વુમન્સ સ્પેશિયલ અમારી અનેક સહેલગાહ જેવી એક સહેલગાહ છે. ટૂકમા કહીએ તો કમર્શિયલ વેન્ચર, પણ તે સહેલગાહ તેવી ક્યારેય જણાઈ જ નહીં. મનમા અને હૃદયમા કોઈક ખૂણે તેણે વ્યાપી લીધો છે. છ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારે પહેલી સહેલગાહ અમે વુમન્સ સ્પેશિયલની આયોજિત કરી હતી, જે સહેલગાહે અમને કહ્યુ, ‘અમે છીએ તમારી પડખે, આગે બઢો.’
એક અજ્ઞાત નબર પરથી વ્હોટ્સએપ આવ્યો, ‘હુ ઘાટકોપરની રેખા છુ. હાલમા સ્કેન્ડિનેવિયા રશિયાની વુમન્સ સ્પેશિયલ સહેલગાહ છે. આ મારી વીણા વર્લ્ડ સગાથે આઠમી વુમન્સ સ્પેશિયલ સહેલગાહ છે. અગાઉ યુરોપ, દુબઈ, શ્રીલકા, ભૂતાન, જાપાન, ગુજરાત રણ ઓફ કચ્છ, પોંડિચેરી જેવા સ્થળો હુ વીણા વર્લ્ડ સગાથે બિન્ધાસ્ત ભટકીને આવી છુ. દરેક સહેલગાહ મસ્ત થઈ છે. તમારા ટુર મેનેજર્સ ઓસમ છે. વી આર એન્જોઈંગ ટુ દ ફુ૦ેસ્ટ.’ હવે આવો ફીડબેક દરેક ટુરમા આવે છે અથવા તે આવવા જ જોઈએ, કારણ કે તે માટે જ તો પર્યટકોએ વીણા વર્લ્ડ પર વિશ્વાસ મૂક્યો છે. તે વિશ્વાસનુ જતન કરવા માટે ટીમ દિવસરાત્ર મહેનત લઈ રહી છે. આથી આ ફીડબેકથી હવામા ઊડવાનુ કારણ નથી, પરતુ તે અમારી ફરજ છે અને તે રીતે જ સાકાર થવુ જોઈએ. તે માટે જ તો પર્યટકો તેમના મહેનતથી કમાયેલા નાણા વીણા વર્લ્ડ પાસે સહેલગાહ માટે ભરે છે. અહીં વુમન્સ સ્પેશિયલ પર વિશ્વાસ અને સુરક્ષિતતાોે મહત્ત્વનો ભાગ છે. તે જવાબદાર અમે બધા મળીને વ્યવસ્થિત પાર પાડી રહ્યા છે તેનો અમને ગર્વ છે. જોકે આ નાના વ્હોટ્સએપમા ત્રણ મહત્ત્વની બાબત હતી. એક-સ્કેન્ડિનેવિયા રશિયા, બે-આઠમી ટુર અને ત્રણ-‘એન્જોઈંગ ટુ દ ફુ૦ેસ્ટ.’ વહેલી વુમન્સ સ્પેશિયલ કરી હતી ત્યારના દિવસો યાદ આવ્યા અને કહ્યુ, ‘આ માટે જ તો તે ધ્યેય હતો.’
પહેલી વાર વુમન્સ સ્પેશિયલનો વિચાર મનમા આવ્યો ત્યારે લાગ્યુ કે ‘ખરેખર આ રીતે મહિલા ઘરમાથી બહાર નીકળશે ખરી? કઈ રીતે આ બાબતને આગળ વધારી શકાશે? જો તે સારી રીતે પાર પડી તો વર્ષોવર્ષ કઈ રીતે ચાલતી રહેશે? તેટલી સાતત્યતાથી આપણે આ અખતરાને જાળવી રાખી શકીશુ?’ બે હજાર છમા પહેલી સહેલગાહ જાહેર કર્યા પછી તેમા આવેલી ત્રણસો મહિલાઓની સખ્યાએ બતાવી દીધુ કે ઘર માટે અને સમાજ માટે પણ તેની જરૂર છે. છોકરી ભણે તેના જેટલુ જ છોકરી ખુશ થાય તે પણ મહત્ત્વનુ છે અને છોકરીની ખુશીનુ એક નાનુ કારણ મને મળી ગયુ હતુ. પહેલી વાર દરેક સહેલગાહમા અમારા ટુર મેનેજર્સ સગાથે હુ પોતે પણ જતી હતી. બધુ ઠીક છે ને તે જોવા સાથે મારો વધુ સમય નિરીક્ષણમા જ જતો હતો. કઈ મહિલાઓ આ સહેલગાહમા આવે છે? ક્યાથી ક્યાથી આવે છે? સાડી પહેરનારી, પજાબી ડ્રેસ પહેરનારી, જીન્સ, સ્કર્ટવાળી કેટલી છે? સતત સાડી પહેરનારીને જીન્સ કે સ્કર્ટ પહેરવાનુ મન થાય છે? તેમાથી એક્ચ્યુઅલી આ સકલ્પના સાકાર થઈ છે. સાડીમાથી-સલવાર કમીઝ, સલવાર કમીઝમાથી સ્કર્ટ, સ્કર્ટ પરથી જીન્સ, જીન્સ પરથી મિની સ્કર્ટ અને એકાદ પટ્ટાયા ગોવા જેવુ ડેસ્ટિનેશન હોય તો સ્વિમિંગ કોશ્ચ્યુમ પણ. આ કપડામા પરિવર્તન થાય છે, તેમા કોઈ પણ સકોચ નહોતો. પહેરવેશમા ફેરબદલ કરવુ તે તેમાય આસાન કામ હતુ. તે અગાઉનો એક પહેલો પડાવ પાર કર્યો હતો, તે એટલે મહિલાઓએ એકલી ઘરની બહાર નીકળવાનો વિચાર તેણે પોતે માન્ય કર્યો હતો અને કુટુબીઓએ પણ તેને સ્વીકાર્યું હતુ. એટલે કે, આ લખ્યુ છે તેટલુ સહજ રીતે નિશ્ચિત જ તે બન્યુ નથી. ‘શુ કહે છે, તુ એકલી જશે? પતિને મૂકીને? અને બાળકોનુ શુ? માતા ભટકે છે અને પતિ બાળકો સભાળે છે? શુ અટક્યુ છે એવુ કે એકલીએ જવુ જોઈએ? અમે તો આ રીતે પતિ બાળકોને મૂકીને એકલી બહાર ભટકી નહીં શકીએ! જવુ જ જોઈએ કે? નાણાનુ આધણ કરવા જેટલા ઉપર આવી ગયા છે? લોકો શુ કહેશે તેની કોઈ શરમ છે કે નહીં?...’ આવા અનેક ટોણા ક્યારેક કુટુબમાથી તો ક્યારેક પાડોશી પાસેથી તો ક્યારેક ઓફિસમાથી સાભળવા મળતા હતા. કોઈ સામે મોઢા પર બોલતુ તો કોઈ પાછળથી ગૂસપૂસ કરતા, કોઈ બોલ્યા વિના ફક્ત નજરોથી ઘાયલ કરતા. આ બધાના મનના એક ખૂણામા ડર અને બીજો ગિલ્ટથી વ્યાપી જતો હતો. આપણે કશુક ખોટુ તો નથી કરી રહ્યા ને? આ ભાવના ક્યારેક ક્યારેક એટલી તીવ્ર બનતી કે અમુક જણી સહેલગાહમા ચોધાર આસુએ રડી પડતી, ‘હુ અહીં મજા કરી રહી છુ અને તેમનુ ત્યા બધુ હેમખેમ ચાલતુ હશે કે નહીં!’ આ વિચારથી તે વ્યાકુળ બનતી. આ પછી કાઉન્સેલિંગ કરવુ પડતુ. ‘યુ ડિઝર્વ્ડ ઈટ! નથિંગ રોંગ ઈન દિસ! બધા માટે આટલી બધી મહેનત કર્યા પછી તમને વર્ષમા કમસેકમ એક વાર આ રીતે ફક્ત પોતાના માટે સમયની જરૂર છે અને તારા કુટુબને પણ તે ખબર છે તેથી તેમણે પણ તને ખુશીથી મોકલી છે તેથી આ સમયનો સદુપયોગ કર, જીવી લે તારા આ સારા દિવસ. ખળખળાટ હસ, જોરજોરથી ગીતો ગા, થાક લાગે ત્યા સુધી ડાન્સ ફ્લોર પર નૃત્ય કર, જે ક્યારેક પહેર્યા નથી તેવા પણ પહેરવાનુ સતત મન થતુ હોય તેવા કપડા પહેર, કયારેક પેરાસેઈલિંગ કરીને હવામા ઊડ તો ક્યારેક સ્કુબા ડાઈવ કરીને સમુદ્રનુ તળિયુ સર કર. સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરવામા શરમ નહીં અનુભવ, ફિલ્મસ્ટારની જેમ મોટા ગોગલ પહેરીને સ્વિમિંગ પૂલ સન ડેક પર બાજુમા જ્યુસનો ગ્લાસ અને હાથમા મનગમતુ પુસ્તક લઈને આરામ કરવાનુ પણ ભૂલતી નહીં. કોણ શુ કહેશે તેનો બિલકુલ વિચાર નહીં કર. તારા મનની સુપ્ત ઈચ્છા અહીં ખુલ્લા આકાશમા પૂરી કરી લે. કમ ઓન! ફ્લાય, રન, ડાન્સ, સિંગ, ડુ વ્હોટ યુ વોન્ટ ટુ ડુ! બી અ કોલેજ ગર્લ દ વે યુ વેર.’ અને પરિસ્થિતિ બદલાતી ગઈ. બધી બહેનપણીઓ વધુ મમુકત બની. ઘણી બધી ગિલ્ટ ફ્રી મન:સ્થિતિથી સહેલગાહ એન્જોય કરવા લાગી. કપડામા પરિવર્તન આવ્યુ. સહેલગાહમા આવતી વખતે સાડી અથવા સલવાર કમીઝ ઓઢીી કરતા જીન્સ અને ટી શર્ટસ વધુ સુવિધાજનક છે એવુ તેણે અનુભવ્યુ અને કુટુબીઓએ પણ તેને તે કપડામા સ્વીકારી. આ ફેરબદલ મહત્ત્વનો હતો અને તે ઘડ્યો છે. છેલ્લા અનેક વર્ષ હુ આ સહેલગાહ કરી રહી છુ, પરતુ એક મહત્ત્વની વાત એ છે કે ‘દે ધમ્માલ’ એવી આ સહેલગાહનુ સ્વરૂપ હોવા છતા તેનો સ્તર ક્યારેય નીચે ગયો નથી. તેમા ક્યારેય હલકાપણુ આવ્યુ નહીં. ડિસેન્ટ સ્વરૂપમા આ સહેલગાહ કાયમ આગળનુ પગથિયુ પાર કરતી ગઈ.
ખરેખર તો વુમન્સ સ્પેશિયલ અમારી અનેક સહેલગાહ જેવી એક સહેલગાહ છે. ટૂકમા કહીએ તો કમર્શિયલ વેન્ચર, પણ તે સહેલગાહ તેવી ક્યારેય જણાઈ જ નહીં. મનમા અને હૃદયમા કોઈક ખૂણે તેણે વ્યાપી લીધો છે. છ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારે પહેલી સહેલગાહ અમે વુમન્સ સ્પેશિયલની, આ જ મહિનો હતો, બાવીસ ઓગસ્ટ બે હજાર તેર. અને મહિલાઓએ તેને સહેલગાહને વધાવી લીધી, બુકિંગ બધ કરવુ પડ્યુ એટલો પ્રચડ પ્રતિસાદ આપ્યો. ત્યાથી અમારા વીણા વર્લ્ડની ટીમના બધાનો આત્મવિશ્વાસ. તે સહેલગાહે અમને કહ્યુ કે ‘અમે છીએ પડખે, આગે બઢો.’ મહિલાઓએ એકત્ર આવીને એક મહિલાને આપેલો જબરદસ્ત ટેકો હતો. તે મહિલાઓના અમે ખૂબ ખૂબ ઋણી છીએ, કારણ કે ત્યાથી શરૂ થયો વીણા વર્લ્ડનો પ્રવાસ. ટૂકમા, મહિલાઓ મહિલાઓને સપોર્ટ કરે તો આવુ વીણા વર્લ્ડ જેવુ કશુક ઊભુ થઈ શકે છે. વુમન્સ સ્પેશિયલની અમુક સહેલગાહમા હુ આજે પણ હાજર રહુ છુ. એક ગાલા ઈવનિંગમા અમારી બહેનપણીઓને મળુ છે ત્યારે આ વાતનો પુનરૂચ્ચાર અચૂક કરુ છુ, "તમે ટેકો આપ્યો તેથી વીણા વર્લ્ડનો પાયો રચાયો, મજબૂત બન્યો. તે જ રીતે આપણા ઘરની, સબધીઓની, પાડોશીઓની કોઈ પણ છોકરી જો કશુક પોતાનુ શરૂ કરતી હશે, ટૂકમા અલગ માર્ગે જવાનો વિચાર કરતી હોય તો તેને મન:પૂર્વક ટેકો આપીએ, શુભાશીર્વાદ આપીએ. ક્યાક નિષ્ફળતા આવે તો તેની પડખે વધુ મક્કમ રીતે ઊભા રહીએ, આત્મવિશ્વાસ વધારીએ. ‘મેં તને કહ્યુ જ હતુ, હવે ભોગ...’ એવો વિચાર આપણા મનમા પણ નહીં આવે તેનુ ધ્યાન રાખીએ.’
જે વુમન્સ સ્પેશિયલ સહેલગાહથી વીણા વર્લ્ડની શરૂઆત થઈ તે સહેલગાહની સખ્યા હાલમા દિવસે દિવસે વધી રહી છે. હાલમા યુરોપમા સ્કેન્ડિનેવિયા એટલે કે, નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, ફિનલેન્ડ, ટેલિનમા વુમન્સ સ્પેશિયલ છે. લેહ લડાખમા અમારી મહિલાઓ ધમ્માલ કરી રહી છે. સ્પેનમા પણ વુમન્સ સ્પેશિયલ નીકળી છે. સપ્ટેમ્બરમા યુરોપ અમેરિકા નેપાળ ભૂતાન અને બધાની લાડકી સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા સહેલગાહ છે જ. વર્ષમા જ્યા ત્રણ-ચાર સહેલગાહ કરતી ત્યા હવે મહિનામા પાચ-પાચ સહેલગાહ જઈ રહી છે વુમન્સ સ્પેશિયલની. હવે ટોણો મારનારી અમારી પાડોશણો પણ સો મળીને બહેનપણી- બહેનપણી એવો ગ્રુપ કરીને સહેલગાહમા આવી રહી છે. દાદી, દીકરી, પૌત્રી એમ ત્રણ જનરેશન ક્યારેક સો આવેલી દેખાય છે તો ક્યારેક સાસુ-પુત્રવધૂ, ક્યારેક દેરાણા-જેઠાણા. આથી જ કહુ છુ કે આ ફક્ત સહેલગાહ નહીં પણ એક રિલેશન બિલ્ડિગ-સ્ટ્રેન્થનિંગ એક્ટિવિટી બની ચૂકી છે. સબધોનુ તાતણુ મજબૂત કરનારુ એક સાધન છે. આ બધુ એક પરિવર્તન છે. વિચારોમા, આચારોમા, પહેરવેશમા, આત્મવિશ્વાસમા અને તે હવે વધુ જોઈએ એવી લાગણી થાય છે. પહેલી સહેલગાહમા મને એવુ લાગ્યુ હતુ કે મહિલા વિદેશમા આવવા તૈયાર થશે ખરી? આ એક પ્રકારનો ડર હતો મારા મનનો તે અમારી આ બહેનપણીઓએ દૂર કર્યો છે. મને પેલી જાહેરાતમાનુ વાક્ય યાદ આવ્યુ, ‘ડર કે આગે જીત હૈ.’
હુ એકલી વિદેશમા જઈ શકુ છુ. હુ એકલી ધમ્માલ કરી શકુ છુ, હુ મારા પોતાના માટે સમય કાઢી શકુ છુ... આ બધુ બહુ આનદદાયક છે અને તેથી જ રેખા ભાબુરેનો વ્હોટ્સએપ મેસેજ મને ભૂતકાળમા લઈ ગયો. ‘યેસ આય કેન!’નો વિશ્વાસ વધુ મજબૂતથઈ ગયો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.