથવા હોઈ શકે કે તમે તમારા કરિયર બાબતે ક્લિયર નથી. ક્યાક જોબ કરવાનો છે તેથી જો તમે આ ક્ષેત્રમા આવ્યા હશો તો તમારા માટે ટુરીઝમ આ ક્ષેત્ર નથી, કારણ કે અહીં આ ઈન્ડસ્ટ્રીમા મનથી સેવા આપવી પડે છે. આ સર્વિસ ઈન્ડસ્ટ્રી છે અને તેમા મન પરોવાયુ નહીં હોય તો તમે ઝાઝો સમય આ ઈન્ડસ્ટ્રીમા સર્વાઈવ નહીં થઈ શકો. પોતાને ઓળખો, જો આ ક્ષેત્ર તમારે માટે નહીં હોય તો સમય વેડફો નહીં. આજે જ બહાર નીકળો, મનગમતા ક્ષેત્રમા જાઓ. અને જો અહીં રહેવાનો નિર્ણય પાક્કો હોય તો કમર કસીને કામે લાગો. ભારતમા ટુરીઝમ રિવોલ્યુશન આવી રહ્યુ છે. અનેક તકો ઉપલબ્ધ થવાની છે. પોતાને તે માટે તૈયાર કરો. કમર કસીને કામે લાગો. અને આગામી ત્રણ મહિનામા જેમની પાસે પાસપોર્ટ નથી તેમણે પોતાનો પાસપોર્ટ તૈયાર કરીને તેના શ્રીગણેશ કરવા. લાઈફ ઈઝ શોર્ટ, ડોન્ટ વેસ્ટ ટાઈમ, મેક અ ડિસિઝન ટુડે એન્ડ એક્ટ ટુવર્ડસ ઈટ વિથ ક્લિયર માઈન્ડ!’ અમુક ટીમ મેમ્બર્સે ત્યા ને ત્યા જ સુધીરને ‘પાસપોર્ટ તૈયાર કરીશુ’ એવુ પ્રોમિસ કર્યું અને તે માટેના દસ્તાવેજો ભેગા કરવાનુ શરૂ કર્યું. સુધીરે વિતિ સાથે કરેલા આ કથનથી એકદરે પર્યટનરૂપી જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
‘પાસપોર્ટ છે કે?’ આ પ્રશ્ર્ન હુ હવે તમને પૂછુ છુ. અને મને ખાતરી છે કે અનેક લોકો પાસે તે નહીં હોય. આ પાસપોર્ટ નહી હોવાના અનેક કારણો હોઈ શકે છે. એક, પાસપોર્ટ આજે પણ અનેક લોકોની દૃષ્ટિથી ‘શ્રીમતાઈનુ પ્રદર્શન’ એવો પ્રકાર છે. બીજુ, આપણે ક્યા વિદેશમા જવાના છીએ કે આપણને પાસપોર્ટની જરૂર પડશે? આ પ્રશ્ર્ન માથામા પાક્કો બૈસી ગયેલો હોય છે. ત્રીજુ, ડોક્યુમેન્ટેશન ઝઝટમય લાગે છે, આ દાખલો લાવો, તે સર્ટિફિકેટ જોડો એ કટકટ લાગે છે. ચોથુ કારણ પૈસાનુ હોઈ શકે છે કે હમણા કાઈ ફોરેન ટુર પર જવાનુ નથી તો પછી પાસપોર્ટ તૈયાર કરવાનો ખર્ચ આજે જ શા માટે માથે લેવો જોઈએ? મને તો આ કારણો બધા જણાયા, તેનાથી અલગ પણ હોઈ શકે છે. જેમની જેમની પાસે પાસપોર્ટ નથી તેમણે આજે જ કારણ શોધવાનુ. પાસપોર્ટ શા માટે કઢાવ્યો નથી તેનુ અને પાસપોર્ટ કઢાવવાની તૈયારી શરૂ કરવી. રેશનકાર્ડ, આધારકાર્ડ, પેનકાર્ડ જેટલી જ અથવા તેનાથી વધુ મહત્ત્વની કોઈ વાત હોય તો તે પાસપોર્ટ છે. આપણે ભારતના એક સન્માનનીય નાગરિક છીએ તેનો આ એક સુસ્પષ્ટ દાખલો છે. વિદેશમા મોટા ભાગના દેશોમા બાળક જન્મે એટલે તરત જ તેને નામ અપાય છે અને તાત્કાલિક તેનો પાસપોર્ટ કઢાવવામા આવે છે. આપણે ત્યા પણ તે દિવસ બહુ દૂર નથી. કદાચ સરકાર જ તે વાત હાથમા લેશે. સરકારને આખા ભારત માટે આ વાત જ્યારે કરવી હશે ત્યારે કરવા દો પણ વિદ્યાર્થીઓ માટે વહેલામા વહેલી તકે આ વાત તેમે ફરજિયાત બનાવવી જોઈએ. જેમને આર્થિક રીતે શક્ય નથી તેમને સવલત આપીને કરાવી લેવી. દુનિયા નજીક આવી છે, રમતમા- વિજ્ઞાનમા- સશોધનમા આપણા ભારતીય વિદ્યાર્થીઓ અતુલનીય કામગીરી કરી રહ્યા છે. તેમને વિદેશમા પોતાની કુશળતા બતાવવાની તક ગમે ત્યારે આવી શકે છે. પાસપોર્ટ નહીં હોવાથી આ તક ગુમાવવી નહીં જોઈએ અથવા છેલ્લી ઘડીએ તે કરવા માટે આવનાર માનસિક અને આર્થિક ત્રાસ નહીં થવો જોઈએ. દરેક વિદ્યાર્થી પાસે પાસપોર્ટ હોવો તે વાત મને વધુ એક દૃષ્ટિથી મહત્ત્વની લાગે છે કે પાસપોર્ટ એક સપનુ છે. તે વિદ્યાર્થી કે તે વિદ્યાર્થિની તે પાસપોર્ટ તરફ-પોતાના ભવિષ્ય તરફ ‘સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ એવી નજરથી જ્યારે જુઓ, ભવિષ્યમા મને અમુકઅમુક કરવાનુ છે એવુ મનમા નક્કી કરીને જ્યારે અભ્યાસ કરવા માડે છે ત્યારે આજે મારુ અસ્તિત્વ ગમે તેવુ હોય તો પણ મને ફરક પડતો નથી, કારણ કે તે પાસપોર્ટ મને કાઈક મજેદાર ઈસારો કરતો હોય છે, મને ક્યા પહોંચવાનુ છે તે બતાવતો હોય છે. કોઈને તેમા ઓલિમ્પિક્સ દેખાશે તો કોઈને એમઆઈટી હાર્વર્ડ ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઝ, તો કોઈને નાસા અથવા એન્ટાર્કટિકાનુ બેઝ સશોધન માટે સાદ પાડશે. પાસપોર્ટ મને એક ઈન્સ્પિરેશન લાગે છે.
યાદ કરીને જુઓ, તમે તમારો પહેલો પાસપોર્ટ ક્યારે કઢાવ્યો હતો ઘણા બધા પાસે પહેલા પાસપોર્ટથી લઈને બધા જ પાસપોર્ટ જતન કરેલા હશે. એક વાર એરપોર્ટ પર ઈમિગ્રેશન લાઈનમા એક વ્યક્તિ કમસેકમ વીસ પાસપોર્ટ લઈને ઊભી હતી. ઈમિગ્રેશન ઓફિસથી લઈને અમે બધા જ તેમની પાસે આશ્ર્ચર્યથી જોઈને હસતા હતા. હવે ડિજિટલાઈઝેશન પછી આવુ દૃશ્ય જોવા મળતુ નથી પણ અગાઉ ઘણી વાર આવી વ્યક્તિ નજરે પડતી. અર્થાત આજે પણ ત્રણથી પાચ પાસપોર્ટ ઘણા પ્રવાસીઓ પાસે હોય છે. હુ પણ કાયમ ત્રણ પાસપોર્ટસ લઈને પ્રવાસ કરુ છુ. એક કરન્ટ પાસપોર્ટ, બીજો યુનાઈટેડ કિગડમનો વેલિડ વિઝા જેના પર છે તે અને ત્રીજો જેના પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વિઝા છે તે. કોણ જાણે ત્યા ને ત્યાથી એક દેશમાથી બીજા દેશમા જવુ પડી શકે તો પાસપોર્ટ જોડે લાવ્યો નહીં તેથી અડચણ નહીં થવી જોઈએ. પહેલોવહેલો નવોનક્કોર પાસપોર્ટ જ્યારે હાથમા આવે છે ત્યારે ખુશીથી મન ઝૂમી નહીં ઊઠે એવુ ભાગ્યે જ કોઈની બાબતમા બન્યુ હશે. મારો નવો પાસપોર્ટ પહેલી વાર જ્યારે હાથમા આવ્યો તે દિવસ મને હજુ યાદ છે. સૌપ્રથમ તે તરફ મનને સપૂર્ણ સતોષ થાય ત્યા સુધી જોયુ. તેના પર હલકો હાથ ફેરવ્યો, તે ખોલીને તેની સુગધ લીધી નવા પાઠ્યપુસ્તકની લેતી તે રીતે. તેના પર મારુ નામ ચેક કર્યું ત્યારે તો આપણે કોઈક ખાસ છીએ એવો આભાસ થયો. મારા દેશપ્રેમી મનને આપણને ભારતે એક મજબૂત નાગરિકત્વ બહાલ કર્યું હોવાનો આનદ થયો.મારા અસ્તિત્વ તે ખરો પુરાવો હુ મારા કબાટમા જીવ કરતા પણ વધુ જતન કર્યો છે.જ્યારે જ્યારે તે પાસપોર્ટ મારી નજર સામે આવતો ત્યારે ત્યારે હુ મનથી દુનિયાના અનેક દેશોમા પહોંચી જતી. મારો પહેલો પાસપોર્ટ જેની વેલિડિટી દસ વર્ષ હતી તે કોરો જ રહ્યો. વિદેશમાના દેશોનો એકેય ઈમિગ્રેશન સ્ટેમ્પ મારા પાસપોર્ટ પર આવ્યો નહીં, પણ મેં તે પાસપોર્ટ તરફ ક્યારેય ગુસ્સાથી જોયુ નહીં. આ પાસપોર્ટ કોરો-કરકરતો રહીને પૂરો થયા પછી જ્યારે હુ બીજો પાસપોર્ટ કઢાવવા માટે ગઈ ત્યારે પણ જાણે હુ પહેલો જ પાસપોર્ટ કઢાવવાની હોઉં તેવા ઉત્સાહમા ગઈ અને બીજો પાસપોર્ટ કઢાવ્યો. દસ વર્ષ પસાર થઈ ગયા છતા બીજા પાસપોર્ટ પર ચોક્કસ કોઈક દેશનો વિઝા આવશે એવી ઈચ્છા વધુ પ્રબળ બની હતી. ‘ગલી બોય’ ફિલ્મની ભાષામા કહીએ તો ‘અપના ટાઈમ આયેગા!’ એવુ લાગતુ રહેતુ હતુ. બીજા પાસપોર્ટ પર ઓગણીસ્સો નેવ્યાસીમા હુ થાઈલેન્ડ સિંગાપોરના પહેલાવહેલા વિદેશ પ્રવાસે નીકળી. આ પછી પાછળ વળીને જોયુ નથી. દુનિયા જોવાનુ, સપ્તખડ પર પગ મૂકવાનુ, મારુ એક સમયે જોયેલુ સપનુ પૂરુ થયુ હતુ. છેલ્લા અમુક વર્ષ પગમા ભીંગરી લગાવી હોય તે રીતે ફરી. ક્યારેક ક્યારેક તો હુ એરપોર્ટ પર એક પળ ઊભી રહેતી, હુ કયા એરપોર્ટ પર છુ અને ક્યા જઈ રહી છુ તે યાદ કરતી અને આગળ નીકળતી. ‘ગઝની’ ફિલ્મમા આમિરના સજય સિંઘાયિા જેવા કેરેક્ટર જેવુ મારુ થઈ ગયુ હતુ. અમારા ટુર મેનેજર્સની પરિસ્થિતિ તેનાથી અલગ નહીં હોય તેની મને ખાતરી છે. આ અખડ પર્યટને અમારા બધાના જ વ્યક્તિત્વના વિકાસમા ઉમેરો કર્યો છે એવુ કહેવામા કોઈ વાધો નથી, શાણપણ કદાચ આવવાનુ છે પણ જીવન સુસહ્ય બનવા, તેમાના પડકારો ઝીલવા પ્રવાસના અનેત અનુભવો કામે આવ્યા એવુ ખાતરીપૂર્વક કહી શકુ છુ.
દરેક પાસે પાસપોર્ટ હોવો તે વધુ એક દૃષ્ટિથી મને મહત્ત્વનુ લાગે છે કે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી માટે આપણે રેડી હોવા જોઈએ. તક એક જ વાર દ્વાર ખખડાવે છે એવુ કહેવાય છે અને આજની દુનિયામા એટલી ઓપોર્ચ્યુનિટીઝ છે કે તક આવશે ત્યારે જોઈ લઈશુ એવુ કહેનારા પાછળ રહી જવાના છે, કારણ ક્ે બીજો કોઈક જે રેડી હશે તે આ તક ઝડપી લેશે, આપણી પાસેથી છીનવી લેશે. સો, આપણી માનસિકતાને તે રીતે કેળવવી જોઈએ. લેટ્સ ઓલ્વેઝ બી રેડી, સ્ટેડી, ગો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.