હાથમાથી સરી પડેલો અથવા વેડફાઈ ગયેલો સમય બ્રહ્મદેવ આવે તો પણ આપણે તે પાછો મેળવી નહીં શકીએ. આમા હુ નવુ કશુ કહેતી નથી. અનતકાળથી આપણા સત-મહાત્માઓ અને બુઝુર્ગો આપણી સામે બૂમો પાડી પાડીને કહે છે, છતા આપણે તેટલી જ સાતત્યતાથી સમય વેડફી રહ્યા છીએ. આવનારા યુગમા આ રીતે સમય વેડફી નાખવો આપણને કોઈને જ રવડે તેમ નથી, તે હાનિકારક નીવડશે, સમય કઈ રીતે વેડફી નહીં નાખવો તેનો વિચાર કરતી વખતે એક સાદો સહજ ઉત્તર મળ્યો...
ગયા અઠવાડિયે દુનિયાની પ્રદક્ષિણા કરતી હોઉં તે રીતે પ્રવાસ કર્યો. એક અઠવાડિયામા લેહ લડાખ, બેંગકોક, દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કો. ત્રણ રાત લેહ, બેંગકોક, સાન ફ્રાન્સિસ્કોની હોટેલ્સમા અને ચાર રાત વિમાન પ્રવાસમા હતા. થાકીને લોથપોથ થઈ ગઈ હતી. લેહની ઓક્સિજન લેવલ, બેંગકોક-દિલ્હી-સાન ફ્રાન્સિસ્કોમા અપસાઈડ ડાઉન કરનારા અચૂક જેટ લેગ લગાવનારો ટાઈમ ડિફરન્સ, લાબા વિમાન પ્રવાસને લીધે આવતો કટાળો અને તે હોવા છતા તેનુ કોઈ પણ નિશાન ચહેરા પર દેખાવા નહીં દેતા ઉત્સાહી મનથી ત્યાના કાર્યક્રમોમા સહભાગી થવુ તે રીતસર કસોટી હતી. જોકે આ અઠવાડિયામા આ રીતે જવુ કમિટમેન્ટ હતી, જેને લીધે ‘મને કટાળો આવ્યો, હવે હુ નથી જતી’ એવુ કહેવાનો પણ કોઈ અવકાશ નહોતો. જીવનમા અનિવાર્ય એવી અનેક બાબતોનો આપણે સામનો કરવો જ પડે છે. અમારી બાબતમા વિશ્ર્વ પ્રદક્ષિણા કરાવતા લાબા પ્રવાસ ટાળી નહીં શકાય તેવા હોય છે. ટ્રેનનો અથવા વિમાનનો કોઈ પણ ક્લાસ હોય અથવા કારની કોઈ પણ કેટેગરી, અમુક એક સમય પછી કટાળો આવે જ છે. અને અહીં જ આપણી કસોટી થાય છે. કટાળો નહીં લાવતા આ પ્રવાસનો સામનો કઈ રીતે કરવો? કટાળાનુ રૂપાતર ખુશીમા કઈ રીતે કરવુ? અને તેની પણ આગળ જઈને તે પ્રવાસમા એકાદ ઘણા દિવસથી રખડી પડેલો-બાજુમા મૂકી દીધેલો પ્રોેજેક્ટ પૂરો કરીને આત્મસતોષ કઈ રીતે મેળવવો? તે હુ આ પ્રવાસમા શીખી. અર્થાત લાબા પ્રવાસમા કટાળો આવવામા વેડફી નાખ્યા પછી વિલબથી મળેલુ આ શાણપણ છે. જોકે તેનાથી બહુ લાભ થઈ રહ્યો છે. સિડની, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂ યોર્ક, લડન, મોસ્કો જેવા લાબા પ્રવાસમા ઘણા પ્રોેજેક્ટ્સ પૂરા કર્યા છે અને હાશ્શ... કહીને પોતાની જ પીઠ થાબડી છે. આથી જ મારા જેવા કામ નિમિત્તે ભરપૂર પ્રવાસ કરનારા સાથે આ અનુભવો શેર કરી રહી છુ.
દુનિયાભરમા ગમે ત્યા ગઈ અને ગમે તેટલા દિવસો માટે ગઈ હોઉં છતા હુ મોટી કાર્ગો બેગ નહીં લેતા નાની ફોર વ્હીલર બેગ અને તેની પર બધબેસે એવુ મધ્યમ આકારનુ પર્સ કમ ટોટ બેગ લઉં છુ. તેથી મોટી બેગ ખેંચવાનુ, પર્સ ખભે લેવાનુ, ભરપૂર વસ્તુ અને સામાન હોવાથી રૂમમા પસારો થવાનુ-તે સમુસૂતર કરવાનુ કોઈ ટેન્શન રહેતુ નથી. જરૂર પૂરતી જોઈતી વસ્તુઓ. આને કારણે ફિઝિકલ સ્ટ્રેસ દૂર રહે છે અને મનથી પણ આપણે નિશ્ર્ચિંત રહીએ છીએ. હ, આટલો ઓછો સામાન હોય તો તેમા ભરપૂર ગીતો, ફિલ્મો, વેબ સિરીઝ લોડ કરેલો આઈફોન, બોસના નોઈઝ કેન્સલિંગ હેડફોન્સ, એક્સપ્રેસ સ્પાનો નાનો ઘડી થઈ શકતો નેક પિલો, આઈમાસ્ક અને એક પુસ્તક જેવા આભૂષણ મારી જોડે હોય જ છે. કઈ ફ્લાઈટ લેટ થઈ, કેન્સલ થઈ, અન્ય કોઈક એરપોર્ટ પર ઉતારવામા આવે... હુ કેર્સ? આઈ એમ ફુલ્લી લોડેડ વિથ માય ઓન એન્ટરટેઈનમેન્ટ. અને એન્ટરટેઈનમેન્ટનો કટાળો આવે તો એકાદ પ્રોજેક્ટ હોય જ છે, જેની પર કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના કામ કરી શકાય છે. અને હા, પ્રવાસમા કામ જ કરવુ જોઈએ એવુ નથી હ. આપણને મશીન બનવુ નથી. જીવનની દોડધામમા આપણને આપણી અદરના માનવીને જીવત રાખવાનો છે, ગમે તેટલી ઉંમર થાય તો પણ મનથી- ઉત્સાહથી યુવાનીમા જ રહેવુ, જેથી કોઈક વાર નક્કી કરેલી બાબત થઈ નહીં શકે તો આપણને આપણે જ માફ કરી દેવુ જોઈએ. પ્રવાસમા નીકળતી વખતે શારીરિક રીતે થાકેલા હોઈએ તો ‘બાકી સબકો મારો ગોલી’ કહીને આખ પર માસ્ક લગાવીને, ગળામા નેક પિલો લગાવીને સીધા ઘસઘસાટ ઊંઘી જાઓ. રોજ કમસેકમ છ કલાક ઊંઘ મસ્ટ. સાત કે આઠ કલાક મેળવી શકાય તો નથિંગ લાઈક ઈટ. શાત મનથી ઊંઘ કાઢવી જોઈએ, તે ટેકનિક આપણને ફાવવી જ જોઈએ. ક્યારેક જો એવુ લાગે કે આ પ્રવાસમા મને કોઈ પણ કામ કરવુ નથી તો તે પણ પરફેક્ટ્લી ઓલ રાઈટ. માઈન્ડ ફ્રેમ જો એકાદ પ્રોજેક્ટ પર કામ કરવાનુ નહીં હોય તો મારીમચડીને તે કરવુ નહીં જોઈએ. આવા સમયે એકાદ ફ્લાઈટમા મેં ચાર-પાચ ફિલ્મ પણ એક પછી એક સળગ જોઈ કાઢી છે. આવનારા પ્રવાસમા શુ શુ કરવાનુ તેની એક મોટી લિસ્ટ મારી પાસે હોય છે. પ્રવાસમા નીકળતી વખતે અને પ્રવાસ પૂરો થયા પછી બને સમયનો ઉત્સાહ તેથી તેટલો જ રહે છે. પ્રવાસમા થાકવા જેવુ ક્યારેય લાગતુ નથી. તેવુ ચાલશે પણ નહીં, કારણ કે પ્રવાસ જ અમારી વીણા વર્લ્ડ ટીમનુ જીવન છે.
આ આઠ દિવસના પ્રવાસમા મેં એક પેન્ડિગ પ્રોજેક્ટ આગળ મૂકી દીધો છે. આ અઠવાડિયાના અલગ અલગ અખબારોના ત્રણ આર્ટિકલ્સ લખવાના હતા તે પણ સાન ફ્રાન્સિસ્કો- મુબઈ પ્રવાસમા લખી કાઢ્યા. અને હુ વધુ આનદિત થઈ. એક તો પ્રોજેક્ટ આગળ લઈ ગઈ તેની માનસિક શાતિ મળી હતી અને અચિવમેન્ટનો સતોષ પ્રફુલ્લિત કરનારો હતો. અખબારો માટે શુ લખુ એ જેની તેની ટાઈમલાઈન પ્રમાણે આ અઠવાડિયામા રોજ આવનારુ ટેન્શન ગાયબ જ થઈ ગયુ. એટલે કે, આ આખુ અઠવાડિયુ હુ અન્ય કોઈ કામો પર વધુ ધ્યાન આપી શકવાની હતી. સો, આ પ્રવાસે મને ભરપૂર ફાયદો કરી આપ્યો છે. એર ટિકિટના પૈસા પૂરા વસૂલ. હાહાહા!
એકમાત્ર સૂર્યપ્રકાશ એટલુ સત્ય છે કે આવનારા ભવિષ્યમા વૈશ્ર્વિકીકરણની સ્પર્ધામા ટકી રહેવાનુ હોય તો આપણને મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, સોશિયલી અને ફાઈનાન્શિયલી સાઉન્ડ રહેતા આવડવુ જોઈએ. આપણને મળનારો સમય ઓછામા ઓછા થતો જવાનો છે, તે ઓછા સમયમા બેગણા અથવા ત્રણગણા કામો કરવા પડવાના છે. તેનો કોઈ ઈલાજ નથી, કારણ કે આવનારી પરિસ્થિતિ આપણા હાથોમા નથી, પણ તે માટે પોતાને તૈયાર કરવુ તે કામ આપણે પોતે જ કરવાનુ છે. અહીં જ મહત્ત્વપૂર્ણ બની જાય છે, ‘માય કમિટમેન્ટ વિથ ટાઈમ.’ હવે પછી આપણી લડાઈ સમય સાથે છે. જીવનની જેમ જ તે બાબત જો વેડફાઈ જાય તો પાછી લાવી નહીં શકાય. અહીં લડાઈ કહેવાનુ કારણ એ છે કે હમણા સુધી આપણા હાથોમાથી વેડફાઈ ગયેલા અથવા વેડફાઈ જનારા સમયની આપણે ક્યારેય પરવા કરી નથી. લક્ષ્મીની વેડફાટ કર્યા પછી લક્ષ્મી થોભતી નથી તે જ રીતે આપણે સમયનો પણ જાણ્યેઅજાણ્યે બેસુમાર વેડફાટ કરી નાખ્યો છે અને તેથી જ સમય આપણી પાસે થોભતો નથી. તે વીતતા સમયને ફરીથી આપણી પાસે ખેંચી લાવવુ એટલે પોતે જ પોતાની લડાઈ લડવાની છે. આપણને પડેલી આદતોમા આમૂલ પરિવર્તન લાવવાનુ છે. જીવનમા સૌથી વધુ મહત્ત્વ તે સમયને આપવાનુ. મનથી પ્રયાસ કરવામા આવે તો સમય નક્કી જ આપણો મિત્ર બનીને આપણી આગેકૂચમા સહભાગી થઈ શકે છે. ટૂકમા, તમારા-અમારા, મારા-તારા, પોતાના-અન્યોના... સમયની કદર કરવામા આવે તો સમય જ સમય આપણી પાસે ઉપલબ્ધ થશે.
અમારા ટુર મેનેજર્સ ફેમિલી ટુર પર હોય ત્યારે પર્યટકોને બીજા દિવસનો કાર્યક્રમ રહેતી વખતે કાયમ કહે છે, ‘તમારે સવારે અમુક વાગ્યે નીકળવાનુ છે, અમે મોર્નિંગ એલાર્મ વગાડીશુ પણ તમારે પણ સમયસર તૈયાર થઈને, સમયસર બ્રેકફાસ્ટ કરીને પાચ-દસ મિનિટ અગાઉથી બસ નજીક તૈયાર રહેવુ, મોડુ નહીં કરવુ, સમયસર આવેલા અન્ય બધા પર્યટકોની આપણે કદર કરવી જોઈએ. આપણા લીધે બસ અટવાઈ નહીં જાય તેનુ ધ્યાન રાખવુ, કારણ કે આપણે ગ્રુપ ટુરમા આવ્યા છીએ, અહીં બધાના સહયોગથી સહેલગાહ ઉત્તમ રીતે પાર પડવાની છે. લેટ્સ કોઓપરેટ!’ સમયનુ પાલન કરવુ એટલે અન્યોની કદર કરવી, અન્યોનો વિચાર કરવો અને જો આવનારા ભવિષ્યકાળનો સફળતાથી સામનો કરવો હોય તો આ જ ઉત્તર છે. એટલે કે, ગ્રુપમા જો એક પર્યટક મોડુ કરે તો અગાઉથી આવી ગયેલા ચાળીસ જણને વાટ જોતા રહેવુ પડે છે. (અર્થાત, આજકાલ આવા પર્યટકો માટે બસ અટકાવી શકાય નહીં, કારણ કે સ્થળદર્શનને અને બસ ડ્રાઈવિંગ અવર્સનો સમય પાળવો પડે છે. તે પર્યટકોને પછી સ્વખર્ચે ટેક્સી કરીને સ્થળદર્શનના સ્થળે આવવુ પડે છે). હુ જો એકાદ બાબત અથવા આર્ટિકલ અમુક દિવસે લખીને આપુ એમ કહુ અને તે લખીને નહીં આપુ તો તેના પર કામ કરનારા બધાનુ જ સમયપત્રક ખોવાઈ જાય છે. છેલ્લી ઘડીએ ગડબડ થાય છે. જો આ ટાળી શકાય તો, ‘આય હેવ ટુ ઓનર માય કમિટમેન્ટ વિથ ટાઈમ.’ અન્યોનો વિચાર કરવામા આવે તો કોઈને આપેલો સમય અથવા એકાદ પ્રોજેક્ટની ટાઈમલાઈન આપણે પાળી શકીએ, એટલુ તે આસાન છે. તેનો હાઉ ઊભો કરવો, તેનુ ટેન્શન લેવાની જરૂર જ પછી રહેતી નથી. અમે નાનપણમા એક રમત રમતા, ચાર-પાચ પ્રશ્ર્ન પૂછવામા આવતા અને તેનો એક શબ્દમા ઉત્તર આપવાનો રહેતો હતો, મજા આવતી. અહીં પણ તેવુ જ છે. પ્રોજેક્ટની ટાઈમલાઈન કઈ રીતે સાચવીએ? સમયસર ઘરે કઈ રીતે જઈએ? સમયસર તૈયાર કઈ રીતે થઈએ? આવા અનેક પ્રશ્ર્નોના ઉત્તરો તે બાબત સાથે સલગ્ન અન્યોનો વિચાર કરવામા એટલે આપોઆપ મળવા લાગે છે, આપણી પાસેથી સમયસર કામ થવા લાગે છે. હુ સમયસર મારુ કામ નહીં કરુ તો તેને લીધે અન્ય કોઈકને ત્રાસ થશે તેનુ ભાન જ્યારે આપણને સતત રહે ત્યારે ટાઈમલાઈન પાળવી એક આનદિત બાબત બની જશે, તેનુ ટેન્શન નહીં આવશે.
કમિટમેન્ટ વિથ ટાઈમ, ટાઈમલાઈન પરથી યાદ આવ્યુ, વીણા વર્લ્ડમા કોઈ પણ પ્રોજેક્ટ લેવાય એટલે પહેલી ટાઈમલાઈન નક્કી કરવામા આવે છે અને પછી તેની પર રિવર્સ કામ કરવામા આવે છે. સદીપ શિકરે એન્ડ એસોસિયેટ્સ પાસે અમારા ઘરના અને ઓફિસીસના પ્રોજેક્ટ્સ હોય છે, એસએસએના અલ્પા શિકરે કહે છે, ‘અરે તમારો પ્રોજેક્ટ આવવા પૂર્વે ટાઈમલાઈન આવે છે, બટ વી લવ ઈટ એન્ડ ધેટ વર્કસ.’ તે મુજબ અમારી વેવલેથ પણ જામી ગઈ છે. નાના પ્રોજેક્ટ દોઢ મહિના, મિડિયમ ત્રણ મહિના અને કોર્પોેરેટ ઓફિસ જેવા મોટા હોય તો છ મહિનામા પ્રોજેક્ટ્સ પૂરા થાય છે. બનેની આ કલ્પના હોવાથી ડિસિજન્સ ફટાફટ થાય છે. ટૂકમા એકબીજાનો વિચાર કરવાથી પ્રોજેક્ટ્સની ટાઈમલાઈન્સનુ પાલન થાય છે. પ્રોજેક્ટ્સ પૂરા થાય છે. ‘જસ્ટિસ ડિલેઈડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ’ એવુ અહીં પણ છે. ‘પ્રોજેક્ટ ડિલેઈડ ઈઝ પ્રોજેક્ટ ડિનાઈડ.’ તેના પર આધારિત ઘણી બધી બાબતોને તેનો ફટકો પડે છે, સબધિત વ્યક્તિઓને ત્રાસ થાય છે. આ બધુ ટાળવુ હોય તો પહેલા સમય સાથે કમિટમેન્ટ કરવી જોઈએ અને પછી વી હેવ ટુ ઓનર ધેટ કમિટમેન્ટ વિથ ટાઈમ! બાય ધ વે પ્રોજેક્ટ પરથી યાદ આવ્યુ, ‘વીણા વર્લ્ડનુ મુબઈનુ સેલ્સ ઓફિસ નેટવર્ક અમે વધારી રહ્યા છીએ. ટૂક સમયમા જ ચર્ની રોડ-ગિરગાવ, માટુગા પૂર્વ, ચેમ્બુર, પવઈ અને વિલે પાર્લે પશ્ર્ચિમ ખાતે વીણા વર્લ્ડ સેલ્સ ઓફિસીસ શરૂ કરીને અમે ત્યાના પર્યટકોની વધુ નજીક આવી રહ્યા છીએ. કાયમ મુજબ હકથી તમારા આશીર્વાદની સદિચ્છા અને શુભેચ્છા માગી રહી છુ.’
હેવ અ હેપ્પી સન્ડે!અને હા, બીઈંગ અ સન્ડે જસ્ટ રિલેક્સ એટ હોમ... આજે કોઈ જ ટાઈમલાઈન પાળવાની નથી તે જ છે કમિટમેન્ટ વિથ ટાઈમ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.