એક માત્ર તે પેપરે બતાવી દીધુ છે કે ‘એવરીથિંગ ઈઝ પોસિબલ, નથિંગ ઈઝ ઈમ્પોસિબલ.’ આપણે સાચા હોઈ શકીએ, માણસોની-સગઠનોની શક્તિ પર આપણો વિશ્ર્વાસ હશે, કામ પર-પ્રયાસો પર આપણી નિષ્ઠા હશે, તેમા કાચા નહીં પડીએ-પાછળ નહીં રહીએ-હારી નહીં જઈએ એવી આશાભરી માનસિકતા આપણા સપૂર્ણ સમૂહમા હોઈ શકે, નીતિમૂલ્યો-નૈતિકતાની કક્ષા આપણને ખબર હશે તો આપણે કશુ જ નહીં હોવા છતા ક્યાક હોવાનુ ભવિષ્ય લખી શકીએ, તે પ્રત્યક્ષમા લાવી શકીએ.
પાચ વર્ષ થયા, હવે પાછળ વળીને જોઈએ, અવલોકન કરીએ, શુ કરવા નીકળ્યા હતા, શુ થયુ, શુ નહીં થયુ તેની સમીક્ષા કરીએ. તે સમયે માનસિક સ્થિતિ, કશુક કરી બતાવવાની જીદ, હાથપગનુ અને મનનુ બળ તેટલુ જ છે કે વધ્યુ છે-કે ઓછુ થયુ છે તે તપાસીએ. મુખ્યત્વે ‘જે કરવાનુ હતુ તે મોટે પાયે મળ્યુ, હવે શાતિથી બેસીએ’ એ રીતે આત્મસતોષ આપણી અદર ઘૂસી ગયો છે કે? તે આપણે જ પોતાની સાથે કઠોર થઈને જોખી લઈએ તે ઉદ્દેશથી અમે મિટિગની શરૂઆત કરી. એક નક્કી કર્યું હતુ કે કોઈ જગ્યાએ આપણને બહુ સારા રિઝલ્ટ્સ દેખાશે તો અમુક જગ્યાએ આપણે રીતસર ફેલ થઈ ગયા છીએ તે પણ દેખાશે. જોકે સફળતાનો જયજયકાર કરવાનો અને નિષ્ફળતા પાસે ડોકાવીને પણ નહીં જોવુ અથવા સિફતપૂર્વક ત્યા જોવાનુ ટાળુ એવુ થવા દેવુ નથી. આપણે જ આપણા સોટીવાળા માસ્તર બનવાનુ છે. જે થયુ તે બદલી શકાશે નહીં, બ્રહ્મદેવ આવે તો પણ નહીં, પરતુ તેમાથી ઘણુ બધુ શીખી શકીએ છીએ. અમુક બાબતોને ગતિ પ્રાપ્ત થઈ હશે, અમુકે ચાલવાની શરૂઆત કરી હશે, અમુક જગ્યા પરથી બિલકુલ ખસ્યા નહીં હોય, અમુકનુ હમણા હમણા જ બીજારોપણ થયુ હશે પણ પાચ વર્ષ થયા છતા તેમણે જન્મ જ લીધો નહીં હોય એવી અનેક સારી- ખરાબ બાબતો આપણને વાસ્તવિકતાના દર્શન કરાવશે. ખુલેદિલીથી આપણે તે સ્વીકારવાનુ છે અને નવેસરથી આગામી પાચ વર્ષનુ ગણિત રજૂ કરવાનુ છે. ખુ૦ા દિલથી-ઓપન માઈન્ડથી એકદમ તટસ્થ રીતે આપણે આપણા પાચ વર્ષના ઈતિહાસ પાસે જોવાનુ છે. એક સારુ છે કે સફળતાનુ શ્રેય લેવાનુ અને નિષ્ફળતાનો દોષ અન્યને માથે ઢોળવાની સસ્કૃતિ કેળવાઈ નથી. જે કર્યું તે આપણે બધાએ મળીને કર્યું, સફળતા આપણા બધાની છે પણ તેમાથી ફુલાઈ નહીં જવુ જોઈએ અને નિષ્ફળતા પણ બધાની છે, તેનાથી ગભરાયા વિના ફરી એક વાર નવા જોશ સાથે એકબીજાની આશા વધારીને તે બાબતો જો આપણને આગળ લઈ જવાની હોય તો પ્રયાસોની કસોટી કરીએ. આપણી પદ્ધતિ બદલીએ, અગાઉની પદ્ધતિ કદાચ ખોટી હશે તેનો પણ વિચાર કરીએ, આપણે જ આપણા ડેવિલ્સ એડવોકેટ બનીએ એ બધુ બધાએ મળીને નક્કી કરીને જ મિટિગની શરૂઆત કરવાથી દરેક જણ પોતાના સજ્જ મત રજૂ કરતા હતા અને અમે ઉંમરથી, અનુભવથી મોટા બધા જ કોઈ પણ બાબતને પર્સનલી નહીં લેતા ‘આગળ શુ’નો વિચાર કરતા હતા.
ખુશીની વાત એ છે કે પાચ વર્ષ પૂર્વે અમે એક સાદો પેપર બનાવ્યો હતો જેમા દર વર્ષે આપણી પ્રગતિ કઈ રીતે થશે તેના નબર્સ લખ્યા હતા. કેટલા પર્યટકો, કેટલુ ટર્નઓવર, કયા સેક્ટર્સ, કેટલો મેનપાવર... આવી અનેક બાબતો હતી. એકદમ શૂન્ય હતા ત્યારે તે પેપર બનાવવાનુ સાહસ કર્યું હતુ. તે સમયે કોઈએ તેને દીવા:સ્વપ્ન તરીકે કહ્યુ નહોતુ એવો તે ખાસ પેપર હતો. જોકે તે બનાવવામા આવ્યો ત્યારે કોઈને જ તેવો લાગ્યો નહોતો, કારણ કે તેની પાછળ હતી ‘દરેકની પોતાની’ ઉપરનો વિશ્ર્વાસ, જીદ, દૃઢનિશ્ર્ચિય, પ્રયાસોની પરાકા:ા પર સફળતાને ખેંચી લાવી શકાય તે આશા. પાચ વર્ષનો સમયગાળો કઈ રીતે વીતી ગયો તે સમજાયુ જ નહીં, સમય જ નહોતો. આજે તે પેપર જ્યારે બધાની સામે આવ્યો ત્યારે ધ્યાનમા આવ્યુ કે જે તેની પર લખેલુ હતુ, અધારામા ભવિષ્ય પર જે તીર મારવામા આવ્યુ હતુ તે પાચ વર્ષના શોર્ટ ટર્મ ધ્યેય પર અચૂક લાગ્યુ હતુ. તે બધુ જેમનુ તેમ ઘડાયુ હતુ, ક્યાક ક્યાક તો ઓવર એચિવમેન્ટ હતી. દરેકે પોતાને અને બધાને જ શાબાશી આપવા જેવી સ્થિતિ હતી. થોડો સમય તે શાબાશીપૂર્ણ વાતાવરણમા રહેવા માટે કોઈ વાધો નહોતો, કારણ કે થોડા સમય પછી અમે તે મિટિગના આગળના પગથિયા પર ચઢવાના હતા અને તે હતુ, ‘આમ જોવા જઈએ તો આપણે ઓવર એચિવ કર્યું પણ તેના કરતા વધુ કરી શક્યા હોત ખરા?’ દરેક વ્યવસાયને અને વ્યાવસાયિકને આ પ્રશ્ર્ન અચૂક પડવો જોઈએ. જે મળ્યુ તેમા ખુશી માનવાનુ યોગ્ય છે અને તે થવુ જ જોઈએ. જોકે તેમા જો સતોષ થાય તો વૃદ્ધિ અટકી પડી એવુ સમજી લેવુ. ‘આઈ એમ હેપ્પી બટ નેવર સેટિસ્ફાઈડ’ એ માનસિકતા ખરા વ્યાવસાયિકોની હોય છે. નહીં હોય તો આજના વૈશ્ર્વિક સ્પર્ધાના વાતાવરણમા તેને કેળવવી જોઈએ. હા જુઓને, એક તો આપણે બહુ મોટા બનવુ જોઈએ અથવા જો પણે નાના હોઈએ તો આપણા જેવા અનેક નાના-મોટા એકબીજાને સાથ આપનારા ઉદ્યોગોના કસ્ટરમા રહીને સામૂહિક સગઠિત શક્તિનો ભાગ બનવુ જોઈએ. એકમાત્ર તે પેપરે બતાવી દીધુ કે, ‘એવરીથિંગ ઈઝ પોસિબલ, બધુ જ શક્ય છે, નથિંગ ઈઝ ઈમ્પોસિબલ.’ આપણે સાચા હોઈ શકીએ, હમણા સુધીના જીવનમા આપણે સતત સારી બાબતોની પાછળ પડી રહ્યા હોઈશુ, માણસોની-સગઠનોની શક્તિ પર આપણો વિશ્ર્વાસ હશે, કામ પર-પ્રયાસો પર આપણી નિષ્ઠા હશે, તેમા કાચા નહીં પડીએ-પાછળ નહીં રહીએ-હારી નહીં જઈએ એવી આશાભરી માનસિકતા આપણા સપૂર્ણ સમૂહમા હોઈ શકે, નીતિમૂલ્યો-નૈતિકતાની કક્ષા આપણને ખબર હશે તો આપણે કશુ જ નહીં હોવા છતા ક્યાક હોવાનુ ભવિષ્ય લખી શકીએ, તે પ્રત્યક્ષમા લાવી શકીએ.
પાચ વર્ષે અમે ‘કોઈક’ બન્યા છીએ તેમા કોઈ શકા નથી. ખુશી છે. જોકે આ કોઈક હોવુ આગામી આગેકૂચ માટે ભયકર જોખમી હોય છે. આપણે જે સમયે શરૂઆત કરી ત્યારે પણે આપણો હેતુ નિશ્ર્ચિત કરેલો હોય તો પણ સફળતા આપણને પ્રાપ્ત કરવાની હોય છે તે થોડુ લો પ્રોફાઈલ અથવા સતુલન માપીને નક્કી કરીએ, કારણ કે આપણી ક્ષમતા-પાત્રતા-આસપાસ વિશે આપણને શકા હોય છે. થોડો ડર પણ મનમા હોય છે. જોકે જોશ એકદમ હાઈ હોય છે, જે સૌથી મહત્ત્વનો હોય છે અને તેના દ્વારા આપણે સાધ્ય કરીએ છીએ જે કરવાનુ હોય તે. અમે પણ તે કર્યું. જોકે એનાલિસિસ કરવા માટે બેઠા, ‘વધુ કાઈક કરી શક્યા હોત કે’તે માટે, ત્યારે કઈ કઈ બાબતો બરોબર હતી તેના કરતા આપણે કેટલી બાબતો ચૂકી ગયા અથવા કેટલીય બાબતો આ પદ્ધતિથી નહીં પણ આવી કરવી જોઈતી હતી તેની જ લિસ્ટ વધતી ગઈ. એટલે કે, નક્કી કરેલી સફળતા તો મળી પણ જો આ અનેક બાબતો બરોબર કરતા રહ્યા હોત, વધુ થોડુ વિચારમથન કર્યું હોત અને આગવી આચારપ્રણાલી ઉપયોગ કરી હોત તો જે કર્યું તેના કરતા પચ્ચીસથી ત્રીસ ટકા વધુ સફળતા મળી હોત એવુ ધ્યાનમા આવ્યુ. ટૂકમા, આપણી ક્ષમતા વધુ છે તેનુ ભાન આ એનાલિસિસથી થયુ પણ વધુ એક મહત્ત્વની બાબત એ ધ્યાનમા આવી કે ઘણી જગ્યાએ અમે કોમ્પ્લેસન્ટ થયા હતા. તેને મેનેજમેન્ટ થિયરીમા આવો આત્મસતોષ બતાવનારુ બહુ સારુ વાક્ય છે અથવા ફ્રેઝ છે, ‘વી હેવ અરાઈવ્ડ!’ એક વાર ‘આપણને જે કરવાનુ હતુ તે થઈ ગયુ’ એવુ આપણા મનને લાગે એટલે આપણી આગળની આગેકૂચ હાઈવે પરથી ધીમા માર્ગ પર આવવાનુ શરૂ થાય છે. આ જ રીતે અમારુ પણ કાઈક એવુ જ થયુ એવુ દેખાયુ. કોઈ પણ આડ પડદો નહીં રાખતા અમે બધાએ ચર્ચા કરી. આપણે ક્યા ખોટા પડ્યા? આપણે ક્યા આત્મવિશ્ર્વાસનો અતિરેક કર્યો? (અર્થાત, ઓવરકોન્ફિડન્સમા મારો અવ્વલ નબર છે, જેથી તે બધાની ભૂલોનુ શ્રેય સપૂર્ણ મને જાય છે) ક્યા એકાદ બાબત કરતી વખતે સપૂર્ણ પ્રોજેક્ટ અમારી કાયમની ૬ઠ૨ઇં થિયરી ઉપયોગ કર્યા વિના આગળ લઈ ગયા? ક્યા ફક્ત રોઝી પિક્ચર જોયુ અને ક્રિટિકલ બાબતોનો વિચાર જ નહીં કર્યો? ક્યા આપણે ભવિષ્ય પર નજર રાખવામા ઓછા પડ્યા? ક્યા આપણા હાથોમાથી વર્તમાનકાળ છટકી ગયો? ક્યા આપણે આપણા ભૂતકાળમાથી નહીં શીખતા ફરીથી તે જ ભૂલો કરી? આ બધુ ચર્ચામા આગળ લાવતા રહ્યા. પહેલુ સેશન પૂરુ થયુ ત્યારે મન થાકેલુ હતુ અને માથુ ગરગરવા લાગ્યુ હતુ. લચ પછી અમે અમારી મિટિગના ત્રીજા અને છેલ્લા ભાગની શરૂઆત કરવાના હતા.
એક એપ્રિલ બે હજાર તેરથી એક એપ્રિલ બે હજાર અઢાર એમ પ્રથમ પાચ વર્ષ અમે ધમાધમ પર્યટન વ્યવસાયની પ્રગતિનો, શહેરોનો, રાજ્યોનો, દેશોનો, ખડોનો પ્રવાસ કરતા હતા. અઢાર- ઓગણીસ, એટલે કે હમણા આવનારી એકત્રીસ માર્ચ સુધી એક વર્ષ અમે ડાયજેશન પિરિયડમા નાખ્યુ, કોમ્પ્લેસન્સમા પણ નાખ્યુ, હા સિરિયલી, એક વાર સારુ સારુ લાગે તે લઈએ, કારણ કે આ જ મહિનામા આપણે એક તો કરેલુ બધુ શૂન્ય સમજીને તે શૂન્યમાથી વધુ મોટી છલાગ લેવાની છે અથવા જ્યા સુધી આવ્યા છીએ ત્યાથી આગળ નેક્સ્ટ લેવલ પર જવાનુ છે. એક્ચ્યુઅલી ‘વી હેવ અરાઈવ્ડ’ એવુ આપણા માટે ક્યારેય નહીં હોય, તે ક્ષિતિજ જેવુ છે. દર પાચ વર્ષે તે વધુ આગળ જવાનુ છે. આપણને એ નક્કી કરવાનુ છે કે આ પાચ વર્ષમા આપણે ક્યા સુધી પહોંચવાનુ છે. ચાલો, શરૂઆત કરીએ કહીને અમે આગળના પાચ વર્ષનુ પેપર લખવા માટે લીધુ છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.