જીવનભર મહેનત કરવાની અને આપણુ બાકી જીવન સુખમય જીવવાનુ તેમ જ આપણા સતાનો માટે તેમની ભાવિ પેઢી માટે જે કાઈ કરી રાખી શકાય તે કરવાનુ એવી આપણા બધાની જ ઈચ્છા હોય છે. આપણા મોટા ભાગના આયુષ્યની આગેકૂચ આ રીતે જ ચાલતી રહે છે. શક્યતો તેમા આપણે-આપણુ-આપણા માટે એવો સીધોસાદો હિસાબ હોય છે અને તેમા ખોટુ કશુ નથી. જોકે મને આપણા પૂર્વજોએ સ્વાર્થ સાધતી વખતે પરમાર્થ કરીને આવી અનેક બાબતો ભાવિ પેઢી માટે કરીને રાખી છે તે માટે કાયમ તે બધાની પ્રત્યે એક કૃતજ્ઞતાની ભાવના રહી છે. તે પછી આપણા હિંદુ સસ્થાનિકો હોય, મુગલ હોય કે બ્રિટિશ હોય. નો ડાઉટ તેમણે તેમનુ જીવ રીતસર ઉપભોગ્યુ છે. સસ્થાનિકોએ અથવા કોઈ પણ રાજાના મહેલમા ગયા પછી તેમનુ સુખચેન - તેમનો રૂઆબ - તેમનુ ઐશ્ર્વર્ય આ બધાથી આપણી આખો દીપી ઊઠે છે. જોકે તેની પણ પાર જઈને વિચાર કરવામા આવે તો આપણા ધ્યાનમા આવે છે કે આ જે પણ વૈભવ તેમણે ઉપભોગ કર્યું છે તે આજે આપણા દેશના કામમા આવી રહ્યુ છે. આજે ભારતમા જે કાઈ પર્યટન છે તેમાથી કમસેકમ પચાસ ટકા પર્યટન ઈતિહાસની નિશાીઓ જોવા માટે હોય છે. પછી તે ભારતીય પર્યટકોએ કરેલુ પર્યટન હોય કે વિદેશી પર્યટકો હોય. વિદેશી પર્યટકો ભારતનુ ઐતિહાસિક ઐશ્ર્વર્ય જોવા માટે વધુ આવે છે એવુ કહીએ તો પણ તેમા અતિશયોક્તિ નથી.
આપણુ ઐતિહાસિક ઐશ્ર્વર્ય આપણી શાન છે અને આપણા ભારતની રોજીરોટીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તો પછી જે ઐશ્ર્વર્ય આપણને મળ્યુ છે તેમા કયા રાજાનો મહત્ત્વનો ભાગ છે તેનો જો વિચાર કરવામા આવે તો મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુને થોડા માર્કસ મળશે. તેની ઉપર કર્ણાટક અને મધ્ય પ્રદેશનો નબર લાગશે. તેમની પણ ઉપર દિલ્હી અને આગ્રા અને તમે બધા મારી સાથે સમત થશો તે એટલે નબર જો કોઈ રાજ્ય હશે તો તે રાજસ્થાન છે. બહાર કોઈ પણ દેશમા ફરતી વખતે આપણે ઈન્ડિયામાથી આવ્યા છીએ એવુ જ્યારે સામેના માણસોને ખબર પડે ત્યારે તેમના મોઢામાથી જે કાઈ શબ્દ આવે છે તે જનરલી આ ત્રણ પ્રકારમાના જ હોય છે. ‘ઓહ! અમે તમારા દેશમા આવ્યા હતા, અમે રાજસ્થાનમા ગયા હતા.’ ‘આય વોન્ટ ટુ વિઝિટ ઈન્ડિયા એસ્પેશિયલી રાજસ્થાન.’ અને ત્રીજો હોય છે, ‘ગ્રેટ ક્ધટ્રી! ટુ બી અ સુપરપાવર!’ વિદેશી પર્યટકોમા ૯૦ ટકા પર્યટકોને રાજસ્થાન આવવાનુ હોય છે, જ્યારે આપણા દેશના ભારતીય પર્યટકોની લિસ્ટમા પણ રાજસ્થાન નબર વન હોય છે. મહારાષ્ટ્રનો વિચાર કરીએ તો આપણને પહેલી વાર કાશ્મીર, હિમાચલ જેવા ઠડી હવાના સ્થળો આકર્ષિત કરે છે અને તે પછી કેરળ અને રાજસ્થાન... આ પછી બાકી રહેલો ભારત.
રાજસ્થાની લોકોના શૌર્યની-ચતુરાઈની- હોશિયારીની અનેક કથાઓ આપણે વાચી છે, હુ પર્યટનના માધ્યમથી જ્યારે રાજસ્થાનનો વિચાર કરુ છુ ત્યારે ધ્યાનમા આવે છે કે જે કાળમા પરિવહનના કોઈ યોગ્ય સાધનો ઉપલબ્ધ નહોતા તે સમયથી આ રાજસ્થાની રાજાઓએ લોકોના પર્યટનનો વિચાર કર્યો હશે. આપણે આપણા સુખ માટે જે કાઈ નિર્માણ કરીએ તેનો ઉપયોગ આપણા નિર્વાણ પછી આપણા અખત્યારમાની-મુલખની-રાજ્યની આગળ આવનારી અનેક પેઢીઓને થશે અથવા થાય તે જ તેમની વિચારધારા હોવી જોઈએ. હવે જુઓ ને, રાજસ્થાન આમ તો સુજલામ સુફલામ ભૂમિ નથી. રાજસ્થાન ભારતમા સૌથી મોટુ રાજ્ય છે, આપણા દેશના સાડાદસ ટકા ભાગ રાજ્સ્થાનથી વ્યાપ્ત છે પણ તે જ રાજસ્થાનનો અડધા વધુ ભાગ રણથી વ્યાપ્ત છે. ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ-થાર, નામ તો સૂના હોગા. આ ભારતનુ સૌથી મોટુ ડેઝર્ટ છે અને દુનિયાના આકારથી નવ નબરનુ ટ્રોપિકલ ડેઝર્ટ છે. એટલે કે, રાજ્યનો આટલો ભાગ આમ જોવા જોઈએ તો કોઈ કામનો નથી. બિકાનેર સૌથી મોટુ શહેર આ રણના ભાગનુ છે. આ સપૂર્ણ રણના ભાગમા વસતિ બહુ ઓછા પ્રમાણમા છે, કેવુ હશે તે, ઉનાળામા પિસ્તાલીસથી પચાસ ડિગ્રી સુધી પહોંચનારો, શિયાળામા શૂન્યની નીચે પારો પહોંચીને ઠડીથી લખલખુ ફેલાવનાર, વરસાદ એટલે દુર્લભ, જેથી પીવાના પાણીની પણ તગી છે. આમ, આપણા ભારતનુ સૌથી મોટુ રાજ્ય રાજસ્થાન આવી અનેક અડચણો અને આપત્તિઓનુ શિકાર છે. જોકે કહેવાય છે ને કે જીવનમા જેટલી અડચણો વધુ હોય તેટલા જ માણસો વધુ પ્રયત્નશીલ બને છે. રાજસ્થાનનુ પણ એવુ જ થયુ હોય તેમ જણાય છે, અમને ઈશ્ર્વરે આપતી વખતે હાથ થોડો સકુચિત રાખ્યો હતો કે કેમ? નેવર માઈન્ડ અમે નિર્માણ કરીએ છીએ, રણમા પણ અમે કમળ ખીલવીએ છીએ, આ જ ધારણાના લોકો ત્યા હોવા જોઈએ. ૧૯૨૮-૨૯મા રાજસ્થાનના રણના ખડતર ભાગને દુકાળનો સામનો કરવો પડ્યો હતો. દુકાળમા અધિક માસ એવી જ સ્થિતિ છે. જોકે પરિસ્થિતિ સાથે સતત ઝઝૂમીને તે સમયના રાજા, એટલે કે, મહારાજા ઉમ્મેદસિંગે તે દુકાળની આગમા તરફડનારી જનતાને કામ મળે તે માટે ૧૮ નવેમ્બર, ૧૯૨૯ના રોજ રજવાડુ બાધવા લીધુ, જેનુ નામ છે ચિત્તર પેલેસ. તે ભાગમા મળતા ચિત્તર નામે પથ્થરોથી તેનુ કામ શરૂ કરવામા આવતા આ નામ તેને અપાયુ છે. આ બાધકામને લીધે તે ભાગના લોકોને લગભગ ૧૪ વર્ષ કામ મળ્યુ અને આ રજવાડુ ૧૯૪૩મા બધાઈને પૂરુ થયુ, જેનુ નામ પછી બદલવામા આવ્યુ અને તેને ઉમ્મેદ ભવન પેલેસ તરીકે ઓળખવામા આવે છે. આજે ઉમ્મેદ ભવન પેલેસ દુનિયામા સૌથી મોટા મહેલમાથી એક છે. એક ભાગમા ૧૯૭૨થી શરૂ થયેલી તાજ પેલેસ હોટેલ, બીજા ભાગમા જોધપુરના મહારાજ ગજસિંગની રોયલ ફેમિલીનુ નિવાસસ્થાન અને તે સમયે ઉપયોગ કરવાના આવલા અનેક અનોખા વિલક્ષણ વાહનોનો કાફલો છે. અમે આપણી સહેલગાહમા આ મ્યુઝિયમ બતાવીએ છીએ પણ ક્યારેક એકાદ કોઈક મોેટી ઈવેન્ટ હોય અથવા વીવીઆઈપી મુવમેન્ટ હોય તો રોયલ ફેમિલીનો ખાનગી મામલો હોવાથી પર્યટકોને પ્રવેશ અપાતો નથી. અર્થાત, જગપ્રસિદ્ધ આ ઉમ્મેદ ભવન પેલેસ બહારથી જોવાનુ પણ આખોને આજી દેનારુ નીવડે છે અને તેનો બેકગ્રાઉન્ડર ફોટો ખેંચવાનુ કોઈ પર્યટકો ચૂકતા નથી. જોધપુર જેમ ઉમ્મેદ ભવન પેલેસ માટે પ્રસિદ્ધ છે તેમ તે સનસિટી અથવા બ્લુ સિટી તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્યાનો મેહરાગઢ ફોર્ટ તો બોલીવૂડ અને હોલીવૂડના બધાનો જ મનગમતો સ્પોટ છે, બેટમેનનો ‘ધ ડાર્ક નાઈટ રાઈઝીસ’ યાદ છે? તેનુ પણ અમુક શૂટિગ અહીં થયુ છે. જોધપુર એટલે રાઠોડ ડાયનેસ્ટી, રાવ જોધાએ ૧૪૫૯ દરમિયાન વસાવેલુ પણ એવુ કહેવાય છે કે બ્રિટિશ કાળમા તેનો એટલે કે જોધપુરનો અને જોધપુરના લોકોનો ખરા અર્થમા ઉદય થયો અથવા બરકત મળી. ગમે તે હોય પણ તે કાળથી આજ સુધી જોધપુર બધી બાબતોમા પોતાનુ અવ્વલ સ્થાન ટકાવીને છે. આ જ થાર રણનુ બીજુ મહત્ત્વનુ સ્થળ એટલે જેસલમેર બારમેર અને બિકનેર છે. આપણે મારવાડની સહેલગાહમા તેમાથી જેસલમેર અને બિકાનેર જોઈએ છીએ. થાર ડેઝર્ટની બાબતમા આ કેટલો વિરોધાભાસ છે નહીં, અરવલી પર્વતમાળા, અડીને આવેલી પાકિસ્તાનમાની સતલજ અને સિંધુ નદી આ બધુ થાર ડેઝર્ટની દૂરદૃષ્ટિમા (સરસ્વતી નદી પણ અહીં આ રણની નીચે આવીને લુપ્ત થઈ છે એવુ કહેવાય છે) સામે દેખાય છે પણ આપણને તેનો બહુ લાભ નથી એવી પરિસ્થિતિમા આ રણના સ્થળોએ હાર માની નહીં. જેસલમેરના રણમા જ તેમણે દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણ બનાવી દીધા. જેસલમેરને ગોલ્ડન સિટી પણ કહેવાય છે તેનુ કારણ આ શહેરને લાભેલી ત્રિકુટ નામે ટેકડી પરનો સોનાર ફોર્ટ અથવા જેસલમેર ફોર્ટ છે. દુનિયામા સૌથી વધુ લોકવસતિ જો કોઈ આવા કિ૦ામા રહેતી હોય તો તે આ જેસલમેર ફોર્ટમા છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમા આ ફોર્ટ મહત્ત્વનુ સ્થાન છે. તેને સોનાર કિલ્લો અથવા ગોલ્ડન ફોર્ટ કહેવાનુ કારણ તે કિલ્લાઓના બાધકામમા ઉપયોગ કરવામા આવેલા યેલો સેન્ડ સ્ટોન છે. સપૂર્ણ પીળા રગની આ મહાકાય વાસ્તુ પર જે સમયે સૂર્યના કિરણો પડે છે ત્યારે સોના જેવુ દેખાવા લાગે છે.
રાજસ્થાન એટલે દુનિયામા સૌથી પુરાતન એવી જે સસ્કૃતિઓ હતી તેમાથી એક માનવામા આવે છે. જોહારભૂમિ, ડેઝર્ટ સ્ટેટ, દ લેન્ડ ઓફ કિગ્ઝ, દ લેન્ડ ઓફ કલર્સ... એવા અને વિશિષ્ટતાયુક્ત નામોનો રૂઆબ છાટતા રાજસ્થાનમા ભરતપુર બર્ડ સેન્ક્ચ્યુઅરી, જતર મતર, કુભલગઢ ફોર્ટ, ચિત્તોડગઢ ફોર્ટ, રણથબોર ફોર્ટ, આમેર ફોર્ટ, જેસલમેર ફોર્ટ, ઝાલાવર અથવા ગાગરણ ફોર્ટ આ બધા સ્થળો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમા આવે છે. વધુમા વધુ વિદેશી પર્યટકોને આકર્ષવામા સતત અગ્રસ્થાને રાખતા આ રાજસ્થાનમા અમુક વિલક્ષણ બાબતો પણ છે જેમા કુભલગઢ ફોર્ટની ૩૬ કિમી લાબી સળગ દીવાલ ગ્રેટ વોલ ઓફ ચાયના પછીની મહત્ત્વની દીવાલ માનવામા આવે છે. જોધપુરથી ૨૫ કિલોમીટર પર આવેલુ ગુડા બિશ્નોઈ આદિવાસી જાતિનુ આગવુ ગામ જોવા માટે પર્યટકો ભારે ઉત્સુક હોય છે. આ જ રીતે જોધપુર નજીક પાલીમાનુ એક બુલેટબાબા ટેમ્પલ પણ છે. અહીં ૩૫૦ સીસીની રોયલ એનફિલ્ડ બુલેટને ભગવાન માનવામા આવી છે અને આ મદિરમા આ બુલેટની પૂજા કરવામા આવે છે અને અહીં ભગવાનને આલ્કોહોલની પ્રસાદી ચઢાવવામા આવે છે. અર્થાત, તેમા એક નાની કથા છે જે ત્યા સાભળવામા જ મજા આવે છે. જેસલમેરથી વીસ કિલોમીટર પર કુલધારા ગામ છે. આ એક રાતમા ડેઝર્ટેડ થયેલુ ગામ છે. ૧૮૨૫મા એક રાતમા આ કુલધારા ગામ અને તેની આજુબાજુના ૮૫ ગામ લોકોએ છોડી દીધા અને તેઓ જોધપુર નજીક ક્યાક નીકળી ગયા. આ રીતે માસ માઈગ્રેશન રાજસ્થાની લોકોએ તેમના સેલ્ફ રિસ્પેક્ટ માટે કર્યું હોવાની કથા ત્યા સભળાવવામા આવે છે. તેના અવશેષ જોવા માટે પર્યટકો ખાસ આવે છે. પોતાનુ શીલ બચાવવા માટે સળગતી ચિતામા ભૂસકો મારનારી રાજસ્થાની મહિલાઓની જોહારભૂમિમા આ વાત અશક્ય લાગતી નથી. બિકાનેરથી ત્રીસ કિલોમીટર પર દેશનોકનુ કર્ણીમાતા મદિર પણ આવુ છે. આ મદિરમા વીસ હજારથી વધુ ઉંદરોનો મુકામ છે.
રાજસ્થાનનો અડધાથી વધુ ભાગ રણથી વ્યાપ્ત હોવા છતા બાકીના અડધા ભાગમા નિસર્ગની મહેરનજર છે. આ ભાગ એટલે જયપુર, ઉદયપુર અને માઉન્ટ આબુ સાઈટ છે. હિમાલયથી પણ અગાઉ જેની ઉત્પત્તિ થઈ એવુ માનવામા આવે છે એવા અરવલી પર્વતની હારમાળાની દેણ રાજસ્થાનને લાભી છે અને તેના પગથિયા પર વસેલુ, જૈન લોકોનુ શ્રદ્ધાસ્થાન દિલવાડા ટેમ્પલ અને બ્રહ્મકુમારીનુ હેડ ક્વાર્ટર્સ માઉન્ટ આબુ રાજસ્થાનનુ એકમેવ હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુને ઓએસિસ ઓફ દ ડેઝર્ટ પણ કહેવાય છે અને સતત પર્યટકોથી ધમધમતુ હોય છે. માઉન્ટ આબુમા નવી હોટેલ્સ બાધવા માટે પરવાનગી નહીં હોવાથી અહીં હોટેલ્સ મળવી એટલે અમારે માટે એક ચેલેન્જ છે.
‘ઉદયપુર’નુ ફક્ત નામ ઉચ્ચારવામા આવે તો પણ રોમાચિત અનુભવ થાય છે. ઉદયપુરને કેટલા બધા નામ અપાયા છે. વેનિસ ઓફ ધ ઈસ્ટ, ગાર્ડન સિટી, વ્હાઈટ સિટી, સિટી ઓફ લેક્સ, મોસ્ટ રોમેન્ટિક સિટી ઓફ ઈન્ડિયા, કાશ્મીર ઓફ રાજસ્થાન જેવા નામોથી ગૌરવાન્વિત આ શહેર દેશવિદેશમા પર્યટકોનુ મનગમતુ સ્થળ નહીં નીવડે તો જ નવાઈ. જેમ્સ બોન્ડની ઓક્ટોપસી ફિલ્મમા ઉદયપુર દેખાયુ હતુ અને તે વિશ્ર્વવિખ્યાત બની ગયુ છે. અરવલી પર્વતમાળાનુ થોડુ બેકગ્રાઉન્ડ અને ફતેસાગર લેક-રગસાગર લેક-પિચોલા લેક-સ્વરૂપ સાગર લેક-ઉદયસાગર લેક એમ પાચ મહત્ત્વના લેકને લીધે ઉદયપુર બહુ દેખાવડુ બન્યુ છે. ૧૫૫૩મા મહારાણા ઉદયસિંગે આ શહેર વસાવ્યુ હતુ અને તેમના જ નામથી પછી તે પ્રસિદ્ધ થયુ. પિચોલા લેક પરનો ઉદયપુર સિટી પેલેસ-ત્યાથી દેખાતુ જગનિવાસ આઈ લેન્ડ, તેની પરનો સર પેલેસ, એટલે કે, હમણાની તાજ હોટેલ્સનો લેક પેલેસ હોટેલ, રાજકુમારી અને તેની બહેનપણીઓ માટે બાધેલી સહેલિયોં કી બારી, મહારાણા પ્રતાપ અને રાજપૂતોની શૌર્ય ગાથા ગાતુ ચિત્તોડગઢ, રાણી પદ્મિનીની જોહાર હાથા જીવત કરનારુ ચિત્તોડગઢમાની ગાઈડ્સ... આ બધુ એકદમ અવિસ્મરણીય છે.
રાજસ્થાનનુ સૌથી મોટુ શહેર એટલે રાજધાની જયપુર છે. રાજા સવાઈ જયસિંગ દ્વિતીય દ્વારા ૧૭૨૭મા તે સમયના સુપ્રસિદ્ધ બગાળી આર્કિટેક્ટ પુરોહિત, વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી જયપુરની રચના કરાઈ હતી. ‘જેનૂ કામ તેનૂ થાયે’ પ્રમાણે સવાઈ જયસિંગે એક્સપર્ટની મદદ લઈને વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર પર આધારિત એક અપ્રતિમ શહેર નિર્માણ કર્યું છે. તે પછીના દરેક રાજાએ તેમા ઉમેરો કર્યો અને અનોખી વાસ્તુ તૈયાર કરી. તેમા છે ૧૭૯૯મા મહારાજા સવાઈ પ્રતાપસિંગે રાજઘરાણાની મહિલાઓ રસ્તા પર મોટુ સરઘસ જોઈ શકે તે માટે બાધવામા આવેલો હવામહેલ. તે પછી જયપુરના મહારાજા રામસિંગે ૧૮૭૬મા પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાત સમયે તેમના સન્માન માટે આ આખુ શહેર ગુલાબી રગમા રગવાનુ નક્કી કર્યું અને જયપુર ‘પિંક સિટી’ તરીકે પ્રસિદ્ધ થઈ ગયુ. રાજસ્થાન પર લખતી વખતે આજે મને કેટલુ લખુ એવુ થઈ ગયુ છે પણ અલગ અલગ રગ લાભેલુ રાજસ્થાન એક પાનામા સમાવવાનુ અશક્ય છે. આથી અહીં જ રજા લઉં છુ. હેવ અ હેપ્પી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.