વિદેશની સહેલગાહે જતી વખતે વિઝાની જેમ ફોરેક્સ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જે દેશમા આપણે જઈએ તે દેશના ચલણમા અથવા યુએસ ડોલરમા આપણને સહેલગાહનુ પાર્ટ પેમેન્ટ કરવુ પડે છે. આ જ રીતે સહેલગાહમા આપણે જે પૈસા લઈને જઈએ તે તેમના ચલણમા હોય તો જ આપણને તેનો ઉપયોગ થાય છે. આ ચલણ ક્યાથી મેળવવાનુ, કઈ રીતે મેળવવાનુ એ ક્યારેક ક્યારેક પર્યટકોને ઝઝટમય લાગે છે.
દર રવિવારે ચાર-ચાર અખબારો માટે શુ નવેસરથી લખવુ એ પ્રશ્ર્ન પડતો પણ એક વાર પેન અને કાગળ હાથમા લઉં એટલે બે-અઢી કલાકમા એકાદ વિષય સડસડાટ કાગળ પર ઊતરી જાય. હવે તો આ રૂટીન જ બની ગયુ છે. આજે શુ લખવુ તેનો વિચાર કરતી વખતે નજર સામે આવી ‘વીણા વર્લ્ડ વિંટર ઓફર.’ ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામા બે મહત્ત્વની રજા આવે છે, દિવાળી અને ક્રિસમસ, જેને લીધે વધુમા વધુ પર્યટકો આ વિંટર ઓફરમા બુકિંગ કરીને એડવાન્સ બુકિંગ અતર્ગત પૈસા બચાવે છે અને તેની સાથે અનેક એડિશનલ બેનિફિટ્સનો પણ લાભ લે છે. આ મહિનામા નિર્ણય લેનારા તેમ જ તેની આગળ ક્યારેય પણ બુકિંગ કરનારા પર્યટકો પોતાની સહેલગાહ ચૂટવાથી લઈને સહેલગાહ પાછી આવે ત્યા સુધી શુ શુ કરી શકે, કઈ રીતે આ સહેલગાહનો વધુમા વધુ આનદ લઈ શકે તે સબધી બધી વિગતો એક લેખ દ્વારા પર્યટકો સામે રાખીએ એ ઉદ્દેશથી આજે લખવાની શરૂઆત કરી અને શરુવાતી અત સુધી ઘણી બધી વાતોની નોંધ કરી શકી.
ઈન્ટરનેટ-હોલીવૂડ-બોલીવૂડ-સોશિયલ મિડિયાદ્વારા, ઓનલાઈન - ઓફફલાઈન ટ્રાવેલ કપનીઓને લીધે તેમ જ વિમાનપ્રવાસ આસાન થવાને લીધે પર્યટન ફૂલ્યુફાલ્યુ તે વાસ્તવિકતા છે. દરેક માણસ પર્યટનની આશા રાખે છે. આગામી અનેક વર્ષ સારી, વિશ્ર્વાસુ, આર્થિક રીતે મજબૂત અને પરિપક્વ પર્યટન સસ્થાઓને સારા દિવસો આવવાના છે. આવી વધુ સસ્થાઓની જરૂર પડવાની છે, કારણ કે હાલમા તો ભારતીય લોકસખ્યાના ફક્ત એક ટકા જેટલા જ પર્યટક નાના-મોટા પર્યટન કરી રહ્યા છે. હાલની ટુરીઝમ પ્રો-ગવર્નમેન્ટને લીધે ભારત પર્યટનનીબાબતમા વધુ સક્ષમ બનવાનો છે, જેને લીધે આતરરાષ્ટ્રીય કે વિદેશી પર્યટકોની સખ્યા પણ વધવાની છે. વધતી પર્યટક સખ્યાને પ્લાનિંગનો આધાર મળે તો સમય અને પૈસાની બચત થઈ શકશે અને તેમા ખુશી બેગણી કરી વધી જશે.
અમારી પાસે આવતા પર્યટકો કે કોઈ પણ પર્યટન સસ્થા દ્વારા પ્રવાસમા નીકળનારા પર્યટકો ત્રણ પ્રકારમા દેખાય છે. અનિશ્ર્ચિત-અર્ધ-નિશ્ર્ચિત- નિશ્ર્ચિત અથવા અનડિસાઈડેડ, સેમી ડિસાઈડેડ અને ડિસાઈડેડ. એકદમ નવેસરથી પ્રવાસ કરનારા પર્યટકોનુ કઈ રીતે માર્ગદર્શન કરવાનુ? ફક્ત શોખ તરીકે પ્રવાસ કરનારા પર્યટકોનુ કઈ રીતે માર્ગદર્શન કરવાનુ? જે પર્યટકો ચાર-પાચ ખડનો પ્રવાસ ઓલરેડી કરીને એક સીઝન્ડ ટ્રૅવ્હેલર બની ગયા છે તેમના માટે અલગ શુ આપવાનુ આ બધુ સહજ- આસાન કરવુ તે ટ્રૅવ્હેલ એડવાઈઝર તરીકે અમારુ કામ છે. પર્યટકોનુ કામ તેમણે પહેલા પોતાને સમજી લેવાનુ કે તેઓ કયા પ્રકારના ટ્રૅવ્હેલર છે? પોતાની માનસિકતા કેવી છે? આમા મુખ્યત્વે બે મુદ્દા છે, એક, ગ્રુપ ટુર અને બીજુ, કસ્ટમાઈઝ્ડ હોલીડે. ગ્રુપ ટુરનો ઉત્તમ તૈયાર કરેલો યોજનાબદ્ધ અને ટુર મેનેજર જોડેનો પ્રવાસ કરવાનુ ગમે કે ‘હુ એન્ડ માયસેલ્ફ’ ‘માય ફેમિલી-માય પ્રાઈવસી’ એવો મનને જોઈએ તેવો સ્વચ્છદ પ્રવાસ મને ઈશારો કરે છે? એક વાર આ ઓળખવામા આવે એટલે ગ્રુપ ટુર કે કસ્ટમાઈઝ્ડ હોલીડેનો આનદ આપણે વધુમા વધુ લઈ શકીએ. અમે એક નાનુ ટ્રૅવ્હેલ પ્લાનર આ માટે બનાવ્યુ છે તે પછી આગામી બાબતો માટે મદદે આવે છે. આજે આ લેખમા આપણે ગ્રુપ ટુર સબધમા વધુ જાણી લઈએ અને આગામી દિવસોમા કસ્ટમાઈઝ્ડ હોલીડે વિશે સવાદ કરીશુ.
ગ્રુપ ટુર્સ નક્કી કરતી વખતે તે ટુર્સ આનદ માટે હોવા છતા એકાદ વ્યવસાયની જેમ પોતાનુ લક્ષ્ય નક્કી કરવુ જોઈએ. એક નાની-શોર્ટ ટર્મ એટલે, આ વર્ષમા અથવા આગામી બે વર્ષમા હુ ભારતમા અને વિદેશમા ક્યા ક્યા પર્યટન કરીશ? અને આગામી દસ વર્ષમા હુ ભારતના કેટલા રાજ્ય અથવા મેં દુનિયાના કેટલા દેશ-ખડ જોઈ નાખ્યા હશે? અન્ન-વસ્ત્ર-છત-શિક્ષણ પછી હવે પર્યટને સ્થાન જમાવ્યુ છે. આથી મૂળભૂત જરૂરતોની જેમ આપણે પ્લાનિંગ કરીએ તે જ રીતે પર્યટનનુ પણ પ્લાનિંગ કરવુ જોઈએ. પર્યટનની ઈચ્છા પણ મનને ઉત્સાહી કરે છે, જેથી આપણી સામે આવુ કાઈક ‘સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ હોય તો મનનો ઊભરો સતત ટકાવવામા તે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
કોઈ પણ ગ્રુપ ટુરમા જ્યા આપણે જઈએ ત્યાના મહત્ત્વના બધા સ્થળદર્શન સમાવિષ્ટ કરવાનો અમારો પ્રયાસ હોય છે. અર્થાત સહેલગાહનો તે સ્થળનો સમયગાળો કેટલો છેતેની પર પણ તે આધાર રાખે છે. એટલે કે, સ્વિટ્ઝર્લેન્ડ અમે ચાર દિવસમા અથવા સાત દિવસમા બતાવીએ છીએ અથવા ચાળીસ દિવસની દે ધનાધન કસ્ટમાઈઝ્ડ હોલીડે બનાવીને પણ આપી શકીએ. તમને ચોક્કસ શુ જોઈએ? તમારી પસદ- નાપસદ અને બજેટનો સુમેળ સાધતા તમને આવડવુ જોઈએ. પર્યટકો કાયમ એકાદ શહેર કે સ્થળ ગમ્યા પછી કહે છે કે હજુ અહીં એક દિવસ રહેવુ જોઈતુ હતુ. તેમને લાઈટર ટોનમા હુ કહુ છુ, "હર ખુશી અધુરી હોની ચાહીયે. ગ્રુપ ટુર દ્વારા અમે તમને દરેક શહેરની મોઢામોઢ ઓળખ તેમ જ ત્યાની જે તે બાબતો સારી છે એ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. પણ તમારુ મન તેનાથી ભરાતુ નહીં હોય તો યે દિલ માગે મોર એવુ તમારુ થતુ હોય તો તમે સહેલગાહ પછી એર ટિકિટ ડિવિયેશન લઈને પોસ્ટ ટુર હોલીડે લો. તે સ્થળે પગપાળા ફરો, સ્થાનિકોની જેમ ત્યાના કેફે- પબ્ઝ-ભોજનનો આસ્વાદ કરો. આરામ કરો. સહેલગાહના ખીચોખીચ ભરેલા કાર્યક્રમ પછી આવેલો થાક ત્યા જ ઉતારી નાખો અને અહીંના રૂટીનનો સામનો કરવા માટે વધુ રિફ્રેશ- રિજ્યુવિનેટ થાઓ. આમ, પોસ્ટ ટુર હોલીડે પ્લાન કરી આપવા માટે અમારી એક સ્પેશિયલ ટીમ કામ કરી રહી છે અને ગયા વર્ષભરમા અનેક પર્યટકોએ સહેલગાહ પછી પોસ્ટ ટુર હોલીડેનો આનદ લીધો છે.‘ઈફ વી કેન, વ્હાય નોટ મેક દ મોસ્ટ ઓફ અવર ટુર ઓર હોલીડે?’
ગ્રુપ ટુરની સહેલગાહની કિંમતે સહેલગાહ કાર્યક્રમમા વિમાન પ્રવાસનો ઈકોનોમી ક્લાસ સમાવિષ્ટ કરી રાખેલો હોય છે. આ ઈકોનોમી ક્લાસમા આપણુ ગ્રુપ બુકિંગ હોય છે. હવે બધાને ખબર છે કે દરેક વિમાનમા પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ, બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસમાથી કોઈક અપગ્રેડેડ ક્લાસ હોય છે. ગયા બે વર્ષથી અમે ગ્રુપ ટુરમા એડિશનલ ફેર ડિફરન્સ ભરીને બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસ પર્યટકોને આપવાની શરૂઆત કરી છે અને તેને ઓવરવ્હેલ્મિગ રિસ્પોન્સ મળ્યો છે. અનેક પર્યટકોએ બિઝનેસ ક્લાસમાથી પ્રવાસ કર્યો છે. બિઝનેસ ક્લાસમા સીટ્સ મોટી હોય છે, ઘણી વાર ફ્લેટ બેડ હોય છે. આથી વ્યવસ્થિત ઊંઘ લઈ શકાય, પ્રવાસી ઓછા હોય છે, ક્યારે ક્યારેક અપગ્રેડેડ મેનુનો આ વિમાન પ્રવાસ દરમિયાન ફાયદો થાય છે. જોકે એરપોર્ટના ફાયદા પણ મહત્ત્વના છે. તે એ કે અમુક એરલાઈન્સ એરપોર્ટ તે જ શહેરમા હોય તો ઘરથી ઘર સુધી સ્પેશિયલ શોફર ડ્રિવન સર્વિસ આપે છે. આને કારણે છેલ્લી ઘડીએ ડ્રાઈવરને બોલાવવો પડતો નથી અથવા એરપોર્ટ પર કોણ છોડશે તેની ચિંતા કરવી પડતી નથી. ચેક-ઈન કરતી વખતે, ઈમિગ્રેશનના સમયે અલગ અલગ ઝોન હોય છે, જેને લીધે લાઈનમા લાબો સમય ઊભા રહેવાનો સમય અને ત્રાસ બચે છે. મોટા ભાગે બધી જ એરલાઈન્સ બિઝનેસ ક્લાસ ટિકિટ સાથે લાઉન્જ સર્વિસ આપે છે, જેને લીધે ઈમિગ્રેશનથી બોર્ડિંગ વચ્ચે કલાક-દોઢ કલાકનો સમય ક્યા પસાર કરવો તેની ચિંતા કરવી પડતી નથી. લાઉન્જમા ખાવા-પીવાની ભોજનની સુવિધા હોય છે, જેને લીધે ભૂખનો પ્રશ્ર્ન મટી જાય છે. બોર્ડિંગ કરતી વખતે બિઝનેસ ક્લાસની લાઈનમાથી તરત વિમાનમા જઈ શકાય છે. વિદેશમા ઊતર્યા પછી પણ અનેક એરપોર્ટસ પર બિઝનેસ ક્લાસના ટ્રૅવ્હલર્સ માટે ઈમિગ્રેશનની અલગ લાઈન હોય છે, જેને લીધે ત્યા પણ લાઈનમા ઊભા રહેવાની ઝઝટમાથી બચી જવાય છે. આટલુ જ નહીં, બિઝનેસ ક્લાસમા બેગ્ઝ ‘પ્રાયોરિટી’ ટેગ કરેલી હોવાથી સૌપ્રથમ બેગેજ બેલ્ટ પર આવે છે. પ્રવાસ પૂર્વે- પ્રવાસમા-પ્રવાસ પછી આવો ફાયદો હોવાથી સહેલગાહના પહેલા દિવસની શરૂઆત મોટા ભાગે રિફ્રેશ્ડ માઈન્ડથી કરી શકાય છે. હવે આપણા ભારતમા મુખ્ય એરપોર્ટ પર સ્પેશિયલ અસિસ્ટન્સની પણ સેવા ઉપલબ્ધ છે, જેને લીધે ચેક-ઈનથી બોર્ડિંગ સુધી અને ભારતમા પાછા આવ્યા પછી ઊતરવાથી બગ્ગી સર્વિસ તેમ જ બેગેજ બેલ્ટ પરથી બેગ કાઢીને આપણા એરપોર્ટ પર બહાર આવવાની સુવિધા પણ છે. તેનો પણ લાભ તેના ચાર્જેસ ભરીને કોઈ પણ લઇ શકે છે. આવી નાની- મોટી અનેક બાબતો આપણો પ્રવાસ વધુ સુખમય બનાવવા માટે મદદરૂપ થાય છે.
વિમાનનો બિઝનેસ ક્લાસ તેમ જ હવે મુબઈ દિલ્હી જેવી મેટ્રો સિટીઝમા અમુક વિઝા ફેસિલિટેશન સેન્ટર્સે બાયોમેટ્રિક માટે આવતી વ્યક્તિઓ માટે વધુ ખર્ચે પ્રીમિયમ લાઉન્જની સુવિધા કરી છે. ત્યા પણ મોટા ભાગે સમય અને ત્રાસ બચી શકે છે. દસ કે દસથી વધુ જણના ગ્રુપ બાયોમેટ્રિક માટે તેમના ચાર્જેસ ભરીને ઓડીએમવી, એટલે કે, ઓન ડિમાન્ડ મોબાઈલ વિઝા સર્વિસ તેમના કાર્યાલયમા પણ બોલાવીને લઈ શકે છે. અમારી વિઝા ટીમ પાસેી આ બાબતમા વધુ માહિતી મળી શકશે.
એકાદ સહેલગાહમા જો ક્રુઝ સમાવિષ્ટ હોય તો વધુ ખર્ચે આપણે તેની પર અપગ્રેડેડ રૂમ કે સ્વીટ રૂમ લઈ શકીએ છીએ. આ જ બાબત મોરિશિયસ અથવા માલદીવ જેવા જ્યા એક જ હોટેલમા મુકામ હોય છે એવા સ્થળે રૂમ અપગ્રેડ કરાવીને લઈ શકીએ છીએ. આપણને બર્થડે, એનિવર્સરી અથવા એકાદ અચિવમેન્ટનુ સેલિબ્રેશન જો સહેલગાહમા કરવુ હોય તો તે સ્થળે ઉપલબ્ધતા અનુસાર અને સહેલગાહ કાર્યક્રમના સમય અનુસાર વધુ શુલ્ક ભરીને આવા સેલિબ્રેશન કરી શકાય. ગ્રુપ ટુરમા વ્યક્તિગત રીતે પર્યટકોની સહેલગાહનો આનદ વધારવા માટે જે પણ બાબતો ઉપલબ્ધ કરી આપી શકાય તે આપવાનો અમારો પ્રયાસ છે અને એડવાન્સ ઈન્ટિમેશનના પર્યટકો તે બાબતોનો આસ્વાદ લઈ રહ્યા છે.
વિદેશ સહેલગાહમા જતી વખતે વિઝાની જેમ ફોરેક્સ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જે દેશમા આપણે જઈએ ત્યાના દેશના ચલણમા અથવા યુએસ ડોલરમા આપણને સહેલગાહના પાર્ટ પેમેન્ટ કરવા પડે છે. આ જ રીતે સહેલગાહમા આપણે જે પૈસા લઈ જઈએ તે પણ તેમના ચલણમા હોય તો જ આપણને તેનો ઉપયોગ થાય છે. આ ચલણ ક્યા મેળવવાનુ, કઈ રીતે મેળવવાનુ એ પર્યટકોને ક્યારેક ક્યારેક ઝઝટ લાગે છે. તેમની સુવિધા માટે અમે વિંટર ઓફરમા ફોરેન ટુર્સના પૈસા ભારતીય રૂપિયામા ભરવાની સુવિધા આપી છે, જેથી એક્સચેન્જનો ત્રાસ નહીં થાય. જો કે સહેલગાહમા આપણે નીકળીએ ત્યારે શોપિંગ માટે, નાની-મોટી સર્વિસીસ માટે ત્યાનુ સ્થાનિક ચલણ અથવા યુએસ ડોલર્સ આપણે જોડે લઈ જવા પડે છે. અહીં ‘વીણા વર્લ્ડ ફોરેક્સ-ઓથોરાઈઝ્ડ મની ચેન્જર’ આપણી સેવામા સજી હોય છે રીઝનેબલ એક્સચેન્જ રેટ લઈને., તમારી સપૂર્ણ માહિતી અમારી પાસે હોવાથી એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સની પણ જરૂર પડતી નથી અને હવે વીણા વર્લ્ડની પુણે, ચર્ની રોડ, પ્રભાદેવી, માટુગા, ચેમ્બુર, વિલે પાર્લે, બોરીવલી, વસઈ, ઘાટકોપર, વાશી, થાણે, ડોંબિવલી, પવઈ, ચિંચવડ ખાતે સર્વ બ્રાન્ચ ઓફિસીસ અધિકૃત લાઈસન્સ સહિત આપણને ફોરેન એક્સચેન્જ આપવા માટે સજી છે.
પર્યટકોને ઓછામા ઓછી ઝઝટ સાથે વધુમા વધુ સુવિધા કઈ રીતે આપી શકાય તે માટે આ વિચાર છે. લેટ્સ મેક દ મોસ્ટ ઓફ અવર ટ્રૅવ્હેલ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.